Posts filed under ‘મંથન[ભક્તિરસ]’

ધર્મની સંક્રાંતિ

                                               આજે ચૈત્ર સુદ એકાદશી

ધર્મની સંક્રાંતિ

 

ધર્મની સંક્રાંતિ એટલે ધર્મના ક્ષેત્રમાં સંક્રાંત થવું. સંક્રાંતિના પર્વને ધર્મને પ્રમાણે ઉજવવું.

મુક્તિની ચાર દિશાઓ છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચાર દિશાઓ સાથે આપણી ચાર દિશાઓ જોડાયેલી છે. ધર્મ એટલે દક્ષિણ દિશા, મોક્ષ એટલે ઉત્તર દિશા, અર્થ એટલે પશ્ચિમ દિશા, કામ એટલે પૂર્વ દિશા સંકળાયેલી છે.

ધર્મ એટલે શું ? સ્વભાવો અદ્યાત્મ ઉચ્ચતે.

સ્વભાવ એ જ ધર્મ છે. સ્વભાવ એ જ અધ્યાત્મ. ધાર્મિક થવા પુજા, જપ, તપ જે કરવું કરો પણ ઈશ્વર પાસે જવા અર્જુનની જેમ ઋજુ બાળક જેવા નિર્દોષ બનો. જે કાર્ય કર્વાનું છે તે નિષ્ઠાથી કરીને જીવનને આત્મસાત કરવાનો છે.

ધર્મના મુખ્ય પાંચ તત્વો છે:-

1] કર્મકાંડ-કર્મકાંદમાં જડ તત્વોને તિલાંજલિ આપી નવા વિચારો દ્વારા પુજા અર્ચના કરવાનાં છે.

2] આચારો-જુદા જુદા સંપ્રદાયોને એક કરવાના છે. અંધશ્રદ્ધાને જાકારો આપવાનો છે.

3] સંપ્રદાય-મનની સંકુચીતતા, ધાર્મિક સહિષ્ણુતા ન ગણવાની વાતો દૂર કરવાની છે.

4] તત્વજ્ઞાન-માં ધર્મગ્રંથનું વાંચન અને તેનો અર્થસભર અનુવાદ તેમજ માનવતાનું નિરુપણ કરવાનું છે.

5] જીવનના મુલ્યો- રાસ પામતાં કે નષ્ટ થતાં જીવન મુલ્યોને સાચવાના છે. આપણી સંસ્કૃતિના જીવન મુલ્યો અમુલ્ય છે.


મુંબઈના ભારતીય સ્ત્રી સેવા સંઘ માં શ્રી. હેમાંગિનીબેન જાઈના અપાયેલ પ્રવચનને આધારિત.

                                 
                                                ૐ નમઃ શિવાય

April 2, 2012 at 6:20 pm 2 comments

‘અ’નું મહત્વ

                                                     આજે ફાગણ વદ આઠમ

‘અ’નું અદકેરું મહત્વ


જીવનનો આરંભ જન્મ

જીવનનો અંત
મરણ

બારાખડીનો પ્રથમ ‘અ’
આત્માનો ‘અ’
આત્માનાં લક્ષણો ‘અરૂપી’, અવિનાશી, અનામી

પ્રભુના ગુણો: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત લબ્ધિ

બ્રહ્માંડમાં :- અનંત આકાશ

ધર્મ કે પર્વમાં: એકમતીથી, અનંત એકાદશી, અનંત ચતુર્થી, અમાસ, અષાઢ
આસો માસમાં એવ્રત-જીવવ્રત, એકટાણુ, અનુષ્ઠાન, અલ્લાહનો અ.

વ્યવહારમાં : અનુજ અનુગામી

ભાવિ વિષે જાણકારી એટલે અગોચર જ્ઞાન [સંકેત]

દુર્ગુણો : અભિમાન, અહમ, આડંબર, અવિવેકી, અવિચારી

વાક્યોની રચના તેમ જ સમજ માટે ‘અને’ ‘એટલે’ ‘અનુક્રમણિકા’ જેવા શબ્દો

પત્રલેખનમાં : ‘આદરણીય’ આથી જણાવવાનું કે ….’ અંતમાં ‘આપનો વિશ્વાસુ’

છેલ્લે … અક્ષરધામ [મોક્ષ]

                                                                                       — સંકલિત

 

                                               ૐ નમઃ શિવાય

March 14, 2012 at 10:38 pm 1 comment

શિવમાનસ પૂજા

આજે મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રી

કૈલાશ પર શિવજી  

रत्नै: कल्पितमासनं हिमजलै: स्नानं च दिव्यांबरम् l
नानारत्नविभूषितं मृगमदामोदांकितं चंदनम् l
जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा l
दीपं देव दयानिधे पशुपते ह्यत्कल्पितं गृह्यताम् ll

હે દેવ ! હે દયાનિધિ ! આ રત્નજડિત સિંહાસન, શીતળ જળથી સ્નાન, અનેક પ્રકારનાં રત્નોથી વિભૂષિત દિવ્ય વસ્ત્ર, કસ્તુરીની સુવાસથી સુવાસિત મલયગિરિનું ચંદન, જૂઈ, ચંપો અને બિલ્વપત્રથી રચિત પુષ્પમાળા, ધૂપ અને દીપ – આ સર્વ માનસિક પૂજા હે મહાદેવ આપ ગ્રહણ કરો.

