ભજન 30 JULY 2006
July 30, 2006
આજે શ્રાવણ મહિનાની પાંચમી તિથી એટલે શ્રાવણ સુદ પાંચમ

આજનો આ દિવસ નાગ પંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો નાગની પુજા કરે છે. નાગ તો શિવજીનું આભુષણ છે. ગલે સર્પોકી માલા.
આજે મેઘધનુષ પાંચમો પીળો રંગ જોઈયે. ભજનરૂપી ગંગામાં વહેશું.
ભજન
રાગ:- જોગિયા તાલ:- રૂપક
હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર, હે શંભો ત્રિલોચન
હે સંકટ વિમોચન હે ત્રિપુરારી વંદન
જય જય વિભારૂપ, શંકર કૃપાલા
હે, પશુપતિ દયાલા - હે ચંદ્રમૌલી
બાલેન્દ્રુ ભાલે ત્રિલોચન વિશાલા
ચિદાનંદદાતા હે જગદીશનાથા
ભસ્માંગ લેપન ગલે રૂંડમાલા
નિરાકાર ૐકાર શંકરદયાલા - હે ચંદ્રમૌલી
વિમલ નીલકંઠ સુખદ શુલપાની
મૃગાશીશ ચારુલ બર વેદવાણી
હે આશુ પ્રભાવંદ્ય મહીમા તુમ્હારી
જય જય ઉમાનાથ જય જય તુમ્હારી - હે ચંદ્રમૌલી
કવિશ્રી:- ?
ધૂન
ગંગા જટાધર ગૌરીશંકર ગિરીજા મન રમણા
મૃત્યુંજય મહાદેવ મહેશ્વર મંગલ શુભકરણા
નંદીવાહના નાગભૂષણા નિરૂપમ ગુણસદના
નટન મનોહર નીલકંઠ શીવ નીરજ દલસદના - ગંગા જટાધર
ૐ નમ: શિવાય
Entry Filed under: Uncategorized. .
2 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
ujas | July 30, 2006 at 3:42 pm
નીલાબેન,શ્રાવણ અને વરસાદ ની મોસમ માતમારું મેઘધનુષ ખીલી ઉઠયુ છે.હજુ વધુ રંગો ની આભા ફેલાવતુ રહે એવી શુભેચ્છ તો મિત્ર ની સાથે હોય જ ને?
2.
ujas | July 30, 2006 at 3:46 pm
નીલાબેન,તમે આ પવિત્ર મહિના મા સરસ કામ કર્યુ છે.આપને સાથે જ છીએ હમેશા….નીલમ દોશી ઉજાસ.