પ્રદક્ષિણા

September 12, 2007

આજે ભાદરવા સુદ એકમ [મહાવીર જયંતી] [રામ દે પીરની નવરાત્રી આરંભ]

આજનો સુવિચાર:- કામના દબાણને લોહીના દબાણ સાથે જબરી દોસ્તી છે.

હેલ્થ ટીપ્સ:- થાકેલી આંખોમાં એક ટીપું શુદ્ધ મધ નાંખવાથી આંખોનો થાક ઊતરી જાય છે.

                                      પ્રદક્ષિણા

જ્યારે જ્યારે મંદિરમાં જાઉં છું ત્યારે
કોઈ અજ્ઞાત ભય મને ઘેરી વળે છે,
મને લાગે છે કે બધા જ દેવોનાં
બધાં જ વાહનો મને મારવા આવી રહ્યાં છે,
વાઘ, નાગ, કાચબો, ગરૂડ, માછલું…
પૂજારી ત્રિકાળજ્ઞાનીની જેમ મને જોઈને હસે છે.

પ્રસાદમાં ચપટી સિંદૂર આપે છે.
હું મૂંગી, અવાક થઈ જાઉં છું
મંદિરની દીવાલોના પ્રાચીન, શાંત પથ્થરો
જાણે કે કોઈ ઊંચા પર્વત પરથી ગબડતા
ભારેખમ પથરાઓ હોય એમ મારી તરફ ધસી આવતા
લાગે છે.

હું જીવ બચાવી દોડું છું
મંદિરની દીવાલો ફરતી પ્રદક્ષિણા કરું છું
મંદિરના લીસા આરસપહાણમાં મને ઠેસ વાગે છે,
હું પડી જાઉં છું, માથું ઝૂકી જાય છે મૂર્તિ આગળ.
અને પેલા ગબડતા પથરાઓ નીચે છુંદાઈ જાઉં છું
હું પણ એક પથ્થર બની જાઉં છું, નવા જન્મમાં.

મને કોઈપણ એક આકાર આપી દેવામાં આવે છે.
હવનની કૂંડીનો, શંકરના લિંગનો, કળશનો,
ઘંટારવનો, સ્તોત્રનો, આરતીની થાળીનો, ધૂપનો,
પગલાંનો, પુરાણનો, દક્ષિણાનો,
હું મંદિરની બહાર જ નથી નીકળી શકતી.

                                         -મનીષા જોષી
 

                                      ૐ નમઃ શિવાય  
 
 

Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .

10 Comments Add your own

  • 1. સુરેશ જાન&hellip  |  September 12, 2007 at 6:14 pm

    સાવ નવો નક્કોર વીચાર.
    બધા પ્રતીકો , ભગવાનની મુર્તી સહીત , માનવ સર્જીત જ છે.

    Reply
  • 2. ઊર્મિ  |  September 12, 2007 at 6:35 pm

    sundar kaavya…

    Reply
  • 3. ઊર્મિ  |  September 12, 2007 at 6:35 pm

    sundar kaavya…

    Reply
  • 4. Chirag Patel  |  September 12, 2007 at 7:11 pm

    સરસ વાત કહી નીલાબેન. જે છે એ આપણાં મનમાં જ છે, અને આપણું જ સર્જન છે. ગાયનાં ભગવાન ‘સુપર’ ગાય જ હોય ને!

    Reply
  • 5. chetu  |  September 12, 2007 at 11:00 pm

    ekdam saras vaat..!

    Reply
  • 6. Pinki  |  September 12, 2007 at 11:51 pm

    nice ………… it’s different

    Reply
  • 7. pravinash1  |  September 13, 2007 at 12:26 am

    Very nicely expressed.

    Reply
  • 8. manvant  |  September 13, 2007 at 4:28 am

    આવડી મોટી પ્રદક્ષિણા ?

    Reply
  • 9. nilam doshi  |  September 13, 2007 at 5:06 pm

    ખૂબ સુન્દર કાવ્ય..

    અને સાચી વાત પણ. આભાર..

    Reply
  • 10. કુણાલ  |  September 13, 2007 at 5:10 pm

    જો મનુષ્યને એક પથ્થરમાં ઈશ્વર દેખાતા હોય, તો જીવતા-જાગતા, ધબકતા, જીવન અર્પતા આ હ્ર્દયમાં પણ દેખાવા જોઈએ….

    જો એક નિર્જીવ પથ્થરમાં ઈશ્વરની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવતી હોય તો જીવતા-ધબકતાં હ્રદયમાં પણ થઈ શકે ને !!!! બસ આટલું જો અમલમાં મૂકીએ તો મારા મતે ઘણું છે….

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

પંચમ શુક્લ on વ્યહવાર છે
Vital Patel on વ્યહવાર છે
nandani on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on ઓસડિયા

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

September 2007
M T W T F S S
« Aug   Oct »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters