ચાલો અમિતની જાનમાં

March 1, 2008

                            આજે મહા વદ નોમ

આજનો સુવિચાર:-કોનો સાથ જીવનમાં સારો તે તમે વિચારજો
                                મહેનત પાછળ બન્ને બાહુ, કિસ્મત પાસે એક હથેલી —- શૂન્ય પાલનપુરી

હેલ્થ ટીપ્સ:- ઝાડા થયા હોય તો સૂંઠ, મેથી અને જીરૂં નાખી છાશ પીવી.


| View Show | Create Your Own 

અમિતનો ઐક્યોત્સવ

                               ચાલો અમિતની જાનમાં

લગ્ન એટલે સમાજનો સહિયારો પ્રસંગ.

આપણા બ્લોગ જગતનાં લાડલા ‘અમી ઝરણા’ના પ્રણેતા ચિ. અમિત પિસાવાડિયા આવતી કાલે એટલે કે 2/3/2008 ના દિવસે ચિ. પૂર્વી વાલંભિયા સાથે લગ્નગ્રંથીએ જોડાવવા છે.

આપણે સહુ લગ્ન ગીતો ગાઈને તેમના ‘અંતરના ઉમળકાથી ભીંજવતા અવસરો’ને સજાવીએ.

સર્વ પ્રથમ વિઘ્નહર્તા ગણેશજીનું સ્થાપન થાય છે. લગ્નની પૂર્વ તૈયારી રૂપે અનાજ વીણાય છે. એમાંથી અનાજ વીણાય અને કાંકરા દૂર કરવામાં આવે છે.તેનો અર્થ એ થાય કે ‘અનાજના દાણાની જેમ સાથે હળીમળી રહેવાનું અને વિઘ્ન રૂપી કાંકરાને દૂર કરવા’.

‘પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા ગણેશ
દુંદાળા ને મોટી ફાંદાળા ગણેશજી વરદાન દેજો રે
મારા ગણેશ દુંદાળા.’

માણેક સ્તંભ રોપાય છે.અને

માંડવ લીલી દાંડી ને પીળી થાંભલી
માંડવ લીલુડા કળશ ચિત્રાય
અમિતભાઈનો માંડવો
માંડવ બેસે રાણા ને બેસે રાજીયા રે’.

કંકોતરી લખવાનું ટાણું આવે છે અને સ્વજનોને કંકોતરી મોકલાય છે.

‘કંકુ છાંટી કંકોતરી મોકલો
માંહે લખજો અમીતભાઈનું નામ
કંકોતરી મોકલો.’

તા.29/2/2008 ના દિવસે સાંજના સહુ ભેળા મળીને ‘રૂડા ગીતડા ગવડાવ્યાં’ ફટાણા પણ ગવાયા હશે.

‘છોરી કે દા’ડાની પૈણું પૈણું કરતી’તી
[પૂર્વી રાજકોટમાં રહે એટલે]
મારા ગામની ભાગોળે ફેરા ફરતી’તી’

આવા આવા ફટાણા ગવાયા હશે.

‘મેં તો થાળ ભર્યો રે શગ મોતીડે
હું તો વરધ વધાવવાને જઈશ
મારે સોના સમો રે સૂરજ ઊગીયો’.

‘ઢોલાજી અમીતભાઈની પાઘડી કેસરભીની,
હાં..હાં રે કેસરભીની મા’ણારાજ.’

‘કન્યા છે કાંઈ માણેકડું ને વર મોતીનો દાણો રે
કન્યા કાગળ મોકલે તમે રાયવર વ્હેલા આવો રે.’

આવા આવા રૂડા ગીતો ગવાયા હશે.

આજે 1/3/2008 ના દિવસે સવારના ‘લીલા વાંસળિયા રોપાય’ અને પીઠી ચોળાઈ હશે.

