Archive for November, 2007

એક દિવસ તો આવ પ્રભાત !

                     કારતક વદ સાતમ

આજનો સુવિચાર:- આધ્યાત્મિક શક્તિ વધારવા સૌથી શ્રેષ્ટ સાધન ઉપવાસ છે. – ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- રોજ સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી.

માનસરોવરને કિનારે પ્રભાત

એક દિવસ તો આવ પ્રભાત !

એક દિવસ તો આવ પ્રભાત !
એક દિવસ તો ખૂટે રાત !

જુગ જુગ થી આવે જગ આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માંગું એક જ દિનને : વરસોથી જોઉં વાટ
  - એક દિવસ

વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર- મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે ગીત અને પમરાટ,
  - એક દિવસ

અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે જડિયું:
પારસ ઓ ! અડ એક વાર, ને પછી ન ચડશે કાટ
  - એક દિવસ

અણખીલી મુજ કમલકળી આ,
પડી રાતને હાથ;
આવ, આવ તું ખિલાવ એને : દેને પૂરણ ઘાટ
                                                  - એક દિવસ

                  — પ્રહલાદ પારેખ

                                           ૐ નમઃ શિવાય


7 comments November 30, 2007

અજમાવી જુઓ

                          કારતક વદ છઠ્ઠ [પૂ. ડોંગરે મહારાજની પૂણ્ય તિથી]

આજનો સુવિચાર:- કોઈને માટે પગથિયું ન બનીયે તો કાંઈ નહીં પરંતુ ખાડો તો કદાપિ ન બનીએ. તેમાં આપણી માણસાઈ છે.

હેલ્થ ટીપ્સ :- કોપરેલ અને લીમડાનું તેલ સરખા પ્રમાન ભેળવી હલકે હાથે વાળની માલિશ કરવાથી ખરત વાળ ખરતાં અટકી જશે.

                                               અજમાવી જુઓ

• આમળા વિટામિન ‘સી’ની ગરજ સારે છે.

• ટ્યૂબમાંથી કલર કાઢ્યા પછીટ્યૂબના મુખ પર થોડું મીણ લગાડવાથી બાકીનો કલર બહાર નહીં આવે.
• બચેલી ચાની સુકી કે ભીની ન હોય એ પત્તીથી ચિકણા વાસણ ઘસવાથી ચિકાશ દૂર થશે.

• શિયાળામાં કોપરેલ શીશીમાં જામી ન જાય તે માટે કોપરેલની શીશીમાં કેસ્ટર ઑઈલનાં થોડા ટીપા નાખવા.

• દૂધને ગરમ કરતી વખતે તેમાં એલચી દાણા નાખવા દૂધ બગડતું નથી.

• બિસ્કિટ બનાવતી વખતે મેંદાને કુણતી વખતે તલનાં તેલથી મસળવો. જેથી બિસ્કિટ કરકરા થશે.

• કાચા ટામેટાને કાંદા સાથે રાખવાથી જલ્દી પાકી જશે.

• શેકેલા પૌંઆનો ચેવડો બનાવવા પૌંઆમાં મીઠું,મરચુ અને હળદર અને તેલ નાખી શેકવા તો પૌંઆ સરળતાથી શેકાઈ જશે.

• ચોખાના લોટની ચકરી બનાવતી વખતે તેમાં મલાઈ કાંતો બટર નાખવાથીચકરી કરકરી બનશે.

• પનીર બનાવ્યા બાદ બચેલા પાણીથી લોટ બાંધવાથી તેનાં પોષક તત્વો જળવાઈ રહેશે.

• ઈંડુ જમીન પર ફૂટે તો તેની પર મીઠું ભભરાવી દેવાથી લાદી બરાબર સાફ થઈ જશે. મીઠું ઈંડુ ચૂસી નાખશે.

• પંખા – ટ્યુબલાઈટ પર થતી ચીકાશ દૂર કરવા કેરોસીનથી લૂછવા.

• દૂધમાંથી પનીર બનાવતી વખતે દૂધ ફાડતી વખતે લીંબુની જગ્યાએ દહીં ભેળવવું.

• ઘરેણા પરના ઘણા અણીદાર દાણા કપડા પરના દોરા ભરાઈ જાય છે. આ દાણાની અણી પર ક્લિયર નેઈલ પૉલિશ લગાડવાથી તેમાં કપડાના દોરા ભરાશે નહીં.

• ડિટર્જંટ પાઉડર અને ચપટી હળદર પાણીમાં નાખી ઉકાળી તેમાં ફક્ત 5 મિનિટ સોનાનાં આભૂષન મૂકી રાખી બ્રશથી ઘસી સાફ કરવાથી ઘરેણા નવા જેવા ચકચકિત થઈ જશે.

• સિલ્કની સાડીને ચમકદાર બનાવવા સાડી ધોયા બાદ તેના છેલ્લા પાણીમાં એક ચમચી ગ્લિસરીન નાખવું.

• ઘી બનાવતી વખતે તેમાં નાગરવેલનું એક પાન નાખવાથી ઘી લાંબ સમય સુધી સુગંધિત રહે છે.

• ચોખાને રાંધતી વખતે તેમાં ચપટી મીઠું નાખવાથી ભાત સફેદ અને ફૂલેલા બનશે.

• ફળને ફ્રિજમાં રાખવા કરતાં બહાર રાખવાથી તેનો સ્વાદ જળવાઈ રહેશે.

• બચેલી રોટલીને તળી સેવ મમરામાં મિક્સ કરી ખાવાથી ભેળનાં મિક્સરની ગરજ સારશે.

