નટરાજ 27 JULY 2006
July 27, 2006
આજે શ્રાવણની દ્વિતીયા તિથી એટલે શ્રાવણ સુદ બીજ.
આ શ્રાવણ માસ તો શિવજીનો પ્રિય મહિનો ગણાય છે. અને શ્રાવણ એટલે ઉત્સવોનો શંભુમેળો.. શબ્દ, અર્થ, સ્વર, સંગીત, અને નાદબ્રહ્મનાં આદિદેવ એટલે નટરાજ. શિવજીનાં ડમરુમાંથી ઉત્પન્ન થયેલા નાદમાંથી શબ્દ, સ્વર, વ્યંજનોની વિસ્મયજનક સૃષ્ટિ ઉત્પન્ન થઈ.
શ્રી શિવતાંડવસ્તોત્ર માં રાવણે ડમરુનાં નાદનો ઉલ્લેખ કર્યો છે.
ડમડ ડમડ ડમન્નિનાદવડ ડમર્વયં………………
સંગીતનાં આરાધ્યદેવ નટરાજને મારાં કોટિ કોટિ વંદન.

સત સૃષ્ટિ તાંડવ રચયિતા
ધ્રીગ તામ તામ ધ્રીગ ધીં ધીં તામ
હે આદ્ય ગુરુ શંકર પિતા
નટરાજ રાજ નમો નમ:
ગંભીર નાદ મૃદંગના
ધબકે ઉરે બ્રહ્માંડમાં
નીત હોત નાદ પ્રચંડના
નટરાજ રાજ નમો નમ:
શીર જ્ઞાન ગંગા ચંદ્રમા
ચીદ બ્રહ્મ જ્યોતિ લલાટમાં
વિષ નાગમાલા કંઠમાં
નટરાજ રાજ નમો નમ:
તવશક્તિ વામાંગે સ્થિતા
હે ચંદ્રિકા અપરાજિતા
ચહુ વેદ ગાયે સંહિતા
નટરાજ રાજ નમોનમ:
કવિશ્રી:- નીનુ મઝુમદાર
Entry Filed under: મંજીરા[ભજન]. .
3 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
Hemang Parekh | July 30, 2006 at 6:48 pm
I like this Shiv-Stuti very much. I just want to know if there is any sung version ( composition) of this song.
If anybody has it. Plz let me know from where I can get it.
thanks.
My email is: hgparekh@gmail.com
Hemang Parekh
2.
nilam doshi | August 1, 2006 at 3:16 pm
neelaben,
સાહિત્ય ની ક્રુતિ ના બ્લોગ તો ઘણા છે.પણ આ શ્રાવણ ના પાવક મહિના માં આપનું આ કાર્ય ખરેખર ખુબ સુંદર છે.
3.
nilam doshi | August 2, 2006 at 12:23 pm
જનરેટર,બ્રહ્મા,ઓપરેટર વિશ્ણુ ને ડીસ્ટ્રોયર શિવજી.
સર્જન અને સંહાર,
ઉભા હારોહાર..
અનંત ને દરબાર!!
સર્જન જેટલું જ મહત્વ વિસર્જન નુ પણ છે,તેનો ઇંકાર ન થઇ શકે ને?