અલી પાંદડી આવજે ના’વેલી
આજે માગશર વદ બીજ
આજનો સુવિચાર:- બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ. પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે. –ચાણક્ય
હેલ્થ ટીપ્સ:- કેળાં વધારે ખવાઈ ગયા તો ઈલાયેચી ખાઈ લો તો કેળાં હજમ થઈ જશે.
દોહો
હે સાંજને સમે રે જ્યારે સૂરજ નમે
નરનાર લાગે વાર, સંગે રંગે રમે
કોઈ રૂપની કટોરી કોઈ રૂપનો કટોરો
કોઈ શ્યામ કોઈ ગોરી રમે છોરો અને છોરી
છેલરે છબીલીનાં છમ છમ છમે – [3]
હે માથે સોગા રે મેલીને ભરમાવી રે
કાનુડા કાને સોગા રે મેલીને ભરમાવી
હે એને લેશે દયા ના આવી રે
કાનુડા કાને સોગા રે મેલીને ભરમાવી રે
મોરલીનાં શોર સમો શોર મન ભાવતો
ભોળી ભરમાવી જાણે મોર ટહુકારતો
હે એને ટહુકે ને લહકે લલચાવી રે
કાનુડા કાને સોગા મેલીને ભરમાવી રે
કેવો અનાડી, વેણુ વજાડી
નવા નવા વેશ સજી માયા લગાડી
હે જરી ઠરી ત્યાંતો અવી ઝબકાવી રે
કાનુડા કાને સોગા રે મેલીને ભરમાવી રે
ચલણ:- હે આવો અલબેલા રે રાસ રમવાને વહેલા
હે નંદજીના લાલ હે નંદજી છેલ રે નાં છોગાળા છેલ
————
અલી પાંદડી આવજે ના’વેલી
મારું ઘુમટે ઘેરાઈ જાય રે
મુખડું અલબેલું
અલી વીજળી આવજે ના’વેલી
મારી થર થર કાંપે કાયરે
પાંદડીમાં પોઢેલી
અલી વાદળી આવજે ના’વેલી
મારી ઝટપટ ધોવાઈ જાય રે
પાનીઓ રંગેલી
અલી માલણ આવજે ના’વેલી
મારી નીંદર નાસી જાય રે
અધવચ્ચ આવેલી
ૐ નમઃ શિવાય
Add comment December 6, 2006

