અટવાઈ હું [મુક્તપંચિકા]
October 30, 2006
આજે કારતક સુદ આઠમ
આજનો સુવિચાર:- ભક્તિ એટલે દિલાવરી ,દાતારી, પવિત્રતા
30-10-1867નાં દિવસે ભગિની નિવેદિતાનો આઈરિશ ધર્મગુરૂને ત્યાં જન્મ થયો હતો. સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી તેઓ ‘આપણી ભારતમાતા’ની સેવા કરવા પોતાનો દેશ છોડી ભારતમાં આવ્યા. અહીંની સ્રીઓમાં શિક્ષણ અને સંસ્કાર ફેલાવ્યા.બાળકોને ભણાવવા અનેક મફત શાળાઓ શરૂ કરી. પ્લેગ,રેલ, મલેરિયા જેવી આપત્તિઓ સામે ખડેપગે ઊભા રહી સેવાઓ આપી હતી. ઈ.સ. 1911માં તેમનું અવસાન થયું હતુ.

અટવાઈ હું
રાસલીલામાં
ભ્રમરગીતમાં હું
કુંજગલીમાં
વેણુનાદમાં
રાસલીલામાં
ન રહ્યું ભાન
નરસૈયાનાં સ્વામી
અવતરને
એક જ વાર
કરું આજીજી
છોડ સમાધિ
છોડ શેષની શય્યા
સુણું ડમરું
શંખના નાદ
નથી હું મીરા
નથી હું ગૌરા
કેમ કરી પામું હું
વિષનાં પ્યાલા
તપ સાધના
ૐ નમઃ શિવાય
Entry Filed under: આરોહણ[સ્વરચિતકાવ્યો. .
9 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
સુરેશ જાની | October 30, 2006 at 8:11 pm
સરસ પંચીકાઓ
2.
Rajendra Trivedi, M.D. | October 30, 2006 at 10:11 pm
Dear Neelaben,
So happy to read Your PANCHIKA…….
WE AT THE SATSANG CENTER IN WOBURN, MA had A NICE PRAYERS ON JALARAM JANTI.
Late nte I read and refreshed my sweet Pasttime of Sant Jalaram BAPA.
Keep up the good work.
Rajendra
3.
વિવેક | October 31, 2006 at 3:05 pm
આપનો અહર્નિશ ભક્તિભાવ ક્યારેક મને મૂંઝવે છે… 21મી સદીના મીરાબાઈને તો નથી મળી રહ્યો ને હું?
4.
Amit pisavadiya | November 1, 2006 at 7:30 pm
ભક્તિમય પંચીકા ઓ , સરસ
ૐ નમઃ શિવાય.
5.
પ્રશંસાપ&hellip | November 15, 2006 at 10:46 am
[...] મેઘધનુષ [...]
6.
હરીશ દવે | November 15, 2006 at 11:39 am
મુક્તપંચિકા
ભક્તિભાવથી
રચી, પ્રભુજી! કરી
અરજ તમ
કૃપાદ્રષ્ટિની.
ભક્તિભાવના કસુંબી રંગે રંગાયેલી મુક્તપંચિકાઓ રચતા રહો એવી મંગલ કામના!!
હરીશ દવે ….. અમદાવાદ
7.
Urmi Saagar | November 16, 2006 at 6:47 am
‘નીલા’ આકાશે
જોઇ રેલાતા
મેઘધનુષી રંગો-
ઊર્મિ-સાગરે
ભરતી ઉઠે !
સુંદર મુક્તપંચિકાઓ!
રેલાય સદા!
8.
Urmi Saagar | November 16, 2006 at 6:47 am
‘નીલા’ આકાશે
જોઇ રેલાતા
મેઘધનુષી રંગો-
ઊર્મિ-સાગરે
ભરતી ઉઠે !
સુંદર મુક્તપંચિકાઓ!
9.
shivshiva | November 16, 2006 at 1:23 pm
ઊર્મિ સાગરે
ઊઠતાં રંગો
નિરખી ભર્યું મુજ
ઊભર્યુ હૈયુ
તરંગે ઝૂલ્યું
તમે પ્રેરણા
આપી મુજને
આભારી થયું હૈયું
રચવા વધુ
મુક્તપંચિકા
નીલા