આંસુ વહ્યા કરે
January 3, 2008
આજે માગશર વદ દસમ
આજનો સુવિચાર:- કોઈનો સ્નેહ ક્યારે ય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. — હરીંદ્ર દવે
હેલ્થ ટીપ્સ:- વધું પડતું નહાવાનું ગરમ પાણી ત્વચાનો ભેજ સૂકવી નાખે છે. નહાવાના પાણીમાં બે ટીપા મધ નાખવાથી ત્વચા કોમળ રહે છે.
આંસુ વહ્યા કરે
આવું બધું તો થયા કરે,
લાગણીઓને ધક્કો પહોંચેં,
દડદડ આસું વહ્યા કરે.
આસપાસના બાજ પક્ષીઓ શમણાંઓને પીંખે
દરિયા કેરી લહેર પછી તો રેતીના ઘર વીંખે.
ભ્રમણા જેવાં મોજાઓની,
આવનજાવન રહ્યા કરે,
આવું બધું તો થયા કરે.
વળી કદીક તો નસીબ અચાનક મારે એવા ફટકા,
આશાઓ પળભરમાં તૂટે, ઈચ્છાઓના કટકા !
હોઠ ઉપર તો મૌન ધરીને,
હૈયું બધું સહ્યા કરે,
આવું બધું તો થયા કરે.
— આશા પુરોહિત
ૐ નમઃ શિવાય
Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .
6 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
neeta | January 3, 2008 at 1:49 pm
વળી કદીક તો નસીબ અચાનક મારે એવા ફટકા,
આશાઓ પળભરમાં તૂટે, ઈચ્છાઓના કટકા !
હોઠ ઉપર તો મૌન ધરીને,
હૈયું બધું સહ્યા કરે,
આવું બધું તો થયા
ગજબ ની વાત કહી છે.
2.
Niraj | January 3, 2008 at 2:38 pm
સરસ કાવ્ય ને સુંદર વાત..
3.
સુરેશ જાન&hellip | January 3, 2008 at 7:29 pm
કોઈનો સ્નેહ ક્યારે ય ઓછો નથી હોતો, આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. — હરીંદ્ર દવે
મારું બહુ જ પ્રીય સુવાક્ય .
4.
વિવેક ટેલ&hellip | January 4, 2008 at 11:50 am
મજાનું ગીત… સુંદર લય…
5.
કુણાલ | January 5, 2008 at 7:17 pm
saras kaavya …
6.
Kapil Dave | January 6, 2008 at 1:22 pm
khubaj saras