ફક્ત 15 મિનિટ
May 26, 2007
આજે અધિક જેઠ સુદ [ગંગા દશહરાની સમાપ્તિ]
આજનો સુવિચાર:- પ્રત્યેક બુદ્ધિજીવી માનવી પોતાની ભીતર રહેલી નબળાઈઓને ઓળંગી આગળ વધવાની તાકાત ધરાવે છે. આ માટે તેણે સત્ય જાણી પોતાનો ધ્યેય પ્રાપ્ત કરવા સંનિષ્ઠ પ્રયત્ન કરવો જરૂરી છે.
હેલ્થ ટીપ્સ:- રાત્રિના સમયે ઊંઘ ન આવે ત્યારે ભૂખ લાગે છે. આવા સમયે આઈસક્રીમ ખાઓ કે કોલ્ડડ્રીંક પીઓ. પેટ ભરાયા બાદ આપોઆપ ઊંઘ આવી જશે.
બહુચર્ચિત મુંબઈની લેડીસ કીટી પાર્ટી માટે કહેવાય છે કે આ પાર્ટીઓમાં કાંતો ખાઓ પીઓ અને એક બીજાના ઘરેણાંની વાતચીત થતી હોય છે. કાં સાસુ વહુની બુરાઈઓ થતી હોય છે. કદાચ 60% જેટલી વાત સાચ્ચી હશે. [જોકે હું એકપણ કીટી પાર્ટીમાં જતી નથી.] પણ ઘણીવાર એ પાર્ટીઓમાં બુદ્ધિને કસવાની રમતો રમાતી હોય છે. તેના સારાંશ રૂપે એક બુદ્ધિ કસવાના સવાલો અહીં રજુ કરું છું. જોકે આ પાર્ટીઓમાં આવા સવાલોનો જવાબ 5 મિનિટમાં જ આપવાના હોય છે જ્યારે આપણને તો વિચારવાનો એક દિવસનો વખત મળશે.
[ આ સવાલો આપવા બદલ મુંબઈ સ્થિત શ્રીમતી ભારતીબેન મણિયારનો મેઘધનુષ તરફ્થી ખૂબ આભાર.]
આ પહેલી રમતનાં જવાબો ‘ક’થી શરુ થાય છે.
1] દેવીનું નામ
2] શાકના નામ
3] મીઠાઈમાં વપરાતી વસ્તુ
4] આરતીમાં વપરાતી વસ્તુ
5] શંકરના પુત્રનું નામ
6] હિમાલયના પર્વતોનાં નામ
7] સરસ્વતી દેવીનું આસન
8] આપણા મહિનાનો એક પક્ષ
9] નવા વર્ષની ખરીદી
10] આંખોની ઠંડક
11] આપણી એક આંગળીનું નામ
12] ધનનો સ્વામી
13] ગુજરાતી સાહિત્યની લેખિકા
14] રાવણનો ભાઇ
15] મૃગની નાભિમાંથી નીકળતી વસ્તુ
16] શ્રીમતી ગાંધી
17] આશુતોષનું નિવાસ સ્થાન
18] કુંતી પુત્ર
19] ધાતુનું નામ
20] મહિનાનું નામ
બીજી એક રમતના જવાબો ‘રંગ’માં [ કલર] હોવા જોઈએ.
1] ખટમીઠા ફળનું ઝાડ
2] શિવજીનું રંગીન નામ
3] સમુદ્રમાં થતી વનસ્પતિ
4] કૃષ્ણ કરે તે
5] ગુસ્સામાં માણસ થઈ જાય
6] રંગીન ફળને રંગ વગર કહેવાય તે
7] રંગીલા ભગવાનનું આકર્ષક નામ
8] ઉત્તરની ઉજળી પર્વતમાળા
9] દક્ષિણની રંગીન પર્વતમાળા
10] જયપુર સીટીનું નામ
11] શાકુંતલના લેખકનું નામ
12] લોકમાન્ય ટિળકનું છાપું
13] બ્રુક બોંડ ચાનું નામ
14] રંગીન ધોતિયાને શુ કહેવાય?
ત્રીજી રમતના જવાબો ‘ચ’થી શરુ થવા જોઈએ.
1] પૂજામાં વપરાતી વસ્તુ
2] અનાજ સાફ કરવાનું સાધન
3] રજવાડી રમત
4] બંગાળ અને દક્ષિણ ભારતનો મૂખ્ય ખોરાક
5] સોહાગણ સ્ત્રીનો શણગાર
6] પાણી ભરવાનું સાધન
7] સૂઈ જવા માટે વપરાતી વસ્તુઓ
8] સુગંધી સફેદ ફૂલ
9] એકલતાનો સાથી
10] કાશ્મીરનું ફ્રૂટ
11] વરસાદનું પાણી પીતું પક્ષી
12] ટ્રેન ઊભી રાખવાનું સાધન
13] બંગાળની મીઠાઈ
14] રસોઈ માટે વપરાતા સાધન
15] વાંદરાની એક જાત
16] બાળકને ચાલતો કરવાનું સાધન
જવાબ જરૂરથી આપશો. ત્રણ રમતની 15 મિનિટ.
