Archive for February 15th, 2008

જ્યુસ થેરેપી

                                        આજે મહા સુદ નોમ

આજનો સુવિચાર:- સાચો પ્રેમ તેમનો છે, જેમના સંગમાં વર્ષો દિવસો જેવાં લાગે છે અને જેમના વિયોગમાં દિવસો પણ વર્ષો જેવાં લાગે છે.
હેલ્થ ટીપ્સ:- જુદા જુદા ફળોના રસનો રોજિંદો ઉપયોગ રોગોને દૂર કરવામાં મદદ કરે છે. એ કુદરતી એપિટાઈઝર છે.


| View Show | Create Your Own

                                               જ્યુસ થેરેપી

     અલગ અલગ થેરેપીમાં હવે ‘જ્યુસ થેરેપી’નો સમાવેશ થાય છે. ઠંડીની ઋતુમાં તબિયતને સાચવનારા અને વહેલી સવારે વૉકિંગ કરવાની સંખ્યા કદાચ ઘટી જાય છે. જોકે મુંબઈ જેવા શહેરમાં આવી સંખ્યાનો કદી પણ ઘટાડો નથી થતો. પણ આ વર્ષની ઠંડીની ઋતુએ મુંબઈ જેવા શહેરની પ્રજાને ગરમ કપડા કબાટમાંથી કાઢી પહેરવા મજબૂર કર્યાં હતા. પરંતુ હેલ્થ કૉંસિયસ લોકો પોતાનું સ્વાસ્થ્ય જુદા જુદા પ્રકાર જ્યુસ વડે સુધારી રહ્યાં છે. સવારનાં આવા ઘણા તાજા જ્યુસવાળાઓ જોવા મળે છે. કારેલાનો, લીમડાનો, તુલસીનો, આમળાનો, આદુનો, ગાજરનો, ઘઉંના જ્વારાનો, જાંબુનો, બીટનો વગેરે વગેરે…… અનેક જ્યુસ લઈને બેઠેલા જોવા મળે છે.

     જ્યુસ થેરેપી એક એવી થેરેપી છે જેના દ્વારા વિવિધ પ્રકારની બિમારીનો ઈલાજ કરવામાં આવે છે. આ થેરેપીમાં તાજાં ફળ, કાચા-પાકાં ફળ અને લીલા શાકભાનાં જ્યુસનો સમાવેશ થાય છે. આનાંથી શરીરની આંતરિક ઉર્જાને કેંદ્રિત કરીને તે રોગની ચિકિત્સા કરવામાં આવે છે. અનેક ફળો એવા6 છે કે જેનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે તો શરીરની રોગપ્રતિકારક શક્તિનું સ્તર વધે છે. તે ઉપરાંત શરીરમાંથી હાનિકારક તત્વોનો નિકાલ થાય છે. જ્યુસ થેરેપી ખાસ કરીને જેમનું બ્લડપ્રેશર ઊંચું નીચું રહેતું હોય તેમના માટે ઉપયોગી છે. આ જ્યુસમાં કાર્બોહાઈડ્રેટસ, વિટામીન, ખનિજ તત્વો ભરપૂર હોય છે. ખાસ કરીને વિટામીન સી પ્રમાણ ભરપૂર હોય છે.

      ડાયાબિટીસ પર કારેલા, લીમડા, તુલસી, જાંબુ, ઘઉંના જ્વારાનો રસ અસરકારક છે. સફરજનમાં રહેલું સોરબીટલ નામનું તત્વ ઍંટિઓક્સિડંટનું કાર્ય કરે છે અને શરીરમાં રહેલા વાઈરસનો નાશ કરે છે. બીટ તંદુરસ્તી વધારે છે. કોબીજનો જ્યુસ પેટનાં ચાંદા એટલે અલ્સર મટાડે છે. કોબીજનો જ્યુસ લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી. ગાજરનો રસ કૅંસરનો પ્રતિકાર કરવામાં મદદ કરે છે.દૂધીનો રસ પેટમાં ઠંડક પહોંચાડે છે અને વાળની વૃદ્ધિ કરે છે. સક્કરટેટીનો રસ લોહી પાતળું કરવામાં મદદ કરે છે. આનાથી હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ઘટાડે છે. સંપૂર્ણ સ્વસ્થતા માટે આમળાનો રસ ખૂબ અસરકારક છે. લસણનો વિશિષ્ઠ ગુણ એ છે કે તે કુદરતી એંટિબાયોટિક છે.તેનું સેવન કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. લસણનો જ્યુસ અનેક પ્રકારની બીમારી દૂર કરવામાં મદદ કરે છે. આદુનો રસ પેટની બિમારી દૂર કરે છે. આદુનો રસ માઈગ્રેન [આધાશીશી] દૂર કરવામાં મદદ કરે છે અને મોશન સીકનેસની બીમારી ઘટાડવામાં મદદ કરે છે. ભોજન લેતાં પહેલા થોડા પાણીમાં 3 થી 4 ચમચી આજ્યુસ ભેળવીને પીવાથી પાચન શક્તિ વધે છે. કોઈપણ ફળનો જ્યુસ લીધા પછી ઓછામાં ઓછું એક કલાક બાદ ભોજન લેવું. આ એક એપેટાઈઝરનું કામ કરે છે.

 – સંકલિત

                                             

                                                ૐ નમઃ શિવાય


10 comments February 15, 2008


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

February 2008
M T W T F S S
« Jan   Mar »
 123
45678910
11121314151617
18192021222324
2526272829  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds