Posts filed under 'મંજીરા[ભજન]'
દમાદમ મસ્ત કલંદર
આજે વૈશાખ વદ એકમ
આજનો સુવિચાર:-દીકરી તમારા અહંકાર સામે મોટો પડકાર છે. – મુનિ તરુણસાગરજી
હેલ્થ ટીપ્સ:- એક ચમચી મધને એક ચમચી પાણી સાથે ભેળવી ચહેરા પર અને ગરદન પર લગાડો. સુકાય પછી ઠંડા પાણીથી ધોવાથી ચહેરાની ત્વચા ખીલી ઊઠશે.
ઝૂલે લાલ
દમાદમ મસ્ત કલંદર
લાલ મુંજી પત રખજી ભલા ઝૂલે લાલણ
સિંદરી જા,સેવણ જા, સાખર જા,
સખી સા બાદ કલંદર
દમાદર મસ્ત કલંદર બસે જો સબ્જે અંદર
પીરણ જા પીર અચમીલ સીરતે
બેરા સંગત જા પાર કંદે ઝૂલે લાલણ
સિંદરી જા સેવણ જા સાખર જા
સખી સા બાદ કલંદર
દમાદર મસ્ત કલંદર બસે જો સબ્જે અંદર
ચારૈ ચિરાગ તુંઈ જા, બરન હમેશ
પેંજો મે બારન આઈ અહ્યા ઝૂલે લાલણ
સિંદરી જા,સેવણ જા, સાખર જા,
સખી સા બાદ કલંદર
દમાદર મસ્ત કલંદર બસે જો સબ્જે અંદર
જેકો લાલ તુંઈ જા, જોત જગાઈન
તેંજા કંદે લાલ ભાગ ભલા ઝૂલે લાલણ
સિંદરી જા,સેવણ જા, સાખર જા,
સખી સા બાદ કલંદર
દમાદર મસ્ત કલંદર બસે જો સબ્જે અંદર
જે કો લાલ તુંઈ જે દૂર તે ઈંદા
મનજુ મરાદુ પાયે વેંદા, ઝૂલે લાલણ
સિંદરી જા,સેવણ જા, સાખર જા,
સખી સા બાદ કલંદર
દમાદર મસ્ત કલંદર બસે જો સબ્જે અંદર
ધૂન
જે કો ચાંદો ઝૂલે લાલ તે જા
થીના બેડો પાર આયો લાલ,
ઝૂલે લાલ લાલ ઝૂલે ,
લાલ ઝૂલે આયો લાલ ઝૂલે લાલ
ૐ નમઃ શિવાય
2 comments May 3, 2007
રામ નવમી
આજે ચૈત્ર સુદ નોમ, રામ નવમી
આજનો સુવિચાર:- શ્રી રામ શ્રી રામ શ્રી રામ એમ ટહુકાર કરતી કવિતારૂપી શાખા પર બેસીને ટહુકાર કરતી વાલ્મીકિરૂપી કોયલને હું વંદન કરું છું. – શ્રી રામ રક્ષાસ્ત્રોત્ર
હેલ્થ ટીપ્સ:- જાયફળને કાચા દૂધમાં ઘસી ખીલ પર લગાડવાથી ખીલ પર રાહત રહે છે.
આજે રામ નવમી આજે શ્રી રામચંદ્રજીનો જન્મ. ભક્તિ અને ભાવનાએ શ્રી રામ પ્રભુને અલૌકિકતા આપી, એમાંથી અનન્ય દિવ્યશક્તિ પ્રગટ થઈ. ભારતની પ્રજાએ એને જીવનપ્રેરણા તરીકે, જીવનયોગ તરીકે, જીવનમંત્ર તરીકે અપનાવી લીધી છે.આ ‘ભાવના’ કોઈ ધર્મની, કોઈ સંપ્રદાયની, સંકુચિત સંપત્તિ નથી. આ ‘ભાવનારૂપી રામ’ તો સર્વવ્યાપી છે. ‘રામ’તો સનાતન ભાવનાનું નામ માત્ર છે.