सौवर्णे नवरत्नखंडरचिते पात्रे घृतं पायसम् l
भक्ष्यं पंचविधं पयोदधियुतं रंभाफलं पानकम् l
शाकानामयुतं जलं रुचिकरं कर्पुरखंडोज्जवलन् l
तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ll

હે પ્રભુ ! મેં નવીન રત્નખંડોથી જડિત સોનાના પાત્રમાં ઘી-મિશ્રિત ખીર, દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારનાં વ્યંજન, કેળા, શરબત, અનેક પ્રકારનાં શાક, કપૂરથી સુવાસિત મીઠું પવિત્ર જળ અને તાંબૂળ – આ સર્વ મન દ્વારાભક્તિપૂર્વક રચીને આપને પ્રસ્તુત કર્યું છે કૃપા કરી આપ તેનો સ્વીકાર કરો.

छ्त्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् l
वीणाभेरिमृदंगकाहलकला गीतं च नृत्यं तथा l
साष्टांग प्रणति: स्तुतिर्बहुविद्याह्येतत्समस्तं मया l
संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ll

છત્ર, બે ચામર, પંખા, નિર્મળ દર્પણ, વીણા, ભેરી, મૃદંગ, દુદુંભી એ સર્વ વાદ્યોનુ સંગીત ગીત અને નૃત્ય, સાષ્ટાંગ પ્રણામ તથા નાનાવિધ સ્તુતિ – આ સર્વ હું સંકલ્પથી જ આપને સમર્પિત કરું છું. હે સર્વવ્યાપી ભગવાન ! કૃપા કરીને એનો સ્વીકાર કરો.

आत्मात्वंगिरिजा मति: सहचरा: प्राणा: शरीरं गृहम् l
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधि स्थिति: l
संचार: पदयो: प्रदक्षिणविधि: स्तोत्राणि सर्वा गिरो l
यद्यत्कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम् ll

હે શંભુ ! મારો આત્મા એ [સાક્ષાત] આપ જ છો, મારી બુદ્ધિ એ પાર્વતી છે,મારા પ્રાણ [ઈન્દ્રિયો] આપના સેવકગણ છે, મારો દેહ [આપનું] નિવાસસ્થાન [અર્થાત મંદિર] છે, સંપૂર્ણ વિષયભોગની રચના [ઉપભોગ] આપની [ષોડશોપચાર] ‘ પૂજા છે, [જ્યાં આપની સાથે મિલન થાય છે તે] નિદ્રા સમાધિની સ્થિતિ જ છે, પગ દ્વારા હરવું ફરવું એ [આપની] પરિક્રમા જ છે. સર્વ વાણી [જે કાંઈ હું બોલું છું તે] [આપનાં] સ્તોત્ર જ છે. [આ રીતે] હું જે જે પણ કર્મ કરું છું તે તે આપની આરાધના જ છે.

करचरणकृतं वाक्कायजं कर्मजं वा l
श्रवणनयनजं वा मानसंवाऽपराधम् l
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व l
जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो ll

હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, ચક્ષુ કે મનથી જે અપરાધ થયા હોય તે વિહિત હોય કે અવિહિત; એ સર્વ માટે હે કરુણા સાગર, હે મહાદેવ, હે શંભુ મને ક્ષમા કરો. આપનો જય થાઓ, જય થાઓ.

                                                                                     

                                                                                                   -શ્રી શંકરાચાર્ય

[ગુજરાતીમાં ભષાંતર શ્રી વિદિતાનંદજી મહારાજે કર્યું છે. પુસ્તક:- વન્દે શિવમ શંકરમ]

                                                       ૐ નમઃ શિવાય

February 20, 2012 at 4:14 am 2 comments

प्रथम वंदनीय गणपति देवा

                              આજે ભાદરવા સુદ ચૌદસ [ગણેશ વિસર્જન]                    

प्रथम वंदनीय गणपति देवा

प्रथम वदनीय गणपति देवा, पूरे जगकी करता तू सेवा,
प्रथम वदनीय गणपति देवा, प्रथम वदनीय गणपति देवा

‘ग’से गुरुवर, ‘न’से नंदामाता, ‘स’रूपी सुचितमें समाता,
वंदे इन्हें हम, करें इनकी सेवा, प्रथम वदनीय गणपति देवा

