Archive for October 25th, 2007

શરદપૂનમની રાતે

                           આસો સુદ ચૌદસ [ શરદ પૂનમ]

આજનો સુવિચાર:- કર્યા વગર મળતું નથી, કરેલું ફોગટ જતું નથી. કરવાની શક્તિ તારામાં છે., કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. ———– પાંડુરંગ શાસ્ત્રી

હેલ્થ ટીપ્સ:- બે ચમચા મુલતાની માટી, એક નાનો ચમચો બદામનું તેલ, એક મોટો ચમચો મધભેળવી પેસ્ટ બનાવી 20 મિનિટ સુધી લગાડી રાખવું. સુકાયા બાદ ધોવાથી ત્વચા કાંતિમય બનશે. અઠવાડિયામાં એક વખત આ પેક લગાડી શકો છો.

આજે સ્વાધ્યાય પ્રવૃતિના પ્રણેતા પૂ. પાંડુરંગ શાસ્ત્રીનો નિર્વાણ દિવસ છે.

               આજે શરદપૂનમ અથવા માણેકઠારી અથવા કોજાગરી પૂનમ છે.

        શરદઋતુની રાત્રિઓ ‘શરદોત્ફુલ્લ રાત્રિઓ’ કહેવાય છે. શ્રીમદ ભાગવત આધારે કહેવાય છે કે શરદ પૂર્ણિમાના શાંત પવિત્ર વાતાવરણમાં શ્રીકૃષ્ણે બંસીનાદ કરી આખા વૃંદાવનને ઘેલું કર્યું હતું.

અંજવાળી રાતલડી ને તારાનો ઝબકાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર

મીઠી મીઠી વાટલડી ને હાલે હારોહાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર

એને કમખે ફુમતા ફરકે છે
એમાં આભલા ચમ ચમ ચમકે છે
ઘમ્મર ઘેરદાર ઘાઘરોને ઘુઘરીનો ઘમકાર
એનું લ્હેરણિયું લહેરાતું આંખે શરમનો ભાર
ઝીણી પછેડી ભાતીગળ માંહે ચીતર્યા મોરલા ચાર
સરખે સરખી સાહેલીને ઝાંઝરનો ઝણકાર
– અંજવાળી રાતલડીને

રૂપનો કટકો ને જોબનનો ચટકો
આંખ્યુનો મટકો, વ્હારે તારો લટકો
નેણલે ચમકે વીજલડી ને પાંપણનો પલકાર
એનું મુખલડું મલકંતું હૈયે થનક થનકાર
સાદ સાકરનો કટકો જાણે કોયલનો ટહુકાર
સરખે સરખી સાહેલી ને ઝાંઝરનો ઝણકાર
– અંજવાળી રાતલડીને

અમે નાજુક નમણી મતવાલી અમે કોમળ ફુલડાની ડાળી
મસ્તીમાં ઝૂમનારી છોરી વહેતી રસની ધાર
અમે મદઘેલી મસ્તાની છોને બળે સંસાર
ભોળી અણસમજુ રે કળીઓ થઈએ ખબરદાર
સરખે સરખી સાહેલડીને ઝાંઝરનો ઝણકાર
—- અંજવાળી રાતલડીને

***************************************

કહો પૂનમનાં ચાંદને આજે ઉગે આથમની ઓર

મારા મનડાના મીત,
મારા જીવન સંગીત લઈને આવ્યા છે મારી પ્રીત
— કહો પૂનમનાં ચાંદને

આજે અમારાજીવનનો આ કેટલો સુંદર દિવસ છે.
આજે અમે રમશું પ્રીતમની સાથે હાથોમાં રાખીને હાથ
  — કહો પૂનમનાં ચાંદને

પૂનમની રાત થંભી જાશે તો ઝૂલશું ફૂલડાંની સેજ કરીને
નદીઓનાં નીરમાં નાવલડી તારશું ગીતોનાં ગુંજન કરીને
– કહો પૂનમનાં ચાંદને

ક્યારે ફરી આવશે અવસર અનેરો પ્રીતમની સંગે રહેવાનો
ક્યારે ફરી મળશું રઢિયાળી રાતમાં, મનડામાં પ્રીત ભરીને
 — કહો પૂનમ નાં ચાંદને

                                               ૐ નમઃ શિવાય

5 comments October 25, 2007


શોધખોળ

આભાર

saheldi on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
ramesh &renuka on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
Amritgiri Goswami on શિવાલયની પ્રથમ વર્ષગાંઠ ન…
Suresh Jani on જીવનમાં
Yogi on આજનો સુવિચાર

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

October 2007
M T W T F S S
« Sep   Nov »
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters