30 દિવસમાં તંદુરસ્તી
August 22, 2007
આજે શ્રાવણ સુદ નોમ
આજનો સુવિચાર:- આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે જ આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે. — પાંડુરંગ શાસ્ત્રી
હેલ્થ ટીપ્સ:- એક ચમચી મેથીનું ચૂર્ણ સવાર-સાંજ લેવાથી સાંધાના વા માં અને ડાયાબિટીસમાં ફાયદો થાય છે.
30 દિવસમાં તંદુરસ્તી
30 આધ્યાત્મિક ગોળીઓ 30 દિવસની શક્તિ માટે
* ચિંતા કરવી છોડી દો - માનસિક શાંતિ હરી લે છે.
* ઈર્ષા ન કરો - સમય અને શક્તિનો વ્યય થાય છે.
* તમારી મર્યાદાનો સ્વીકાર કરો - આપણે બધા જ મહાન નથી બની શકતા.
* લોકોમાં વિશ્વાસ રાખો - તમે વિશ્વનીય હશો તો તેઓ પણ એવો જ પ્રતિભાવ આપશે.
* પુસ્તક વાંચો - તમારી કલ્પના શક્તિ વધશે.
* સારો શોખ કેળવો - તમારા જ્ઞાનતંતુઓને આરામ મળશે.
* થોડો સમય એકાંતમાં ગાળો - તમારું દુઃખ હળવું થશે.
* એક અંતરંગ મિત્ર બનાવો - જે તમારા દુઃખમાં સહભાગી થશે.
* ઈશ્વરમાં શ્રદ્ધા રાખો - કાર્ય કરતા રહો પરિણામ તેની ઉપર છોડી દો.
* સકારાત્મક-પોઝીટીવ વિચાર કરો - તમારા પ્રશ્નો ઉકેલાઈ જશે.
* પ્રાર્થનાથી દિવસનો આરંભ કરો - તમારા આત્માને ઉર્જા પ્રાપ્ત થશે.
* વડિલોનો આદર કરો - એક દિવસ તમારો પણ આવશે.
* ખુશ મિજાજ રહો - એને ગુમાવવો મોંઘો પડે છે.
* પોતાની જાતને ઓળખો - એ તમારી અંદર છે.
* સુખની પાછળ દોટ ન મૂકો - એ તમારી પાસે જ છે.
* સમય ન વેડફો - મહામૂલી જણસ છે.
* અંધકારથી નિરાશ ન થશો - બીજા દિવસે સૂરજ ઉગવાનો છે.
* દરેકને પ્રેમ કરો - તમને બમણો પ્રેમ મળશે.
* શ્રદ્ધા રાખો - તમે બધું જ કરી શકો છો.
* વર્તમાન ક્ષણનો આનંદ મેળવો - ભૂતકાળ વીતી ગયો છે. ભાવિની ખબર નથી.
* વ્યવહારુ બનો - સુખનો રાજમાર્ગ છે.
* ગુસ્સો સંયમિત કરો - એ ભયાનક બને છે.
* મૃદુભાષી બનો - દુનિયા ઘોંઘાટથી ભરેલી છે.
* ઊંચું વિચારો - ઉન્નતિના શિખરે લઈ જશે.
* અથાક પરિશ્રમ કરો - મહાન બનવાનો કિમિયો છે.
* સર્જનાત્મક બનો - મુખાકૃતિ સુંદર લાગશે.
* હસતા રહો - પડકારનું તકમાં રૂપાંતર થશે.
* તમારી ભાષા પર કાબૂ રાખો - તમારા ચારિત્ર્યનું દર્પણ છે.
* ભય ન રાખો - ઈશ્વર હંમેશા સાથે જ છે.
* રોજ ચિંતન કરો - આત્માનો ખોરાક છે.
દરરોજ એક ગોળી લેવાથી તંદુરસ્તી જળવાઈ રહેશે.
—– સંકલિત
ૐ નમઃ શિવાય
Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
વિશ્વદીપ બારડ | August 22, 2007 at 4:26 pm
I like it and hope that we can follow few things.
2.
chetu | August 22, 2007 at 8:09 pm
very nice N true …!!
3.
પંચમ શુક્લ | August 22, 2007 at 8:24 pm
બહુ અક્સીર ગોળીઓ આપી દીધી.
આજનો સુવિચાર પણ ગમ્યોઃ
આપણી સંસ્કૃતિમાં માનું સૌથી ઊંચું સ્થાન હોવાને કારણે જ આપણી સંસ્કૃતિ આટલી ઊંચાઈએ પહોંચી છે.
4.
કુણાલ | August 22, 2007 at 11:43 pm
saras vaat kari kaaki……