• નાળિયેરની કાચલીને ફ્રિઝરમાં રાખવાથી બગડતું નથી.

• મોંઢામાંથી કાંદાને દુર્ગંધ દૂર કરવા લીંબુનો રસ અને ગુલાબજળનાં મિશ્રણથી કોગળા કરવા.

• કાંદા કાપ્યાં પછી હાથમાં મીઠું રગડવાથી હાથમાંથી કાંદાની વાસ જતી રહેશે.

• બટાટાનાં સૂપમાં થોડું આદુ ઉમેરવાથી સૂપ સ્વાદિષ્ટ બનશે.

• બટાટાને કાપી મીઠાવાળા પાણીમાં રાખવાથી તેનાં વિટામિન જળવાઈ રહેશે.

• વાસી માખણમાંથી દુર્ગંધ દૂર કરવા માખણને થોડીવાર સુધી ખાવાના સોડાવાળા પાણીમાં રાખી મૂકો.

• એલચી ખાવાથી મુખની દુર્ગંધ દૂર થાય છે.

• બોરિક પાઉડરમાં થોડી સાકર અને પાણી ઉમેરી નાની નાની ગોળીઓ બનાવી વાંદા થતાં હોય તે સ્થાને રાખવાથી વાંદાનો ઉપદ્રવ દૂર થશે.

                                                      ૐ નમઃ શિવાય


2 comments November 29, 2007

જીવનું શિવ પ્રતિ પ્રયાણ [3]

                       કારતક વદ ત્રીજ [અંગારકી ચતુર્થી]

આજનો સુવિચાર:- પ્રાર્થના એટલે સર્વવ્યાપી પરમેશ્વરમાં લય પામવાની સતત અભિલાષા.

હેલ્થ ટીપ્સ :- કોપરેલ અને લીંબુનો રસ ભેળવીને શરીર પર માલિશ કરવાથી ખૂજલી,દાદર મટે છે.

4,444 પગથિયા ઉતરવાના અને પાછા ફરતી વખતે ચઢવાના  

યે પથ્થર ન ગિરતે તો ચઢાન ન હોતી
યે પાની ન બહતા તો ઢલાન ન હોતી
નેપાલસે જાતે તો જલ્દી પહૂંચતે
લેકિન કૈલાશ પર શિવજી ન મિલતે

કૃષ્ણકાંત રાજે [યાત્રી]

   પહાડ પરથી પડતો નાનો અમથો પથ્થર આપણને ઈજા પહોંચાડે છે. રસ્તામાં અમને આવી જ રીતે ઈજાગ્રસ્ત બહેન મળ્યાં હતાં કે જેમને મજબૂત પૉર્ટર ઊચકીને પાછો લઈ જતો હતો.

    લગભગ દરેક કેમ્પ પર પહોંચતા ‘રસના’ શરબતથી સ્વાગત થાય છે. ખરેખર ધન્ય છે અહીં પહાડી પૉર્ટરોને. ખૂબ માયળુ તેમજ આસ્થાવાળા. એમાં કૈલાશયાત્રીઓની તેઓ ખૂબ સેવા કરતા હોય છે. યાત્રીઓ જ્યારે પોતાને મળેલા સ્થાનમાં ગોઠવાય છે ત્યારે તેનો પૉર્ટર સામાન ગોઠવી દે છે. અને યાત્રીને તેજા શૂઝ કાઠવામાં મદદ કરે છે તેમજ ઘણીવારતો પગ પણ દબાવી આપતા હોય છે. ગરમ પાણી લાવી આપીને યાત્રીઓની સુવિધા વધારી આપે છે. આમ યાત્રીઓ ગરમ પાણીથી નાહીને પોતાનો થાક ઉતારે છે અને ત્યારબાદ ભોજન લઈને આરામ કરે છે. પોતાના કપડાં ધોઈને સૂકવી કાંતો બીજા યાત્રીઓ સાથે ગપશપ કાંતો પોતાની પાઠપૂજામાં રત રહેતા હોય છે.

     સ્ત્રી યાત્રીઓની રહેવા માટે અલગથી જુદો પરિસર આપવામાં આવે છે તેમજ પુરુષ યાત્રીઓને પણ. અમારી સાથે કાર્તિકેયન સાહેબ હોવાથી કપલ યાત્રીઓને સાથે રહેવાની સગવડ મળી હતી. સાંજના ભજન બાદ ભોજનનો કાર્યક્રમ કાયમ રહેલો. રાતના નવ વાગે નિદ્રાધીન થવું જ પડે નહીં તો જનરેટરથી ચાલતી બધી લાઈટો બંધ. બીજે દિવસે સવારે 5 વાગે લાઈટ ચાલુ થાય.

25 જુન છઠ્ઠો દિવસ:-

     યાત્રાનો આ છઠ્ઠાદિવસે ‘ગાલા’થી ‘માલપા’ સુધી પહોંચવાનું હતુ. તે માત્ર 11 કિ.મી. દૂર હતો. 1998માં થયેલી દુર્ઘટના બાદ આ કેમ્પ બંધ થઈ ગયો.છે. શરુઆતનો રસ્તો સરળ હોવાથી ‘જીપ્તી’ ગામ સુધી સહેલાઈથી પહોંચી ગયા. 1999થી આ રતો બદલાઈ જવાથી ધારચૂલાથી ‘માંગ્તી’ સુધી જીપમાં જવાનું હોય છે. માંગ્તીથી 2 કિ. મી.ના ચઢાણ બાદ ગાલા પહોંચવાનું હોય છે. એટલે ગાલાથી પહેલાનાં બધા કેમ્પ એટલે કે પાંગુ, સીરખા સ્કીપ કરવાનાં હોય છે. ત્યારબાદ ‘લખનપુર’ પહોંચવા સતત 4,444 પગથિયા નીચે ઉતરી ‘કાલી ગંગા’ના કિનારા સુધી પહોચી તેના અવિરત ધસમસતા પ્રવાહની સાથે સાથે ચાલતા આગળ વધ્યા.

       ડાબી બાજુ પર્વતની અડીખમ દિવાલ અને જમણી બાજુ કાલી ગાંગાનો ધસમસતો પ્રવાહ. આ પ્રવાહની સામે જોવાની હિંમત જ ચાલે. યાત્રાની શરુઆતમાંજ યાત્રીઓને સૂચના આપવામાં આવે છે કે પહાડ પર ચઢતા કે ઉતરતા પાણીનાં પ્રવાહની સામે જોવું નહીં. નહીં તો ચક્કર આવશે. પહાડ પર ચઢતા હંમેશા પગ તરફ જોવું. નતો પહાડને જોવો કે નદીનાં વહેણને. બંને રીતે ચક્કર આવવાનો ચાંસ. ઉપર જોઈયે તો એવું લાગે કે રસ્તો આગળ વધતો નથી તેથી પહાડ ચઢતી વખતે હંમેશા પગ તરફ ધ્યાન દેવું જેથી આગલું પગલું ક્યાં મૂકવું તેનો ખ્યાલ રહે. બીજી ચેતવણી એ મળી હતી કે રસ્તે આવતા એક પણ ઝરણાને કૂદાવવાનો પ્રયત્ન ન કરવો. નહીં પહાડ પરથી નીચે પડી જવાનો ભય રહે છે. આવું એક વખત બન્યું હતું. એક વખત એક મીલીટરીના કપ્તાનને પોતાની આવડત પર ખૂબ ગર્વ હતો અને આવા જ એક નાના ઝરણાને કૂદાવી આગળ વધવા માંગતો હતો. પણ કુદરત અને નસીબ આગળ સહુને ઝૂકવું જ પડે છે. આ કપ્તાને કૂદકો તો માર્યો અને તે પોતાનું બેલેંસ ગુમાવી બેઠો. અને પહાડ પરથી નીચે પડી ગયો અને કાલીગંગામાં સમાધિ પ્રાપ્ત થઈ.

       નાના મોટા ઝરણા અને પહાડ પરથી ધોધની નીચેથી પસાર થતાં અમે ‘માલ્પા’ના કેમ્પ પહોંચ્યા. આ કેમ્પની લગભગ અડોઅડ કાલી ગંગા પસાર થાય છે. તેનો પ્રવાહ એટલો ધસમસતો છે કે તેનો ‘નાદ’ કેટલાય વખત સુધી કાનમાં ગુંજ્યા કર્યો. અહીં રસ્તામાં છત્રી આકારના પહાડ પરથી પરથી પાણીનો ધોધ પડે છે, જે ‘છાતા ફોલ’ તરીકે જાણીતો છે, તે આવે છે. ત્યારબાદ એજ નિત્યકર્મ પતાવી બીજા દિવસની તૈયારીની શરુઆત કરી.

26મી જુન સાતમો દિવસ:-

    8,845 ફૂટ્ની ઊંચાઈ આવેલો ‘બુધિ કેમ્પ, આરસ્તાનો સૌથી સુંદર કેમ્પ છે. કુદરતે મન મૂકી અહીં સૌંદર્ય વેર્યું છે. માલ્પાથી 9 કિ.મી. દૂર આવેલા આ કેમ્પ પર પહોંચતા રસ્તામાં સુંદર રંગબેરંગી ફૂલોની ચાદરમાંથી પસાર થવું પડે છે. પ્રવાસનાં થાકને ભૂલી મન ભરીને સૌંદર્ય મ્હાલતાં મ્હાલતાં અમે બુધિ કેમ્પ પર પહોંચ્યા. આખા રસ્તે ૐ નમઃ શિવાય નો જાપ રટતા હતા. સતત વરસાદ સખ ઠંડીને કારણે ફરજીયાત મંકી કેપ , સ્વેટર પહેરવી પડી. સૂરજનો કૂણો તડકો મીઠો લાગતો હતો. પણ સાંજના અચાનક વરસાદ ચાલુ થયો અને સતત આખી રાત ચાલુ રહ્યો.

     કેમ્પ એટલે કે એક મોટા હૉલમાં મોટા પથ્થરનો પલંગ એની ઉપર દરેકને માટે અલગ અલગ પથારી અને માથા પાસે બે શેલ્ફ જેમાં દરેક પોતાની નાની નાની વસ્તુઓ મૂકી શકે. સાથે એક ઓશિકું અને એક ગરમ ધાબળો આપવામાં આવે છે. હું હંમેશા છેડે સુવા પસંદ કરું. આ દિવસે મારી આ પસંદગી ભારે પડી. છત પરથી ટપકતા પાણીએ મને આખી રાતનો ઉજાગરો આપ્યો. સવારના 6 વાગે ચા નાસ્તાને ન્યાય આપી આગળ વધવાનું હતું.

27 જુન આઠમો દિવસ :-

    બુધિ કેમ્પથી 17 કિ.મી. દૂર આવેલા ‘ગુંજી’ સુધીના આજના પ્રવાસમાં શરુઆતનો 6 કિ.મી.નો રસ્તો કપરા ચઢાણવાળો હતો. ત્યારબાદનો 9 કિ.મી. નો રસ્તો સરળ હતો પણ રસ્તો ખૂબ લાંબો લાગતો જાણે ખૂટે જ નહીં. ગમે ત્યારે જોરદાર પવન ફૂંકાય. ચઢાણ પૂરું થયે ‘સિયાલેખ’નાં રંગબેરંગી ફૂલોનાં મેદાનમાં આવ્યાં. અહીંથી ‘વ્યાસક્ષેત્ર’ ચાલુ થાય છે.

    રસ્તામાં ‘ગર્બ્યાંગ’ નામનું ગામ આવે છે. ઈ.સ. 1956 પહેલા આગામ ખૂબ સમૃદ્ધ ગણાતું હતું પણ 1956માં થયેલા ધરતીકંપે આ ગામને પાયમાલ કરી મૂક્યું. ચીકણી માટી પર વસેલું આ ગામ ધીરે ધીરે ગરકતું જાય છે. તેનાં મકાનો વચ્ચેથી બેસી પડ્યાં છે. અહીંથી ગુંજી કેમ્પ સુધી સહેલાઈથી પહોંચી ગયા. આ રસ્તાની ભારતની છેલ્લી ‘ State Bank of India’ આવેલી છે. તેમ જ છેલ્લી પૉસ્ટ ઑફિસ આવેલી છે. અહીંથી આગળ Indian Tibet Border આવેલી છે તેથી આગળ કોઈ બૅંક નથી કે પોસ્ટ ઑફિસ નથી. અહીં અમને મોટા ગોળાકાર ફાઈબર શીટનાં તંબુમાં રાખ્યા હતાં.

       રસ્તામાં ઘોડા પર મને અને મેઘનાને ખૂબ ઉંઘ આવતી તો અમે બંને બચુકાકાને બૂમ પાડી કહેતા કાકા પ્લીસ, કોઈ ભજન ગાઓ તો અમને ઉંઘ ન આવે. એટલે કાકા ખૂશી ખૂશી અમારો સાથ આપી ભજન ગાવાનું ચાલું કરી દે અને અમે તેમનો સાથ દઈ અમારી નીંદર ઊડાવીએ. મને તો હજી પણ ઘોડા પર સવારી કરતા કરતા નીંદર આવે છે.
Strange. ખરું ને?

      અહીં કાલી ગંગાનો પ્રવાહ શાંત છે આગળ તેનું મૂળ આવેલું છે. અહીં કુટ્ટી અને કાલી ગંગાનો સંગમ થાય છે. ગુંજી ગામ આ સંગમ નજીક વસેલું છે. અહીંથી અન્નપૂર્ણાની પર્વતમાળા દેખાય છે. ગુંજીથી બે રસ્તા ફંટાય છે . એક રસ્તો ‘આદિ કૈલાસ’ તરફ જાય છે. રસ્તામાંથી જો હવામાન ચોખ્ખું હોય તો આદિકૈલાસનાં દર્શન થાય છે. અને બીજો રસ્તો કાલાપાની તરફ જાય છે. જોકે અમારે તો કાલાપાનીનો રસ્તો પકડવાનો હતો. પણ આદિકૈલાસ વિષે થોડું જાણીયે.

આદિકાળથી પાંચ કૈલાસ ગણાય છે.

1] તિબેટમાં આવેલો કૈલાસ જેની આપણે આ કઠિન યાત્રા કરીયે છીએ.

2] આદિકૈલાસ જ્યાં ગુંજી થઈ ને જવાય છે.

3] મણિ મહેશ

4] કિન્નર કૈલાસ

5] શ્રીખંડ કૈલાસ

            આદિકૈલાસ ગુંજી થઈ જવાય છે. રસ્તામાં ‘કુટ્ટી’ નામે ગામ આવે છે જે કુંતીના નામ પરથી અપભ્રંશ થયેલું મનાય છે. અહીં પાંચ પર્વતની હારમાળા હોવાથી આ સ્થળ ‘પાંડવતીર્થ’ તરીકે ઓળખાય છે. ગુંજીથી 30 કિ.મી. દૂર આવેલ ‘આદિ કૈલાસ’ અથવા ‘છોટા કૈલાસ’ અને ‘પાર્વતી સરોવર’ તિબેટમાં સ્થિત ‘કૈલાસ’ અને ‘ગૌરી કુંડ’ની પ્રતિકૃતી છે. આદિ કૈલાસની પરિક્રમા ખૂબ નજદિકથી થાય છે. આદિકૈલાસ પ્રકૃતિની ચરમસીમાએ પહોંચેલું સ્થળ છે. 17,000 ફૂટની ઊંચાઈએ આવેલું પાર્વતી સરોવર બારેમાસ થીજેલું રહે છે જેની પરિક્રમા પૂરી કરતા ત્રણ થી ચાર કલાક લાગે છે. જ્યારે આદિકૈલાસ અને પાર્વતી સરોવરની પરિક્રમા પૂરી કરતાં ત્રણ દિવસ લાગે છે. આ પરિક્રમા કરવા પાસપૉર્ટ કે ડૉક્ટરી તપાસના સર્ટિફિકેટની જરૂરત નથી પડતી.

     ગુંજીમાં ફરીથી મૅડિકલ ચેકઅપ થાય છે. અને જો એમાંથી જો તમે પસાર થાઓ તો જ આગળ વધવા મળે છે નહીં તો અહીંથી પાછા ફરવું પડે છે. અહીંથી સાથે આવેલાં ડૉક્ટરો, વાયરલેસમેન તથા રક્ષકપોલિસો પાછા ફરે છે. અહીંથી પાસપોર્ટ ધરાવતા અમારા ઘોડાવાળા તેમજ પૉર્ટરો અને ઈંડિયન તિબેટિયન બૉર્ડર પોલિસ [I.T.B.P.] નાં જવાનો અમારી સાથે જોડાય છે જે અમારી સાથે ‘લિપુલેખ પાસ’ સુધી સાથે રહે છે.

28મી જુન નવમો દિવસ

    કાલાપાની મિલિટરીના જવાનો માટે એક સજારૂપ જગ્યા માનવામાં આવે છે. અહીં ફક્ત જવાનો જ રહે છે. અહીં કોઈ ગામ નથી કે ગામવાસી નથી રહેતા કે અહીંથી કોઈજાતનાં વેપાર કે વહેવાર થતાં નથી. [no man’s land ] જેવી જગ્યા છે. વર્ષના ચાર મહિના યાત્રી સિવાય અહીં કોઈને આવવા દેવાતા નથી.

     ગુંજીથી કાલાપાની 10 કિ.મી. દૂર આવેલું છે.રસ્તામાં I.T.B.P. ના જવાનો આગળ પાછળ થતાં દરેક યાત્રીઓને કલાકે કલાકે ભેગા કરીને આરામ કરાવી આગળ વધવાનો આદેશ આપે છે. અહીં જવાનો ઉમળકાભેર યાત્રીઓનું સ્વાગત કરે છે. અહીં રસ્તામાં ‘વ્યાસ ગુફા’ આવે છે. કહેવાય છે કે વ્યાસજીએ અહીં બિરાજમાન થઈ મહાભારતની રચના કરી હતી. કેમ્પથી 1 કિ.મી. પહેલા ગરમ પાણીનો ઝરો આવે છે જ્યાં યાત્રીઓ તેમજ જવાનોએ ન્હાવાનો આનંદ લૂટ્યો. અહીં કાલીગંગાનું ઉદભવ સ્થાન છે તે ઉપર અહીંના જવાનોએ કાલીમાતાનું મંદિર બાંધ્યું છે. ખૂબ ભક્તિ કરે છે આ જવાનો. સાંજના મંદિરમાં તેમના ભજનમાં અમે જોડાયા. ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું. વધારાની રકમ અને વધારાનો સામાન જમા કરાવવો પડે છે. અહીં પાસપોર્ટનું એંડોર્સમેંટ કરાવવું પડે છે તેમ જ કસ્ટમ અને ઈમીગીશન ફરીથી કરાવવા પડે છે.

     2000 સાલમાં કરેલી યાત્રા યાદ આવી. અહીં અમને મુંબઈ સ્થિત પ્રેરણાબેન ગાંધી મળ્યા. તેમના પતિને કૈલાસ યાત્રા કરવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ કેંસરને કારણે કરી ન શક્યા. તેમની ઈચ્છા પૂર્ણ કરવા પોતાનો બીસનેસ થોડો વખત બંધ રાખી ઉઘાડા પગે યાત્રા કરે છે. આ પહેલા પણ એક વખત તેમની મુલાકાત થઈ હતી. 1996ની યાત્રા બાદ પાલનપુરવાળા સ્વામી કલ્યાણજીગીરીએ કૈલાસ યાત્રીઓનો સન્માન સમારોહ આયોજ્યો હતો. હું ભજન ગાવામાં તલ્લીન અને પ્રેરણાબેન નૃત્ય કરવામાં તલ્લીન. નતો એમને ખબર કે મને કે કોણ કોને તાલે નાચતું કે ગાતું’તું. થોડીવાર પછી અમે બંનેને ભાન આવ્યું. અને એકબીજાની ઓળખાણ થઈ અને એકબીજાને અભિવાદન કર્યું.

29મી જુન દિવસ દસમો

     પર્વતનું મૂળ નામ ‘ન્યા-વિહંગ’ પણ અપભ્રંશ થતા આ પર્વત ‘નબીડાંગ’ના નામે ઓળખાય છે. કાલાપાની 9 કિ.મી. દૂર આવેલા આ પર્વતનાં કેમ્પ પરથી ૐ પર્વતનાં દર્શન થાય છે. ૐ પર્વત એટલે આ પર્વત પર ૐ આકાર કાયમ બરફથી છવાયેલો રહે છે. ૐની આજુબાજુ અને આજુબાજુના પર્વત પર કાયમી બરફ નથી રહેતો. ભારતીય સરહદનો આ છેલ્લો કેમ્પ 13.800 ફૂતની ઊંચાઈએ આવેલો છે. અહીંથી હરિયાળી કે ઊંચી ઊંચી વનસ્પતિઓ દેખાવવાની બંધ થાય છે. જાણે સમાધિમાં બેઠેલા ‘વાલ્મિકી’ ઋષિ જેવા મટોડિયા કોરાધાક જેવા પહાડો નજર આવે. પણ જો જો એમ ન સમજતાં કે કુદરત અહીં જરાયે નથી. અહીંનો સુર્યોદય મ્હાલવા જેવો છે. સૂર્યનું પહેલું કિરણ પહાડો પર જ્યારે ફેલાય છે ત્યારે તેની લાલિમા અંતરને પ્રફુલ્લિત કરે દે છે. ચોમેર સોનેરી આભા ફેલાય છે.

     અમે ખૂબ રાહ જોઈ કે અમને ૐ પર્વતનાં દર્શન થાય પણ વાદળોને એ મંજૂર ન હતું ખસવાનું નામ જ ન દે. 13,800 ફૂટની ઊંચાઈ પર રહીને આપણા જવાનો સરહદની રક્ષા કરતા જોઈ તેમને સલામી આપવાનું મન થઈ જાય છે જેમને કારણે આપણે શહેરોમાં સુખશાંતીથી રહી શકીએ છીએ. તેઓને શત શત પ્રણામ. અહીં વપરાયેલા ફોટાના રોલ જમા કરાવવા પડે છે જે પાછા વળતા મળી જાય છે.

અહીંથી જેમ જેમ ઊપર ચઢતા જઈએ તેમ તેમ ઠંડી વધતી જાય છે તેથી સ્વેટર અને મંકી ટોપી પહેરી રાખવી પડે છે.
અહીં યાત્રાનો પ્રથમ તબક્કો પૂર્ણ થાય છે.

                                  ૐ નમઃ શિવાય


4 comments November 27, 2007

જબ V met

આજે કારતક સુદ પૂનમ [ત્રિપુરારી પૂનમ, નાનક જયંતી]

આજે તો સુવિચાર તો આપે અમને આપવાનો છે.

આજે હેલ્થટીપ્સ પણ આપે અમને આપવાની છે

કારણ

જબ V met


| View Show | Create Your Own 

40 વર્ષ પહેલા

    અમે મળ્યાં. એ જમાનામાં લવ મેરેજનો વિચાર મુશ્કેલ ન હતો પણ વડીલોને સ્વીકારવાનું અઘરૂં હતું. પણ પછી એક સમય એવો આવ્યો કે વડીલો તૈયાર થઈ ગયાં અને પરિણામે 24/11/1968માં લગ્ન થઈ ગયાં.

જબ V met

1971માં કવનનો જન્મ થયો. અને અમે ખૂશખૂશાલ અને કુટુંબનું પણ પ્રથમ પુષ્પ. એટલે ચોમેર આનંદ ઉલ્હાસનું વાતાવરણ. ત્યાર બાદ 1974માં તપનનો જન્મ. બંને ભાઈઓ વચ્ચે ખૂબ તાલમેલ. બંને સાથે સાથે મોટા થયાં

જબ V met

25મો લગ્ન દિવસ પણ ધામધૂમથી ઉજવાયો. 1993માં કવન ઑસ્ટ્રેલિયા વધુ ભણતર માટે ગયો. 1996માં કવન ને બીનાનાં લવમેરેજ થયાં. આટલા વર્ષ પછી લવમેરેજનું વિરોધ વગરનું લગ્ન.

જબ V met

1997માં તપન પણ અમેરિકા વધુ અભ્યાસ માટે રવાના થયો. 1999માં તપન અને શીતલનાં લવમેરેજ થયાં. આમ અમારા લવમેરેજની પ્રથા મારા બાળકોમાં કાયમ રહી. ત્યારબાદ તો કુટુંબની વૃદ્ધિ.

જબ V met

કવન,બીના, પૂજા, જીષા

તપન,શીતલ,ઈશ,રીચા.

અમારા સૌ વતી સહુને

                                              ૐ નમ: શિવાય


16 comments November 24, 2007

આજનો SMS

આજે કારતક સુદ બારસ [તેરસનો ક્ષય]

આજનો સુવિચાર:- સમાજને સુશિક્ષિત, નીડર,ચારિત્ર્યવાન                અને  સ્વાવલંબી નારીઓની જરૂરત છે જે સમાજ માટે પ્રેરણારૂપ બની શકે. — મનુમહારાજ

હેલ્થ ટીપ્સ:- આંબાના સૂકાફૂલોનું ચૂર્ણ ગમે તેવો જુનો મરડો મટાડે છે.

આજનો SMS

યે દુનિયા એક બગીચા હૈ
જિસમેં હમ એક ફૂલ હૈ
ઔર આપ ભી એક ફૂલ હૈ
ફર્ક સિર્ફ ઈતના હૈ કી
હમ હિંદીમેં ‘ફૂલ’ હૈ
ઔર આપ ઈંગ્લિશમેં ‘ફૂલ’ હૈ

ૐ નમઃ શિવાય


3 comments November 22, 2007

દેવ ઊઠી અગિયારસ

કારતક સુદ એકાદશી [દેવ ઊઠી એકાદશી, પ્રબોધિની એકાદશી]

આજનો સુવિચાર:- દુનિયામાં સતત દુખઃને યાદ અપાવનાર મોજુદ હોય છે, તેથી પરિવારની છેલ્લી વ્યક્તિ જીવે ત્યાં સુધી વેરભાવના ટકી રહે છે. — મહાભારત

હેલ્થ ટીપ્સ :- રાત્રે મીઠાની કાંકરી મોંમા મૂકી રાખવાથી ઉધરસ ઓછી આવશે.

આજથી પાંચ દિવસ સુધી દેવદિવાળીનું પર્વ ગણાય છે. આજે તુલસી વિવાહનો ઉત્સવ મનાવાય છે.
આજથી પાંચ દિવસ સુધી ભીષ્મપિતામહે બાણશૈયા પર સૂતા સૂતા રાજધર્મ, વર્ણધર્મ, દાનધર્મ અને મોક્ષધર્મનો મહત્વપૂર્ણ ઉપદેશ આપ્યો હતો. આથી આજથી પાંચ દિવસ ‘ભીષ્મ પંચક’ તરીકે ઓળખાય છે.

