મોટા બાળકોના નાના ઉખાણા [જવાબ]

April 22, 2008

                           આજે ચૈત્ર વદ ત્રીજ

આજનો સુવિચાર:- લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે. – મુક્તિપ્રભાજી

હેલ્થ ટીપ્સ:- સવારનાં પહોરમાં ગરમા ગરમ લીલી ચાનો એક કપ શરીરમાં ચેતના જગાવે છે.

 

મોટા બાળકોના નાના ઉખાણા [જવાબ]

નામ બારણા સંગે આવે
હવાઉજાસ ઘરમાં લાવે
ઋતુઓ સામે રક્ષણ આપે
કોઈને તેના વિના ના ફાવે

- બારી

 

એ પૈસા, દરદાગીના રક્ષે
કપડાં સારાં સૌ તથા મૂકે
તાળું મારી સુખથી સૂએ
લોકો ઘરમાં અચૂક વસાવે

- તિજોરી

 

ચાર પાયા પર ઉપર આડી છત
કરો તેના ઉપર બસ લખ લખ લખ

- ટેબલ

 

ટન ટન બસ નાદ કરે
ઘડિયાળ જોઈ સાદ કરે
સ્કૂલ નિશાળે એ લટકે
રણકે તો બાળકો છટકે

- ઘંટ

ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો
પથરાયું મુજ પર ઘાસ
પશુ પક્ષીનું ઘર હું છું
મને ઓળખો હું કોણ છું?

- જંગલ

ઈંટ ઉપર ઈંટ રાખી,
બને એક દિવાલ આપે
સૌને છાંયો સુખી રહે સૌ અપાર.

- ઘર

                                             ૐ નમઃ શિવાય

Entry Filed under: કુંપળ[બાળ સાહિત્ય]. .

3 Comments Add your own

  • 1. વિશ્વદીપ બારડ  |  April 23, 2008 at 12:02 pm

    Sundar ‘Ukhana” for children.. keep it up.

  • 2. rajeshwari shukla  |  April 24, 2008 at 2:59 am

    સરસ ઉખાણા છે.

  • 3. pragnaju  |  April 24, 2008 at 6:58 am

    સુંદર ઉખાણા
    અને
    ‘ લગ્ન હોય ત્યાં મર્યાદા હોય, મર્યાદા હોય ત્યાં સદાચાર, શિષ્ટતા તેમ જ નીતિ હોય છે અને નીતિ હોય ત્યાં ધર્મની પ્રાપ્તિ હોઈ શકે. – મુક્તિપ્રભાજી
    तदेव लग्नं सुदिनं तदेव
    ताराबलं चंद्रबलं तदेव |
    विद्याबलं दैवबलं तदेव
    लक्ष्मीपते तेंघ्रियुगं स्मरामि

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

April 2008
M T W T F S S
« Mar   May »
 123456
78910111213
14151617181920
21222324252627
282930  

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds