HAPPY WOMEN’S DAY
March 8, 2007
આજે ફાગણ વદ ચોથ
આજનો સુવિચાર:-સાચુ સાહસ એક પતંગ જેવું છે. વિરુદ્ધ દિશાનો પવન તેને ઉપર લઈ જાય છે. —- જોન પીટીટ સેન
હેલ્થ ટીપ્સ:- દૂધીનાં રસમાં તુલસી,ફુદીનો,આદુનો રસ સપ્રમાણમાં લેવાથી કૉલેસ્ટ્રૉલ ઘટાડવામાં અદભૂત કાર્ય કરે છે.

આજનો દિવસ ‘મહિલા દિન‘ તરીકે ઓળખાય છે. ભારત સહિત વિશ્વના દેશોમાં મહિલા અંગે જાગૃતિ કેળવાય, સમાજમાં નારીને આગવું સ્થાન પ્રાપ્ત કરી શકે, ઉપેક્ષિત ક્ષેત્રમાં સ્થાન મેળવી શકે તે માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ‘મહિલા દિન’ 8મી માર્ચે ઉજવાય છે.
મનુ સ્મૃતિમાં એક શ્લોકમાં નારીનાં વિવિધ સાત સ્વભાવ દર્શાવાયા છે.
‘કીર્તિ શ્રી વાકક નારીણાં સ્મૃતિ મેઘા ધૃતિઃ ક્ષમાઃ !’
કીર્તિ:- નારીનું ગૌરવ વધે તેમાં ઈશ્વરનું જ ગૌરવ વધે છે.
શ્રી :- નારીની પ્રતિભા, નારીની શોભા, નારીનું શીલ એ જ નારીનું ‘શ્રી’ એટલે ધન છે.
વાક્ક:- એટલે વાણી, નારીની વાણી, જે સ્વયં સરસ્વતી છે, તેનો સદઉપયોગ જ સૌથી મોટી પૂજા છે.
સ્મૃતિ:- નારીમાં સ્મૃતિ એક વિશેષ શક્તિ છે [સારી કે ખોટી?] નારીનુ કરાયેલું સન્માન તેની સ્મૃતિમાં અચૂક કોરાયેલું રહે છે.
મેઘા:- એટલે બુદ્ધિ. નારી સ્વયં બુદ્ધિશાળી ચેતના છે જે સ્વયં માર્ગદર્શિકા ગણાય છે. ગમેતેવા સંજોગોનો સામનો કરવાનું ચાતુર્ય ધરાવે છે.
ધૃતિ:- ધીરજશીલતા. નારીમાં ધૈર્યનો ભાવ અમર્યાદિત છે. ગમે તેવા સંજોગોને ધૈર્યપૂર્વક પ્રતિકાર કરી શકે છે.
ક્ષમા:- એતો નારીનું આભૂષણ છે. પોતાને થયેલાં અન્યાયને પણ ક્ષમા યાચી શકે છે.
આમ નારીના ઉપરોક્ત સાતે ય ભાવમાં ઈશ્વરનો વાસ હોવાથી નારીનું મૂલ્યાંકન કરવું કદાચ અઘરૂં છે.
HAPPY WOMEN’S DAY
ૐ નમઃ શિવાય
Entry Filed under: ગાથા[માહિતી]. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
bhagvanbhai patel tatv&hellip | March 21, 2007 at 12:03 am
bahenshri apno vibhag dhano jsudar che ne gyan puru padeche nvu nvu janva maleche ne khubaj sundar mahiti aapocho te badal mara abhinndan pathavu chu vdhune vdhu mahiti piraso tevi aasha sathe virmu chu aavjo nmskar