પા પા પગલી
આજે 20 ઑક્ટોબર
જિષા
મારી પૌત્રી
ભરે પા પા પગલી
જિષાએ માંડેલી ત્રીજા વર્ષમાં ડગલી
3 comments October 20, 2006
આજે 20 ઑક્ટોબર
જિષા
મારી પૌત્રી
ભરે પા પા પગલી
જિષાએ માંડેલી ત્રીજા વર્ષમાં ડગલી
3 comments October 20, 2006
આજે આસો વદ બારસ
આજનો સુવિચાર:- સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયાઃ
સર્વે ભદ્રાણિપશ્યંતુ માકશ્ચિદદુઃખમાપ્નુયાત
આજે વાઘ બારસ. આજ્થી દિવાળીનાં મંગળ પર્વોનો પ્રારંભ થાય છે.
વાઘ બારસ એટલે વાઘ માંડવું એટલે ગીરે મૂકવું, દેવું પતાવવું. હવે તો કોમ્પુટરનો જમાનો આવ્યો છે એટલે ચોપડાના હિસાબનું મહત્વ રહ્યુ નથી તેમજ હવે સરકારનું નવું વર્ષ ગુડી પડવાના [ચૈત્ર સુદ એકમ]દિવસથી ચાલુ થવાથી હવે દિવાળીનાં દિવસે ચોપડાપૂજનનું મહત્વ ઘટી ગયું છે. લોકો બહારગામ ફરવા નીકળી જાય છે. પુષ્ટિયમાર્ગીય વૈષ્ણવો આજે ગાયપૂજન કરે છે. આમ જુદી જુદી જગ્યાએ આજનો પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ગુજરાતમાં સ્રીઓ ઊંબરાનું પૂજન કરે છે અને વાઘનાં ચિત્રની રંગોળી પૂરે છે.

વૈદિકકાળથી લક્ષ્મી અને શ્રી શબ્દ એકબીજા માટે વપરાય છે. સંપત્તિદાયક અને સૌંદર્યદાયક તથા શક્તિ દેવી શ્રી તરીકે ઓળખતાં અને ત્યારબાદ ભગવાન વિષ્ણુનાં પત્ની લક્ષ્મીજી તરીકે ઓળખાયાં. આમ લક્ષ્મીજીને મંગલ સ્વરૂપે ઓળખાય છે. લક્ષ્મીજી આઠ સ્વરૂપે ઓઅળખાય છે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ધૈર્યલક્ષ્મી, શૌર્યલક્ષ્મી, વિદ્યાલક્ષ્મી, કીર્તિલક્ષ્મી, વિજયાલક્ષ્મી, રાજ્યલક્ષ્મી.
ભાવનાત્મક દૃષ્ટિ જોઈએ તો લક્ષ્મીનાં બેપુત્રોની કલ્પના કરાયા છે બળ અને ઉન્માદ. અર્થાત વિવિધ પ્રકારની લક્ષ્મી બળ આપે છે અને વધુ પડતી લક્ષ્મી ઉન્માદ લાવે છે.
- સંકલિત (more…)
1 comment October 18, 2006
આજે આસો વદ દસમ
આજનો સુવિચાર:- અવલોકનશક્તિ તથા સામૂહિક જ્ઞાનથી છુપાયેલા ગુણદોષ જાણી શકાય છે. - દત્તકૃષ્ણાનંદ
અમારી 2003 ની સાલની કૈલાસ યાત્રા દરમિયાન વધુ પડતો સ્નો ફૉલ હોવાથી અમને કૈલાસની પરિક્રમા થઈ ન હતી તેથી થોડી દિલગીરી અનુભવાતી હતી પણ પ્રભુઈચ્છા આગળ મનુષ્ય લાચાર છે એમ વિચારી મનને મનાવ્યું. ગુરુપૂર્ણિમાનો દિવસ હતો સાંજનાં સમયે અમારો ડ્રાવર અમને છુ ગોમ્પા લઈ ગયો. કૈલાસનાં દર્શન સુદર થતાં હતાં સુધીરે વિડીઓ ઉતાર્યો અને દસ જ મિનિટમાં કૈલાસ પર વાદળાં છવાઈ ગયાં. ઘરે પાછા ફરીને જ્યારે વિડીઓ ફિલ્મ જોવાની ચાલુ કરી ત્યારે અચાનક મારી નજર કૈલાસ પડી અને મારા આશ્ચર્ય વચ્ચે માતાજીના મુખારવીંદનું પ્રાગટ્ય જોવા મળ્યું અને આ અમે દસ મિનિટ સુધી માહ્લ્યું. એ ઘડી યાદ કરીયે છીએ અને રુંવાટા ઉભા થઈ જાય છે અને અશ્રુ વહી જાય છે.
માતાજી પ્રાગ્ટ્ય
પાહે જગત જનની દેવી દેહીમે વર અંબે
મંજુ ચંદ્રિકા સુંદર રૂપિણી સૌદામિની લોલ શરિરીણી
ત્રિનેત્રીય મહાદેવ
click on photo (more…)
6 comments October 16, 2006
આજે આસો વદ આઠમ
આજનો સુવિચાર:- જીવનકોષમાંથી બે શબ્દોને કાયમને માટે છેકી નાંખીએ – ‘અશક્યતા અને કંટાળો’ – જીવન જીવતાં આવડે તો કશું અશક્ય નથી, કોઈપણ કામ આનંદથી કરશો તો ક્યાંય કંટાળો નથી.
દિવાળી નજીક આવે છે તો દરેક ગૃહિણીને કાંઈક નવું બનાવવાની ઈચ્છા થાય છે. ચાલો તો આપણે પણ કાંઈક નવુ બનાવીએ.
[અમેરિકા સ્થિત શ્રીમતી અજિતાબેન શાહે આ વાનગી લખી મોકલી આપી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર ]

ચોકલેટ બરફી
સામગ્રી:-
1/2 કપ બટર
1 કેન કનડેંસ મિલ્ક
1/2 કેન મિલ્ક પાવડર
1 ચમચી વેનીલા એસેંસ
1 ચમચી ચોકલેટ પાવડર
રીત:-
કાચના વાસણ મા બટર, કંડેન્સ મીલ્ક અને મીલ્ક પવડર ભેગા કરી માયક્રોવેવ અવનમાં 2:30 મિનીટ માટે હાય પાવર પર મૂકવુ. અઢી મીનીટ પછી બહાર કાઢી હલાવી ફરી અઢી મીનીટ માટે માયક્રોવેવમાં મૂકવુ. બહાર કાઢી બે ભાગ કરવા એક ભાગમાં વેનીલા એસેંસ નાખી હલાવી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી હલાવી ઘી લગાડેલી થાળી માં પાથરી દેવુ. બીજા ભાગમાં ચોકલેટ પાવડર ભેગો કરી એક મીનીટ માટે અવનમાં મૂકવુ. બહાર કાઢી વેનીલાની ઉપર પાથરી દેવુ. ઠંડુ પડે એટલે ચોસલા પાડી લેવા. (more…)
5 comments October 14, 2006
આજે આસો વદ છઠ
આજનો સુવિચાર:- પસ્તાવો હૃદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.

એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
મારી અંબેમાના ઝૂલણાં ઝૂલતી’તી
આજે મંદિરીયામાં આવ્યા મોરી મા
વણઝારી ઝૂલણા ઝૂલતી’તી
માએ પહેલે પગથીયે પગ મૂક્યો
માની પાની સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માએ બીજે પગથીયે પગ મૂક્યો
માના ગોઠણ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માએ ત્રીજે પગથીયે પગ મૂક્યો
માના સાથળ સમાણા નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માએ ચોથે પગથીયે પગ મૂક્યો
માના કેડ સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માએ પાંચમે પગથીયે પગ મૂક્યો
માની છાતી સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માએ છઠ્ઠે પગથીયે પગ મૂક્યો
માની ડોક સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
માએ સાતમે પગથીયે પગ મૂક્યો
માનો સર્વો સમાણાં નીર મોરી મા
વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી
ૐ નમઃ શિવાય
4 comments October 12, 2006
આજે આસો વદ પાંચમ
આજનો સુવિચાર:- કોઈપણ વ્યક્તિ અયોગ્ય હોતી નથી ફક્ત તેને પારખવાની દૃષ્ટિ હોવી જરૂરી છે.

આપણે આપણાં સખા થઈને રહીયે
છે અડીખમ ઊભા વૃક્ષને ટેકાની આશ?
છે માની મમતાને મમત્વની આશ?
છે વરસતી વર્ષાને ઝીલાવાની આશ?
છે ગંગાના નીરને શિવ જટાની આશ?
છે સાગરની લહેરોને કિનારાની આશ?
છે પહાડોને ગગન ચૂમવાની આશ?
છે લહેરાતી વાદળીને દોડવાની આશ?
હવે તો
રહી તો બસ ઈશને પામવાની આશ
રહી ઝૂલતાં પર્ણોને ડાળખીઓની આશ
રહી કોરીધાક આંખોને ક્ષિતિજની આશ
રહી વરસતી વર્ષાને સપ્તરંગની આશ
રહી ગંગાને ભગીરથનાં પોકારની આશ
રહી સાગરની લહેરોને તરંગોની આશ
રહી પહાડોને ઊંચાઈ આંબવાની આશ
રહી રસભીની વાદળીને વરસવાની આશ
છતાંયે
આપણે આપણાં સખા થઈને રહીયે
- નીલા કડકિઆ
ૐ નમઃ શિવાય
7 comments October 11, 2006
આજે આસો વદ ચોથ [અંગારકી સંકષ્ટી ચતુર્થી]
આજનો સુવિચાર:- કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે. – દત્તકૃષ્ણાનંદ
[મુંબઈ સ્થિત શ્રી. રમેશભાઈ ભોજકનો આ લખાણ મોકલ્યાં બદલ ખૂબ આભર]
કેટલાક માનવીને મળતાં જ આપણને છાંયડાની અનુભૂતી થાય છે અને મન પણ વિશ્રાંતિ પામે છે. જેમનું નામસ્મરણ પણ મન, વચનને માટે પાવનકારી પાવનકારી બને એવા પૂજ્યશ્રી ચિત્રભાનુ મહારાજ સાહેબને મળતાં કબીરવડની છાયામાં બેસવાનું સૌભાગ્ય મળ્યું હોય એવું લાગ્યું. મહારાજશ્રી એટલે અનુભવનો અક્ષય ભંડાર. પ્રવાસ તો સૌ કરે છે પણ ઉઘાડી આંખે હૃદયે પ્રવાસ કરનારા પ્રવાસી બહુ ઓછા હોય છે. 1973નાં વર્ષની પૂજ્યશ્રીનાં પ્રવાસની સ્મૃતિને યાદ કરતાં એક પરિસ્થિતીને લક્ષમાં રાખીને લોકભાગ્ય બને તે માટે પ્રેરાયો છું.
ચિત્રભાનુ મહારાજને જર્મનીમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે ખાસ આમંત્રણ મળ્યું. સંસ્કૃત, પાલી અને અન્ય પ્રાકૃત ભાષાઓના વિદ્વાન એવા મહારાજશ્રીના જ્ઞાનનો લાભ મેળવવાનો અમૂલ્ય અવસર ત્યાંના લોકો માટે હતો. પ્રવચનનો વિષય હતો,’તુલનાત્મકપૂર્વનું તત્ત્વજ્ઞાન’ ચાર પ્રવચનો અને પાંચ દિવસનું રોકાણ જર્મનીમાં થયું. આ પાંચ દિવસનાં રોકાણ દરમિયાન પૂજ્યશ્રીને મદદ કરવા ત્યાંની મિસ હાઈડી નામની એક ગાઈડ હતી જેણે તુલનાત્મક અભ્યાસમાં પી.એચ.ડી. કર્યું હતું. બે દિવસમાં તેણે ત્યાંની યુનિવર્સિટીનો ઈતિહાસ સમજાવ્યો.. એક દિવસ સાંજે ચાલતા ચાલતા રસ્તામાં ચોક [સ્ક્વેર] આવ્યો.. તેણે કહ્યુ,’આ સ્ક્વેર છે, જ્યાં હિટલરે નાઝી પાર્ટીની સ્થાપના કરી. નાઝી લશ્કર ઊભું કર્યું.’ આગળ જતાં બીયર સેલર બતાવતાં તેણે કહ્યું,’અહીંથી હિટલરે બ્રોવેરિયન સામે યુદ્ધ શરૂ કર્યું હતું. બ્રોવેરિયનોએ બીયર સેલર પર બૉમ્બ ફેંક્યો , પણ દુર્ભાગ્યે હિટલર બચી ગયો..’ ……… (more…)
2 comments October 10, 2006
આજે આસો વદ ત્રીજ
આજનો સુવિચાર:- નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.——— મોરારી બાપુ
વંદે દેવમ ઉમાપતિ સુરગુરુમ વંદે જગત કારણમ
વંદે પદ્મ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ
વંદે સૂર્યશશાંક વહનીનયનમ વંદે મુકુંદ પ્રિયમ
વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવં શંકરમ
હે શિવશંકર હે કરુણાકર સુનીયે અરજ હમારી
ભવસાગરસે પાર ઉતારો આયે શરણ તિહારી
- હે શિવશંકર
ચંદ્ર લલાટ ભભૂત રમાયે કટી વ્યાઘંબર ધારે
કરમેં ડમરૂ ગલે ભૂજંગા નંદી પર અસવારી
હે ગંગાધર દરશ દીખા દે હે ભોલે ભંડારી હે શિવશંકર
હે કરૂણાકર આયે શરણ તિહારી
- હે શિવશંકર
જનમ મરણકે તુમ હો સ્વામી, હે શંકર અવિનાશી
કણકણમેં હૈં રૂપ તુમ્હારા, હે ભોલે કૈલાસી
ચરણ શરણમેં આયા જોગી, રખીયો લાજ હમારી
હે શિવશંકર હે કરુણાકર આયે શરણ તીહારી
- હે શિવ શંકર
ગાયક:- જગજિત સીંગ
4 comments October 9, 2006
આજે આસો વદ એકમ
આજનો સુવિચાર:- સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે. – રૂસો

બાળપણથી જ દર્શિતા સતત વિચારતી : મારી આસપાસમાં અપૂર્ણતાઓ તો ઘણી છે પણ મારે આ દુનિયામાં કશું સાર્થક લાગે એવું કાંઈ કરવું છે.
શું કરવું તેનો પ્લાન આડત્રીસ વર્ષનાં મંથન પછી તૈયાર છે. હવે મારા માટે બેસી રહેવું પાલવે તેમ નથી. દર્શિતાનું દિમાગ સ્વતંત્ર રીતે કામ કરતું હતું.
બાળપણથી પેરેલીસીસ થવાથી પગ જકડાઈ ગયા હતા. લાકડાની ઘોડીથી ચાલતી દર્શિતાની આંખમાં પાણી ભરાઈ આવ્યા. બસ પછી તે નથી રડી અને પોતાની કમજોરી દૂર કરવા પાર વિનાના પ્રયત્નો આરંભ્યા. હા ! દરેક વખતે કુટુંબીજનો તેની સાથે રહેતાં.માતા પિતાનો અપાર પ્રેમ અને ભાઈ ભાભીની હુંફે દર્શિતામાં નવો પ્રાણ પૂર્યો. પોતાની શારીરિક પંગુતાને ન ગણકારતા બૌધ્ધિક અને માનસિક વિકાસની એક પછે એક સીડી ચઢી દર્શિતા કામિયાબ બની શકી.
પ્રથમ તો દર્શિતા ભણવાનું શરુ કર્યુ માસ્ટર્સ કરી એલ.એલ.બી. કર્યું. કવિતાઓ લખી, ગઝલો લખી. મિત્રો બનાવ્યા, પોતાના વિચારોને આદાન પ્રદાન કરવાનુ ચાલુ કર્યું. કોમ્પુટરમાં પ્રાવીણ્યતા મેળવી. મહેમાનગતિમાં પાછી ન પડે. મોટી વિશેષતા એ કે તેનામાં રણકતો આત્મવિશ્વાસ છે.
સ્વભાવથી સુંદર, મનથી સુંદર તેમ જ ભગવાને શારીરિક સૌંદર્ય બક્ષતા દર્શિતા ટોક ઓફ ટાઉન બની. જાણકારો કહે છે દર્શિતાના વિચારોમાં પ્રવાહીતા છે. લાગણીઓમાં સ્વાભાવિક સુંદરતા છે.
દર્શિતા પોતાની પંગુતા વિસારે પાડી શકી તેનું કારણ તેની એલર્ટનેસ ,વિવિધ વિષયોમાં રસ લેવાની ક્ષમતા અને માત્ર કવિતા લખતી જ નથી પણ જીવી જાણે છે એટલે સ્વરોનુ જ્ઞાન પણ છે. આમ દર્શિતાએ પંગુતા સામે યુદ્ધ શરુ કરી દીધું છે અને પંગુ માણસોનાં વિકાસાર્થે કાર્યક્રમો આપવા છે. દર્શિતાએ નર્મદનું જીવનસૂત્ર અપનાવ્યું છે. ‘ યા હોમ કરીને ઝૂકાવો ફત્તેહ છે આગે’ પ્રભુ તેને આગળ વધવા ખૂબજ સક્ષમ બનાવે.
—- હરેંદ્ર રાવળ
ૐ નમઃ શિવાય
3 comments October 8, 2006
આજે આસો સુદ પૂનમ, શરદ પૂર્ણિમા
આજનો સુવિચાર:- સાચો અને સંપૂર્ણ ધર્મ એક જ છે પરંતુ મનુષ્યમ માટે અનેક બને છે.
— ગાંધીજી
આજે શરદપૂર્ણિમાનો દિવસ. દૂધપૌંઆ ખાવાનો દિવસ. આજની રાત્રીએ લક્ષ્મીજીની પ્રસન્નતા માટે લોકો જાગરણ કરે છે. આજે વરસાદનું જલબિંદુ દરિયાના છીપમાં પડે તો તે મોતી બની જાય તેવી માન્યતાને આધારે આજે ‘માણેકઠારી’ પૂનમ કહેવાય છે. આજની પૂનમને ‘કોજાગરી’ પૂનમ પણ કહેવાય છે. કહેવાય છે કે શરદ પૂનમની રાત્રે ચન્દ્ર સામે જોતાં જોતાં સોયમાં દોરો પોરવવાથી આંખો નિરોગી બને છે.
મુને આસોનાં અજવાળે રમવા નોતરી
એમાં સહિયરોનો સંગ,
મારા ફરક્યાં જમણાં અંગ
હું તો છોગલિયે મોહીને નીકળી સોંસરી
—- મુને આસોનાં અજવાળે
રૂદિયે બોલે મોર ચકોરા
વરસે નેહનાં મબલખ ફોરાં
સહીયર કેમ રહીશું કોરાં
ફગવી દઈને જુઠ્ઠાં મ્હોરાં
હું તો એકજ દોટે દેખો કેવી સરરરર ..રર સરી
— મુને આસોનાં અજવાળે
મુને જોબનિયું ઝકઝોરે
વ્હાલમ અણદીઠ ચિત્તડું ચોરે
લથબથ લાગણીયો હીલ્લોળે
તરસ્યાં નેણ કસુંબો ઘોળે
હું તો વિંધાઈ ને થઈ ગઈ એની વાંસળી
— મુને આસોનાં અજવાળે
વરસ્યો મબલખનો દાતાર
ઝીલું ઝીલું અપરંપાર
રણક્યા ઉરનાં તારે તાર
હલક્યા પ્રીતનાં પારાવાર
પિયુએ રમતાં રમતાં રે મુને ચીતરી
—- મુને આસોનાં અજવાળે
કવિશ્રી:- સુરેન ઠાકુર સંગીત:- નવિન શાહ
ૐ નમઃ શિવાય
2 comments October 7, 2006
| Vital Patel on બે કવિતા | |
| pragnaju on ગુરૂપૂર્ણિ… | |
| manvant on આજના એસ.એ… | |
| pragnaju on આજના એસ.એ… | |
| પંચમ શુ… on આજના એસ.એ… |
| M | T | W | T | F | S | S |
|---|---|---|---|---|---|---|
| « Sep | Nov » | |||||
| 1 | ||||||
| 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
| 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
| 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
| 23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
| 30 | 31 | |||||
|