જંગલ થયું મંગલ

October 6, 2006

આજે આસો સુદ ચૌદસ

આજનો સુવિચાર:- માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે. ————– શ્રદ્ધા ત્રિવેદી

ચક્કીબેન ચાલ્યા ગરબે ઘૂમવા

 

ડાળીએ બેઠા ચક્કીબેનને વિચારે
નવરાત્રી ગઈ અને આવી શરદપૂનમ
મારે તો રમવા ગરબા ને રાસ
કરવો પડશે કાંક વિચાર
લીધો મટુકડી કેરો ગરબો અને ચાલી નીકળ્યા ‘છૂમ છૂમ’

 

રસ્તે મળ્યાં ‘કલ્લુ’ કાગડાભાઇ.
કા કા કરતા જાય અને ચક્કીબેનને પૂછતાં જાય,
‘આમ સજી ધજીને ચાલ્યાં ક્યાં ચક્કીબેન?’
‘મારે તો રમવા ગરબા અને દાંડિયા લઈને ગરબો સાથમાં
ચાલોને કલ્લુભાઈ તમે પણ રમવાને ગરબા ને દાંડિયા’
‘ચાલો ચક્કીબેન એક કરતાં બે ભલા’

 

સામે મળ્યાં ‘મીઠ્ઠુ’ પોપટભાઈ
મીઠ્ઠ મીઠ્ઠુ બોલતાં જાય અને ચક્કીબેનને પૂછતાં જાય,
‘આમ સજી ધજીને ચાલ્યાં ક્યાં ચક્કીબેન? ગરબો લઈને હાથમાં?’
‘મારે તો રમવા ગરબા અને દાંડિયા લઈને ગરબો સાથમાં
ચાલોને મીઠ્ઠુભાઇ તમે પણ રમવાને ગરબા ને દાંડિયા.’
‘ચાલો ચક્કીબેન બે કરતાં ત્રણ ભલા’

 

 આગળ મળ્યાં ‘મયૂર’ મોરભાઈ
ટેંહુક ટેંહુક કરતાં જાય અને ચક્કીબેનને પૂછતાં જાય,
‘આમ સજી ધજીને ચાલ્યાં ક્યાં ચક્કીબેન? ગરબો લઈને હાથમાં?’
‘મારે તો રમવા ગરબા અને દાંડિયા લઈને ગરબો સાથમાં
ચાલોને મયૂરભાઈ તમે પણ રમવાને ગરબા ને દાંડિયા.’
‘ચાલો ચક્કીબેન ત્રણ કરતાં ચાર ભલા’.

 

દોડતાં દોડતાં સામે મળ્યાં ‘ચીકુ’ ઉંદરભાઈ
ચું ચું કરતાં જાય ને ચક્કીબેનને પૂછતાં જાય,
‘આમ સજી ધજીને ચાલ્યાં ક્યાં ચક્કીબેન? ગરબો લઈને હાથમાં?’
‘મારે તો રમવા ગરબા અને દાંડિયા લઈને ગરબો સાથમાં
ચાલોને ચીકુભાઈ તમે પણ રમવાને ગરબા ને દાંડિયા.’
‘ચાલો ચક્કીબેન ચાર કરતાં પાંચ ભલા’

 

આમ કરતા જોડાયા ‘ખીસ્સી’ ખિસકોલીબેન અને ‘શેરુ’ વાઘજીભાઈ.
સુંદર જોઈ જગ્યા અને ચક્કીબેન ગોઠવાયા સાથમાં જોડાયા જોડીદારો
                                                                                

                                                                                                

                             

    

                                             

વચમાં મૂક્યો ગરબો અને પોતપોતાની ભાષામાં ગાવા લાગ્યા ગરબો
‘ચપટી ભરી ચોખા ને ઘીનો છે દિવડો
શ્રીફળની જોડ લઈએ રે
હે, હાલો હાલો પાવાગઢ જઈએ રે’

આમ ગુંજી ઉઠ્યું જંગલ ગરબાનાં તાલે
અને થયું જંગલ મંગલ.

                         ૐ નમઃ શિવાય

Entry Filed under: કુંપળ[બાળ સાહિત્ય]. .

4 Comments Add your own

  • 1. manvant  |  October 7, 2006 at 2:19 am

    બાળ સાહિયત્યનો સુંદર નમૂનો….

    જંગલમાં થયું મંગલ ! બધાં જ ખુશ..

  • 2. amit pisavadiya  |  October 7, 2006 at 11:22 am

    સુંદર બાળકાવ્ય !

  • 3. rajeshwari  |  October 9, 2006 at 12:41 am

    Very beautuful poem..Congrates…

  • 4. shivshiva  |  October 9, 2006 at 10:10 am

    આપ સહુનો ખૂબ ખૂબ આભાર.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

વિશ્વદ… on મિચ્છા મિ…
Ramesh Patel on મિચ્છા મિ…
Tarun Patel on મિચ્છા મિ…
pragnaju on મિચ્છા મિ…
Koyal Ben on પલડું પલડ…

Recent Posts

Archives

Calendar

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds