Archive for September 20th, 2006

શ્રદ્ધાંજલિ

           આજે ભાદરવા વદ તેરસ અપમૃત્યુ અથવા અકસ્માતથી મૃત્યુ પામેલાનું શ્રાદ્ધ

                      આજનો સુવિચારઃ-સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી..

      મારા એક મિત્રને એક જ પુત્ર. પુત્રને ગુટખા ખાવાની આદતથી મિત્ર દુઃખી રહેતા. અચાનક ટૂંકી માંદગીમાં એક રાત્રે અમારા મિત્રનું અવસાન થયું. બીજા દિવસે સ્મશાનમાં પુત્રએ પિતાને અગ્નિદાહ દીધો અને ત્યારબાદ અમે સૌ મિત્રો તેને આશ્વાસન આપતા હતા, ત્યારે એક મિત્રથી બોલાઈ ગયું કે આ ક્ષણે તું ગુટખા છોડવાની પ્રતિજ્ઞા લે. મેં વાતમાં સૂર પુરાવ્યો કે જો તારા પિતાની ચિતા કેટલી ઊંચી ચઢી છે. થોડા સમયમાં તે રાખ થઈ પંચમહાભૂતમાં ભળી જશે, પણ તેનો આત્મા તારા ગુટખા ન છોડવાથી મૂંઝાતો રહેશે. જો તું મરણોત્તર વિધિ ન કરશે તોપણ ચાલશે, પરંતુ તું ચિતાની સાક્ષીએ ગુટખાને તિલાંજલી આપશે તો કદાચ એક પુત્રની તેની પિતાને અપાયેલી સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે.

     કોણ જાણે કેમ તેના હૃદયમાં રામ વસ્યા અને તેણે ગુટખા ન ખાવાનો સંકલ્પ જાહેર કર્યો.. જતાંજતાં એક પિતાએ પુત્રને સ્વસ્થ આરોગ્યની દીક્ષા આપી. આનાથી ઉત્તમ બીજી કઈ શ્રદ્ધાંજલિ હોઈ શકે!!!!!!!!

 વ્યારા [સુરત]                                                      જનક વ્યાસ

                                                                 [સૌજન્ય:- જન્મભૂમિ]

                           ૐ નમઃ શિવાય


1 comment September 20, 2006


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

September 2006
M T W T F S S
« Aug   Oct »
 123
45678910
11121314151617
18192021222324
252627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

work in progress

More Photos