શ્રાવણ માસે

August 23, 2007

                        આજે શ્રાવણ સુદ દસમ

આજનો સુવિચાર:- ચડતી અને પડતી તો ઈશ્વરનો અતૂટ નિયમ છે. જેની ચડતી થાય છે તેની કાલે પડતી થવાની જેમ મધ્યાહને ઊંચે ચઢેલા સૂરજે સમી સાંજે ઢળવુ પડે છે. ખરેખર જેની ચડતી થઈ ન હોય તેની પડતી શું થવાની? — પ્રણવાનંદજી

હેલ્થ ટીપ્સ:- બે ચમચી લીલી હળદરનો રસ અને એક ચમચી તુલસીનો રસ મિક્ષ કરી પીવાથી અવાજ ખૂલી જાય છે.

 

         શ્રાવણ માસે

કરોડો હાથ ઊઠ્યાં આ શ્રાવણ માસે
માંગવા આશિર્વાદ આ શ્રાવણ માસે

દૂધની ગંગા વહી આ શ્રાવણ માસે
વહી જળની ધાર આ શ્રાવણ માસે

બિલ્વમાં દબાયા આ શ્રાવણ માસે
પંચામૃતમાં પૂરાયા આ શ્રાવણ માસે

ભસ્મમાં ભરમાયા આ શ્રાવણ માસે
 ચંદને ચિતરાયા આ શ્રાવણ માસે

ખોવાયા મહાદેવ આ શ્રાવણ માસે
યુગ યુગથી ઊભો અહીં દરેક માસે???

                                  ૐ નમઃ શિવાય

Entry Filed under: આરોહણ[સ્વરચિતકાવ્યો. .

8 Comments Add your own

  • 1. વિશ્વદીપ બારડ  |  August 23, 2007 at 5:10 pm

    ખોવાયા મહાદેવ આ શ્રાવણ માસે!!
    look in to your heart!!

  • 2. પંચમ શુક્લ  |  August 23, 2007 at 6:34 pm

    દૂધ, બિલ્વ, ભસ્મ, ચંદન….
    શ્રાવણ માસના એક ઉદાહરણ માત્રથી આપણને આપણા લોકજીવન અને પરંપરાના વૈવિધ્યનો અહેસાસ થાય છે. આપણી આસપાસના જીવન અને રોજબરોજ વપરાતી વસ્તુઓમાં પણ જો આવું વૈવિધ્ય માણી/જાળવી શકીએ તો કેવું સારુ!

    આજના સુવિચાર પર એક સરસ શે યાદ આવે છેઃ

    એવોય કોક સૂરજ કે ઊગવા ન ઈચ્છે,
    ના આથમે ક્દી, બહુ ઝળહળ થવા ન ઈચ્છે.
    (રાજેન્દ્ર શુક્લ)

  • 3. manvant  |  August 24, 2007 at 12:21 am

    ભગવાનને પામવા કૈલાસદર્શન કરવાં પડે !
    તમે તો પામ્યાં જ છો ને ! જય શ્રી કૃષ્ણ !

  • 4. chetu  |  August 24, 2007 at 12:34 am

    કરોડો હાથ ઊઠ્યાં આ શ્રાવણ માસે
    માંગવા આશિર્વાદ આ શ્રાવણ માસે

    ભોળા મહાદેવ હંમેશા આશીર્વાદ વરસાવે છે..!

  • 5. nilam doshi  |  August 24, 2007 at 8:33 am

    last line..very nice…

  • 6. Pinki  |  August 24, 2007 at 10:26 am

    ખોવાયા મહાદેવ આ શ્રાવણ માસે
    યુગ યુગથી ઊભો અહીં દરેક માસે???

    very goooood !!
    so nice ……………..

  • 7. Pinki  |  August 24, 2007 at 10:26 am

    ખોવાયા મહાદેવ આ શ્રાવણ માસે
    યુગ યુગથી ઊભો અહીં દરેક માસે???

    very goooood !!
    so nice ……………..

  • 8. neetakotecha  |  October 26, 2007 at 7:49 am

    મે એકવાર છાપા માં એક કાર્ટુન જોઉ હતુ.બહુ નાની હતી પણા બેસી ગયુ છે મગજ માં.
    એમાં એમ હતુ કે શંકર ભગવાન સ્વેટર પહેરીને બેથા હતા.
    પાર્વતી માતા એ એમને પુછ્યુ શુ થયુ.
    તો કહે શ્રાવનણ મહિનો ચાલે છે ને.તો ભક્તો વધારે આવે અને પાછા ફ્રિજ નુ થંડૂ દુધ ચડાવે.
    અને આખ્ખા વર્ષ નુ સાથે પાછુ.
    એતલે તાવ આવી ગયો છે.
    આપ ચિંતા ન કરો આ તો હર વર્ષે હુ આ મહિનામાં માંદો પડુ.
    મને આદત પડી ગઈ છે.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

Vital Patel on બે કવિતા
pragnaju on ગુરૂપૂર્ણિ…
manvant on આજના એસ.એ…
pragnaju on આજના એસ.એ…
પંચમ શુ… on આજના એસ.એ…

Recent Posts

Archives

Calendar

August 2007
M T W T F S S
« Jul   Sep »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds

Flickr Photos

tu hermana

More Photos