गुरु गणेश दोनों ज्ञानको दाता, दुःखनिवारक सुखके दाता,
पूरन होंगे हम करें इनकी सेवा प्रथम वदनीय गणपति देवा

कर्म भक्तिसे दोनों मिलते, भक्त अभक्तके मनमें रहते,
परिपूरण दोनों देवोके देवा, प्रथम वदनीय गणपति देवा

काज संभारो हम है बच्चे, गलती करें हम माफ करो सच्चे,
तेरी कृपा बीन पूरी न पूजा, प्रथम वदनीय गणपति देवा

               — बापू तेरो नाम

 

                                          ॐ नमः शिवाय

September 11, 2011 at 1:27 am 1 comment

જ્ઞાન, વિજ્ઞાન અને શિવજી

                                      આજે શ્રાવણ સુદ નોમ

આજનો સુવિચાર:- સેવાનો આધાર પૈસો નથી, પરંતુ હૃદય અને ઈચ્છા છે.         
                                                                                    – સ્વામી વિવેકાનંદ  

 
                                 જ્ઞાન, વિજ્ઞાન અને શિવજી

    શિવજી એટલે આ સૃષ્ટિની તમામ વિદ્યાઓના જનક. ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, યોગ, ભાષા,નૃત્ય, સંગીત વગેરે તમામ વિદ્યાઓ શિવમાંથી આવી છે. શિવજી એટલે માત્ર દેવોના દેવ જ નથી પરંતુ સમસ્ત બ્રહ્માંડના સર્જનહાર છે.

શિવલિંગ-

     હિંદુ ધર્મગ્રંથ પ્રમાણે બ્રહ્માંડ અનંત છે અને તેનો તાગ પામી શકાતો નથી.જ્યારે આધુનિક વિજ્ઞાન હમણાં હમણાં આ વાતને સમર્થન આપતાં કહે છે કે સમયની સાથે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. પાંચ લ્આખ આકાશગંગાના અભ્યાસ બાદ એ તારણ નીકળ્યું છે કે કોઈ અદૃશ્ય શક્તિ બ્રહ્માંડનો વિસ્તાર વધરી રહી છે જે વાત આપણાં ધર્મગ્રંથો સદીઓથી કહેતા આવ્યાં છે. ‘બ્રહ્માંડ’ શબ્દ બ્રૂ-બમ પરથી આવ્યો છે જેનો અર્થ ફેલાયેલું બ્રહ્મ થાય છે. એટલા જ માટે બ્રહ્માંડના નિરૂપણ સમાન શિવલિંગનો આકાર અંડાકાર બતાવ્યો છે. શિવ એટલે માત્ર શુભ નથી પણ શિવ એટલે કલ્યાણકારી. હિન્દુ ધર્મે સમસ્ત બ્રહ્માંડને કલ્યાણકારી કહ્યો છે.

અર્ધનારીશ્વર સ્વરૂપ-

     પ્રત્યેક માનવીમાં સ્ત્રી અને પુરુષના લક્ષણો હોય છે.જેમાં આધાર અને આધેય અથવા શિવ અને શક્તિ અથવા પુરુષ અને પ્રકૃતિ અવિભાજ્ય અંગ છે. આલ્બર્ટ આઈનસ્ટાઈનની ‘પદાર્થ અને શક્તિ સાથે પરિવર્તન પામે છે’ થિયરીને શિવજીના અર્ધનારીશ્વર સ્વરૂપે વ્યક્ત થયેલી જણાય છે.

બ્લેક હોલ અને મહાકાળ-

      શિવજીનું એક નામ ‘મહાકાળ’ છે. સરળ ભાષામાં બ્લેક હોલ એટલે ભમ્મરિયો કૂવો, જે નિહારિકાઓ, તારાઓ, ગ્રહોને કે બ્રહ્માંડને ગળી જાય છે અથવા શોષી લે છે. આ બ્લેક હોલમાં કાળ પણ શોષવાઈ જાય છે એટલે જ ભરતીય સંસ્કૃતિમાં શિવજીને મહાકાળ કહેવાય છે. કહેવાય છે કે શિવજી જ્યારે સમાધિ લગાવે છે ત્યારે કાળ થંભી જાય છે.

[સંકલિત]

સૌજન્ય:- જન્મભૂમિ

 

                                               ૐ નમઃ શિવાય

August 6, 2011 at 8:37 pm 3 comments

ચાતુર્માસ એટલે…….. !

                                      આજે અષાઢ વદ સાતમ

 

આજનો સુવિચાર:- જે ચીજથી આશા વધે છે તેનાથી સાહસ પણ વધે છે.
                                                                                                     –જોનસન

ચાતુર્માસ એટલે……

આભમાંથી પાણી વરસે તે……
ઉપાશ્રયમાં સંતોની વાણી વરસે.
સંત અને સરિતા બન્ને પાવન છે
અને પાછા પતિતને પાવન કરનારા છે
કારણ કે…….

સંત અને સરિતા સદાયે વહેતાં હોય છે
છતાં બન્નેમાં ફરક છે…..
સરિતા પાસે આપણે જવું પડે છે
જ્યારે સંતો આપણી પાસે આવે છે
વળી…. સરિતા સ્થિર નથી, જ્યારે….
સંતો વર્ષાવાસમાંએક સ્થાને સ્થિરતા કરે છે
અને… અનેક આત્માઓને જિનવાણી વડે
પરમાત્માનું સાનિધ્ય – સામિપ્ય અપાવે છે.

મઝધારમેં ભી કિનારા મિલ જાતા હૈ
તૂફાનોંમેં ભી સહારા મિલ જાતા હૈ
ગજબ કરિશ્મા હૈ જિવાણી કે નામ કા
અંધેરેમેં ભી ઉજાળા મિલ જાતા હૈ

શ્રી ધીરજમુનિ મ. સા.

સૌજન્ય:- જન્મભૂમિ

જય જિનેંદ્ર

July 21, 2011 at 7:27 pm 3 comments

નિયંત્રણ

                                             આજે જેઠ સુદ આઠમ

 
આજનો સુવિચાર:- જ્યાં કાંઈપણ નથી હોતું ત્યાં ‘અભાવ’ નડે છે, જ્યાં થોડું હોય છે ત્યાં ‘ભાવ’ નડે છે, જ્યાં બધું જ છે ત્યાં ‘સ્વભાવ’ નડે છે.
[આ લેખ મુંબઈના બાબુલનાથના વિસ્તારમાં આવેલા દ્વરિકાધીશ મંદિરના મુખ્યાજી શ્રી નીલેશભાઈએ આપ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

 
નિયંત્રણ


કેવી વાત છે ! આપણે ઘણું બધું નિયંત્રીત કરીએ છીએ એવો ભાસ આપણને હોય છે. આપણા કુટુંબ પર, આપણા મિત્ર મંડળ વગેરે પર આપણું જ નિયંત્રણ ચાલે છે અને આપણું જ નિયંત્રણ હોવું જ જોઈએ, અન્યો કરતાં આપણું નિયંત્રણ સારૂં જ નહિં પણ શ્રેષ્ઠ છે એવા વ્હેમમાં જ જીવન પુરૂં થઈ જતું હોય છે.

પણ આપણે નાની-નાની બાબતો કે પરિસ્થિતિમાં આપણી જાત ઉપર થોડું પણ નિયંત્રણ કરવા સમર્થ નથી તો પછી બીજું તો શું નિયંત્રણ કરતા હોઈશું… ?

છતાં પણ જાત પ્રત્યેનું નિયંત્રણ ડગમગવા લાગે ને કોઈ સહૃદયી, આત્મીય કે હેતુમિત્રનો સમયસરનો નાનકડો સંકેત પણ આપણને નિયંત્રિત થઈ જવામાં મોટી મદદ કરી જાય તો…………? તો એ મોટી ઉપલબ્ધી ગણાય કે નહીં…………? કદાચ મોટી નહિ તો નાનકડી ઉપલબ્ધી તો ગણાય જ…………

એમજ એક પછી એક પગલું ચઢી ને સ્વયંને નિયંત્રીતકરવાનો પહાડ પણ ચઢી શકાય ….!! એને સમયસરનો સ્વજનનો ઈશારો સ્વયંને નિયંત્રીત કરવામાં કામયાબ નિવડે…. એ જ……હા ! એ જ આજના દિવસનો ‘ઈશ્વરનો આપણા દરવાજે ટકોરો……….! !

                                                                                                –શ્રી નિલેશ મુખ્યાજી
                                               

                                ૐ નમઃ શિવાય

June 8, 2011 at 8:34 pm 3 comments

અર્ધનારીનટેશ્વરસ્તોત્રમ્

                                 આજે મહાવદ અમાસ

આજનો સુવિચાર:- ઘસાઈને ઉજળા થઈએ, બીજાના ખપમાં આવીએ, ભેગાં મળીને જીવે તે ગામડાંની સંસ્કૃતિ, ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.      — શ્રી રવિશંકર મહારાજ

                                                        अर्धनारीनटेश्वरस्तोत्रम


चाम्पेयगौरार्धशरीरकाये कर्पूरगौरार्धशरीरकाय
धम्मिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय

ચંપાના પુષ્પ સમાન ગૌર અર્ધ શરીરવાળા પાર્વતીજીને તેમજ કર્પૂર સમાન ગૌર અર્ધ શરીરવાળા શિવજીને, મોતી અને ફૂલોથી સુશોભિત અંબોડાવાળા [धम्मिल्लकाये] શિવાને તેમજ જટાળા શિવજીને નમસ્કાર.

