એક દિવસ તો આવ પ્રભાત !

November 30, 2007

                     કારતક વદ સાતમ

આજનો સુવિચાર:- આધ્યાત્મિક શક્તિ વધારવા સૌથી શ્રેષ્ટ સાધન ઉપવાસ છે. – ગાંધીજી

હેલ્થ ટીપ્સ:- રોજ સવારે તુલસીના પાન સાથે બે કાળા મરી ચાવી જવાથી કફ થતો નથી.

માનસરોવરને કિનારે પ્રભાત

એક દિવસ તો આવ પ્રભાત !

એક દિવસ તો આવ પ્રભાત !
એક દિવસ તો ખૂટે રાત !

જુગ જુગ થી આવે જગ આરે,
કિરણોને તારાં વિસ્તારે;
હું તો માંગું એક જ દિનને : વરસોથી જોઉં વાટ
  – એક દિવસ

વિહંગગણ ને મારાં ફૂલ
પડી રહ્યાં નીંદર- મશગૂલ;
જગાડ તેને, ભર મન મારે ગીત અને પમરાટ,
  – એક દિવસ

અંધકારનું લોહ છે પડિયું,
જન્મ થકી જાણે જડિયું:
પારસ ઓ ! અડ એક વાર, ને પછી ન ચડશે કાટ
  – એક દિવસ

અણખીલી મુજ કમલકળી આ,
પડી રાતને હાથ;
આવ, આવ તું ખિલાવ એને : દેને પૂરણ ઘાટ
                                                  – એક દિવસ

                  — પ્રહલાદ પારેખ

                                           ૐ નમઃ શિવાય

Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .

7 Comments Add your own

  • 1. ઊર્મિ  |  November 30, 2007 at 7:09 pm

    very nice kaavya…. વિહંગણગણ etle?

    Reply
  • 2. ઊર્મિ  |  November 30, 2007 at 9:55 pm

    hmm… વિહંગગણ make more sense now…. thanks aunty! :-)

    Reply
  • 3. manvant  |  December 1, 2007 at 3:01 am

    vihang=pakshi
    vihang gana=pakshionu tolu.
    i liked the picture more than the poetry.
    Aabhaar bahena !

    Reply
  • 4. chetu  |  December 1, 2007 at 5:14 am

    saras rachna..!..photo pan saras chhe..

    Reply
  • 5. હરીશ દવે  |  December 1, 2007 at 6:53 am

    સુંદર કાવ્ય રચના . અંતરના તાર ઝણઝણાવે તેવી રચના.

    … હરીશ દવે અમદાવાદ

    Reply
  • 6. વિશ્વદીપ &hellip  |  December 1, 2007 at 9:24 am

    પ્રહલાદ પારેખની સુંદર રચના વાંચવાની-માણવાની મજા આવી ગઈ.

    Reply
  • 7. nilam doshi  |  December 1, 2007 at 1:43 pm

    એક દિવસ રાત ખૂટશે જ…એ અખંડ શ્રધ્ધા રાખવે જ રહી.

    પારસ અડે તો પછી વાર જ કયાં છે ?કથીરને કંચન થતા…

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

પંચમ શુક્લ on વ્યહવાર છે
Vital Patel on વ્યહવાર છે
nandani on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on ઓસડિયા

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2007
M T W T F S S
« Oct   Dec »
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters