ઉરનાં મંજીરા
મારાં ભજનનાં આ વિભાગનું નામ મંજીરા આપ્યું છે.ભજન તો મંજીરાથી ખીલે છે. જેમ મંજીરા ભજનનું આવશ્યક અંગ છે તેમ તાળી એ ભજનનું આવશ્યક અંગ છે. આમ તો તાળીનાં ઘણાં ફાયદા છે.
1] તાળી એ એક્યુપ્રેશરનો પ્રકાર છે. તાળીથી એક્યુપ્રેશર થાય છે.
2] તાળી એ ‘નાદ બ્રહ્મ’ સુધી આવાજ પહોંચાડવાઓ એક પ્રકાર છે.
3] જેમ આપણે કાગડાને ઉડાડવવા તાળી પાડીયે છીયે તેવી જ રીતે મનનાં દુર્ગુણરૂપી કાગડાને ઉડાડવા તાળી પાડવી જરૂરી છે.

રાગ:- બસંત લલિત તાલ:- રૂપક
મારાં ઉરમાં બે મંજીરાં
એક જુનાગઢનો મે’તો
બીજી મેવાડની મીરા
- મારાં ઉરમાં
કૃષ્ણ કૃષ્ણનાં રસબસ રણકે
પડે પરમ પડછંદા
એક મંજીરે સુરજ ઝળહળે
બીજે અમીયલ ચંદા
શ્વાસ શ્વાસનાં નામ સ્મરણનાં
સર સર વહે સમીરા
- મારાં ઉરમાં
રાસ ચગ્યોને હોંશે હોંશે
હાથની કીધી મશાલ
વિષનો પ્યાલો હોઠે પામીને
નરદમ બન્યો નિહાલ
હરિનાં જન તો ગહન ગંભીરા
જેમ યમુનાનાં નીરા
- મારાં ઉરમાં
કવિશ્રી:- ભગવતીકુમાર શર્મા
4 comments August 5, 2006

