જંગલ થયું મંગલ
આજે આસો સુદ ચૌદસ
આજનો સુવિચાર:- માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે. ————– શ્રદ્ધા ત્રિવેદી
ચક્કીબેન ચાલ્યા ગરબે ઘૂમવા
ડાળીએ બેઠા ચક્કીબેનને વિચારે
નવરાત્રી ગઈ અને આવી શરદપૂનમ
મારે તો રમવા ગરબા ને રાસ
કરવો પડશે કાંક વિચાર
લીધો મટુકડી કેરો ગરબો અને ચાલી નીકળ્યા ‘છૂમ છૂમ’
રસ્તે મળ્યાં ‘કલ્લુ’ કાગડાભાઇ.
કા કા કરતા જાય અને ચક્કીબેનને પૂછતાં જાય,
‘આમ સજી ધજીને ચાલ્યાં ક્યાં ચક્કીબેન?’
‘મારે તો રમવા ગરબા અને દાંડિયા લઈને ગરબો સાથમાં
ચાલોને કલ્લુભાઈ તમે પણ રમવાને ગરબા ને દાંડિયા’
‘ચાલો ચક્કીબેન એક કરતાં બે ભલા’
સામે મળ્યાં ‘મીઠ્ઠુ’ પોપટભાઈ
મીઠ્ઠ મીઠ્ઠુ બોલતાં જાય અને ચક્કીબેનને પૂછતાં જાય,
‘આમ સજી ધજીને ચાલ્યાં ક્યાં ચક્કીબેન? ગરબો લઈને હાથમાં?’
‘મારે તો રમવા ગરબા અને દાંડિયા લઈને ગરબો સાથમાં
ચાલોને મીઠ્ઠુભાઇ તમે પણ રમવાને ગરબા ને દાંડિયા.’
‘ચાલો ચક્કીબેન બે કરતાં ત્રણ ભલા’ (more…)
4 comments October 6, 2006

