થોડું મગજ કસવાનો પ્રયત્ન કરશો?
May 13, 2008
આજે વૈશાખ સુદ દસમ
આજનો સુવિચાર:- માણસ આદર્શ માટે કામ કરે છે ત્યારે તેનો સામનો કરવો મુશ્કેલ બની જાય છે.
હેલ્થ ટીપ:- જે બાળકને ચૉક ખાવાની આદત હોય તેને પાકેલું કેળું મધમાં મસળી દિવસના બે વાર ખવડાવવાથી આદત છોડાવવામાં મદદ કરશે.
થોડું મગજ કસવાનો પ્રયત્ન કરશો ?
1] જુના કાળનો ‘સુમેરુ’ પર્વત અત્યારે ક્યાં છે?
2] ગુજરાતના ‘સોલંકી’ યુગનો ‘લાટ’ પ્રદેશ કયો?
3] કયા ત્રણ સંતોનો અંત કોઈ જાણતું નથી?
4] ‘ગુડાકેશ’ કોનું નામ છે?
5] મથુરામાં કૃષ્ણને મારવા કયા ચાર મલ્લોને કંસે તૈયાર રાખ્યા હતા?
6] ક્રિક્ર્ટનું બેટ મુખ્યત્વે કયા વૃક્ષનાં લાકડામાંથી બનાવવામાં આવે છે?
7] ઈ.સ. 1999 અને ઈ.સ. 2003નો ક્રિકેટ વર્લ્ડ કપ ક્યાં રમાયો હતો. તેમાં વિજેતા દેશ ક્યો હતો?
8] ભારતનો સૌથી ઊંચો મિનારો ‘કુતુબ મિનારો’ ક્યાં આવેલો છે?
9] ‘ગુરૂ’ ફિલ્મ કોના જીવન પર આધારિત છે?
10] ‘ગીતાંજલિ’ કૃતિ માટે નોબેલ પ્રાઈઝ કોને મળ્યું હતું?
11] ‘ડ્રીમ ગર્લ’નું બિરૂદ કઈ અભિનેત્રીને મળ્યું હતું?
12] સોમનાથનું મંદિર ક્યાં આવેલું છે?
13] ‘શિક્ષકદિન’ કોની યાદમાં ઊજવાય છે?
14] ગાંધીજીનું પ્રિય ભજન કયું હતું?
15] ‘મહિલા હૉકી’ સાથે સંકળાયેલી શાહરુખ ખાન અભિનિત ફિલ્મ કઈ છે?
ૐ નમઃ શિવાય
Entry Filed under: અવનવું. .
8 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed

1.
કુણાલ | May 13, 2008 at 10:54 pm
જવાબો: …
ઉત્તરવહી તપાસનાર માટે નોંધ:
પહેલા ૫ પ્રશ્નો મને ભણાવવામાં આવેલા કોર્સની બહારના હોવાથી છોડી દેવામાં આવ્યા છે.
[૬] ‘Willow’ .. વિલોઉઉ … આવો કાંઈક ઉચ્ચાર અંગ્રેજો કરે છે એવું મારા ધ્યાનમાં છે !!
[૭] 1999 -> England, Ireland, Wales, Scotland and the Netherlands માં રમાયો, અને Australia વિજેતા હતું
2003 -> South Africa, Zimbabwe and Kenya માં રમાયો, અને Australia ફરી વિજેતા બન્યું હતું.
[૮] મેહેરૌલી (દિલ્હી નજીક)
[૯] ધીરુકાકા પર આધારિત છે…
[૧૦] રવિન્દ્રનાથ ઠાકુર સાહેબજીને…
[૧૧] મેં તો હેમા માલિની ને આવો ખિતાબ આપતા ધર્મેન્દ્ર પાપાજી ને જોયેલા !!! સાચી હકીકત હજી મારી જાણમાં નથી … !!
[૧૨] પ્રભાસ પાટણ, વેરાવળ નજીક
[૧૩] ડો.સર્વપલ્લી રાધાક્રીષ્નન
[૧૪] ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ રે’ by નરસિંહ મહેતા
[૧૫] ‘ચક દે ઈન્ડીયા’ …
2.
Kartik Mistry | May 13, 2008 at 11:27 pm
1. કૈલાસ પર્વત, તિબેટ
આ નથી ખબર…
2. દક્ષિણ ગુજરાત
3.
4. અર્જુન
5. ચાણૂર,મુષ્ટીક,કૂટશલ,તોશલ
બાકીના બધાંને આવડે તેવાં હોવાથી છોડી દઉં છું…
3.
કુણાલ | May 13, 2008 at 11:33 pm
waah waah .. !!! kartikbhai .. waah …
4.
Kartik Mistry | May 14, 2008 at 4:40 am
નેટ પર સર્ચ કરતા મળેલ જવાબો છે
મારી કોઇ જ બુધ્ધિ મેં દોડાવી નથી.. 
5.
manvantpatel | May 14, 2008 at 11:35 am
નં4…શ્રી ગણેશ
નં 8..દિલ્હી.
10..રવીન્દ્રનાથ ઠાકુર .
11..હેમા માલિની.
12..વેરાવળ પાસે.
13..સર્વપલ્લી રાધાકૃષ્ણન.
14..વૈષણવજન તો તેને રે કહીયે …
બાકીના જવાબ આવડતા નથી ! હેં હેં હેં ! માફ કરો ..ગુરુજી !
6.
અનિમેષ અંતાણી | May 14, 2008 at 2:18 pm
અને “કયા ત્રણ સંતોનો અંત કોઈ જાણતું નથી?”નો જવાબ નેટ પર ઘણો ગોત્યો, જડતો જ નથી!
7.
અનિમેષ અંતાણી | May 14, 2008 at 2:25 pm
બાકીના જવાબ મારી આગળની બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ રોલ નં ૧ અને ૨ ના જવાબોને મળતા આવે છે એટલે ફરી લખતો નથી.
હા, ક્રિકેટ બેટમાં નેતરનું લાકડું વપરાય છે એવું મેં ક્યાંક વાંચ્યું હતું ખરું!
8.
Kartik Mistry | May 15, 2008 at 5:16 pm
અનિમેષ ભાઇ નેતરનું નહી પણ બાવળનું લાકડું વપરાય