જોઈએ છે
February 9, 2008
આજે મહા સુદ બીજ [ત્રીજનો ક્ષય]
આજનો સુવિચાર:- તમે કેટલા ખરાબ છો તેનાથી લોકો ગભરાતા નથી પરંતુ તમે કેટલા સારા છો તેનાથી લોકો ગભરાય છે.
હેલ્થ ટીપ્સ:- ગરમ દૂધમાં સાકર અને મરીનો ભૂકો નાખી પીવાથી શરદીનો ભરાવો ઓછો થશે.
જોઈએ છે
ભવોભવના ફેરામાંથી
મુક્તિ આપે
એવા પ્રભુની જરૂર નથી !
જોઈએ છે એક એવો પ્રભુ
જે
રેલ્વેના ટાઈમટેબલમાંથી મુક્તિ અપાવે,
ટ્રાફિકના સિગ્નલ પર દોડતી
રક્તની ગતિને અંકુશમાં રાખે
જમ્બો જેટમાં સમયને
ઘસડાઈ જતો અટકાવે,
રેડિયો અને ટેલિવિઝનમાં
મોકળાશ શોધતી શૂન્યતાને ઠપકારે,
સવારે સત્યનો વાઘો પહેરીને આવતા
સમાચારોથી અળગો રાખે
અને
જાહેરાખબરોમાં મને
સસ્તે મૂલે વેચાઈ જતો રોકે
જોઈએ છે
એક એવો પ્રભુ………
વિપિન પરીખ
ૐ નમઃ શિવાય
Entry Filed under: પોયણી[કાવ્યરસ]. .
7 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
gopal parekh | February 9, 2008 at 6:08 pm
vipinbhai ni kavita hoy pachhi emaa poochhvanu shu? gaagara maa saagar
2.
સુરેશ | February 9, 2008 at 7:41 pm
સાવ સાચી વાત.
3.
વિશ્વદીપ &hellip | February 9, 2008 at 7:54 pm
Sundar rachna.. I like it very much.
4.
neeta | February 10, 2008 at 7:25 am
તમે કેટલા ખરાબ છો તેનાથી લોકો ગભરાતા નથી પરંતુ તમે કેટલા સારા છો તેનાથી લોકો ગભરાય
મને આ વાક્ય ખુબ જ ગમ્યુ…
ભવોભવના ફેરામાંથી
મુક્તિ આપે
એવા પ્રભુની જરૂર નથી !
જોઈએ છે એક એવો પ્રભુ
અરે ટ્રૈન મોડી પડે તો કહેતા સાંભળીયુ છે કે હે ભગવાન તું આવો કેવો તને ખબર નથી મને કેટલુ મોડુ થાય છે આજે જ ટ્રૈન મોડી પાડી .એટલે જે દિવસે એ ન જવાના હોય ત્યારે જે થાવુ હોય એ થાય.. પણ ભગવાન ને આમાં એ નથી છોડતા.. પપ્રભુ એ વિચારતા હશે કે મારે કરવાનું શું છે એ મને એ યાદ નથી હવે તો..
5.
chetu | February 10, 2008 at 5:31 pm
સરસ રચના …!.. અત્યારના દિવસોમાં આવી જ પ્રર્થ્નાઓ થાય છે…
6.
Vijaykumar Shah | February 10, 2008 at 9:56 pm
Saras rachana
7.
Kapil Dave | February 11, 2008 at 9:40 pm
khubaj saras rachna che