ઓળખ

                                    મેઘધનુષ

            ગગનરૂપી કેનવાસ પર પ્રકૃતિના તેજ અને જળ તત્વથી રચાતું કુદરતનું એક અનુપમ સર્જન. ક્ષિતિજ પર બનતી ક્ષણિક ઘટના. જેમ નિર્ગુણ બ્રહ્મ એકોહં બહુસ્યાં કરીને એકમાંથી અનેક થઈને સગુણ બની સૃષ્ટિની રચના કરે છે એવી આ કોઈક અદ્વિતિય ઘટના એટલે મેઘધનુષ.  આપણે ત્યાં મેધધનુષ મોટે ભાગે અર્ધવર્તુળાકાર જોવા મળે છે પણ કહેવાય છે કે ગગનરૂપી બ્રહ્માંડમાં બાર વર્ષે પૂર્ણવર્તુળાકાર મેઘધનુષ બને છે, જે હકીકતમાં મેઘધનુષ નથી હોતું પરંતુ તમામ દેવો વર્તુળાકારે ઊભા રહીને સમુહમાં પૂજા કરે છે તેનું પ્રતિબિંબ હોય છે. આવા કેટકેટલાં રહસ્યો મેઘધનુષના સાત રંગ પાછળ છુપાયેલા છે. આવી જ અદ્વિતીય ઘટના માનસરોવરને કિનારે નિહાળવાનું સુખ પ્રાપ્ત થયું હતું.         

મારા માટે મેધધનુષનો અર્થ છે ભક્તિરૂપી જળ અને ઈશ્વરિય પ્રકાશના સંયોજનથી બનેલા જીવનના સાત જુદા જુદા રંગો. જેમાં નીલો રંગ, નીલા કડકિયા નામથી મારી સાથે જોડાયેલો છે. લીલો રંગ મને મારી કૈલાશયાત્રાના એ લીલાછમ્મ પહાડોની યાદ અપાવે છે. મારી કૈલાસ યાત્રાની શરુઆત 1996 થી થઈ હતી ત્યારથી આજ સુધી પાંચ વખત આ યાત્રાનો લ્હાવો ભોલેબાબાની મહેરબાનીથી મળતો રહ્યો છે 

    સૌને એ સત્યમ શિવમ સુંદરમ ની અનુભૂતિનો લ્હાવો મારી જેમ મળે એ માટે કૈલાશયાત્રા-પ્રવાસનું પણ આયોજન કરતી રહું છું. વાચકો તે માટે વધુ માહિતિ મેળવવા નીચે આપેલા મારા ઈ-મેઈલ સરનામે મારો સંપર્ક કરી શકે છે.

   મારા જીવનનો પીળો રંગ એટલે ભક્તિના રંગે રંગાયેલા મારા પતિ, સુધીર કડકિયા. જીવનના દરેક ક્ષેત્રમાં તેમનો દ્વારા મળતો સહકાર આ મેઘધનુષને ટકાવી રાખવામાં ઉપયોગી બનતો રહ્યો છે. જાંબલી અને રાતા રંગ જેવા અરમાનોથી ભર્યા ભર્યા કેનેડા અને અમેરિકા સ્થિત મારા સંતાનો કવન અને તપન. વળી મારી વહુઓ બીના અને શીતલ અને તેમનાથી રચાતું એક નવું નાનકડું બાળકોનું મેઘધનુષ પૂજા, જીષા, ઈશ અને રિચા.

    મારા શબ્દો અને સર્જનાત્મક કાર્યોથી ઈશ્વરની જે ઉપાસના કરવાનો આનંદ અવસર મળે એને હું વાદળી અને નારંગી રંગે ઓળખાવું. જેમ વાદળો અને એની પાછળથી ઉદય થતો સવારનો નારંગી રંગનો સુરજ, જીવનમાં કંઈક નવું કરવાનો સંદેશ લઈને આવે છે તેમ મારા જીવનમાં આ રંગો મને હંમેશા કંઈક નવું કરવાને પ્રેરે છે. આ તમામ રંગોથી રચાયું મારા સંપૂર્ણ પરિવારનું મેઘધનુષ.  

     અહીં આ મેઘધનુષ પણ કંઈક એવા જ રંગોની ભાત પાડે છે. પેલું મેઘધનુષ એ આકાશનું સર્જન છે, આ મેઘધનુષ બ્લોગ, એ મારા અવકાશનું સર્જન છે. ક્યારેક કોઈ કાવ્ય, છંદ, ટૂંકી વાર્તા અને ઈશ્વરની વાંગમય ઉપાસનાના જુદા જુદા રંગોથી તેને સજાવવાની કોશિશ કરીશ. જેમણે આ વિચાર આપ્યો એ સોનલબહેન અને જેમણે આકાર આપવામાં મદદ કરી એ મૃગેશ, એમ બંને પ્રતિ આભાર વ્યકત કરું છું અને આપ સૌ વાચકોનો સહકાર ઈચ્છું છું. હું પોતે તો કોઈ લેખિકા કે કવિયત્રી છું નહીં, જે માણું છું એ માણવાનો બીજાને લ્હાવો મળે એવી કોશિશ કરું છું, માટે આપને પણ આપની કોઈ કૃતિ મેઘધનુષના રંગોમાં સમાવવાની ઈચ્છા હોય, તો જરૂરથી મારો સંપર્ક કરો. આશા છે આપને આ સાત રંગોની રંગોળી પસંદ આવશે.

નીલા કડકિઆ
વાલકેશ્વર
મુંબઈ
kadakia_neela@hotmail.com

 

                                    

                                                  ૐ નમઃ શિવાય

 

 નીલા સુધીર

 

 કવન બીના પૂજા

પૂજા જીષા 

તપન શીતલ ઇશ રિચા  

 

      રિચા                     ઇશ  

કિલ્લોલ કરતું મેઘધનુષ

53 Comments Add your own

  • 1. Urmi Saagar  |  September 21, 2006 at 6:38 pm

    તમારા મેઘધનુષનાં રંગો હંમેશા ચમકતાં રહે એવી શુભેચ્છા !!

  • 2. chetna  |  September 23, 2006 at 4:47 am

    apno parichay pan ape meghdhanush jevo j karavyo…apna meghdhanush rupi kutumnb hamesha colocrful rahe evi shubhecha…
    shankar bhagvan vishe ghanu jaanva malyu..thaks.

  • 3. shivshiva  |  September 23, 2006 at 11:03 am

    મારા મતે આપણું જીવન શુભેચ્છઓથી તરી જાય છે. આપ સૌની શુભેચ્છાઓ બદલ હું ખૂબ આભારી છું. આશા રાખું છું આ રીતે આપ સૌ મળતાં રહો. આપ સૌને હું મારો પરિવાર ગણું છું. આપ સૌને મળીને મેઘધનુષ વધુને વધુ ખીલી ઉઠશે એ આશા સાથે

    નીલાનાં પ્રણામ

  • 4. naraj  |  September 23, 2006 at 7:47 pm

    best wish to u meghdhanushay
    naraj.worldpress.com

  • 5. Rajendra Trivedi,M.D.  |  September 30, 2006 at 8:21 am

    HAPPY SPTAMI TO YOU AND YOUR FAMILY.AND READERS OF YOUR BLOG.
    LIKE MEGHDHANUSHAY THIS SPATAMI WILL TAKE YOU TO THE NUMBER NINE.
    AND
    NAVDHABHAGTI IN NAVRATRY WILL TKKE AWAY THE EGO of all of us BACK TO BHGAVAN NARAYAN ON DASHERA.

  • 6. rajeshwari  |  October 9, 2006 at 12:38 am

    My best wishes to your family.May God bless you and your family members.May the rainbow always remain colourful and glittering….

  • 7. sohil  |  October 19, 2006 at 2:58 am

    Hi,

    Om Namah Shivay..I hope k hu j link ahi paste karu chu te tame nahi joyi hoy. Aaa video Shivratri na Divashe Savare Maha Abhishek Thayo hato Somnath ma ane tenu recording kari Somnath Site par mukel che to tamara Jeva Shiv bhakt ne hu nahi bhulu. Please Check it..its very nice…

    Abhishek : http://gujaratonair.com/js/MorningAarti_02.wmv
    Aarti:http://www.youtube.com/watch?v=34Lai3N-GtI
    Happy Divali & new year

  • 8. dj  |  October 26, 2006 at 10:52 pm

    hello

  • 9. Nayana  |  October 31, 2006 at 10:39 pm

    Tamra aa meghdhanushay na rango saday jalhalta rahe te mate subhechha.
    Aabhar,
    Nayana

  • 10. Kiritkumar G. Bhakta  |  November 5, 2006 at 12:08 am

    સુંદર વિચાર,
    મેઘધનુષ માટે જરુરી,
    પ્રેમનો પર્યાય..
    ઝીણા વરસાદમાં ચમકતો તડકો.
    ખરું ને !

  • 11. KUNJAL MARADIA  |  November 9, 2006 at 4:19 pm

    Neelaben,Ii felt good after talking to you on net. and i am surprised after reading abt meghdhanushya. surprised b’coz you seem to be very young by your thoughts.

    i would like to be a part of yr family by shivshva.

    i wish you and your family all happiness and prosperity in life.

    we will be in touch for ever,
    kunjal

  • 12. tatvachintak  |  November 18, 2006 at 7:45 pm

    dear your side is a very good and a good thinking to us thanks

  • 13. prarthana jha  |  November 21, 2006 at 10:08 pm

    thank you for your response ,
    I am very glad to read ur comment on my article.thank you mam
    will meet …..

  • 14. prarthana jha  |  November 21, 2006 at 10:09 pm

    thank you for your response ,
    I am very glad to read ur comment on my article.thank you mam
    will meet …..
    prarthana

  • 15. ગુજરાતી ન&hellip  |  December 1, 2006 at 12:53 am

    [...] —————————————————–ગુજરાતી વેબ સાઇટો અને બ્લોગોની સૂચિ -    1.      અનરાધાર - સિડનીથી મેહુલ શાહનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ2.      અનુસંધાન - હિમાંશુભાઈ કીકાણીનો મુખ્યત્વે ગુજરાતી ભાષા અને એના પ્રસાર પરના વિચારોનો બ્લોગ.3.      અમીઝરણું - ઉપલેટાના અમિત પિસવાડિયાનો ગજરાતી કવિતાનો બ્લોગ      4.      અર્ષનો સંગ્રહ - નિશીથ શુક્લનો (’અર્ષ’) સ્વરચિત કવિતાઓનો બ્લોગ.5.      ઉજાસ - ઈસ્લામને લગતા ધાર્મિક વિચારોનો બ્લોગ6.      ઓટલો- પંકજ બેગાણીની ગુજરાતી બ્લોગરોની બેઠક  7.      અંતરની વાણી - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઇ જાનીનો આધ્યાત્મિક વાતો અને રચનાઓનો બ્લોગ8.      ઉત્કર્ષનો બ્લોગ - ગુજરાતી લેક્ષિકોન ઉત્કર્ષનો ગુજરાતી કવિતાનો બ્લોગ. સંચાલક: મીના છેડા9.      ઊર્મિનો સાગર - અમેરીકાથી ઊર્મિસાગરનો સ્વરચિત રચનાઓનો અને મનગમતી કવિતાઓનો બ્લોગ10.  કડવો કાઠિયાવાડી - અંગત વિચારો અને અનુભવોની કાઠિયાવાડી લહેકામાં રજૂઆત.11.  કલરવ – વિવેક શાહનો ગુજરાતી ગીતોનો ઓડિયો બ્લોગ.12.  કલરવ…બાળકોનો…બાળકો માટે - દાહોદથી રાજેશ્વરી શુકલનો બાળવાર્તાઓ અને બાળગીતોને સમાવતો બાળકો માટેનો બ્લોગ13.  કવિલોક - ડૉ.દીલીપ પટેલનો સ્વરચિત અને અન્ય કવિઓની રચનાઓનો બ્લોગ.14.  કાવ્યસૂર - આર્લિંગટન, ટેક્સાસથી સુરેશભાઈ જાનીનો સ્વરચિત અને નવોદિત કવિઓની રચનાઓ અને આજની વ્યક્તિ વિશેષ જણાવતો બ્લોગ.15.  કસુંબલ રંગનો વૈભવ - અમદાવાદ, વાઘેશ્વરીથી બાબુભાઇ દેસાઇ ‘નારાજ’નો સ્વરચિત ગઝલોનો અંગત બ્લોગ16.  ફોર એસ વી-સંમેલન  - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી બ્લોગોનો ગુલદસ્તો17.  ફોર એસ વી-પ્રભાતનાં પુષ્પો - અમેરિકાથી એસ.વી.નો ગુજરાતી કવિતાનો બ્લોગ.18.  ગઝલ ગુર્જરી - આદિલ મન્સુરીની પીડીએફ ફોર્મેટમાં ગઝલોની વેબસાઇટ19.  ગુજરાત અને ગુજરાતી - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ની સ્વરચિત કવિતાનો બ્લોગ.20.  ગુજરાતી કવિતા - મુંબઇથી ચેતન ફ્રેમવાલાનો સ્વરચિત ગુજરાતી ગઝલોનો બ્લોગ.21.  ગુજરાતી પુસ્તકાલય - બકરોલના જયંતિભાઇ પટેલનું સાર્વજનિક ગુજરાતી પુસ્તકાલય.22.  ગુજરાતી પ્રતિભા પરિચય - ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર.23.  ગુજરાતી સારસ્વત પરિચય - ગુજરાતના સારસ્વતોના જીવન અને એમના સાહિત્ય સર્જન અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ. સંચાલકો : સુરેશભાઈ જાની, હરીશ દવે, અમિત પિસાવાડિયા, જયશ્રી ભક્તા, ઊર્મિસાગર24.  ગુજરાતી સાહિત્ય સરિતા - હ્યુસ્ટનના ગુજરાતી સાહિત્ય રસિકોની અભિવ્યક્તિ25.  ગુર્જરદેશ.કોમ - ગુજરાતી સાહિત્ય અને લેખોને સમાવતી વેબસાઇટ. સંચાલક: વિશાલ મોણપોરા       26.  જયદીપનું જગત - શ્રીનગરથી જયદીપ ટાટામીયાનો મનગમતી કવિતા અને વાતોનો અંગત બ્લોગ27.   ટહૂકો.કોમ - લોસ એન્જેલસ,અમેરીકાથી જયશ્રી ભક્તનો સંગીત અને ગુજરાતી કવિતાઓના સમન્વયનો બ્લોગ28.  ‘ડી’નું જગત - વડોદરાથી ધર્મેશ પટેલે શરુ કરેલો એની સ્વરચિત લઘુકવિતાઓનો બ્લોગ.29.  તણખાં - સર્જિત અમીનનો થોડી પોતાની અને થોડી મનને ગમતી વાતોનો અંગત બ્લોગ30.  તુલસીદલ - સ્વ. શ્રી મૂળશંકર ત્રિવેદીએ રચેલી અને સ્વરબધ્ધ કરેલી સ્તુતિઓ. સંચાલક: રાજેન્દ્ર ત્રિવેદી31.  દસ્તક - સાગરચંદ્ર નાહરના વિચારો.32.  પરમ સમીપે - કલકત્તાથી નીલમ દોશીની સ્વરચિત કૃતિઓ તથા પસંદગીની કવિતા, માર્મિક લઘુકથાઓ વગેરે સમાવતો બ્લોગ33.  પ્રતિદિપ્તિ - કોલમ્બસ, અમેરિકાથી મૌલિક સોનીનો અંગત બ્લોગ34.  પ્રત્યાયન - લંડનથી પંચમ શુક્લનો સ્વરચિત ગુજરાતી કાવ્યોનો બ્લોગ        35.  પ્રાર્થના મંદિર - સિડનીથી મેહુલ શાહનો શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતોને રજૂ કરવાનો  પ્રયાસ કરતો બ્લોગ.36.  બાગે વફા અને બઝ્મે વફા - કેનેડાથી મહોમ્મદઅલી ભૈડુ ‘વફા’નો કાવ્ય વિષયક બ્લોગ37.  બ્લોગ ફ્રોમ વર્નાક્યુલર વેબ - મુંબઈથી ક્રીસનો ગુજરાતી ભાષાને લગતી પ્રવૃત્તિઓનો બ્લોગ.38.  મધુસંચય - અમદાવાદથી હરીશભાઈ દવેનો અંગત વિચારો અને ચિંતનનો બ્લોગ.39.  મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ40.  