चम्पाके पुष्प समान गौर अर्ध शरीरवाले पार्वतीजीको एवम कर्पूर समान गौर अर्ध शरीरवाले शिवजीको, मोती और फूलोसे सुशोभित केशवाले [धम्मिल्लकायै] शिवाको एवम जटावाले शिवजीको प्रणाम

कस्तूरिकाकुंकुमचर्चितायै चितारजःपुंजविचर्चिताय
कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय [२]

કસ્તૂરી અને કુમકુમથી લિપ્ત થયેલાં પાર્વતીજીને તેમજ ચિતાની રજના પૂંજથી લિપ્ત થયેલા શિવજીને, કામદેવને જિવાડનારાં શિવાને તેમજ કામદેવનો નાશ કરનારા શિવજીને નમસ્કાર.

 कस्तुरी और कुमकुमसे लिपटे हुए पार्वतीजीको एवम चिताकी राखके ढेरसे लिपटे हुए शिवजीको, कामदेवको जगानेवाले शिवाको एवम कामदेवका नाश करनेवाले शिवजीको प्रणाम.

चलत्क्रणत्कंकणनूपुरायै पादब्जराजत्फणिनूपुराय
हेमांगदायै भुजगांगदाय नमः शिवायै च नमः शिवाय [३]

હલવાથી ઝણકતા હાથમા કંકણ અને પગમા નૂપુર ધારણ કરનારા્ને તેમજ ચરણકમળમાં સર્પોનાં સુશોભિત નૂપુર ધારણ કરનારાને અને ભૂજાઓમાં સોનાનાં બાજુબંધ [अंगद] પહેરવાવાળા શિવાને તેમજ ભૂજાઓમાં સર્પોના બાજુબંધ પહેરવાવાળા શિવજીને નમસ્કાર.

 जिनके हाथमें खनकते हुए कंगन और पैरमें नूपुर है एवम जिनके चरणकमलमें सर्परूपी नूपुर हैऔर जिनकी भूजा पर सोनेके बाजुबंद [अंगद] लिपटे हुए है ऐसे शिवाको एवम जिनकी भूज पर सर्पोके बाजुबंद लिपटे हुए है ऐसे शिवजीको प्रणाम

विशालनीलोत्पललोचनायै विकासिपंकेरुहलोचनाय
समेक्षणायै विषमेक्षणाय नमः शिवायै च नमः शिवाय … [४]

 

પ્રફુલ્લિત નીલકમળ સમાન નેત્ર ધરાવનારાંને તેમજ વિકસિત કમળ સમાન નેત્ર ધરાવનારાને, સમ નેત્ર ધરાવનારા શિવાને તેમજ ત્રિનેત્ર ધરાવનારા શિવજીને નમસ્કાર.

प्रसन्न नीलक्मल समान नेत्रवालेको एवम संपूर्ण तरहसे विकसित कमल समान नेत्रवालेको, दो नेत्रवाले शिवाको और त्रिनेत्रवाले शिवजीको प्रणाम

मन्दारमालाकलितालकायै कपालमालांकितकन्धराय
दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय …५

જેમનાં વાંકડિયા વાળ મંદાર પુષ્પોની માળાથી સુશોભિત છે તેમજ જેમની ગરદન ખોપરીની માળાથી શોભાયમાન છે, જેમણે દિવ્ય અંબર ધારણ કર્યાં છે તેમજ જેમણે દિશારૂપી વસ્ત્ર [નિઃવસ્ત્ર] ધારણ કર્યા છે એવાં શિવા શિવને નમસ્કાર.

जिनके घुंघराले बाल मंदार पुष्पोकी मालासे सुशोभित है एवम जिनकी गरदन खोपडीओंकी मालासे सुशोभित है, जिसने दिव्य वस्त्र धारण किये हो एवम जिसने दिशाओंके वस्त्र धारण किये याने निःवस्त्र हो ऐसे शिवा शिवको प्रणाम 

अम्भोधरश्यामलकुन्तलायै तडित्प्रभाताम्रजटाधराय
निरीश्वरायै निखिलेश्वराय नमः शिवायै च नमः शिवाय [६]

જળથી ભરેલા વાદળ [अम्भोधर] સમાન શ્યામલ કેશ ધરાવનારાંને, વીજળીની પ્રભા જેવી ચમકતી તામ્રવર્ણી જટા ધારણ કરનારાને, જેમને કોઈ ઈશ્વર નથી તેવાં [પરમ સ્વતંત્ર]ને અને સર્વ લોકના સ્વામીને-શિવાને નમસ્કાર અને શિવજીને નમસ્કાર (૬)

जिनके श्यामल केश जलसे भरे बादल [अम्भोधर] समान है एवम जिनकी ताम्रवर्णीय जटा चमकीली बीजली समान है, जो हंमेशा स्वतंत्र है यानी जिनके कोई ईश्वर नहीं है एवम जो सर्व लोकके स्वामी है ऐसे शिवा शिवको प्रणाम