ૐ નમઃ શિવાય
Entry Filed under: અવનવું. .
6 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
Nilesh Vyas | May 26, 2007 at 5:13 pm
good
2.
સુરેશ જાની | May 26, 2007 at 6:42 pm
1] દેવીનું નામ - કામાક્ષી
2] શાકના નામ - કારેલું
3] મીઠાઈમાં વપરાતી વસ્તુ - કેસર
4] આરતીમાં વપરાતી વસ્તુ - કપુર
5] શંકરના પુત્રનું નામ - કાર્તિકેય
6] હિમાલયના પર્વતોનાં નામ - કાંચનજંઘા
7] સરસ્વતી દેવીનું આસન - કમળ
8] આપણા મહિનાનો એક પક્ષ - કૃષ્ણ
9] નવા વર્ષની ખરીદી - કાર્ડ
10] આંખોની ઠંડક - કાજળ
11] આપણી એક આંગળીનું નામ
12] ધનનો સ્વામી - કુબેર
13] ગુજરાતી સાહિત્યની લેખિકા - કુંદનિકા
14] રાવણનો ભાઇ - કુંભકર્ણ
15] મૃગની નાભિમાંથી નીકળતી વસ્તુ - કસ્તુરી
16] શ્રીમતી ગાંધી - કાશ્મીરી
17] આશુતોષનું નિવાસ સ્થાન - કૈલાસ
18] કુંતી પુત્ર - કર્ણ
19] ધાતુનું નામ - કાંસુ
20] મહિનાનું નામ - કારતક
3.
સુરેશ જાની | May 26, 2007 at 6:47 pm
1] ખટમીઠા ફળનું ઝાડ - નારંગી
2] શિવજીનું રંગીન નામ - કાળનાથ
3] સમુદ્રમાં થતી વનસ્પતિ - કોરલ
4] કૃષ્ણ કરે તે - લીલા
5] ગુસ્સામાં માણસ થઈ જાય -લાલ
6] રંગીન ફળને રંગ વગર કહેવાય તે -
7] રંગીલા ભગવાનનું આકર્ષક નામ - રાતા
8] ઉત્તરની ઉજળી પર્વતમાળા - ધવલ
9] દક્ષિણની રંગીન પર્વતમાળા -
10] જયપુર સીટીનું નામ - પીંક
11] શાકુંતલના લેખકનું નામ - કાલીદાસ
12] લોકમાન્ય ટિળકનું છાપું - કેસરી
13] બ્રુક બોંડ ચાનું નામ - રેડ લેબલ્
14] રંગીન ધોતિયાને શુ કહેવાય? - પીતાંબર
4.
સુરેશ જાની | May 26, 2007 at 6:53 pm
] પૂજામાં વપરાતી વસ્તુ - ચંદન
2] અનાજ સાફ કરવાનું સાધન - ચારણી
3] રજવાડી રમત - ચોપાટ
4] બંગાળ અને દક્ષિણ ભારતનો મૂખ્ય ખોરાક - ચાવલ
5] સોહાગણ સ્ત્રીનો શણગાર - ચાંલ્લો
6] પાણી ભરવાનું સાધન -
7] સૂઈ જવા માટે વપરાતી વસ્તુઓ - ચાદર, ચોરસો
8] સુગંધી સફેદ ફૂલ - ચંપો
9] એકલતાનો સાથી - ચોપડી
10] કાશ્મીરનું ફ્રૂટ - ચીકુ, ચીલગુજા ?
11] વરસાદનું પાણી પીતું પક્ષી - ચાતક
12] ટીન ઊભી રાખવાનું સાધન
13] બંગાળની મીઠાઈ - ચમ ચમ
14] રસોઈ માટે વપરાતા સાધન - ચમચો
15] વાંદરાની એક જાત - ચીમ્પાન્ઝી
16] બાળકને ચાલતો કરવાનું સાધન - ચાલણગાડી
5.
chetu | May 26, 2007 at 8:03 pm
very nice..! congrats to u & Dada..!
6.
shivshiva | May 27, 2007 at 4:48 pm
સુરેશભાઈ,
આપે જવાબ આપવાનો ખૂબ સરસ પ્રયત્ન કર્યો છે. થોડાક જવાબોમાં ગરબડ છે. ચેક કરજો. તમારી કેંડી પાક્કી.