મને મારી ભાષા ગમે છે કારણકે - પોરબંદરથી અશોક ઓદેદ્રાને ગમતી વાતો અને કવિતાનો અંગત બ્લોગ.41.  મારા વિચારો, મારી ભાષામાં… - મુંબઈથી કાર્તિકનો અંગત બ્લોગ.42.  મારા સપનાની દુનિયા - મુંબઈથી શૈલેષ પટેલનો અંગત બ્લોગ43.  મારું જામનગર - જામનગરથી નિલેશ વ્યાસનો મનગમતી કવિતાનો બ્લોગ44.  મારો ગુજરાતી બ્લોગ - અમદાવાદથી હરીશભાઈ દવે ‘નવ-સુદર્શક’ ના વિચારો અને સંસ્મરણોનો બ્લોગ   45.  રીડગુજરાતી - વડોદરાના મૃગેશ શાહની પ્રથમ ઓનલાઇન ગુજરાતી મેગેઝીન વેબસાઇટ     46.  લયસ્તરો - એટલાન્ટા,અમેરીકાથી ધવલભાઈ શાહનો કવિતાનો બ્લોગ. સંચાલકો : ધવલભાઈ શાહ, ડો.વિવેકભાઈ ટેલર, સુરેશભાઈ જાની   47.  વિચાર જગત - બેંગલોરથી મૂળ સૂરતી નિમેષનો પોતાના વિચારો અને અનુભવોની વાતોનો અંગત બ્લોગ.48.  વિચારો અને વાર્તાઓ - નિમેષનો જ બીજો વિચારો અને વાર્તાઓનો બ્લોગ49.  .વિજયનું ચિંતન જગત - વેબ પરથી ગમેલી અને વારંવાર વાંચવી ગમતી વાતોની  ડાયરી  50.  વિશાલ મોણપરાની ગુજરાતી ગઝલો - વિશાલ મોણપરાની સ્વરચિત ગઝલો          51.  શબ્દો છે શ્વાસ મારાં - સુરતથી ડો.વિવેક મનહર ટેલર, સુરતનો સ્વરચિત ગઝલો અને કાવ્યોનો સર્વપ્રથમ સચિત્ર ગુજરાતી બ્લોગ  52.  શોધું છું એક આકાશ, ક્ષિતિજની પેલે પાર - અમદાવાદથી  ભાવિન ગોહીલનો ગમતી ગઝલો અને કાવ્યોનો બ્લોગ.53.  શબ્દપ્રીત - શ્રી ભૂપત વડોદરિયાના લેખોનો બ્લોગ. સંચાલક - ઈલાક્ષી પટેલ.54.  શ્રીજી - લંડનથી ચેતના શાહનો શ્રીનાથજીનાં ભજન-કિર્તન-સત્સંગ વિશેનો બ્લોગ. 55.  સમાચાર સાર - સમાચારો પર સુવાસ ટીમની ટીપ્પણી બ્લોગ સ્વરૂપે56.  સહિયારું સર્જન - નવોદિત સર્જકોને ગઝલ, કાવ્ય, મુકતક, શેર કે હાઇકુ/મુક્તપંચિકા જેવું કંઇક છાંદસ કે અછાંદસ લખવા માટે આમંત્રણ આપી, એમને લખવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરતો બ્લોગ57.  સિદ્ધાર્થનું મન - ડૉ.સિદ્ધાર્થ શાહનો ગુજરાતી કવિતાનો બ્લોગ.58.  સુર-સરગમ - લંડનથી ચેતના શાહનો ગીત, સંગીત ને સુરના સમ્ન્વય વિશેનો બ્લોગ59.  સુવાકયો - નિમેષનો સુવાક્યોનો બ્લોગ60.  સુવાસ - બ્લોગ સ્વરૂપે ઈસ્લામિક ઈ-મેગેઝીન61.  સ્નેહ સરવાણી - અમદાવાદથી નેહા ત્રિપાઠીનો કવિતાનો બ્લોગ   62.  સ્વરાંજલી - ચિરાગ પટેલનો મુખ્યત્વે સ્વરચિત રચનાઓનો બ્લોગ.63.  હાથતાળી - પંકજ બેંગાણીનો અંગત બ્લોગ.64.  હાર્દિક ટેંકનો બ્લોગ - હાર્દિક ટેંકનો મનગમતી કવિતાનો 65.  હાસ્યનો દરબાર - ગુજરાતીમાં જોક્સ, કાર્ટુન, વિ.નો હાસ્યનો ખજાનો લઇને આવ્યા છે ડૉ.રાજેન્દ્રભાઇ ત્રિવેદી, મહેન્દ્રભાઇ શાહ અને સુરેશભાઇ જાની.66.  હેમકાવ્યો - હેમંત પુણેકરનો પોતાની રચનાઓનો અંગત બ્લોગ.   [...]

  • 16. Jayesh Patel, CFA  |  December 15, 2006 at 12:07 am

    You are doing awesome.
    Keep up your good work please.

  • 17. suresh  |  December 15, 2006 at 6:11 pm

    hi
    i wanted to enquire more about a song KAMAL KARE CHHE KAMAL KARE CHHE EK DOSO DOSI NE HJU VAHAL KARE CHHE… …
    which was supposed to be on your http://shivshiva.wordpress.com/2006/11/24/saathi-yo-19/feed page but i could read only some square fonts. its not working. pl do something. i listened this song on radio umang of worldspace 24 hours new channel. thanks. suresh pl reply.

  • 18. જય  |  January 3, 2007 at 1:18 am

    નીલાબેન,

    તમારા ‘મેઘધનુષ’ બ્લોગ મને ખુબ ગમ્યો છે. જ્યારે સમય મળે ત્યારે એનાં જુદા જુદા વિભાગો માં જઈ વિવિધ અમૃતબિંદુઓને સીંચી જ્ઞાનપીપાસા છીપાવું છું. મારા બ્લોગ પર તમારો અભિપ્રાય ખુબ પ્રેરણાં આપી ગયો. ખુબ ખુબ આભાર.

    જય.

  • 19. સુરેશ જાની  |  January 5, 2007 at 2:47 am

    હું શાળામાં શીખી હતી ત્યારથી કહેવાય છે કે આ ગીત પ્રહ્લાદ પારેખે લખ્યું છે એટલે ખાતરી કરવા ફરીથી મારી સંગીતની ચોપડેઓ ઉથલાવી અને એમાં પણ એમજ લખેલું છે કે આગીત પ્રહલાદ પારેખનું લખેલું છે.
    કદાચ સુરેશભાઈ જાણતાં હશે.પ્રહલાદભાઈ મારા શિક્ષક હતાં.

    નીલા

    તમારી આ કોમેંટ આજે જ સ્વપ્નસ્થની એક કવિતા ( અમી ઝરણું પર) વાંચી. અમીતે બરાબર લખ્યું છે. તેના સર્જક સ્વપ્નસ્થ જ છે.
    (જુઓ - ગુજરાતી કાવ્ય સમૃધ્ધિ - ઇમેજ પબ્લીકેશન પાનું - 193)

  • 20. Chirag Patel  |  January 19, 2007 at 2:58 am

    Nilaben, I practice Yoga, Pranayama since childhood and benefited a lot. I do not consider myself expert, but will surely write something in very near future.

    You will appreciate this articles: http://www.stephen-knapp.com/yoga_and_how_to_get_started.htm

    I liked the science behind ornaments. It matches with “accupressure” techniques.

    Wish you all the best.

  • 21. chetu  |  January 31, 2007 at 7:21 pm

    નીલાબેન ,આપે મને પુછેલ સવાલ નો જવાબ સુર્-સરગમ પર છે…!

  • 22. pravinash1  |  February 2, 2007 at 10:00 pm

    નીલાબેન
    તમારા અભિપ્રાય બદલ આભાર. સુધિર અને હું ફેલોશિપ સ્કુલમાં
    જતા હતા. રજનિભાઈના કાકાના દિકરા અવિનાશની હું અર્ધાગના છું.
    મુંબઈ આવિશ ત્યારે મળવાનો મોકો મળશે.

  • 23. Jugalkishor  |  February 3, 2007 at 8:56 am

    અહીં તો એક સામટા કેટલા બધા રંગો ભેળા થયા છે !!

    આ સૌના રંગો સૌ સાથે ભળી જઈને એક રંગોળી બનાવી દે છે ને નૅટ-જગતને જ નહીં, મનોજગતને પણ શણગારી મૂકે છે.

    સૌને એમાં ભાગીદાર થવા બદલ અભિનંદનો !
    ( મારા ‘શાણી વાણી…’ ને તથા ‘નૅટ-ગુર્જરી’નેય એમાં સહભાગી ગણજો.)

  • 24. રાજીવ  |  February 6, 2007 at 6:45 am

    આદરણીય નિલાજી,

    તમારો પરિચય વાંચ્યો અને મને મારી અમરનાથ યાત્રા યાદ આવી ગઇ… ખરેખર તે ક્ષણ મારા જીવનની સૌથી આનંદની ક્ષણ હતી જ્યારે હૂ અમરનાથની ગુફામા શિવલીંગના દર્શન કરી રહ્યો હતો… ત્રણ દિવસ ચાલવાનો થાક અને જીવનના બધા દુઃખો જાણે એક સાથે અલૉપ થઇ ગયા અને આંખોમાં આનંદના અશ્રુઓ આવી થોભી ગયા હતા…! ખુબ અલૌકિક વાતાવરણ હતુ…!

    મે મારી અમરનાથ યાત્રા પર એક બુક લખિ હતી મારી પત્ની માટે… કારણ કે તે મારી સાથે આવી નહતી શકી… હુ શક્ય બનશે તો તે તમ્ને મોક્લાવીશ… તમ્ને પસંદ પડે તો તમારા બ્લોગમા સમાવજો…

    આપ મારા બ્લોગ પર આવ્યા અને આપના અભિપ્રાય આપ્યો… ખુબ આભાર…!

    રાજીવ

  • 25. vishwadeep  |  February 8, 2007 at 6:53 pm

    વરસાદ વરસી-વરસી થાકે ને સૂરજ કિરણ ડોકીયા કરતું હોય,
    નવરંગ વસ્ત્રપે’રી મેઘ-ધનુષ મન મુકી મહાલતો હોય,
    ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

  • 26. ninad adhyaru  |  February 20, 2007 at 8:33 am

    KOEE PAN DHORAN ANE DHAARA VAGAR,
    BHAKT NE EESHWAR MALE MAALA VAGAR!

    -ninad adhyaru 9374245200

  • 27. ninad adhyaru  |  February 20, 2007 at 8:38 am

    NINAD ADHYARU
    ‘RUTUVAN
    2-GOLDEN PARK,
    UNIVERSITY ROAD,
    RAJKOT. 360 005
    GUJARAT. INDIA’

  • 28. shivshiva  |  February 20, 2007 at 3:48 pm

    આપ સૌને ‘મેઘધનુષ’નાં રંગો મ્હાલવા ગમે તે બદલ હું આપ સૌનો આભાર માનું છું.

    આપ સહુનો અભિપ્રાય મને વધુ ને વધુ સારું લખવા પ્રેરે છે.

    નીલા કડકિઆ

  • 29. Jugalkishor  |  March 8, 2007 at 12:10 pm

    લખતાં જ રહો ને લખાવતાં ય રહો. તમે ઘણાંને પ્રેરણા પણ આપતાં રહો છો તેની જાણ થતી જ રહે છે…

  • 30. mayur  |  March 13, 2007 at 1:45 am

    BEST FRIENDS
    Be best friends preferably before being boyfriend-girlfriend. Take time to know each other so the relationship will be a deep one. Tell each other about your crushes, dreams and problems. Make sure he/she is your best friend before getting engaged. The strong bond of friendship will help you both survive tough times.

    MAYUR BAXI

  • 31. કુણાલ  |  April 2, 2007 at 4:08 pm

    આંટી તમારા બ્લોગ પર આવી ને રસાસ્વાદ લેવાની તક આજે મળી… :)

    આવી જ રીતે અમારા માટે પ્રેરણા સ્ત્રોત બની રહો….

    આવજો…

  • 32. પ્રતીક નાયક  |  April 2, 2007 at 6:02 pm

    તમારા મેઘધનુષનાં રંગો તો ખરેખર ખુબજ નિહાળવા લાયક છે.

    અને હા, તમારા સુંદર પ્રતિભાવો ખુબજ સરસ છે…

  • 33. pankaj shukla  |  April 8, 2007 at 12:16 pm

    go ahed Bhagvan shive with u,

    your yatra of mansorover will jouful and your yatra of Blogs and magdhanush is also joufull for u and all freinds ,

    it is not nesessury to be a excellant writer or poeats for writing any things , u have to confident to writ by heart

    pankaj shukla

  • 34. pankaj shukla  |  April 8, 2007 at 12:23 pm

    a jok,

    ek jangal ma Bapu bhula padia , same ek adivasi ( origeinal janglvasi ) malia , Bapu Kahe : ” Mara pahela koi Bapu ahi avela ?? ” ,,

    Adivasi := ” Ha “,

    Bapu = :”te e keva hata ?? ”

    Adivasi = ” Testy ”

    pankaj shukla

  • 35. d.c.dalal  |  April 8, 2007 at 4:35 pm

    i read wonderful literature in gujarati. hope to read more like this in future.

  • 36. d.c.dalal  |  April 8, 2007 at 4:36 pm

    it is a pleasure to read your literature and yhope to see more in future.

  • 37. Ajit Desai  |  May 3, 2007 at 8:40 am

    NICE TO SITE SEEING………KILLOL,MEGHDHANUSHYA AND COLOURS ARE LIFE TO LIVE LIFE….
    SAHITYA SANGAM IS NECESSARY AT PRESENT SITUATION…
    AJIT DESAI, JAMNAGAR

  • 38. dhavalrajgeera  |  May 16, 2007 at 8:34 pm

    IT IS ALWAYS NICE TO READ AND HEAR YOUR VOICE.
    YOUR WORK WE ENJOY DAILY WHEN WE SURF…….

  • 39. Pinal Shah  |  June 13, 2007 at 10:31 am

    i am not able to copy a single line from site, please provide me fonts of this and how to download it.

  • 40. kiritsinh  |  July 9, 2007 at 8:42 pm

    Bahu saras
    Apna kutumbani ranbhari vato sambhli ne anand thayo ke ajna jamana ma pan koi privar avo colourful hoi sake…………
    Wish You All the best

  • 41. Pankur Patel  |  July 26, 2007 at 9:36 pm

    bahu srars site che.
    pan aa site ma kaya font vapariya che te kahone mane.
    Please tell me….

  • 42. pankaj trivedi  |  October 10, 2007 at 1:37 am

    good

  • 43. pankaj trivedi  |  October 10, 2007 at 1:38 am

    very good

  • 44. ranchhod  |  October 14, 2007 at 10:14 pm

    આપ સૌ વાચકોનો સહકાર ઈચ્છું છું.આ સૌના રંગો સૌ સાથે ભળી જઈને એક રંગોળી બનાવી દે છે ને નૅટ-જગતને જ નહીં, મનોજગતને પણ શણગારી મૂકે છે.સૌને હું મારો પરિવાર ગણું છું. આપ સૌને મળીને મેઘધનુષ વધુને વધુ ખીલી ઉઠશે એ આશા સાથે

  • 45. અનિમેષ  |  October 23, 2007 at 6:55 pm

    દશેરા નિમિત્તે શુભેચ્છાઓ…

  • 46. BY-URMISAGAR « હ&hellip  |  November 19, 2007 at 6:32 pm

    [...] મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ. [...]

  • 47. OTHER GUJARATI BLOGS-R&hellip  |  November 19, 2007 at 6:37 pm

    [...] મેઘધનુષ - મુંબઇથી નીલા કડકિઆનો આધ્યાત્મિક રંગે રંગાયેલો બ્લોગ. [...]

  • 48. Ashok  |  January 12, 2008 at 8:33 pm

    Apano ane aapna kilol karta parivar no parichay meghdhanush na rango na swarup ma karavyo…..ane aavo meghdhanush na saptarangi blog pan avismarniya raheshe…..

    Ashok Patel

  • 49. KISHORBHAI MADLANI PORBANDAR  |  January 30, 2008 at 3:39 pm

    abhinandan ,,,,meghdhanush dwara gujrati sahitya na sat krta vadhera rang ni safar karavi…..ha …khubj gamyu…manspat ma navi dunia no ahesash karaviyo..nilaben apna samgra parivar hardik shubhkamna

  • 50. ashwin  |  March 28, 2008 at 3:48 pm

    thank You……….Very much for such and enthusiasting and ziiiling display of wholesome and cherishing thoughts . Aatlo bhavaytam blog aaj sudhi nihalyo nathi. Pl. aa prakriya sharu rakhsho…. aevi Vinanti. ………..AAAAAaabhaar…!!!!
    ~ ashwinahir@gmail.com

  • 51. rajeshwari shukla  |  April 24, 2008 at 3:20 am

    તમારા મેઘધનુષનાં રંગો સદાય ચમકતા રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

  • 52. kirit shah  |  April 27, 2008 at 9:09 pm

    Bahuj samrudh blog che apno

  • 53. Harsukh Thanki  |  May 13, 2008 at 10:51 pm

    પરિચયનું આલેખન ખૂબ સુંદર. બ્લોગ પણ રસપ્રદ.

Leave a Comment

Required

Required, hidden

Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>

Trackback this post  |  Subscribe to the comments via RSS Feed