તબીબી સત્ય
June 21, 2007
આજે જેઠ સુદ સાતમ
આજનો સુવિચાર:- ફળ આવે ત્યારે વૃક્ષ ઝૂકી જાય છે. વર્ષાના સમયે મેઘ પણ ઝૂકી જાય છે. સંપત્તિ આવે ત્યારે ઘણા સજ્જ્નો સુદ્ધાં નમ્ર બની જાય છે, કેમ કે પરોપકારી વ્યક્તિઓના સ્વભાવમાં જ ઝૂકી જવાનો તથા નમ્ર બની રહેવાનો ગુણ રહેલો છે. — વિનોબા ભાવે
હેલ્થ ટીપ્સ:- રોજ રાત્રે ચાર-પાંચ તુલસીના પાંદડા નાખી તાંબાના લોટામાં પાણી ભરવું. નયણાકોઠે આ પાણી પીવાથી કુષ્ઠ રોગ, આંખોની તકલીફ, માથાનો દુઃખાવો, વાયુ, કફ વગેરેમાં રાહત મળે છે.
તબીબી સત્ય
• આપણા શરીરમાં રહેલા લાલ રક્તકણો 120 દિવસ સુધી જીવંત રહે છે.
• આપણા શરીરમાં એક સમયે 2.5 અબજ લાલ રક્તકણો હોય છે. આ આંકડો જાળવી રાખવા અઢી કરોડ નવા રક્તકણો બોનમેરોએ બહાર પાડવા પડે છે.
• રક્તકણો ફક્ત 20 સેકંડમાં સંપૂર્ણ શરીરનું ચક્કર લઈ શકે છે.
• આપણું હૃદય દરરોજ લગભગ 10,000 વખત ધડકે છે.
• આપણા શરીરમાંરુધિર 60,000 માઈલની મુસાફરી કરે છે.
• આપણી આંખો દસ કરોડ રંગોને ઓળખીને પીછાણી શકે છે અને સૌથી મોટા ટેલિસ્કોપનીની સરખામણીએ વધારે માહિતી ગ્રહણ કરે છે.
• પૃથ્વીની ધરી પર અસ્તિત્વ પામેલા સુક્ષ્મ જીવો કરતાં વધારે જીવો આપણા શરીર પર જીવે છે.
• સામાન્ય રીતે 30 વર્ષ બાદ માનવીનું શરીર ધીરે ધીરે સંકોચાવાનું શરૂ કરે છે.
• મોટા ભાગના માણસો 60 વયે પહોંચતા પહોંચતા 50 ટ્કા સ્વાદેન્દ્રિય ગુમાવે છે.
• માનવશરીરમાં પતંગિયા કરતાં ઓછા સ્નાયુઓ હોય છે.
• જ્યારે માનવ હસે કે શરમાય ત્યારે ઘણીવાર તેનું મોઢું લાલ થાય છે સાથે પેટ પણ લાલ થાય છે.
— સંકલિત
ચાલવાથી થતાં ફાયદાઓ
જેટલું વધું ચાલશો તેટલું જ વધારે અને ભરપેટ ખાઈ શકશો. એક વખત ઈચ્છિત વજન પ્રાપ્ત કરી લીધા પછી વધુ ખાવા છતાં સ્લિમ અને પરફેક્ટ રહેવાશે. ચાલવાથી શાંતિ મળશે અને માંસપેશિયોને આરામ મળશે.
• દરરોજ ત્રણ કિ.મી. ચાલવાથી ત્રણ અઠવાડિયામાં તો આત્મવિશ્વાસ વધે છે તેમજ તણાવ દૂર થાય છે અને પ્રસન્નતા મળે છે.
• ચાલવા જતાં પહેલા એક ગ્લાસ પાણી જરૂરથી પીજો..
• ખાવાનું ખાધા પછી ચાલવાનું તેમજ લાંબી મજલ કાપવાનું ટાળજો.
• ચાલતી વખતે આરામદાયક ચંપલ કે શૂઝ પહેરજો જેથી ચાલવામાં તકલીફ ન પડે.
• એકલા ચાલવામાં જો કંટાળો આવતો હોય તો મિત્રોને પણ ચાલવા માટે આમંત્રિત કરો.
• શ્વાસ ફૂલે તેટલું ઝડપથી નહીં પણ ઝડપથી ચાલવાનું જરૂરથી રાખવું.
• ચાલવાથી જરૂર ફાયદો છે પરંતુ દરેક વ્યક્તિને માટે અલગ અલગ ફાયદો હોય છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
Entry Filed under: નિરોગી[સ્વાસ્થય]. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
વિવેક | June 21, 2007 at 4:22 pm
આપણું શરીર આવા અનેક સત્યો અને તથ્યોથી ભરેલું છે…. અભાર..
2.
manthanbhavsar | June 21, 2007 at 4:38 pm
આભાર અતિ સુન્દર માહિતી માટે
3.
સુરેશ જાની | June 22, 2007 at 2:36 am
મોટા ભાગના માણસો 60 વયે પહોંચતા પહોંચતા 50 ટ્કા સ્વાદેન્દ્રિય ગુમાવે છે.
ચીંતા ના કરતા. અપુનકો યે પ્રોબ્લેમ નાહીત ! આપડે તો તમારા લાડવા બરાબર ઝાપટીશું . અને કેન્ડી પણ.
——————————–
જ્યારે માનવ હસે કે શરમાય ત્યારે ઘણીવાર તેનું મોઢું લાલ થાય છે સાથે પેટ પણ લાલ થાય છે.
પણ હસતાં હસતાં પેટ સામે શી રીતે જોવું? !
4.
નિલેશ સાહિતા | June 22, 2007 at 6:12 am
આ “નયણાકોઠે પાણી પીવું” નો શું અર્થ થાય? નીલાબહેન - થોડી સમજ આપશો?