प्रपंचसृष्ट्युन्मुखलास्यकायै समस्तसंहारकताण्डवाय
जगज्जनन्यै जगदेकपित्रे नमः शिवायै च नमः शिवाय (७)

વિશ્વપ્રપંચના સર્જનને અનુકૂળ નૃત્ય કરનારાંને, સમસ્ત [વિશ્વપ્રપંચનો] સંહાર કરનાર તાંદવ નૃત્ય કરનારાને, જગતનામ [એકમાત્ર] માતાને અને જગતના એકમાત્ર પિતાને — શિવાને નમસ્કાર અને શિવજીને નમસ્કાર. [૭]

जो विश्वप्रपंचके सर्जनके अनुकूल नृत्य करनेवालेको एवम समस्त विश्वप्रपंचका संहार करनेवाला तांडव नृत्य करनेवालेको, विश्वमाताको एवम विश्वपिताको अर्थात शिवा शिवको प्रणाम

प्रदीप्तरत्नोज्जवलकुण्डलायै स्फुरन्महापन्नगभूषणाय
शिवान्वितायै च शिवान्विताय नमः शिवायै च नमः शिवाय   [८]

અત્યંત ઝળહળતાં રત્નોનાં ઉજ્જવળ કુંડળ ધારણ કરનારાંને, ફૂંફાડા મારતા મહાન સર્પોનાં આભૂષણ ધારણ કરનારને, શિવજીથી સમન્વિત થયેલાંને અને શિવા[પાર્વઈ]થી સમન્વિત થયેલાને — શિવાને નમસ્કાર અને શિવજીને નમસ્કાર (૮)

जिन्होंने अति झगमगते रत्नोके उज्जवल कुंडल पहने है एवम जिन्होंने अति भयानक सर्पोंके आभुषण पहने है, जो शिवजीसे समन्वित हुए हो एवम जो शिवासे शिवा [पार्वतीजी]से समन्वित हुए हो ऐसे शिवा शिवको प्रणाम [८]

एतत्पठेदष्टकमिष्टदं यो भक्त्या स मान्यो भुवि दीर्घजीवी
प्राप्नोति सौभाग्यमनन्तकालं भूयात्सदा तस्य समस्तसिद्धिः (९)

જે [મનુષ્ય] આ ઈષ્ટ [ગમતી વસ્તુ]નું પ્રદાન કરનાર અષ્ટકનો ભક્તિપૂર્વક પાઠ કરે છે તે સંસારમાં સન્માનિત થાય છે, દીર્ઘજીવી થાય છે, અનંતકાળ સુધી તે સૌભાગ્ય પ્રાપ્ત કરે છે અને તેને સદા સમસ્ત સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૯)

 जो मनुष्य यह ईष्ट वस्तुका प्रदान करनेवाला अष्टकका भक्तिपूर्वक पाठ करता है वह संसारमें सन्मानित होता है, दीर्घायु होता है, अनंत काल तक वह सौभाग्य प्राप्त करता है एवम उसको हम्मेश समस्त सिद्धि प्राप्त होती है (९)
श्री शंकराचार्य

[ગુજરાતીના અનુવાદકઃ- 'તત્વતીર્થ' અમદાવાદ]

 

                                          ॐ नमः शिवाय

March 3, 2011 at 3:36 pm 1 comment

શ્રીનાથજીઃ શ્રીકૃષ્ણનું સાક્ષાત્ સ્વરૂપ

આજે પોષ સુદ ચોથ

[મુંબઈ સ્થિત શ્રી. તેજલભાઈ મજુમદારે આ લેખ મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે.]

શ્રીનાથજીઃ શ્રીકૃષ્ણનું સાક્ષાત્ સ્વરૂપ

 
     શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે. કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો. તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે.

 

