શ્રીજીબાવા દરશન દેજો

December 22, 2006

              આજે પોષ સુદ બીજ

આજનો સુવિચાર:- પ્રસાદ એટલે શું ?
                                  પ્ર એટલે પ્રભુ
                                  સા એટલે સાક્ષાત
                                  દ એટલે દર્શન

    માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ

હેલ્થ ટીપ્સ:- ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે.

 

શ્રાવણી ઉર્ફે ઈંદિરાબેટીજી જેઓ પ્રખ્યાત પુષ્ટિમાર્ગીય પ્રવચનકર્તા છે. તેઓ શ્રીનાથજી સુદર ભજનો પણ રચે છે.

શ્રીજીબાવા દરશન દેજો,
નયના અમારા શીતલ કરજો
નયન ગોખમાં કાજળ થઈને
અંધારૂ યુગ યુગનું હરજો

ઝાપટીયાની ઝાપટ વચ્ચે
અમને તાણી શરણે લેજો
વાંકી આંખે અમને ભાળી
એક નજર કરુણાની કરજો

કુલ્હે પીળી પીળા વાઘા
કમલપત્ર બે ગાલે કરજો
કમળછડી વેણુ લઈ કરમાં
અમને મારગ વચ્ચે મળજો

મોરપંખ શિર ઉપર ધારી
હાંસડી નીચે હેમલ ધરજો
ધવલ, લાલ, લીલી પે’રી
દર્પણમા પ્રતિબિંબ નીરખજો

કહે શ્રાવણી શામળિયાજી
આંખોની ઝાંખી રૂપથી ભરજો
રાધાજીનાં રસિક શામળા
નિજ જન માટે સંચરજો

                        જય શ્રી કૃષ્ણ

Entry Filed under: મંજીરા[ભજન]. .

5 Comments Add your own

  • 1. chetu  |  December 22, 2006 at 8:53 pm

    એક્દમ સરસ શબ્દો…શ્રીજી ની ઝાખી કરવા આતુર ભક્તો નો મનોરથ દર્શાવ્યો છે આ ભજન મા.
    જયશ્રી કૃષ્ણ

  • 2. ashalata  |  December 25, 2006 at 9:42 pm

    PRASAD——-no PRASAD apva badal ghano abhar

  • 3. hemantpunekar  |  December 26, 2006 at 12:08 pm

    પ્રસાદની ગુજરતી વ્યાખ્યા મજાની છે. પ્રસાદ શબ્દનો સંસ્કૃત અર્થ ઇશ્વરની કૃપા એવો થાય છે.

    પ્રસાદે સર્વ દુઃખાનાં હાનિરસ્યોપજાયતે
    પ્રસન્ન ચેતસો હ્યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે (ભગવદ ગીતા ૨.૬૫)

    ઇશ્વરી કૃપાથી એના સર્વ દુઃખોનો નાશ થાય છે, (દુઃખોનો નાશ થતા) પ્રસન્ન ચિત્ત થયેલાની બુદ્ધિ પૂર્ણપણે સ્થાપિત થાય છે.

  • 4. manvant  |  December 28, 2006 at 3:00 am

    prasaad chaakhyo.
    DHANYAvAD SiSTeR …MANvANT.

  • 5. amitpisavadiya  |  December 30, 2006 at 3:44 pm

    પ્રસાદની સરસ વ્યાખ્યા આજે જ જાણવા મળી…
    શ્રીજીબાવાના નયનરમ્ય ચિત્ર સાથે સરસ ભજન…
    આભાર…

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

December 2006
M T W T F S S
« Nov   Jan »
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds