અચકો મચકો કારેલી
January 5, 2012 at 5:57 am 3 comments
આજે પોષ સુદ એકાદશી [બારસ]
અચકો મચકો કારેલી
તમે કીયા તે ગામના ગોરીડાં ? — અચકો મચકો…
અમે ગોંડલ ગામનાં ગોરીડાં. — અચકો મચકો…
તમે કેટલા ભાઈકુંવારા રાજ ? — અચકો મચકો…
અમે છએ ભાઈ કુંવારા રાજ. — અચકો મચકો…
તમને કઈ કઈ ગોરી ગમશે રાજ ? — અચકો મચકો…
અમને [ફલાણી] ગોરી ગમશે રાજ — અચકો મચકો…
અમને સૂંડલી ઘરેણાં જોઈશે રાજ — અચકો મચકો…
અમે ઢગલો ઘરેણાં દઈશું રાજ –અચકો મચકો”’
અમને બાવન પટોળાં જોઈશે રાજ — અચકો મચકો…
અમે બસો પટોળાં દઈશું રાજ … અચકો મચકો…
ૐ નમઃ શિવાય
Entry filed under: કુંપળ[બાળ સાહિત્ય]. Tags: .


1.
pragnaju | January 5, 2012 at 6:50 am
આ રીતે પણ ગવાયું
અચકો મચકો કાં રે લી
ફિલ્મ સોન કંસારી
તમે કિયા તે ગામનાં ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
અમે ગોંડલ ગામના ના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
હે…. જો ને પાંચ વેંતની પૂતળી અને (…) જો ને ધાર
હે…. નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર
ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું
ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું
તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી…….
તમે કિયા તે ગામથી આવ્યા રાજ
અચકો મચકો કાં રે અલી ?
કાં રે અલી ? ને બદલે
અમે કાં રે લી ગાતા…
મારગડો મેલ અલી જાઉં વનવાટે,
કા’નો જોવે છે મારી વાટ;
નજરું ચુરાવી સહિયરની હું તો, …
તું જો આજે મારી સાથે જાગશે ·
અચકો મચકો કાં રે લી ·
તે દિવસો ફરી આવશે?
અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી……
જે રંગે અમારી રમશે રાજ
અચકો મચકો કાં રે લી……
2. » અચકો મચકો કારેલી » GujaratiLinks.com | January 5, 2012 at 8:01 am
[...] મેઘધનુષ [...]
3.
manvant | January 8, 2012 at 9:21 pm
ACHKO MACHKO KARELI ! WAH BAHENA !