‘સોના વાટકડીમાં કંકુ ઘોળાવો નર ને નાર રે
ઊડતો ઊડતો જીયાવર પોપટ બેઠો ટોડલે
સજવજો રે ઘરની મેનાને શણગાર રે’

‘રૂડો વેવાઈનો માંડવો, શુભ અવસર આજે,
વીજળીનો ઝબકાર છે, રૂડાં વાજિંત્ર વાગે
કોણ રે પરણનારા છે; રૂડો અવસર આજે.’

‘સોના તે કેરાં કચોલડાં રતન કાંસકડી છે હાથ રે
બાપ પનોતાં રે અમીતભાઈ માડી સંચરે તેલ રે’

ઉપલેટા ગામે ‘શ્રી વિશ્વકર્મા ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ’ સ્થળે ‘મનભાવન ભોજન’ પીરસાશે’.

આવતી કાલે વહેલી સવારે ઉપલેટાથી રાજકોટ જવા ‘જાનૈયાઓ’ ઊંચા નીચા થશે.

કન્યા પક્ષે ગવાશે

‘શેરી વળાવી સજ્જ કરું ઘરે આવોને
આંગણિયે વેરું ફૂલ, મારે ઘરે આવોને.’’

જાન જ્યારે આવશે ત્યારે પોંખતી વેળાએ

‘સીતાને તોરણે રામ પધાર્યા
લેજો પનોતું પહેલું પોંખણું પોંખતા રે
વરની ભમર ફરકી આંખલડી રતને જડી’

અમિતભાઈને પોંખવા પૂર્વીબેનનાં માતા આવશે.

‘શ્રી કૃષ્ણને પોંખવાને સાસુ આવે રે
જળની ત્યાં ઝારી ભરીને સાસુ લાવે રે.’

‘ધૂશળ, મૂશળ ને રવાઈ રે
સાસુએ પોંખ્યા છે જમાઈ રે’

વરમાળા લઈને મામા સાથે પૂર્વીબેન પધારશે.

‘ત્યાં કોઈ કન્યાને તેડીને આવો રે
વરમાળા આરોપીને પાછી જાય રે’

  અમિતભાઈએ પોતાનું નાક બરાબર સંભાળવું પડશે નહીંતો સાસુમા નાક ખેંચી નાક ખેંચી નાખશે. હા! પણ અણવર શા કામના? વરરાજાનું નાક સાચવશે. કહેવાનો ભાવર્થ એ કે તમારું નાક સાબૂત હશે તો અમારી કન્યાને સાચવી શકશો. અને અનુભવી અણવર પોતાનો અનુભવ [સાચો ખોટો ? ભગવાન જાણે ! પણ લગ્નમાં વરરાજાનું નાક તો બરાબર પકડી રાખે છે !] જણાવી વર કન્યાને સંભાળે છે.

હસ્તમેળાપ થશે ત્યારે મંગળાષ્ટક ગવાશે.

‘જન્મોજનમ મળ્યાં હતાં સ્વજન જે આજે મળે તે ફરી
સંસારે ફરીથી રમે પુરુષને રાચે ફરી પ્રકૃતિ
બ્રહ્માએ સર્જું નથી યુગલ આ છે પૂર્વથી
શાશ્વત આજે થાય અભેદ્ય સત્ય ફરીથી
સર્વત્ર હો મંગલ’

હસ્તમેળાપ થશે અને………

‘ઢોલ ઢમક્યા ને વરવહુનાં હાથ મળ્યા
જાણે ઈશ્વર પારવતીનાં હાથ મળ્યાં
તેમ વરને કન્યાં હાથ મળ્યાં’

    હસ્તમેળાપ દ્વારા પરસ્પર અપાયેલા કૉલને પાકા કરાશે. ચાર સ્તંભની ચોરી રચાશે અને ચાર ફેરા ફરાશે. વરવધૂની અભિજાતતાના પ્રતિકરૂપે સામસામે કંસારના કોળિયા ખવડાવાશે

‘લાડો લાડી જમે રે કંસાર,
કંસાર કેવો ગળ્યો લાગે રે
નાખે માંહે ઘી કેરી ધાર,
સંસાર પાયો ફળ્યો લાગે રે.’

    ધીરે ધીરે વિદાયની વસમી વેળાના ઓછાયા પડવા માંડશે. એક બાજુ પિયુ સાથે મિલનની વેળા આવશે અને બીજી બાજુ દાદાનાં આંગણાના ઘેઘૂર આંબલાથી વિદાયની વેળા આવશે.

‘લાલ લાલ ચુંદડી રંગાવો મારી માડી સોનાનું કાંકણ ઘડાવો રે’
‘રોતાં મેલીશું મીઠું માહ્યરું રે વળી હસતાં ઝાલીશું તારો હાથ’

‘દાદાને આંગણ આંબલો આંબલો ઘોર ગંભીર
જો એક જ પાને મેં ચુટીયું
દાદા ગાળ ન દેજો’

વરઘોડિયા ઘરે પહોંચશે ત્યારે બેન દરવાજો રોકશે. જ્યારે રોકાઈ અપાશે ત્યારે અમિતભાઈની માતા સામૈયું કરશે.

‘મ્હોલ પધારો રાજ હાં રે
તમે સોનાની શરણાઈએ
મ્હોલ પધારો રાજ.’

ચીંકુ, દેવેન, ચિરાગ, રિયા, ભક્તિ એ એમના કાકા તથા મામાના લગ્નમાં આવવાનું નિમંત્રણ આપ્યું છે.

                                     જરૂરથી પધારજો..

                                     ૐ નમઃ શિવાય

Entry Filed under: સાથિયો[અન્યરંગ]. .

16 Comments Add your own

  • 1. વિવેક ટેલ&hellip  |  March 1, 2008 at 5:29 pm

    આટલો બધો સમય કાઢીને આટલા મજાના લગ્ન લખી કાઢ્યા… વાહ !

    અમિતભાઈએ છેક લગ્નના આગલા દિવસે કંકોતરી ઈ-મેઈલમાં મોકલાવી… થોડો સમય આપ્યો હોત તો રૂબરૂ જવાનું પણ વિચારી શકાત…

    અભિનંદન…

    ઘણા લાં…..બા સમયથી અમિત બ્લૉગજગતમાં કાર્યરત્ નથી તો આવા સમયે ઘણા એવા પણ હશે જે એને ઓળખતા પણ નહીં હોય… આ આખા લેખમાં ક્યાંક એના બ્લૉગની લિન્ક પણ આપી હોત તો !

    Reply
  • 2. Nilesh Vyas  |  March 1, 2008 at 5:53 pm

    wahh.. .amit na lagan ma Upleta gaya no anubhav karavyo

    Reply
  • 3. chetu  |  March 1, 2008 at 6:25 pm

    દીદી… ખરેખર એમ જ લાગે કે જાણે લગ્નમાં મહાલતા હોઇએ…બહુ જ સુંદર રીતે આલેખન કર્યુ છે….અને સાચેજ અમીત ભાઇ ના લગ્નમાં હુ ત્યાં રહી ના શકી એનો જ અફસોસ છે…. આ શુભ અવસર પર અમિત ભાઇ અને પૂર્વી ને ખૂબ ખૂબ વધાઇ.

    Reply
  • 4. ashalata  |  March 1, 2008 at 7:24 pm

    pratham to Amitbhai ane Purvine khub khub vadhai

    Neelaben apne khub khub abhinanadan

    saras rite lagnano anand karavva mate.

    Reply
  • 5. Chirag Patel  |  March 1, 2008 at 7:35 pm

    Neelaben, thank you very much for sharing this excellent news. And thank you for such wonderful way of describing it.

    Congratulations to Amit and Purvi.

    Reply
  • 6. DR.MAHESH RAWAL  |  March 1, 2008 at 7:41 pm

    chetu ni vat sav sachi chhe……
    ખરેખર એમ જ લાગે કે જાણે લગ્નમાં મહાલતા હોઇએ…

    Reply
  • 7. shivshiva  |  March 1, 2008 at 7:55 pm

    આપ સહુનો આભાર અને અમિતને આપ સહુના આશીર્વાદ આપવા લખો અમિતના ‘અમીઝરણુ’ પર http://amitpisavadiya.wordpress.com/ મેં એને વચન આપ્યું હતું કે કંઈક જુદી રીતે તને ભેટ આપીશ. મને આ રીત યોગ્ય લાગી. આપ સહુનાં આશીર્વાદ એને જરૂરથી પહોંચી જશે.

    Reply
  • 8. સુરેશ જાન&hellip  |  March 1, 2008 at 8:02 pm

    અમીત અને પુર્વીને આશીશ.

    Reply
  • 9. gopal parekh  |  March 2, 2008 at 10:12 am

    amit ane purvine,
    saptapadi
    the first step is for gaining livelyhood &sharing responsbilities
    the second step is a promise to be the one & only love to each other forever
    the third step is to achieve prosperity & wealth together
    the fourth step is for life long happiness & harmony
    the fifth step is for healthy long lived children
    the sixth is a promise to fill the hearts of one another with utmost joy always
    the seventh step is for endless love, inseparable companionship & loyalty forever.
    navadampati sada sukhi raho
    gopal

    Reply
  • 10. ઊર્મિ  |  March 2, 2008 at 9:05 pm

    વાહ આંટી… અમિતે આગલે દિવસે જ કંકોતરી મોકલાવી એટલે મને પણ અહીંથી પ્લેન ના મળ્યું… :-D પણ તમે આ રીતે લગનમાં મ્હાલવાનો થોડો અવસર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર… અને અભિનંદન.

    ખરેખર, ખૂબ જ સરસ ભેટ આપી આંટી… માત્ર અમિત-પૂર્વીને નઈં પણ અમને પણ…

    પ્રિય અમિત-પૂર્વીને ફરીથી… સુખી અને પ્રેમાળ દામ્પત્યજીવન માટે દિલથી મબલખ શુભેચ્છાઓ… અને હાર્દિક અભિનંદન.

    Reply
  • 11. કુણાલ  |  March 2, 2008 at 11:43 pm

    amitbhai ne khub khub abhinanadan … :)

    Reply
  • 12. manvantpatel  |  March 3, 2008 at 4:32 am

    VAAH GURU VAAH !……..
    BAHENA ! TAMARA VINA AA SAMACHAR NA MALAT.
    LAGNAGEETO PET BHARINE MANYAA^.AABHAAR !!!!

    AMITBHAI ANE POORVI BAHENNE SHUBHASHISHO @

    Reply
  • 13. shivshiva  |  March 3, 2008 at 6:21 am

    વાંચો સપ્તપદી
    http://shivshiva.wordpress.com/2006/12/08/saathi-yo-23/

    Reply
  • 14. Ameeta Dharia  |  March 3, 2008 at 2:37 pm

    WOW….njoy the marrige by MEGHDHANUSH….
    Congratulations to Wedding Couple.

    Reply
  • 15. kapil dave  |  March 3, 2008 at 6:04 pm

    amit bhaine lagne nimite khub khub abhinandan

    Reply
  • 16. rajeshwari shukla  |  March 5, 2008 at 11:29 pm

    Neelaben,
    Thanks a lot. Really enjoyed the marriage of Amitbhai.
    May God bless both of them.

    Reply

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


શોધખોળ

આભાર

Vital Patel on વ્યહવાર છે
nandani on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on ઓસડિયા
Health Tips on શિવશિવાને સાનિધ્યે

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

March 2008
M T W T F S S
« Feb   Apr »
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters