એક રોળાયેલું સ્વપ્ન
આજે અધિક જેઠ સુદ સાતમ
આજનો સુવિચાર:- અસમાનતા વચ્ચેનાં સંબંધો અયોગ્ય ગણાય છે.
હેલ્થ ટીપ:- નખ પર લીંબુની છાલ રગડવાથી નખ ચમકીલા અને મજબૂત બનશે.
[ મુંબઈ સ્થિત શ્રીમતી ઉર્મિલાબેન પુજારાએ આ કાવ્ય લખી મોકલાવ્યા મેઘધનુષ તરફ્થી ખૂબ આભાર]
હતુ સ્વપનુ યુવતીનું
સૂરોને કંઠસ્થ કરવાનું
સ્વર લહેરો પર વિહરવાનું
સરગમને વરવાનું
શૈશવ વીત્યુ ગુંજન કરતું
સ્વર-તાલનો સુમેળ કરતું
કાવ્યને સૂરોમાં ઢાળતું
ઉર્મિ ભર્યો ઉદધિ ઉછાળતું
ખરજથી તાર સપ્તક પહોંચતા
રુંવાડે રુંવાડે સ્પંદન ઉઠંતા
સૂરોને હિલોળે હિંચતા
સૂર-સાગરમાં તરતા તરતા
વાસ્તવ ચક્રવ્યુહમાં ઘેરાતા
રિયાઝનું તેલ ખૂટતા
કર્કશના કંઠને આભડતા
સ્વરોની મૈત્રીવિમુખ થતા
સ્વરો ખોવાયા, સૂરો વિખરાયા
જીવન સરગમ બેસૂર વાગતા
ખોયું સંગીત સાનિધ્ય
રાંપ્યુ સ્વર-સામગ્રીનું સ્વપ્ન!
હતાં અભરખા થવા તાનસેન
બની રહી માતા કાનસેન
— ઉર્મિલા પુજારા
ૐ નમઃ શિવાય
1 comment May 23, 2007


