શ્રાધ્ધ
આજે ભાદરવા વદ નોમ
આજનો સુવિચાર:- કપરા સંજોગમાંજે હિંમત રાખીને ચાલે છે એને વહેલી કે મોડી સફળતા મળીને જ રહે છે. સમયની સાથે સંજોગ બદલાતા રહે છે.

શ્રદ્ધયાયત ક્રિયતે તત શ્રાદ્ધમ – શ્રદ્ધાથી જે કાર્ય કરવામાં આવે તે શ્રાદ્ધ. શ્રાદ્ધ કર્મમાં છુપાયું છે. જીવન એવી રીતે જીવો કે મૃત્યુ પછી પણ લોકો શ્રદ્ધા, સન્માનથી યાદ કરે. શ્રાદ્ધ એટલે શ્રદ્ધાથી કરેલું સ્મરણ, શ્રાદ્ધ એટલે પૂર્વજોનો આદર. શ્રાદ્ધ એટલે કૃતજ્ઞતા.
આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને પવિત્રતાનું અત્યંત મહત્વ છે. આવા જ વિચારોને મહત્વ આપી આપણાં ઋષિમુનીઓએ, બ્રહ્મર્ષિઓએ સંસ્કૃતિ ઊભી કરી તો તેમનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરી તર્પણ કરીયે.
4 comments September 15, 2006

