Archive for February, 2012

શિવમાનસ પૂજા

આજે મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રી

કૈલાશ પર શિવજી  

रत्नै: कल्पितमासनं हिमजलै: स्नानं च दिव्यांबरम् l
नानारत्नविभूषितं मृगमदामोदांकितं चंदनम् l
जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा l
दीपं देव दयानिधे पशुपते ह्यत्कल्पितं गृह्यताम् ll

હે દેવ ! હે દયાનિધિ ! આ રત્નજડિત સિંહાસન, શીતળ જળથી સ્નાન, અનેક પ્રકારનાં રત્નોથી વિભૂષિત દિવ્ય વસ્ત્ર, કસ્તુરીની સુવાસથી સુવાસિત મલયગિરિનું ચંદન, જૂઈ, ચંપો અને બિલ્વપત્રથી રચિત પુષ્પમાળા, ધૂપ અને દીપ – આ સર્વ માનસિક પૂજા હે મહાદેવ આપ ગ્રહણ કરો.

सौवर्णे नवरत्नखंडरचिते पात्रे घृतं पायसम् l
भक्ष्यं पंचविधं पयोदधियुतं रंभाफलं पानकम् l
शाकानामयुतं जलं रुचिकरं कर्पुरखंडोज्जवलन् l
तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ll

હે પ્રભુ ! મેં નવીન રત્નખંડોથી જડિત સોનાના પાત્રમાં ઘી-મિશ્રિત ખીર, દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારનાં વ્યંજન, કેળા, શરબત, અનેક પ્રકારનાં શાક, કપૂરથી સુવાસિત મીઠું પવિત્ર જળ અને તાંબૂળ – આ સર્વ મન દ્વારાભક્તિપૂર્વક રચીને આપને પ્રસ્તુત કર્યું છે કૃપા કરી આપ તેનો સ્વીકાર કરો.

छ्त्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् l
वीणाभेरिमृदंगकाहलकला गीतं च नृत्यं तथा l
साष्टांग प्रणति: स्तुतिर्बहुविद्याह्येतत्समस्तं मया l
संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ll

છત્ર, બે ચામર, પંખા, નિર્મળ દર્પણ, વીણા, ભેરી, મૃદંગ, દુદુંભી એ સર્વ વાદ્યોનુ સંગીત ગીત અને નૃત્ય, સાષ્ટાંગ પ્રણામ તથા નાનાવિધ સ્તુતિ – આ સર્વ હું સંકલ્પથી જ આપને સમર્પિત કરું છું. હે સર્વવ્યાપી ભગવાન ! કૃપા કરીને એનો સ્વીકાર કરો.

आत्मात्वंगिरिजा मति: सहचरा: प्राणा: शरीरं गृहम् l
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधि स्थिति: l
संचार: पदयो: प्रदक्षिणविधि: स्तोत्राणि सर्वा गिरो l
यद्यत्कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम् ll

હે શંભુ ! મારો આત્મા એ [સાક્ષાત] આપ જ છો, મારી બુદ્ધિ એ પાર્વતી છે,મારા પ્રાણ [ઈન્દ્રિયો] આપના સેવકગણ છે, મારો દેહ [આપનું] નિવાસસ્થાન [અર્થાત મંદિર] છે, સંપૂર્ણ વિષયભોગની રચના [ઉપભોગ] આપની [ષોડશોપચાર] ‘ પૂજા છે, [જ્યાં આપની સાથે મિલન થાય છે તે] નિદ્રા સમાધિની સ્થિતિ જ છે, પગ દ્વારા હરવું ફરવું એ [આપની] પરિક્રમા જ છે. સર્વ વાણી [જે કાંઈ હું બોલું છું તે] [આપનાં] સ્તોત્ર જ છે. [આ રીતે] હું જે જે પણ કર્મ કરું છું તે તે આપની આરાધના જ છે.

करचरणकृतं वाक्कायजं कर्मजं वा l
श्रवणनयनजं वा मानसंवाऽपराधम् l
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व l
जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो ll

હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, ચક્ષુ કે મનથી જે અપરાધ થયા હોય તે વિહિત હોય કે અવિહિત; એ સર્વ માટે હે કરુણા સાગર, હે મહાદેવ, હે શંભુ મને ક્ષમા કરો. આપનો જય થાઓ, જય થાઓ.

                                                                                     

                                                                                                   -શ્રી શંકરાચાર્ય

[ગુજરાતીમાં ભષાંતર શ્રી વિદિતાનંદજી મહારાજે કર્યું છે. પુસ્તક:- વન્દે શિવમ શંકરમ]

                                                       ૐ નમઃ શિવાય

February 20, 2012 at 4:14 am 2 comments

અજમાવી જુઓ

                                                           આજે મહાવદ એકાદશી

 

અજમાવી જુઓ

* કેકને હળવી અને સ્પોંજી બનાવવા અડધા કિલો લોતમાં એક ટી સ્પૂન ગ્લિસરીન ઉમેરો.

* ચાકુ પરથી ફણસની ચીકાશ દૂર કરવા તેને ગેસ પર તપાવીને અખબારના કાગળથી લૂછી નાખવું.

* પાંદડાવાળી ભાજી રાંધતા પહેલાં મીઠાનાં પાણીમાં રાખવી જેથી તેમાં રહેલી ઝીણી જીવાત દૂર થાય છે.

* કટાયેલી છરી પર કાંદો રગડવાથી કાટ દૂર થાય છે.

* એક ચમચી આદુના રસમાં ચપટી સૂંઠનો ભૂક્કો, કાળા મરીનો ભૂક્કો અને બે ટીપાં લીંબુનો રસ ભેળવી બાળકને ચટાડવાથી હેડકી આવતી દૂર થાય છે.

* કટલેટ બનાવતી વખતે બટાકાના છૂંદામાં ભેળવવા કોર્નફ્લોર ન હોય તો બ્રેડની સ્લાઈસનો ભૂક્કો કરીને નાખવું.

* કરીમાં મીઠું વધારે પડી ગયું હોય તો ભાતને એક સ્વચ્છ મલમલના કપડા બાંધી 10 મિનિટ કરીમાં રહેવા દેવાથી વધારાનું મીઠું શોષાઈ જશે.

* ચણા પલાડવાનું ભૂલાઈ ગયું હોય તો ચણાને ઊકળતા પાણી નાખી તેમાં થોડા સોડા નાખવાથી અથવા કાચા પપૈયાના ટુકડા નાખવા.

* સેવપૂરીની પૂરી બનાવતી વખતે તેમાં મીઠું નહી નાખવુ અને લોટમાં ગરમ પાણી અને તેલનું મોણ ભેળવી લોટ બાંધવો.

* ટીક્કી બનાવતી વખતે તેમાં કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ અથવા બ્રેડને મસળીને તેમાં સ્વાદનુસાર મસાલો નાખી તેની ટીક્કી બનાવી તેને તેલમાં બોળી શેકવાથી ટીક્કીને ક્રીસ્પી બનાવી શકાય છે.

                                                                                                             — સંકલિત

 

                                                     ૐ નમઃ શિવાય

February 17, 2012 at 10:44 pm 2 comments

શબ્દનું ઘર ઊઘડે

                                            આજે મહાવદ છઠ્ઠ

શબ્દનું ઘર ઊઘડે

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.

પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઊઘડે,
કમળ જ નહીં, આખું સ્વયં જાણે સરોવર ઊઘડે.

આ શ્વાસ ને ઉચ્છવાસ સાથે કોણ મંથર ઊઘડે,
કે જન્મમન્માંતર બધાં આ ઘર પછી થર ઊઘડે.

રેલાય કેવળ એકધારો સ્વર મધુર આરંભનો,
કોની પુરાતન ઝંખના, આ દ્વાર જાજર ઊઘડે !

ઊભો સમય થિર આંખમાં થંભી ગઈ સહુ પરકમા,
હું ઊઘડું ઉંબર ઉપર, સામે ચરાચર ઊઘડે !

કવિશ્રી:- શ્રી રાજેન્દ્ર શુક્લ

                                                        ૐ નમઃ શિવાય

February 13, 2012 at 3:48 am 1 comment

હૃદયને સ્વસ્થ રાખો

                                   આજે મહા સુદ નોમ

 

હૃદયને સ્વસ્થ રાખતા ફાયદાકારક ઉપચારો

કાંદો:-

એક કાચા કાંદાનું નિયમિત સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય થાય છે.
કાંદાનો રસ લોહીમાં ભળી જઈ તેના પ્રવાહમાં સહાયક બને છે અને હૃદયના રોગોથી બચાવે છે.

ગાજર:-

ગાજરનું સેવન તેમજ તેના રસનું સેવન ઘટ્ટ બનેલા રક્તને પાતળું બનાવે છે અને વધી ગયેલા હૃદયના ધબકારાને નિયમિત બનાવે છે.

લીંબુ:-

હૃદયની કમજોરી દૂર કરવા લીંબુ અત્યંત લાભકારી છે. તેનો લગાતાર ઉપયોગથી રક્તવાહિનીઓ ઢીલી પડતાં કોમળ બને છે. રક્તનળિકાઓની કઠોરતા દૂર કરવામાં લીંબું ઘણું ઉપયોગી છે. લીંબુનાં સેવનથી હાઈબ્લડપ્રેશર ઓછું થાય છે.

સફરજન:-

સફરજનનાં મુરબ્બાનું નિયમિત સેવન હૃદયની દુર્બળતા દૂર કરે છે.

જમરુખ:-

100 ગ્રામ જમરુખમાં 300 થી 450 મિ.ગ્રામ સુધી વિટામીન ‘સી’ હોય છે જે હૃદયને બળ તથા સ્ફુર્તિ આપે છે.

હિંગ:-

દુર્બળ હૃદયને શક્તિ આપે છે. રક્તને જામતા રોકે છે. રક્તસંચાર સરળતાથી થાય માટે તેને મદદ કરે છે. પેટમાં વાયુનું દબાણ પણ હિંગથી ઓછું થાય છે.

મોસંબી:-

હૃદય અને રક્તસંસ્થાન રક્તવાહિનીઓ કોમળ અને લચીલી બને છે. તેમાં એકત્રિત થયેલું ગંદુ કૉલેસ્ટ્રોલ શરીરમાંથી બહાર કાઢવા સહાયક બને છે.

ગોળ:-

દુર્બળ હૃદયને કારણે શારિરીક દુર્બળતા દૂર કરવા ગોળ મદદરૂપ બને છે.

આદુ:-

સૂંઠનો ગરમ કાઢામાં થોડું મીઠું ભેળવી પીવાથી હૃદયની દુર્બળતા દૂર કરવામાં મદદરૂપ થાય છે.

                                                                                                          — સંકલિત

                                                            ૐ નમઃ શિવાય

February 1, 2012 at 4:13 am 2 comments


તાજેતરમાં લખાયેલુ

તારીખીયુ

February 2012
M T W T F S S
« Jan   Mar »
 12345
6789101112
13141516171819
20212223242526
272829  

ભલે પધાર્યા

  • 214,290 વાચકો

નિરીક્ષણ

free counters

Follow

Get every new post delivered to your Inbox.

Join 39 other followers