નારાયણ આશ્રમ

September 19, 2006

                                આજે ભાદરવા વદ બારસ, તેરસનું શ્રાદ્ધ

       આજનો સુવિચારઃ-તમે જે ધારો છો તે કરી શકો છો,તમારામાં સુષુપ્ત શક્તિનો ભંડાર પડેલો છે.

click on photo

    નારાયણ આશ્રમ ઉત્તરાંચલ પ્રદેશમાં આવેલાં પિથોરાગઢમાં આવેલ છે.અલ્મોડા, ધારચુલા થઈને તવાઘાટથી થતી કૈલાસ માનસરોવરની યાત્રાનાં રસ્તે 9,000 ફૂટની ઉંચાઈએ આવેલ છે. અહીંનું પવિત્ર વાતાવરણ ચાલીને આવતાં યાત્રીનો થાક ઉતારી નાખે છે. અત્યંત મનોહારી વાતાવરણ મનમાં એક નિરવ શાંતિનો અનુભવ કરાવે છે. અહીંનું નૈસર્ગિક સૌંદર્ય દિંગ્મૂઠ કરી દે એવું છે. હવે તો ત્યાં પહોંચવા ગાડીનો રસ્તો પણ થયો છે. પૂર્વની ઉન્નત ગિરીશૃંખલા અને તળેટીમાં વૃક્ષોની વચમાં વહેતી મનોરમ્ય સર્પાકાર કાલીગંગા સાથે તેનો અનોખો મધુરો ઘુઘવાટ, ચારેકોર બરૂશની વનરાજીથી ભરપૂર લીલાછમ્મ પગથિયાવાળાં પહાડો…..જાણે કુદરતનાં કૅનવાસ પર દોરાયેલું અદભૂત ચિત્ર. કુદરતનાં અનોખા સૌંદર્ય વચ્ચે વસેલો આ નારાયણ આશ્રમ પણ અનોખો છે.

       તીર્થ સ્થાન સમાં આ નારાયણ આશ્રમનાં સ્થાપક પરમપૂજ્ય શ્રી નારાયણ સ્વામીજી મૂળ દક્ષિણ ભારતનાં હતાં. 1936માં તેઓએ કૈલાસયાત્રા કરી હતી. પાછા ફરતાં તેઓએ અહીં વસવાનો નિર્ણય લીધો હતો અને પરિણામ રૂપે અહીં નારાયણ આશ્રમની સ્થાપના થઈ. માનવજાતનાં કલ્યાણાર્થે તેમજ ચારે તરફ રહેતા પહાડી ગ્રામ્યજનોની કઠિન જીવનશૈલીના ઉદ્ધારણ માટે આ આશ્રમની સ્થાપના થઈ. રામફૃષ્ણ મિશન સાથે સંકળાયેલા રૂમાદેવીનાં સૂચન હેઠળ શ્રી નારાયણ સ્વામી અહીં એકરૂપ થઈ શૈક્ષણિક, સામાજીક તેમજ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ કરતાં હતાં. 25મી માર્ચ 1936માં સ્થપાયેલા આ આશ્રમની વીસ વર્ષ એટલે કે 1956 સુધી શ્રી નારાયણ સ્વામીજીએ સુંદર રીતે ચલાવ્યો. આ આશ્રમમાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં ગુજરાતી ભક્તોનો મોટો ફાળો છે. હવે આ આશ્રમનું સંચાલન ભરૂચનાં સ્વામીશ્રી તદ્રુપાનંદજી કરે છે.

       નારાયણ આશ્રમનાં મંદિરભવનની ભવ્ય ઈમારતની ફર્શ પર કાશ્મીરી કલાનો સુંદર ગાલીચો બિછાવ્યો છે. બારીઓનાં રંગીન કાચમાંથી પ્રવેશતાં સૂર્યનાં કિરણોની આભાઓ અનેરૂં વાતાવરણ બનાવી દે છે. લગભગ ત્રણસો શ્રદ્ધાળુઓ બેસીને ભજન કિર્તન કરી શકે એટલો વિશાળ આ ભજન કક્ષ છે.’ભગવાન નારાયણ’ની મનોહારી મૂર્તિ અહીં પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. આ મંદિરમાં ‘મા ભગવતી’, શાલિગ્રામ, મંગળ કળશ તેમજ દક્ષિણાયન શંખનું પૂજન થાય છે. અહીં વિશાળ પુસ્તકાલય પણ છે જેમાં અંગ્રેજી, ગુજરાતી તેમજ હિંદીમાં પુસ્તકો તેમજ દર્શન શાસ્ત્ર અને ધાર્મિક પુસ્તકો પણ ઉપલબ્ધ છે. તે ઉપરાંત અહીં વિશાળ ભોજનાલય પણ છે. તેમ જ અહીં યોજાતા શિબિરો દરમિયાન રહેવા માટે 26થી અધિક કક્ષો છે. પૂજ્ય સ્વામી શ્રી નારાયણ સ્વામી સંગીતનાં ઉપાસક હતા.

      તે ઉપરાંત અહીં વિશાળ ગૌશાળા, આધુનિક સુવિધા ધરાવતું અતિથિગૃહ તથા સ્મૃતિકુટિર પણ છે. આ આશ્રમનો મુખ્ય ઉદેશ ગ્રામવાસીઓનો વિકાસ તેમ જ સમૃદ્ધિ પ્રાપ્ત થાય તે છે. અહીં ગ્રામ્યજનોના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પના પણ આયોજન કરવામાં આવે છે જેમાં મુંબઈ-અમદાવાદ-વડોદરા જેવા અનેક શહેરોમાંથી તબીબો સેવાર્થે આવે છે.

                      ૐ નમઃ શિવાય

Entry Filed under: કુદરત[પ્રવાસ]. .

5 Comments Add your own

  • 1. manvant  |  September 20, 2006 at 1:50 am

    હું તો પહેલી નજરે હાલોલ પાસેનો નારાયણ બાપુનો આશ્રમ
    સમજેલો !
    આ તો નવીન પરિચય થયો ! આભાર દીદી !
    ૐ નમ: શિવાય !

  • 2. Rajendra Trivedi,M.D.  |  September 20, 2006 at 6:45 am

    Is this the Same Asram Where NARAYAN SWAMI LIVED ?
    I REMEMBER.At BIPIN TRIVEDI,( CHACHU )’s Home……
    IN 1955-59 NARAYAN SWAMI WAS VISITING AHMEDABAD, INDIA.HE STAYED AT THE JETHABHAI’s Pole.
    He was in SAFRON CLOTHS AND CHANTING NARAYAN….NARAYAN……
    I would like to hear his Chanting……Which put people in Trance.

  • 3. nilam doshi  |  September 25, 2006 at 4:21 pm

    નારાયણ આશ્રમ વિષે જાણવાની મજા આવે ગઇ.આભાર વચલાબેન!!

  • 4. rajeshwari  |  October 9, 2006 at 12:47 am

    I have visited the ashram near halol….as it is very near to Dahod..But this seems very fantastic.Thanks Neelaben

  • 5. Ketan Shah  |  December 23, 2006 at 4:32 pm

    Please give me route to Narayan Ashram with how much distance .

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds