Archive for October, 2006

જંગલ થયું મંગલ

આજે આસો સુદ ચૌદસ

આજનો સુવિચાર:- માનવસંસ્કૃતિના વિકાસના કેંદ્રમાં જો બાળક છે તો તેમના પ્રયેનો પ્રેમ અને તજ્જ્ન્ય બાલસાહિત્ય છે. ————– શ્રદ્ધા ત્રિવેદી

ચક્કીબેન ચાલ્યા ગરબે ઘૂમવા

 

ડાળીએ બેઠા ચક્કીબેનને વિચારે
નવરાત્રી ગઈ અને આવી શરદપૂનમ
મારે તો રમવા ગરબા ને રાસ
કરવો પડશે કાંક વિચાર
લીધો મટુકડી કેરો ગરબો અને ચાલી નીકળ્યા ‘છૂમ છૂમ’

 

રસ્તે મળ્યાં ‘કલ્લુ’ કાગડાભાઇ.
કા કા કરતા જાય અને ચક્કીબેનને પૂછતાં જાય,
‘આમ સજી ધજીને ચાલ્યાં ક્યાં ચક્કીબેન?’
‘મારે તો રમવા ગરબા અને દાંડિયા લઈને ગરબો સાથમાં
ચાલોને કલ્લુભાઈ તમે પણ રમવાને ગરબા ને દાંડિયા’
‘ચાલો ચક્કીબેન એક કરતાં બે ભલા’

 

સામે મળ્યાં ‘મીઠ્ઠુ’ પોપટભાઈ
મીઠ્ઠ મીઠ્ઠુ બોલતાં જાય અને ચક્કીબેનને પૂછતાં જાય,
‘આમ સજી ધજીને ચાલ્યાં ક્યાં ચક્કીબેન? ગરબો લઈને હાથમાં?’
‘મારે તો રમવા ગરબા અને દાંડિયા લઈને ગરબો સાથમાં
ચાલોને મીઠ્ઠુભાઇ તમે પણ રમવાને ગરબા ને દાંડિયા.’
‘ચાલો ચક્કીબેન બે કરતાં ત્રણ ભલા’ (more…)


4 comments October 6, 2006

મારાં સપનાં ઝરી જાય રે લીલાંછમ

                                 આજે આસો સુદ તેરસ

આજનો સુવિચાર:- ગીત આનંદમય અને અનિર્વચનીય છે !
                                                     ડૉ. યશવંત ત્રિવેદી

 

રાત ઝરે, પારિજાત ઝરે, મારાં સપના ઝરી જાય રે લીલાંછમ
તે એને કોઈ તો રોકો !

સમય હરણાં કેરી ઠેકમાં, ઊડે પવન કેરા લ્હેરિયાં લીલમલોળ
તે એને કોઈતો ટોકો !

હળવે ભમ્મર ફૂદડિયુંમાં ખેરવી જાતાં પાંદડાં શિશિર-વાયરાને
આ ડૂસકાં કોનાં સાંભળું સાંજને ટાણે ?
હળવે તારા રૂપની ઉપર વાયરા કોરી જાય ઉદાસી
સાંજની ઝીણી નકશી તારા ફૂલગુલાબી જોવન વ્હાણે !

અશ્રુ ઝરે, રાત જાગેલી આંખ આ ઝરે, આભલાં ઝરતાં શ્રાવણધારનો
મને વાગતો જાય રે ઝોંકો !
સમય હરણાં કેરી ઠેકમાં, ઊડે પવન કેરાં લ્હેરિયાં લીલમલોળ
તે એને તો કોઈ ટોકો !

હળવે ટોતું જાય છે કંઠે કોણ તૃષાને ?
હળવે પાતું જાય છે દરિયો કોણ અદીઠ આ કોમળ હાથે ?
કિયું અગન પંખી એની ફેલાવી જાય પેટાવી દીપ
મારા આ કોડિયા ભીતર જાય ઊડી કો પાયે ?

લોહી ભીતરથી લળકઝળક કોણ હરી જાય વેદના લીલીછમ
ને મને આપતું જાતું ખોકો !
રાત ઝરે, પારિજાત ઝરે, મારાં સપનાં ઝરી જાય રે લીલાંછમ
તે એને કો’ક તો રોકો !

———— ડૉ. યશવંત ત્રિવેદી

ૐ નમઃ શિવાય


4 comments October 5, 2006

વિજયા દસમી

               આજે આસો સુદ દસમ , વિજયા દસમી

        આજનો સુવિચાર:- અહિંસા સત્યની શોધનો આધાર છે.
                                                               - ગાંધીજી 

      આજે વિજયાદશમી અસત્યો પર સત્યનો વિજય. રામ દ્વારા રાવણનો સંહાર. મહિષાસુરનો મા મહિષમર્દિની [અંબામા] દ્વારા નાશ. આજે 2nd ઑક્ટોબર છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો તથા લાલબહાદૂર શાસ્ર્ત્રીજીનો જન્મદિવસ છે.

     પૌરાણિક કથા મુજબ મહિષાસુરે તપ કરી અગ્નિદેવને પ્રસન્ન કરી નરજાતિનાં નામવાળાં શસ્ર્ત્રોથી મૃત્યુ ન થાય તેનુ વરદાન મેળવ્યું અને દેવલોકમાં હાહાકાર મચાવ્યો.. ઈંદ્રાસન મેળવ્યુ તેમજ ઋષિઓનાં આશ્રમોનો નાશ કર્યો.. મહિષાસુરનાં ત્રાસથી મુક્તિ મેળવવા દેવોએ શિવજીની આરાધના કરી. શિવજીએ માતાજીની આરાધના કરવા જણાવ્યું દેવોની આરાધનાથી આદ્યશક્તિ પ્રગટ થયાં અને મહિષાસુરનો નાશ કર્યો. આથી મા ‘મહિષમર્દિની’ તરીકે ઓળખાયા.

           અન્ય કથા અનુસાર સીતાજીની શોધ કરતાં આબુ પર્વતનાં જંગલમાં આવેલા શૃંગી ઋષિનાં આશ્રમે આવ્યા. ભગવાન રામે પોતાની વાત કરી અને શૃંગી ઋષિએ અંબામાની આરાધના કરવા કહ્યું. રામ લક્ષમણની આરાધનાથી પ્રસન્ન થઈ માતાજીએ ‘અજય’ બાણ આપ્યું અને આ બાણથી રામે રાવણનો વધ કર્યો. (more…)


2 comments October 2, 2006

જય દુર્ગેમા

                              આજે આસો સુદ નોમ

આજનો સુવિચાર:- યા દેવી સર્વભુતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા
                                  નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ

દુર્ગતિહારિણી દુર્ગા અંબે તેરી જય જયકાર હો મા
ભવ ભયહારિણી ભવાની અંબે ચરણોમેં નમસ્કાર હો
  દુર્ગતિહારિણી દુર્ગા

તેરી હી આભાસે જ્યોતિ સૂરજ ચાંદ સિતારે
તેરી હી મા શક્તિ લે કર ખડે હુએ હૈ સારે
સુખદાઈ હો સૃષ્ટિ સારી,
હલકા દુઃખકા ભાર હો તેરી જય જયકાર હો મા
દુર્ગતિહારિણી દુર્ગા અંબે

હે મહાદેવી હે કલ્યાણી દુષ્ટોકા સંહાર કરો
મંગલમય વરદાન દો મૈયા ભવસે બેડા પાર કરો
ભાવભક્તિ દે શરણમે આયે
બિનતી મા સ્વીકાર કરો તેરી જય જયકાર હો મા
દુર્ગતિહારિણી દુર્ગા અંબે (more…)


4 comments October 1, 2006

Next Posts


વિભાગો

Recent Comments

વિશ્વદ… on મિચ્છા મિ…
Ramesh Patel on મિચ્છા મિ…
Tarun Patel on મિચ્છા મિ…
pragnaju on મિચ્છા મિ…
Koyal Ben on પલડું પલડ…

Recent Posts

Archives

Calendar

October 2006
M T W T F S S
« Sep   Nov »
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds