કરી તો જુઓ
આજે ભાદરવા વદ અમાસ, કંકણાકૃતિ સૂર્યગ્રહણ
આજનો સુવિચારઃ-..સફળતાનો માર્ગ જોખમ ભર્યો છે. તેની સામે લડનાર પુરૂષાર્થી જ પોતાનું જીવન સફળ બનાવી શકે છે.
સ્નાન
• સ્નાનમાં તાજગી લાવવા યુકેલિપ્ટસ તેલનાં 2 થી 3 ટીપાં પાણીમાં ભેળવવાં. યુકેલિપ્ટસ ઉત્તમ એંટિસેપ્ટિક છે અને શરીરની દુર્ગંધ દૂર કરે છે.
• સ્નાનનાં પાણીમાં રૉઝમેરીનાં થોડા ટીપાં નાખવાથી માથાના દુખાવામાં રાહત થાય છે તથા વાળને પોષણ મળે છે.
• સ્નાનનાં પાણીમાં પા કપ જેટલું મધ ભેળવવાથી ત્વચા મુલાયમ બને છે.
• સ્નાનનાં પાણીમાં તુલસીનો અર્ક નાખી સ્નાન કરવાથી ઊંઘ સારી આવે છે તથા ત્વચા તાજગી અનુભવે છે.
• ચંદન તેલનાં થોડા ટીપા સ્નાનનાં પાણીમાં ભેળવવાથી તાજગી આવે છે.
• રૉઝ ઓઈલ ઉમેરી સ્નાન કરવાથી ત્વચાસબંધી રોગ દૂર થાય છે.
• પિપરમેંટનાં થોડા ટીપાં ભેળવી સ્નાન કરવાથી તાજગી આવે છે. (more…)
2 comments September 22, 2006

