Archive for March 31st, 2007

મહાવીર જયંતી

                         આજે ચૈત્ર સુદ તેરસ

આજનો સુવિચાર:- જેમ અર્થ વગરની વાણી નકામી છે તેમ વાણી વગર અર્થ મૂક છે. વાણી અને અર્થ બે એકબીજા સાથે અભેદ્ય રીતે જોડાયેલાં છે.

હેલ્થ ટીપ્સ:- ઔષધિથી મનના રોગો મટતાં નથી તેને માટે પોસિટીવ વિચારો અનિવાર્ય છે.


| View Show | Create Your Own

                 જૈનોના 24મા તિર્થંકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી



      વૈદિક, જૈન અને બૌદ્ધ આ ત્રણ ધર્મો ભારતીય સંસ્કૃતિનાં મુખ્ય અંગ છે. ઈ.પૂ. 598માં બિહારમાના પટણાથી દૂર કુડનિપુરના રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાદેવીને ત્યાં પુત્ર જન્મ થયો હતો. તેમનું લૌકિક નામ વર્ધમાન હતું. તેઓ રાજકુમારી યશોદાદેવી સાથે પરણ્યાં હતાં જેમનાંથી પ્રિયદર્શના નામક પુત્રીરત્નનો જન્મ થયો હતો.

    ત્રીસમા વર્ષે ગૃહત્યાગ કરી દીક્ષા લીધી. મન પર વિજય મેળવવા બાર વરસ આકરું તપ કર્યું. કુદરત, માનવ પશુ દ્વારા ઊભી કરાયેલી અનેક મુશ્કેલીઓ સામે અડગ ઊભા રહ્યાં હતાં. તેમના ધૈર્ય અને મનોબળને કારણે તેઓ ‘મહાવીર’ કહેવાયા. પોતાને જે જ્ઞાન પ્રાપ્ત થયું તે જ્ઞાન લોકોને કરાવવા તે જાગૃત થયા અને લોકોને જાગૃત કરવા સંઘ રચવાનો વિચાર કર્યો. આમ તેઓ ધર્મપ્રચારક બન્યાં.

       તેમણે સામાન્ય લોકોની ભાષા પ્રાકૃતભાષામાં ધર્મનો પ્રચાર કર્યો. અને ઉપદેશ આપ્યો. કથાવાર્તા અને દ્રષ્ટાંતોથી ભરપૂર લોકભાષાના વ્યાખ્યાનોથી તેમણે લોકોના દિલ જીત્યાં હતાં. તેમણે બધા જ વર્ણ અને જાતિ માટે ધર્મનાં દ્વાર ખોલી નાખ્યાં હતાં. તેમણે એક જ જાતિ સંઘની વ્યવસ્થા કરી. તેમણે સમ્યક દર્શન –જ્ઞાન અને ચારિત્ર્ય માટે ખૂબ ભાર મૂક્યો છે.

          મહાવીર કહેતા,” ઈશ્વર જેવી કોઈ અંતિમ સત્તા નથી. મનુષ્ય જ એના ભાગ્ય વિધાતા છે.મજબુત મનોબળ અને સ્વાશ્રયથી પોતાનો ઉદ્ધાર કરો. ઈશ્વરભક્તિ જ નહિ પણ નીતિ અને સદાચાર પણ ધર્મ છે. દુઃખથી બચવા દુઃખ આપવું બંધ કરો. ત્યાગ અને સંયમનું જીવન જીવવાથી મુક્તિ વહેલી મળે છે. મારો મત સાચો અને બીજાનો મત ખોટો એ દુરાગ્રહ પણ હિંસા છે. ક્ષમા માંગો અને ક્ષમા આપો.”

                      ઈ. પૂ. 526માં 72 વર્ષની વયે તેઓ નિર્વાણ પામ્યાં.

                                     —  સંકલિત

                              

                                  જય જિનેંદ્ર


1 comment March 31, 2007


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

March 2007
M T W T F S S
« Feb   Apr »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds