Archive for October, 2007
રંગીલા SMS
ભાદરવા વદ ચૌદસ [ચૌદસ, પૂનમ, અમાસ તથા સર્વપિતૃ શ્રાદ્ધ]
આજનો સુવિચાર:- નિરાંતને જીવે ધામો નાખી જીવનની કળાને ગુમાવી આપણે સુખને બાહ્ય દુનિયામાં ફંફોસીએ છીએ. આપણે જ અગ્નિ પ્રગટાવીને કહીએ છીએ કે અમારે નસીબે રોજ રોજ અગ્નિ પરીક્ષા છે.
હેલ્થ ટીપ્સ:- ચામડીનાં રોગોમાં મલમ સાથે ચંદન ઘસીને લગાડવાથી ઉત્તમ પરિણામ આપે છે.
આજકાલ મોબાઈલનો અને યુવાન પેઢીમાં SMS નો જમાનો આવ્યો છે. થોડાક મસ્તીભર્યાં SMS ની મઝા લઈએ.

જબ જબ ઘીરે બાદલ,
તેરી યાદ આઈ,
ઝૂમકે જબ ભી બરસા સાવન,
તેરી યાદ આઈ,
ભીગા મૈં ફિર ઔર ભી
તેરી યાદ આઈ,
અબ મુજસે નહીં રહા જાતા,
મેરી છત્રી લૌટા દે ભાઈ !
***************************************
અમિતાભકે પેટમેં દર્દ ક્યું હૈ?
1. ચ્યવનપ્રાશ જ્યાદા હો ગયા?
2. પેપ્સી જ્યાદા હો ગઈ?
3. હાજમૌલા કમ પડ ગયા ?
4. ટીકા નહીં લગવાયા હોગા ?
5. કૅટબરીમેં કીડે થે?
****************************************
તું ચંદ્રમુખી
મૈં સૂરજમુખી
તુ મુજસે દુઃખી
મૈં તુજસે દુઃખી
છત સે છલાંગ
લગા કે મર જા
ફિર તુ સુખી
ઔર મૈં ભી સુખી.
*************************************************
રામને ધનુષ તોડા
સીતા આયી……..
અર્જુનને તીર ચલાયા,
દ્રોપદી આયી……….
કૃષ્ણને બંસી બજાઈ
મીરા આયી………..
મૈંને સીટી બજાઈ
પતા નહીં વો
બાપ કો લેકે ક્યું આયી??????
***************************************************
દુઃખ હૈ દર્દ તો દવા હૈ દોસ્તી,
ઈસ ઘુટન ભરી જિંદગી કી ફીઝા હૈ દોસ્તી,
જો ના સમજે ઉસકે લિયે
કુછ નહીં પર દોસ્તો કે તો ભગવાન હૈ દોસ્તી
******************************************
ૐ નમઃ શિવાય
7 comments October 10, 2007
ચાલતા ચાલતા
ભાદરવા વદ ચૌદસ [શસ્ત્ર કે અકસ્માતથી થયેલા મોતનું શ્રાદ્ધ]
આજનો સુવિચાર:- જે કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મોમાં કર્મને જુએ છે તે મનુષ્યો બુદ્ધિમાન છે, યોગી છે અને સર્વ કર્મ કરનારો છે.
હેલ્થ ટીપ્સ:- પાર્કિસનનાં દર્દીઓએ યોગાસન, પ્રાણાયમ, ધ્યાન તેમ જ હસવાના[લાફીંગ] પ્રયોગો પર વધુ ધ્યાન આપવું જોઈએ.
ચાલતા ચાલતા
કહેવાય છે કે મુંબઈ ક્યારે સુઈ નથી જતું સતત ચાલતું જ રહે છે. આ ‘ચાલવા’ શબ્દ પરથી મોર્નિંગ વૉક કરનારા પર થોડું નિરિક્ષણ કરવાનું મન થયું.
હું અને સુધીર લગભગ રોજ સવારે ગીરગામ ચોપાટી પર મોર્નિંગ વૉક કરવા જતાં હોઈએ છીએ. મફતલાલ બાથથી ફ્લાયઓવર બ્રીજ સુધી રોજ ચાલતાં હોઈએ છીએ. એક વખત એક ભાઈને ચાલતાં જોઈ મને મનમાં થયું કે આ ભાઈ કેટલાં ટેંશનમાં ચાલી રહ્યાં છે. પછી મનમાં વિચાર આવ્યો કે આપણે શા માટે આટલી વહેલી સવારે ઊઠીને ચાલવા આવીએ છીએ. મન શાંત રહે અને વાતાવરણની મહેક મ્હાલવા જઈએ છીએ તો શા માટે મનને આટલું અસ્વસ્થ રાખવું જોઈએ. આ ભાઈને જોઈને વિચાર આવ્યો કે ચાલો રસ્તે ચાલતી વ્યક્તિની ચાલ મ્હાલીયે.
કોઈ તો એવી રીતે ચાલે કે જાણે પરેડ કરતાં હોય હાથ લાંબા લાંબા કરી ખભા સુધી ઊંચા કરતા ચાલે ત્યારે મને જોહસન બેબી પાઉડરના મોટા ડબ્બા પર લખેલું મરઘીનાં બચ્ચા માટે લખેલી કવિતા યાદ આવી.
Left Right Left Right
Always ready for the Fight
ત્યાંતો એક જાડા બેન ચાલતાં અવતાં જોયા એક તો બોડી ફીટ વોકીંગ સૂટ પહેર્યું હતું અને આખા બોડીનાં બિહામણા આકાર દેખાતાં હતાં અને એવી રીતે ચાલતાં હતાં કે જાણે ગોળમટોળ પીપડું ચાલ્યું આવતું હોય. કોઈક તો જાણે એવી રીતે ચાલતાં હોય છે કે જાણે હમણાં જ પડી જશે પણ ખરેખર એમને દાદ આપવી જોઈએ કારણ પોતાની જાતનું કેટલું બેલૅંસ રાખે શકે છે.
અરે! અરે! આ ધરતી કેમ ધણ ધણે છે? જોયું તો એક ભાઈ જોર જોરથી પગ પછાડતાં પછડતાં જોગીંગ કરતાં હતા. આમ તો મિલિટરીનાં જવાનો ઘણીવખત દોડતાં હોય છે પણ તેઓ આવી રીતે ધરતી હલાવતા નથી અને બાજુમાંથી ક્યારે પસાર થઈ જાય તેની ખબર પડતી પણ નથી એટલા શાંતીથી પસાર થતાં હોય છે.
એક કાકા તો ડોલતાં જાય હાથની લાકડી માથા પર ગોળ ગોળ ફેરવતાં જાય અને હરિ ૐ હરિ ૐ બોલતાં જાય પછી સામેવાળી વ્યક્તિને બોલવું હોય કે ન હોય. પછી તો એ કાકાને અભોવાદન ન કરવું હોય તો લોકો નજર ફેરવી ચાલતાં થાય. એક ભાઈને કેટલાંક વર્ષોથી એક જ ઝડપે દોડતાં જોઈ એમ જ લાગે કે આ ભાઈને ક્યારે થાક જ નહીં લાગતો હોય? એ ભાઈને ક્યારેય અમે ચાલતા જોયા જ નથી.
થોડીક બહેનો સાથે ચાલતી ચાલતી પોતાની વહુ પ્રત્યેની અથવા તો સાસુ પ્રત્યેની બળતરા કાઢતી હોય છે. અને એ ન હોય તો સમાજ પ્રત્યેનો ઊભરો ઠાલતાં ચાલતાં હોય છે. ઘણાં પાળ પર બેસી શેરમાર્કેટની વાતો કરતાં હોય છે તો ઘણા આધ્યાત્મિક વાતો પણ કરતાં હોય છે. એક ખાનગી વાત કહું તો એક ગ્રુપ એવું છે કે હંમેશા રોજ એક સમયે મળતું તો હોય છે પણ દર ગુરુવારે પાળ પર બેસીને ચા નાસ્તો પણ કરતાં હોય છે એટલું જ નહી પણ દર ગુરુવારે ફુલ હાજરી સાથે. અમને તેઓ ઘણી વખત ઑફર પણ કરતાં હોય છે [અમારી જ્ઞાતીનાં જ ભાઈ બહેનો છે એટલે] પણ અમે તો જે શ્રી કૃષ્ણ કહી આગળ વધી જઈએ.
ઘણાં રસ્તે વેચાતાં કારેલા, તુલસી, લીમડા, આદુ, જવારા, ગાજર વગેરેનો રસ પીતાં હોય છે સાથે સાથે મફતમાં મળતાં ફણગાવેલાં મગ અને ચણા પણ આરોગતાં હોય છે. પહેલાં તો કબૂતરને ચણ આપવાવાળા બેસતાં હતા પણ હવે તો રસ્તામાં તેઓને બેસવાની મનાઈ આવી હોવાથી કબૂતરનાં ચોતરા પર જ જોવા મળે છે.
ઘણાં ભેગા મળીને પ્રાર્થના પણ કરતાં હોય છે તો ઘણાં પાળી પર બેઠાં બેઠાં યોગ પણ કરતાં હોય છે પછી ભલેને એમની રીત સાચી હોય કે ન હોય કરતે રહો. ઘણાં ભેગા ચાલતા ચાલતાં વાતો કરતાં હોય છે જ્યારે અમે બંને સાથે ચાલતાં પણ અજનબી જેવાં વાત જ નહી કરવાની [તો જ નિરીક્ષણ કરવા મળે ને!] આમ તો ચાલતા ચાલતા ઘણા હરિ ૐ નું અને જય શ્રી કૃષ્ણનું અભિવાદન કરતાં હોય છે પણ અમારી જ્ઞાતિનું કાંઈક જુદુ જ અભિવાદન છે ‘જે જે શ્રી ગોકુલેશ’.
મને ઘણીવખત એમ વિચાર આવે કે જો આપણે કોઈનું આટલું નિરીક્ષણ કરીએ તો કોઈ આપણું પણ આટલું જ નિરીક્ષણ નહીં કરતું હોય ? અચાનક સુધીરે કહ્યું કે ‘જો સૂરજદાદા દેખાય છે.’ અને અમે બંને
ૐ સૂર્યાય નમઃ
ૐ આદિત્યાય નમઃ
ૐ ભાસ્કરાય નમઃ
ૐ મિત્રાય નમઃ
ૐ દિવાકરાય નમઃ
બોલી સૂર્યને અભિવાદન કરતાં પાછા ફરી જઈએ છીએ.
ૐ નમઃ શિવાય
6 comments October 9, 2007
મારા સાથિયાનો પહેલો ખૂણો - ઈશ
HAPPY BIRTHDAY TO YOU
HAPPY BIRTHDAY TO YOU
HAPPY BIRTHDAY DEAR ISHBHAI
HAPPY BIRTHDAY TO YOU
DADI AND DADA BLESS YOU
HAPPY BIRTHDAY DEAR ISHU
HAPPY BIRTHDAY TO YOU.

LOVE YOU
DADA AND DADI
19 comments October 4, 2007
આશ્રમ ભજનાવલિ
આજે ભાદરવા વદ આઠમ [આઠમનું શ્રાદ્ધ]
આજનો સુવિચાર:- ભરતી અને ઑટ તો સાગરમાં આવે છે ખાબોચિયામા નહી.
હેલ્થ ટીપ્સ:- સન બર્ન પર કાકડીનું ખમણ લગાડી 15 મિનિટ સુધી રહેવા દઈ ઠંડા પાણીથી ધોઈ નાખવું.
ગઈકાલે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી અને આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદૂર શાસ્ત્રીની જન્મ જયંતી ગઈ. આપણા બાપુ ભજન પ્રિય હતાં. તેમના ગમતા ભજનોનો સંગ્રહ એટલે આશ્રમ ભજનાવલિ. તેમાંના કેટલાક ભજનોની રજુઆત કરું છું.
હિંદી ભજન
1]
રઘુવર ! તુમકો મેરી લાજ
સદા સદા મૈં શરણ તિહારી, તુમ બડે ગરીબ નિવાજ
પતિત ઉધારન બિરદ તિહારો, શ્રવણન સુની આવાજ
હૌં તો પતિત પુરાતન કહિયે, પાર ઉતારો જહાજ
અઘ-ખંડન, દુઃખ-ભંજન જનકે યહી તિહારો કાજ
’તુલસીદાસ’ પર કિરપા કરીયે, ભક્તિદાન દેહુ આજ
2]
તુમ મેરી રાખો લાજ હરી
તુમ જાનત સબ અંતરયામી
કરની કછુ ન કરી
ઔગુન મોસે બિસરત નાહી
પલ છિન ઘરી ઘરી
સબ પ્રપંચકી પોટ બાઁધીકે
અપને સીસ ધરી
દારા સુત ધન મોહ લિયે હૌ
સુધ બુધ સબ બિસરી
’સૂર’ પતિતકો બેગી ઉબારો
અબ મોરી નાવ ભરી
ગુજરાતી ભજન
વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે તોયે , મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે
વાંચ કાંછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની રે
સમ દૃષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જિહ્વા થકી અસત્ય ન બોલે પરધન નવ ઝાલે હાથ રે
મોહ માયા વ્યાપે નહિ જેને દૃઢ વૈરાગ જેનાં મનમાં રે
રામનામ શું તાળી રે લાગી સકળ તીરથ તેના તનમાં રે
વણલોભી ને કપટરહિત છે કામ ક્રોધ નિવાર્યાં રે
ભણે ‘નરસૈયો’ તેનું દરશન કરતાં, કુળ એકોતેર તાર્યાં રે
વિદ્યા મંદિરની પ્રાર્થના
ૐ સહ નાવવતુ
સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ
તેજસ્વી નાવધી તમસ્તુ
મા વિદ્વિષાવહૈ
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
ૐ અસતો મા સદ ગમય
તમસો મા જ્યોતિર્ગમય
મૃત્યુર્મામૃત્તં ગમય
યઃ અંતઃ પ્રવિશ્ય મમ વાચમ ઇમાં પ્રસુપ્તામ
સંજીવયત્યખિલ-શક્તિ-ધરઃ સ્વધામ્ના
અન્યાંશ્ચ હસ્ત- ચરણ –શ્રવણ-ત્વગાદીન
પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ
વિપદો નૈવ વિપદઃ સંપદો નૈવ સંપદઃ
વિપદ વિસ્મરણં વિષ્ણોઃ સંપન નારાયણ-સ્મૃતિઃ
ૐ નમઃ શિવાય
12 comments October 3, 2007
ગુરૂને પત્ર
આજે ભાદરવા વદ છઠ્ઠ [સાતમનું શ્રાદ્ધ]
આજનો સુવિચાર:- ચડતી અને પડતી એ ઈશ્વરના અતૂટ નિયમો છે, જેની ચડતી થાય છે તેની પડતી પણ અવશ્ય થવાની, પરંતુ જેની કદી ચડતી થઈ જ નથી તેની પડતી શું થવાની હતી ! — મૈથીલીશરણ ગુપ્ત
હેલ્થ ટીપ્સ:- પાલક અને ગાજર ઉકાળેલા પાણીને ફેંકી ન દેતા તે પાણીમાં મુલતાની માટી ભીંજવીને ચહેરા પર લગાડવાથી ત્વચાને વધુ પોષણ મળે છે.
ગુરૂને પત્ર

1 લી ઓક્ટોબર આવે એટલે માધવીબેન યાદ આવે. માધવી એ મારા મિત્ર. જોકે આ દિવસથી તેઓ અમારી વચ્ચે રહ્યાં નથી તેથી આ દિવસે ખૂબ યાદ આવે. માધવીબેન ખૂબ સાલસ સ્વભાવનાં હતાં. હંમેશા બધાને મદદ કરવા તૈયાર રહે. શિવજીમાં અપ્રતિમ આસ્થા.
અમારા ભજનનાં ગુરુએ 2001ની સાલમાં અધિક માસે 12 કલાકનાં અખંડ ભજન રાખ્યાં હતાં ત્યારે એમણે ગુરુને પત્ર લખ્યો હતો. તેને એમનાં જ શબ્દોમાં શ્રદ્ધાંજલી રૂપે અહીં રજુ કરું છુ .
તા. 28-9-2001
પૂ. ગુરૂજી,
આજે અધિકમાસની સુદ અગિયારસ છે. શુક્રવાર સવારથી 9 વાગ્યાના સંકલ્પ પ્રમાણે ભજનની સુરાવલી શરૂ થઈ છે. તમે અધિક માસમાં અધિક થાય એ ભાવનાથી આ બાર કલાકનું અખંડ ભજન ધૂનનું આયોજન કર્યું તે બરાબર સાર્થક થયું છે. રાત્રે 9 ને બદલે 9.30 થયા પરંતુ પરમકૃપાળુ ભગવાનની કૃપાથી સમય ક્યાં પસાર થયો તે ખબર જ ન પડી. એક મિનિટ પણ ભજન વગર રહી નથી. રજનીબેન મેસ્વાનીએ તેમનું ઘર આપ્યું પણ આ તો જાણે મંદિર બની ગયું.
અગિયારસ હતી અને અગિયાર રસથી પણ વધુ છપ્પન ભોગ જ હતાં અને અમે તો આખો દિવસ ભગવતકૃપાથી ભજનમાં રત થઈ ગયાં. જ્યારે ભગવાનને ધરાય તે પ્રસાદ બની જાય તેમ અમે બધાએ આ પ્રસાદનો આસ્વાદ મ્હાલ્યો. સાથે તુલસીજીની પ્રસાદી પણ મળી. ભગવાન પુરુષોત્તમને તુલસી અતિ વ્હાલા છે તે પ્રસાદી અમે તીજોરીમાં હંમેશની યાદ માટે રાખી છે.
રજનીબેન મેસ્વાનીએ જે વ્યવસ્થા કરી અને આયોજન કર્યું તે કદી વિસરાય નહી. પ્રથમ સંકલ્પ બહુ સરસ રીતે થયો. હવે વધુને વધુ સંકલ્પ પાર પડે એજ અમારી અભ્યર્થના છે.
સત્સંગ પણ ભગવતકૃપા વગર મળતો નથી. સત્સંગ વગર નિત્યાનિત્યનો વિવેક થતો નથી. વિવેક ન આવે ત્યાં સુધી વિરાગ થતો નથી. વિરાગ ન આવે ત્યાં સુધી ત્યાગ થતો નથી. ત્યાગ ન થાય ત્યાં સુધી સ્વામી કોણ થાય ? ગુરૂ જ રાહ બતાવે તો આ સત્સંગરૂપી ગંગામાં ડૂબકી મરાય અને નિરાકાર નિર્વિકલ્પ બની જવાય. જ્યાં પ્રેમ હશે ત્યાં સમર્પણ અચૂક હોય છે. સમર્પણ એ પ્રેમની શરત નથી. સમર્પણ એ પ્રેમનો સ્વભાવ છે. પ્રેમમાં શરત ન હોય અને શરત કરે તે પ્રેમ ન કરી શકે. દીવડો પ્રગટશે તો પ્રકાશ જ થવાનો જ્યાં પ્રેમની જ્યોતિ જલે ત્યાં સમર્પણનો પ્રકાશ અપોઆપ પ્રગટશે.
જીવનમાં સાચી મહત્વકાંક્ષા જ રાખવી જોઈએ. મારે ભજન તરફ જ વળવું છે તો આ સંકલ્પ દૃઢતાપૂર્વક હાથમાં લો. તો અવશ્ય સફળ થવાય છે. જીવનમાં ચોકસાઈનું મહત્વ પન નાનું નથી જ. ચોકસાઈ રાકહ્વાની ટેવથી નિયમિતતા જળવાય છે. મારે મારા ભજન હોય ત્યારે 1 કલાક સત્સંગ કરવો છે તો સત્સંગ જરૂર થશે. આપણે આપણા જીવનમાં 1 કલાક પ્રભુને અર્પણ કરીએ તો જીવન સાર્થક થઈ જાય.
રાત્રે સૂવા ગઈ પણ નિંદર જ વેરણ થઈ ગઈ. જાણે ભજન જ કરું છું અને એજ ભણકારા બીજે દિવસે પણ ચાલુ હતાં. અમારા ‘બરસાના’ ક્લાસ વતી આ પત્ર રજુ કરૂં છું.
લિ. માધવીનાં જય શ્રીકૃષ્ણ.
ૐ નમઃ શિવાય
3 comments October 1, 2007

