અષ્ટવિનાયક
આજે ભાદરવા સુદ એકાદશી/બારસ
આજનો સુવિચાર:- સામા પક્ષને ન્યાય કરવાથી આપણને ન્યાય વહેલો મળે છે.—ગાંધીજી
આજે સ્વામિનારાયણ મંદિરોમાં જલઝીલણીનો મહોત્સવ મનાવાય છે. તેમ જ આજે ક્ષીરસાગરમાં પોઢેલાં ભગવાન વિષ્ણુ કરવટ ફેરવશે તેથી કરવટી એકાદશી કહેવાય છે. તેમજ આજનાં દિવસે સોમનાથ પ્રભાસ ક્ષેત્રે પારધીનાં બાણ વાગવાથી ઘવાયા અને નિજલીલા સંકેલી નિર્વાણ પામ્યા તેવા યુગપુરુષ શ્રી કૃષ્ણની દેહોત્સર્ગવિધિ છે.
આજે આપણે અષ્ટવિનાયકની વાત કરીયે.

‘અષ્ટવિનાયક’નાં પ્રથમ શ્રી મોરેશ્વર અથવા તો શ્રી મયૂરેશ્વર વિનાયક આવે છે જે પુણે થી 50 કિ.મિ.ને અંતરે આવેલા મોરેગાંવમાં સ્થિત છે. એક સમયે આ જગ્યાએ ખૂબ જ મોર વસતા હોવાથી આ જગ્યાનું નામ ‘મોરગાંવ’ પડ્યું.
બ્રહ્માંડમાં સિંધુ નામનાં એક રાક્ષસે પોતાનું વર્ચસ્વ જમાવવા કાળો કેર વર્તાવ્યો હતો.. સઘળાં દેવો ત્રાહીમામ પોકારી ગયાં હતાં તેથી દેવોની વિનંતીથી શ્રી ગણેશજીએ પૃથ્વી પર આવીને મોર પર્વત પર સિંધુ રાક્ષસને યુદ્ધ કરીને હરાવ્યો. ત્યારથી શ્રી ગણેશજી ‘મોરેશ્વર’ અથવા ‘મયૂરેશ્વર’ તરીકે સંબોધાવા લાગ્યા. તેમનાં મસ્તક પર નાગ શોભાયમાન છે.
પુણે-ઔરંગાબાદ માર્ગ પર મયુરેશ્વરની નજીક રંજનગાંવમાં આવેલાં ‘મહાગણપતિ’ પણ ‘અષ્ટવિનાયક’ તરીકે ઓળખાય છે. તેઓ ‘રંજણગાંવચા મહાગણપતિ’ તરીકે ઓળખાય છે.
એક પૌરાણિક કથા મુજબ દાનવ ત્રિપુરાસુરનો પૃથ્વી પર ત્રાસ ખૂબ જ વધી ગયો હતો..જ્યારે દેવાધીદેવ મહાદેવ પણ તેને મહાત ન કરી શક્યાં ત્યારે નારદ મુનિનાં સૂચનથી તેમણે પોતાના પુત્ર શ્રી ગણેશજીનાં સ્મરણ કરવાથી આ દાનવનો સંહાર શક્ય થયો . પેશવા મહાદેવરાવનાં સમયમાં આ મંદિરનું નિર્માણ થયું. મહા ગણપતિની આસપાસ રિદ્ધિ સિદ્ધિ બિરાજમાન છે. (more…)
3 comments September 4, 2006

