ગણેશ [મુક્તપંચિકા]
August 30, 2006
આજે ભાદરવા સુદ છઠ
આજનો સુવિચાર:- સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં.

ભલે પધાર્યા
શિવસુતાય
તું વેદવિનાયક
ગૌરા સુતાય
સુસ્વાગતમ

દુર્વા, જાસુદ
તુજને વ્હાલાં
મુષક છે વાહન
મંદાર, પુષ્પ
તુજ અર્પણ

હે, ગજમુખી
વિઘ્નહરણ
ભાલે સિંદૂર શોભે
તું મહાકાય
તુંને નમન

તું છો સૂંઢાળો
વર દેનારો
રિધ્ધિ સિધ્ધિનો દાતો
શિવનો લાલો
ગૌરી દુલારો

હે ગણરાયા
તમે દુંદાળા
બાપ્પા મોરીયારે
મ્હેર કરોને
એકદંતાય
ૐ ગં ગણપતયે નમઃ
Entry Filed under: આરોહણ[સ્વરચિતકાવ્યો. .
8 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
shivshiva | August 30, 2006 at 5:22 pm
ગણપતિ બાપ્પા મોરીયા
પુઢચા વર્ષી લૌકરીયા.
હે ગણરાયા આવતે વર્ષે પણ જલ્દીથી પધારજો.
2.
manvant | August 31, 2006 at 4:23 am
ઑ ગણરાયા ! અમારે ઘેર કાયમ રહેજો !
બેના ! ચિત્ર સુંદર છે……..આભાર !!!!!!!!!!!!
3.
Editor | August 31, 2006 at 6:48 am
ખુબ સરસ મુક્તપંચિકા અને ચિત્રો પણ એટલાજ સુંદર અને એકદમ પ્રાસંગિક છે. ધન્યવાદ આન્ટી.
4.
nilam doshi | August 31, 2006 at 8:45 am
ખૂબ ગમ્યું નીલાબેન,સરસ છે.અભિનંદન .વધુ ને વધુ આવુ જ લખતા રહો. ને આપતા રહો
5.
હરીશ દવે | August 31, 2006 at 8:48 am
“મુક્તપંચિકા”ને તમે વિઘ્નહર્તાની આરાધનામાં પણ અર્પિત કરી, નીલાબહેન! સુંદર રજૂઆત!
જે શ્રદ્ધાથી છલકે તે સુંદર જ હોય; ગણેશજીની છબીઓ પણ, સ્તુતિ પણ! … હરીશ દવે અમદાવાદ
6.
amitpisavadiya | September 1, 2006 at 11:06 am
શ્રી ગણેશ ના મનોરમ્ય ચિત્રો . દુંદાળા ગણેશજી ને વંદન…
7.
sarvangi kadakia | September 17, 2006 at 5:08 pm
good knowladge of yours.thanks forgiving above knowladge.chaha no garm masalo banave ne jaroor thi GARAM MASALAVALI CHA pesu.thanks for once again.and hope navi navi jankare tamara tarfthi fucher ma amone malti rahe.
8.
sarvangi kadakia | September 17, 2006 at 5:14 pm
good pichures of ganeshji,nilaben ne amravati thanks.