રસોડાની વસ્તુઓના રૂઢિ પ્રયોગો
May 25, 2008
આજે વૈશાખ વદ છઠ્ઠ
આજનો સુવિચાર:- જિંદગીમાં ગુરુ તો જોઈએ જ પછી ભલે તે માટીના બનાવેલા દ્રોણાચાર્ય હોય.
હેલ્થ ટીપ:- જો આપ ફિટનેસમાં માનતા હો તો ખાવા પીવાની આદત બદલીને ફિટનેસ પ્લાન કરો.
રસોડામાં વપરાતી વસ્તુઓના રૂઢિ પ્રયોગો
રસોડામાં વપરાતી વસ્તુઓને આપણે રૂઢિ પ્રયોગોમાં વાપરતા હોઈએ છીએ. જેમ કે
લોટ- હસવું ને લોટ ફાકવો [જે સાથે થઈ શકે જ નહી]
ઘી – ઘી ઢોળાયું તો પણ ખીચડીમાં જ. [ઘરનું ઘરમાં જ રહે]
તેલ – કામ કરાવી કરાવી તેલ કાઢી લીધું.
દૂધ – દૂધનું દૂધ, પાણીનું પાણી.
દહીં – લમણાઝીક કરીને માથાનું દહીં થઈ ગયુ.
મીઠું – તમારી વાતમાં કોઈ મીઠું નથી. [એમ તો ન જ લખાયને કે તમારામાં મીઠું જ નથી ! ]
મરચું – વાતમાં મીઠું મરચું ભભરાવો નહીં.
બદામ – આ વસ્તુની કિંમત બે કોડી બદામ જેટલી પણ નથી.
રાઈ – રાઈનો પહાડ ના બનાવો.
સાકર – જેટલી સાકર નાખો તેટલું ગળ્યું થાય.
મસાલો – વાર્તામાં મસાલો ભરીને લેખકે વાર્તાને રોમાંચક બનાવી દીધી.
ૐ નમઃ શિવાય
Entry Filed under: અવનવું. .
4 Comments Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed


1.
અનિમેષ અં&hellip | May 25, 2008 at 9:36 pm
આદુ – આદુ ખાઈને પાછળ પડી જવું.
રાઈ – રાઈનો પર્વત કરવો.
મગજમાં રાઈ ભરાઇ જવી.
નાનો પણ રાઈનો દાણો.
રાઈના પડ રાતે ગયા
આમલી – આમલી પીપળી બતાવવી.
એરંડો – ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
વધુ – માવજીભાઇની સાઇટ પર..http://mavjibhai.com/kahevat.htm
2.
manvant | May 26, 2008 at 4:33 am
saras !!
3.
jayeshupadhyaya | May 26, 2008 at 7:37 pm
ઘરનાં છોકરાં ઘંટી ચાટે પાડોશીને આટો
4.
neeta | June 2, 2008 at 4:09 am
[એમ તો ન જ લખાયને કે તમારામાં મીઠું જ નથી ! ]
hahaha neela didi aaje nakki karyu che k hasavvu j
me kem aatla divas thi nahotu vachiu ..afsos thay che…