ભજન

હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની

રેતીએ પ્રેમની લાવી હું તોલાવી સ્નેહની ઈંટો
રેડી મેં લાગણીઓને ચણાવી છે ભાવની ઈંટો
દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ગામની
ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની

માનવતણાં ફળીયે મેં બોલાવ્યા મેં દેવોને
સતસંગને અપનાવીને છોડીને કુટેવોને
હૃદયમાં કંડારી દઉં મુરત શ્રીનાથની
ધજાઓઅ ફરકાવી દઉં હરિ તારા ધામની

કવિ:- ?

                                       ૐ નમઃ શિવાય


2 comments November 21, 2007

આરતી

                  કારતક સુદ દસમ

આજનો સુવિચાર:- અંદર, બહાર, અણુ પરમાણુમાં,સર્વ જગ્યાએ, સર્વ કાળે જગદીશની હાજરીનો અનુભવ કરતા રહેવાથી પાપ કરવાનો કે અસ્વસ્થ થવાનો પ્રસંગ જ નથી આવતો. પ્રભુ સર્વ વ્યાપી છે.

હેલ્થ ટીપ્સ :- તુલસીનાં પાનને દહીં કે છાશ સાથે લેવાથી ઍસિડિટી મટે છે.

 

                                 આરતી

જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા
મોહન મોરલીવાળા [2] ગોપીના પ્યારા
- ૐ જય કાના કાળા

કામણગારા કાના, કામણ બાહુ કીધાં – પ્રભુ [2]
માખણ ચોરી મોહન [2] ચિત્ત ચોરી લીધા
- ૐ જય કાના કાળા

નંદ યશોદા ઘેર, વૈંકુંઠ ઉતારી –પ્રભુ [2]
કાલીય મર્દન કીધાં [2] ગાયોને ચારી
- ૐ જય કાના કાળા

ગુણ તણો તુજ પાર, કેમે નહીં આવે – પ્રભુ [2]
નેતિ વેદ પુકારે [2] પુનિત શું ગાવે ?
- ૐ જય કાના કાળા

                    આરતી

આનંદ મંગળ કરૂં હું આરતી હરિ
ગુરુ સંતની સેવા - [2]

પ્રેમ ધરીને મારે મંદિરીયે પધારો [2]
સુંદર સુખડા દેવા – વ્હાલા – [2]
– આનંદ મંગળ

મારે આંગણિયે તુલસીનો ક્યારો [2]
શાલિગ્રામની સેવા — વ્હાલા – [2]
આનંદ મંગળ

સકળ તીરથ મારા ગુરુજીને ચરણે—[2]
ગંગા જમુના રેવા – વ્હાલા—[2]
– આનંદ મંગળ

સંત મળે તો મહાસુખ થાયે –[2]
ગુરુજી મળે તો મેવા –વ્હાલા—[2]
આનંદ મંગળ

અધમ ઉધ્ધારણ ત્રિભુવન તારણ – [2]
આવો દરશન દેવા – વ્હાલા – [2]
– આનંદ મંગળ

સનકાદિક પ્રભુ બ્રહ્માદિક પ્રભુ –[2]
નારદ શારદ જેવા – વ્હાલા – [2]
આનંદ મંગળ

કહે પ્રીતમ ઓળખો એ ધણીને – [2]
હરિનાં જન હરિ જેવા – વ્હાલા – [2]
– આનંદ મંગળ

                                       ૐ નમઃ શિવાય


4 comments November 20, 2007

કૈલાસયાત્રીઓને સંબોધતા પૂ. સ્વામીજી તદ્રુપાનંદજી

                               કારતક સુદ નોમ

આજનો સુવિચાર:- અંધારામાં રસ્તો બનાવવો મુશ્કિલ છે.
                                તોફાનમાં દીવો પ્રગટાવવો મુશ્કિલ છે
                                કોઈની સાથે દોસ્તી કરવી મુશ્કિલ નથી
                               પરંતુ દોસ્તીને ટકાવવી મુશ્કિલ છે.

હેલ્થ ટીપ્સ :- જીરાનું ચૂર્ણ ખાવાથી આંખોની ગરમી દૂર થાય છે.

પૂ. સ્વામીજી તદ્રુપાનંદજી કૈલાશયાત્રીઓને સંબોધતા કહે છે કે………..

યાત્રા દરમિયાન આવતા હિમાલયના રસ્તા.

                                                         ૐ નમઃ શિવાય


3 comments November 19, 2007

રંગોળી

              આજે કારતક સુદ સાતમ [જલારામ જયંતી]

  આજનો સુવિચાર:- જીવન સામાન્ય જ્ઞાન નથી, પણ સામાન્ય સમજથી જીવવાનું હોય છે. આપત્તિનો સામનો જેમ સામાન્ય સમજ એટલે કે કોઠાસૂઝ કામ લાગે છે તેમ જીવનમાં સામાન્ય જ્ઞાન જરૂરી છે.   

હેલ્થ ટીપ્સ :- શિયાળામાં કૌંચાપાક બળવર્ધક છે.       

આજે સૂર્ય છઠ્ઠનો અંત અર્ઘ્ય આપીને પૂર્ણ થાય છે. ઉત્તરભારતમાં આ છઠ્ઠનું ખૂબ મહત્વ છે. આજથી ચોખાના પાકની લણણી શરૂ થાય છે. અને શેરડીનાં તાજા રસથી નવો ગોળ બનાવવાની શરૂઆત થાય છે. સૂર્યને અર્ઘ્ય આપી આની શરૂઆત થાય છે.        

      કારતક સુદ સાતમના દિવસે લોકસંત જલારામ બાપાનો વીરપુર ખાતે જન્મ થયો હતો. સંસારી હતાં છતાં સંસારથી અળગા હતા. તેમને આંગણે આવતા કોઈપણ અતિથિને રામ સ્વરૂપ માનીને રોટલા પાણીની વ્યવસ્થા કરતા. એમના રોમ રોમમાં સાધુ-ભક્તિ અને પ્રાણી-ભક્તિ વસી હતી. સર્વત્ર સર્વમાં પ્રભુનાં દર્શન કરનારા જલારામબાપાને સાધુઓ યોગીઓ પ્રણામ કરતા. 23-2-1881માં 82 વર્ષની ઉંમરે નિર્વાણ પામ્યા. 

                         આજે લાલા લજપત રાયની પુણ્યતિથિ. 

નાનપણથી જ મને રંગોળીનો શોખ. મારી મોટી બહેનો પાસેથી શીખી હતી. સાસુએ મારા એ શોખને ખૂબ શોખથી ઉત્સાહિત કરી હતી. હવે તો જ્ગ્યાના અભાવે રંગોળી પૂરી નથી શકતી. નમૂનારૂપે થોડા ફોટાઓ રજુ કરુ છુ. 


| View Show | Create Your Own

 

 

 

 

                           

 

                            ૐ   નમઃ   શિવાય


6 comments November 17, 2007

તો મેળવો તમારા સાચા જવાબો

                               કારતક સુદ છઠ

આજનો સુવિચાર:- હાસ્ય એ ફૂલ જેવું છે પરંતુ જેમ સુગંધ વિનાનું ફૂલ કોઈ પસંદ નથી કરતું તેમ લુખ્ખું હાસ્ય કોઈને પસંદ નથી કરતું. હાસ્યમાં એક પ્રકારની સૌરભ હોવી જોઈએ. ક્યારેક નિર્ભેળ હાસ્ય પણ દવાનું કામ કરે છે. — ઈશ્વર પેટલીકર

હેલ્થ ટીપ્સ :- અઠવાડિયામાં એક વખત 15 થી 20 મિનિટ ધ્યાનમાં બેસો. પોતાના મનનાં વિચારોને પારખો. આપણી અડધી ઉપાધિ માનસિક હોય છે. તેનો રામબાણ ઈલાજ ધ્યાન છે.

        આજે નિગ્રો નાગરિકોના અધિકારો માટેની લડતના અહિંસક આગેવાન, શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ મેળવનાર માર્ટિન લ્યુથર કિંગનો જન્મદિવસ 17-11-1929. પોતે ધર્મગુરૂ હતા. પિતા પાદરી હતા. ‘LOVE YOUR ENEMIES’ એ એમનું જીવન સૂત્ર હતું. નીગ્રો મહિલાને ચાલુ બસમાંથી ઉતારી દેવાને કારણે તેમણે 382 દિવસનો બસનો બોયકોટ કર્યો હતો. નોબેલ પ્રાઈઝ સ્વીકારતા તેમણે કહ્યું હતું કે,’હું નિગ્રો લોકોના વર્ણદ્વેષથી થતા અન્યાયનો અંત લાવવા મથું છું. દલિત પીડિત નાગરિકોના હક્ક માટે આ પારિતોષક સ્વીકારું છું.’

તો મેળવો તમારા સાચા જવાબ

1] પાંડવો બાર વર્ષના વનવાસ અને તેરમા વર્ષના અજ્ઞાતવાસ બાદ ક્યારે હસ્તિનાપુર પધાર્યા?

દિવાળીને દિવસે

2] રામનો રાજ્યાભિષેક ક્યારે થયો?

  દિવાળીને દિવસે


3] મહાવીર સ્વામી ક્યારે નિર્વાણ પામ્યા?

  દિવાળીને દિવસે

4] કાળી ચૌદસના દિવસે કોની પૂજા કરવામાં આવે છે?

  હનુમાનની

5] આસો વદ અગિયારસને કઈ અગિયારસ કહે છે?

  રમા એકાદશી

6] દિવાળીના દિવસે કોનું પૂજન કરવામાં આવે છે?

  શારદાનું પૂજન થાય છે.

7] કાળીચૌદસને કઈ ચતુર્દશી કહેવાય છે?

નરક ચતુદર્શી

8] મીઠાને સબરસની ઉપમા કોણે આપી?

  શ્રી કૃષ્ણે

9] ભાઈબીજના દિવસે કયા રાજા યમુનાજીને ઘરે જમવા આવ્યાં હતા?

  યમરાજા

10] વેપારીઓ નવા વર્ષના ચોપડા કયા નક્ષત્રમાં ખરીદે છે?

  પુષ્ય નક્ષત્ર

11] ધનતેરસના દિવસે કોની જયંતી મનાવવાય છે?

  ધનવંતરિની જયંતી મનાવાય છે.

12] નૂતનવર્ષના દિવસે કોની પૂજા થાય છે?

  ગોવર્ધન પૂજા

                                        ૐ નમઃ શિવાય


4 comments November 16, 2007

Previous Posts


વિભાગો

Recent Comments

himalek32 on થોડું શોધવ…
Kartik Mistry on થોડું શોધવ…
Kartik Mistry on થોડું મગજ ક…
Harsukh Thanki on ઈલકાબો વિષ…
અનિમેષ … on થોડું મગજ ક…

Recent Posts

Archives

Calendar

November 2007
M T W T F S S
« Oct   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links