ઠુમકી ચલત રામચંદ્ર
બાજત પૈજનીઆ
કિલકિલાત ઉઠત ધાય
ગિરત ભૂમિ લટપટાય
ધાય માય ગોદ લેત
દશરથકી રનિયાઁ
– ઠુમકી
આઁચલ રજ અંગ ઝારી
વિવિધ ભાંતિ સો દુલારી
નિરખત મુખ બારી બારી
કહત મૃદુ વચનિયાઁ
— ઠુમકી
મેવા મોદક રસાલ
મન ભાવે સો લેહુ લાલ
ઔર દેહુ રુચિર પાન
કંચન ઝુનઝુનિઆ
– ઠુમકી
વિદ્રુમ સે અરુણ અધર
બોલત મૃદુ વચન મધુર
સુંદર નાસિકા બીચ
લટકત લટકનિયાઁ
— ઠુમકી
તુલસીદાસ અતિ આનંદ
નિરખી કે મુખારવિંદ
રઘુવર કી છબિ સમાન
રઘુવર મુખ બનિયાઁ
– ઠુમકી
ૐ નમઃ શિવાય
3 comments March 27, 2007
નાખેલ પ્રેમની ડોરી
આજે ફાગણ સુદ સાતમ [શ્રી યોગેશ્વર ભગવાનનો પાટોત્સવ –થાણા મુંબઈ]
આજનો સુવિચાર:-જીવનમાં આવેલી યુવાની તો ચાલી જશે પરંતુ આવેલો બુઢાપો જિંદગીભર સાથે જ રહે છે.
હેલ્થ ટીપ્સ:-સૂકવેલી સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં એક ચમચી મધ ભેળવી ફેસપૅક તરીકે વપરાય તો ત્વચા નીખરી ઊઠશે.
આજનું આ ભજન માનવંત શ્રી મનવંતભાઈને અર્પણ
રાગ:- ખમાજ તાલ:- ખેમટો
નાખેલ પ્રેમની ડોરી ગળામાં હવે
આણી તીરે ગંગા વ્હાલા
ઓલી તીરે જમુના વ્હાલા વચમાં કાનુડો નાખે હેલી,
ગળામાં હવે નાખેલ પ્રેમની ડોરી
વૃંદાવનમાં વ્હાલો ધેનુ ચરાવે
વાંસળી વગાડે ઘેલી ઘેલી
ગળામાં હવે નાખેલ પ્રેમની ડોરી
બાઈ મીરાકે પ્રભુ ગિરીધરનાં ગુણ વ્હાલા
ચરણોની દાસી પ્રિયા તોરી
ગળામાં હવે નાખેલ પ્રેમની ડોરી
ૐ નમઃ શિવાય
1 comment February 23, 2007
રામકા ગુણ ગાન કરીયે
આજે મહાવદ સાતમ
આજનો સુવિચાર :- દરેકની નિંદા સાંભળી લો, પણ તમારો ફેંસલો ગુપ્ત રાખો. – શેક્સપિયર
હેલ્થ ટિપ્સ:- ગ્લિસરીનમાં લીંબુ નિચોવી ચહેરા પર લગાડી રગડીને કાઢી નાખવું જેથી ત્વચા પરનો મેલ દૂર થી ત્વચા સ્વચ્છ થઈ નિખરી ઉઠશે.
આજે મા યશોદાનો જન્મદિવસ. ભગવાન શ્રી કૃષ્ણ યાદવકુળના શ્રી વસુદેવના પુત્ર. પણ પાલક પિતા નંદરાયજી અને પાલક માતા યશોદા મૈયા જેનો આજે જન્મદિવસ તરીકે ઉજવાય છે.
સફળ લેખિકા વિનોદીની નીલકંઠનો જન્મ 9/2/1907 ના દિવસે અમદાવાદમાં શ્રી રમણભાઈ અને વિદ્યાબેનના પરિવારમાં થયો હતો. તેમણે સ્રીઓની સંસ્થામાં કામ કર્યું. રક્તપિત્ત હૉસ્પિટલ અનેક વર્ષો ચલાવી હતી.

ગાયક:- લતા મંગેશકર, ભીમસેન જોશી
રામકા ગુણ ગાન કરીએ, રામકા ગુણ ગાન કરીએ
રામ પ્રભુકી ભદ્રતાકા સભ્યતાકા ધ્યાન ધરીયે
રામકે ગુણ ગુણ ચિરંતન
રામ ગુણ સુમીરન રતન ધન
મનુજવા કો કર વિભૂષિત
મનુજકો ધનવાન કરીયે
ધ્યાન ધરીયે
સગુણ બ્રહ્મ,સ્વરૂપ સુંદર
સુજન રંજન મુખ સુખકર
રામ આત્મા રામ આત્મા
રામકા સન્માન કરીયે
ધ્યાન ધરીયે
ૐ નમઃ શિવાય
1 comment February 9, 2007
સુખનો ભરોસો શું?
આજે પોષ વદ એકાદશી
આજનો સુવિચાર:- ઓ ઈશ્વર ! મને હાજરજવાબી જીભ આપવાને બદલે મને હાજરજવાબી હાથ આપો.
હેલ્થ ટીપ્સ:-શિયાળામાં બદામના તેલની માલિશ ઉત્તમ છે.

સુખનો ભરોસો શું? દુઃખનો ભરોસો શું?
ક્યારે આવે ને ક્યારે જાય !
જીવનને એક લ્હાવો જાણો
પળ પળને જીવ મ્હાણો
રણમાં રેતીનાં જો વૃક્ષો તડકે છાયા જાણો
બે આસુંએ વહેતી નદીઓ તરતા અમૃત જાણો
નૂરનો ભરોસો શું? પૂરનો ભરોસો શું
ક્યારે આવે ને ક્યારે જાય !
અંધાધૂંધી એ જ સંબંધો કુદરત ધરતી વિધ વિધ રંગો
મનની માયા પણ બહુરંગી સાચા જૂઠા લાગે સંબંધો
માયાનો ભરોસો શું? છાયાનો ભરોસો શું?
ક્યારે આવે ને ક્યારે જાય !
કવિ:- કનુ રાવલ સંગીત:- નવિન શાહ
ૐ નમઃ શિવાય
6 comments January 15, 2007
હમકો મનકી શક્તિ દેના
આજે પોષ વદ ચોથ
આજનો સુવિચાર:-કોઇપણ કાર્ય માટે સ્વાધીનતા હોવી જરૂરી છે.
હેલ્થ ટીપ્સ:- જ્યારે થાક વરતાય ત્યારે નાની ગોળની કાંકરી ખાવાથી થાક ઉતરી જાય છે.

મારા સાત વર્ષના પૌત્ર ઈશે આ પ્રાર્થના ગાઈ છે.
હમકો મનકી શક્તિ દેના, મન વિજય કરે
દૂસરોંકી જયસે પહેલે ખૂદકો જય કરેં
ભેદભાવ અપને દિલસે સાફ કર સકે
દોસ્તોસે ભૂલ હો તો માફ કર સકે
જૂઠસે બચેં રહે, સચકા દમ ભરેં
દૂસરોંકી જયસે પહેલેં ખૂદકો જય કરેં
મુશ્કીલેં પડે તો હમ પે, ઈતના કર્મ કર
સાથ હૈં તો ધર્મકા ચલેં તો ધર્મ પર
ખુદ પે હોંસલા રહે બદીસે ના ડરેં
દૂસરોંકી જયસે પહેલે ખૂદકોં જય કરેં
ૐ નમઃ શિવાય
7 comments January 6, 2007
શ્રીજીબાવા દરશન દેજો
આજે પોષ સુદ બીજ
આજનો સુવિચાર:- પ્રસાદ એટલે શું ?
પ્ર એટલે પ્રભુ
સા એટલે સાક્ષાત
દ એટલે દર્શન
માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ
હેલ્થ ટીપ્સ:- ઘઉંના જ્વારાનો રસ નિયમીત પીવાથી ડાયાબિટીસ પર રાહત રહે છે.
શ્રાવણી ઉર્ફે ઈંદિરાબેટીજી જેઓ પ્રખ્યાત પુષ્ટિમાર્ગીય પ્રવચનકર્તા છે. તેઓ શ્રીનાથજી સુદર ભજનો પણ રચે છે.
શ્રીજીબાવા દરશન દેજો,
નયના અમારા શીતલ કરજો
નયન ગોખમાં કાજળ થઈને
અંધારૂ યુગ યુગનું હરજો
ઝાપટીયાની ઝાપટ વચ્ચે
અમને તાણી શરણે લેજો
વાંકી આંખે અમને ભાળી
એક નજર કરુણાની કરજો
કુલ્હે પીળી પીળા વાઘા
કમલપત્ર બે ગાલે કરજો
કમળછડી વેણુ લઈ કરમાં
અમને મારગ વચ્ચે મળજો
મોરપંખ શિર ઉપર ધારી
હાંસડી નીચે હેમલ ધરજો
ધવલ, લાલ, લીલી પે’રી
દર્પણમા પ્રતિબિંબ નીરખજો
કહે શ્રાવણી શામળિયાજી
આંખોની ઝાંખી રૂપથી ભરજો
રાધાજીનાં રસિક શામળા
નિજ જન માટે સંચરજો
જય શ્રી કૃષ્ણ
5 comments December 22, 2006
કૈલાસકે નિવાસી નમું બાર બાર હું
આજે કારતક વદ એકમ
આજનો સુવિચાર:- જ્ઞાન કરતાં કલ્પના વધારે અગત્યની છે.
-આલ્બર્ટ આઈંસ્ટાઈન

એક બિલી પત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર
દયાલુ ઈનકે સાથ હૈ ચંદ્રમૌલી ભરથાર
વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટાજુટ લીબાસ
આસન જમાયે બૈઠે હૈ ક્રિપાસિંધુ કૈલાસ
કૈલાસકે નિવાસી નમુ બાર બાર હું
આયો શરણ તિહારી પ્રભુ તાર તાર તું
ભક્તોકો કભી તુમને શીવ નિરાશ ના કિયા
માંગા જીન્હે જો ચાહા વરદાન દે દીયા
બડા હૈ તેરા દાયજા બડા દાતાર તું
બખાન ક્યા કરું મૈ રાખો કે ઢેર કા
ચપટી ભભૂતમેં હૈ ખજાના કુબેરકા
હૈ ગંગધાર મુક્તિદ્વાર ૐકાર તું
ક્યા ક્યા નહીં દીયા ભોલે ક્યા પ્રમાણ દે
બસ ગયે ત્રિલોક શંભુ તેરે હી નામસે
ઝહર પીયા જીવન દિયા કિતના ઉદાર તું
તેરી કૃપા બિના ન હિલે એક હી અણુ
લેતે હૈ શ્વાસ તેરી દયાસે તનુ તનુ
કહે દાદ એકબાર મુઝકો નિહાર તું
આયો શરણ તિહારે પ્રભુ તાર તાર તું
ૐ નમઃ શિવાય
3 comments November 6, 2006
ભાઈબીજ
આજે કારતક સુદ બીજ ભાઈબીજ
આજનો સુવિચાર:- ઈશ તણો આવાસ આતો તું આમંત્રિત અતિથિ એનો
નહીં સ્વામી નહીં દાસ આ તો ઈશ તણો આવાસ
આપ સૌને નૂતનવર્ષાભિનંદન
મંગલ પર્વની શુભકામના
આજે ભાઈબીજ યાતો યમદ્વિતીયા પૌરાણિક માન્યતા પ્રમાણે વૈગિકકાળમાં આજનાં પર્વે યમરાજ પોતાની બહેન યમીને ઘેર ભોજન કરેલું, અને બે વરદાન આપ્યાં હતાં. એક તો દર વર્ષે આજનાં પર્વે દરેક ભાઈ પોતાની બહેનને ઘરે જમવા જશે અને ભાઈ બહેનને ભેટ આપશે.અને બીજુ વર્દા એ આપ્યુ કે આજના પર્વે કોઈપણ ભાઈનું અપમૃત્યુ નહી થાય. હિંદુધર્મમાં ભાઈબહેનનાં નિર્મળ સબંધો દર્શાવતાં બહુ ઓછા પર્વો છે તેમાનો આ એક તે ભાઈબીજનો તહેવાર.
ભાઈબહેનનો પ્રેમ નિરાળો, નિર્મળ અનુપમ અજરામર
ભગિની-ધર્મ નિભાવે તેને આજ નહિ અપમૃત્યુ-ડર

નિત્ય નિત્ય ભજીયે તારું નામ રે હોજી
હે પ્રેમે થકી અમને હે પ્રભુજી રે મળ્યાં રે હોજી
આણી તીરે ગંગા વ્હાલાં ઓલી તીરે જમુના વ્હાલા
હે વચમાં ગોકુળિયુ રૂડુ ગામ રે હોજી
નિત્ય નિત્ય ભજીયે
હે વૃંદા તે વનમાં વ્હાલે રાસ રચ્યો છે સખી
હે સોળશે ગોપીમાં ઘેલો કાન રે હોજી
નિત્ય નિત્ય ભજીયે
હે બાઇ મીરા કહે પ્રભુ ગિરિધરનાં ગુણ વ્હાલા
હે છેલ્લી બાકીનાં રામો રામ રે હોજી
નિત્ય નિત્ય ભજીયે
ગાયિકા:- સંગીતા દેશમુખ
ૐ નમઃ શિવાય
1 comment October 24, 2006
શિવ મહિમા
આજે આસો વદ ત્રીજ
આજનો સુવિચાર:- નિષ્ઠામાં સ્થિર થવું એ મોટામાં મોટું તપ છે.——— મોરારી બાપુ
વંદે દેવમ ઉમાપતિ સુરગુરુમ વંદે જગત કારણમ
વંદે પદ્મ ભૂષણમ મૃગધરમ વંદે પશુનામ પતિમ
વંદે સૂર્યશશાંક વહનીનયનમ વંદે મુકુંદ પ્રિયમ
વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ વંદે શિવં શંકરમ
હે શિવશંકર હે કરુણાકર સુનીયે અરજ હમારી
ભવસાગરસે પાર ઉતારો આયે શરણ તિહારી
- હે શિવશંકર
ચંદ્ર લલાટ ભભૂત રમાયે કટી વ્યાઘંબર ધારે
કરમેં ડમરૂ ગલે ભૂજંગા નંદી પર અસવારી
હે ગંગાધર દરશ દીખા દે હે ભોલે ભંડારી હે શિવશંકર
હે કરૂણાકર આયે શરણ તિહારી
- હે શિવશંકર
જનમ મરણકે તુમ હો સ્વામી, હે શંકર અવિનાશી
કણકણમેં હૈં રૂપ તુમ્હારા, હે ભોલે કૈલાસી
ચરણ શરણમેં આયા જોગી, રખીયો લાજ હમારી
હે શિવશંકર હે કરુણાકર આયે શરણ તીહારી
- હે શિવ શંકર
ગાયક:- જગજિત સીંગ
4 comments October 9, 2006