    ભારતના ઉત્તરમાં બદ્રીનાથ, પૂર્વમાં જગન્નાથ, દક્ષિણમાં રંગનાથ અને પશ્ચિમમાં દ્વારકાનાથ સ્થિત છે. જો કે એવી ધારણા છે કે કોઈ વૈષ્ણવની તીર્થયાત્રા ત્યાં સુધી પૂર્ણ નથી થતી જ્યાં સુધી તે શ્રીનાથજીનાં દર્શન ન કરી લે. શ્રીનાથજીનું એક નામ ગોવર્ધનનાથ પણ છે. પૌરાણિક આખ્યાનોમાં કહેવામાં આવ્યું છે કે દ્વાપરયુગમાં શ્રીકૃષ્ણે દેવરાજ ઈન્દ્રનું અભિમાન તોડવા માટે માત્ર સાત વર્ષની બાળવયે ગોવર્ધન પર્વતને પોતાના ડાબા હાથની કનિષ્ઠિકા (ટચલી આંગળી) પર ધારણ કરી લીધો. આવું કરીને તેમણે મૂશળધાર વર્ષાથી વ્રજવાસીઓની રક્ષા કરી. તેમના વિગ્રહથી આ જ ભાવ પ્રગટ થાય છે. કથા અનુસાર ઈન્દ્ર, શ્રીકૃષ્ણના સર્વેશ્વર સ્વરૂપનો સાક્ષાત્કાર કરીને તેમની સામે નતમસ્તક થઈ ગયા અને ગોવિંદ કહીને તેમની અર્ચના કરી.
એવી કિંવદંતી છે કે કળિયુગમાં આજથી લગભગ છસ્સો વર્ષ પૂર્વે  ગિરિરાજ ગોવર્ધન પર શ્રીનાથજીની ડાબી ઉર્ધ્વ ભુજા પ્રગટ થઈ. અનેક વર્ષો સુધી વ્રજવાસીઓ તેની પૂજા કરીને પોતાના મનોરથ સિદ્ધ કરતાં રહ્યા. વર્ષ ૧૪૭૮માં વૈશાખ વદ અગિયારસના દિવસે ભક્તોને શ્રીનાથજીના મુખારવિંદનાં દર્શન થયાં. એ જ દિવસે મહાપ્રભુ વલ્લભાચાર્યનો પણ જન્મ થયો. વલ્લભાચાર્ય ઝારખંડમાં ફરી-ફરીને ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા, ત્યારે તેમને શ્રીનાથજીએ વ્રજમાં આવીને પોતાની સેવાની સમુચિત વ્યવસ્થા કરવાની પ્રેરણા આપી.
નિકુંજ નાયક

       શ્રીનાથજીનો શ્યામ રંગ શૃંગાર રસનો પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે ડાબી ઉર્ધ્વ ભુજા વડે તેઓ ભક્તોને પોતાની શરણમાં લે છે. કમર પર હાથ રાખવાનું તાત્પર્ય એ છે કે ભક્તને સાંસારિક વાસનાઓથી મુક્ત કરવો. તેમની દૃષ્ટિ ચરણો તરફ છે, જેનાથી તેઓ શરણાગત પ્રાણીઓ પર કૃપાની વર્ષા કરે છે. તેમણે ગળામાં ધારણ કરેલી વૈજયંતી માળા યોગમાયાનું સ્વરૂપ છે જે ભક્તનો ભગવાન સાથે સંબંધ કરાવે છે.
     તેમનો જૂડો દર્શાવે છે કે તેઓ ભક્તોની ચિંતાને પોતાના મસ્તિષ્ક પર રાખે છે, એટલે કે ભક્તવત્સલ શ્રીનાથજી પોતાના ભક્તોને સમસ્યાઓમાંથી મુક્ત કરાવવા માટે હંમેશાં સક્રિય રહે છે. વાસ્તવમાં શ્રીનાથજી શ્રીકૃષ્ણનું જ સાક્ષાત સ્વરૂપ છે. તેમના આશ્રય કે શરણમાં આવનાર ભક્ત ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત કરી લે છે.

છાણ-માટીનું મંદિર

    એવું કહેવાય છે કે શ્રીનાથજીના આદેશાનુસાર મહાપ્રભુ વલ્લભાચાર્ય વ્રજ જતા રહ્યા. તેમના નિમિત્ત છાણ-માટીનું નાનકડું મંદિર બનાવડાવ્યું. પછીથી મહાપ્રભુના શિષ્ય પૂરનમલ ખત્રીએ ગિરિરાજ ગોવર્ધન પર વિશાળ મંદિરનું નિર્માણ કરાવડાવ્યું. વર્ષો સુધી વિધિ-વિધાનથી તેમની પૂજા-સેવા થતી રહી.
એક દિવસ તેમના ભક્તોને ઔરંગઝેબ દ્વારા મંદિર વિધ્વંસ કરવા માટે વ્રજમાં સેના મોકલી છે તેવી સૂચના મળી. એવું માનવામાં આવે છે કે સુરક્ષાની દૃષ્ટિથી શરદપૂર્ણિમાની અર્ધરાત્રિમાં જ શ્રીનાથજીની મૂર્તિને રથ પર બિરાજમાન કરીને મંદિરની બહાર લઈ જવામાં આવ્યા.

શ્રીનાથદ્વારા
 
  કહેવાય છે કે વિવિધ સ્થાને રોકાતાં રોકાતાં શ્રીનાથજીનો રથ વર્ષ ૧૬૭૨માં ફાગણ માસના વદ પક્ષની સાતમે રાજસ્થાનના મેવાડ રાજ્યના સીહાડ નામના ગામમાં પહોંચ્યો. ત્યાં પહોંચીને શ્રીનાથજીના રથનાં પૈડાં અટકી ગયાં. સેવકોના અથાક પ્રયત્નો છતાં એ રથ આગળ વધી શક્યો નહીં. તેને કારણે અનેક ભક્તોએ એવું અનુમાન લગાવ્યું કે શ્રીનાથજીની અહીં જ રોકાવાની ઈચ્છા છે. શ્રીનાથજીના અહીં વિરાજમાન થવાને કારણે અને તેમના ભક્તોના અહીં નિવાસ કરવાને કારણે આ સ્થાન શ્રીનાથદ્વારાના નામથી પ્રસિદ્ધ થઈ ગયું. આજે શ્રીનાથદ્વારા રાજસ્થાનનું એક સમૃદ્ધ નગર બની ગયું છે.
ૐ નમઃ શિવાય
 

January 7, 2011 at 4:09 am Leave a comment

થાક

                               આજે આસો સુદ તેરસ

 
આજનો સુવિચાર:-વિટંબણા એ પણ ઈશ્વરે મોકલેલી જ માનવી?

                                    થાક

         આપણે ઘણીવાર થાકી જઈએ છીએ…થાક લાગે છે. પછી તે શારિરીક-માનસિક, કૌટુંબિક, સામાજિક…. કે બીજો કોઈપણ ….. મોટાભાગે તેની દવા ઊંઘ કે કે સમય હોય છે. એક સરસ મજાની ઊંઘ થઈ જાય કે અન્ય કોઈ થાક માટે એક નાનો કે મોટો સમય અંતરાલ પસાર થઈ જાય એટલે થાક ઉતરી જાય કે હળવો થાય……. ….. પણ જીવતરનો આ આખા આયખાનો થાક લાગે તેનું શું? એના માટે ય શું એક દિવસ સુઈ જવાનું ? કાયમ માટે શાં..તિ..થી ! હા શાં..તિ..થી.. સામાન્ય થાકમાં એક શાંત નિંદ્રા અને પછી ઊઠો તો એકદમ સ્વસ્થ… આનંદમય….

         પણ આ શાંતીભરી નિંદ્રા ચિરનિંદ્રા માટે કદાચ… જેમ અમુક કલાકની શાંત નિંદ્રા માટે જે માનસિક તૈયારી સાથે ઊંઘવું પડે તેમ જીવનભરના થાકને દૂર કરવા ઘણી બધી  વિશિષ્ટ વિશેષ શાંતી સાથે સુઈ જવું પડે છે. હા.. એના માટે કદાચ જીવનભરની તૈયારી કરવી પડતી હશે !

         નથી થઈ, નથી કરી શક્યા તો.. જાગ્યા ત્યારથી સવાર ગણીને મંડી પડીએ. જેથી એક શાં….ત…સ્વસ્થ… ઊંઘ પછીની નવી સવાર…, આવનાર નવું જીવન સ્વસ્થ…..પ્રફુલ્લિત… આનંદમય તરોતાજા હોય….

જોકે એની પણ ખાતરી કેટલી….? ઘડિયાળ કે અન્ય યંત્રોમાં અનેક ચક્રો…દાંતાઓ હોય છે ને ચક્રો સતત …સતત ફર્યા કરે છે. કુંભારના ચાકડાની જેમ. એવો જ આ બ્રહ્માંડ ચાકડો નિયત ગતિથી તેની સાથેનાં અસંખ્ય ગ્રહો. એમાંની પૃથ્વી અને એનાં અસંખ્ય નાના મોટા ચક્રોમાંનો એક સુક્ષ્મ દાંતો એટલે હું….. નિયત.. ગતિ… નિયત ગતિ… નિયતી મુજબ ફરતા જ રહેવાનું… ફરતા જ રહેવાનું અંતહિન .. તો પછી મારા હાથમાં કઈ બાબત રહી…..?

વિચારવા બેસીએ તો રાતોની રાતો… દિવસો..વર્ષો.. જીવન આખું આ અંતહિન ચક્રોની ભરમારમાંથી…. વિચારોને બુદ્ધિને ગોટાળે ચઢાવ્યા કરે.. નાહક શુન્ય બની જવાય…..શંકરાચાર્યજીનું પુનરપિ જનનમ….જ સાથે લાગે.

છતાં પણ હાર્યા…થાક્યા… વગર જ પેલી ચીર શાંતી…નિંદ્રાની તૈયારી તો અત્યાથી જ શરૂ કરવી પડશે ને…?

એ ચીરનિંદ્રા ક્યારે મળે ખબર નથી….પણ તૈયારી તો આરંભી જ દઈએ…..[ અને હા... હું જીવન પ્રત્યે જરાયે નકારાત્મક નથી જ ]


નીલેશભાઈ મુખ્યાજી [મુંબઈના દ્વારિકાધીશ મંદિરના મુખ્યાજી]

 

                                   ૐ નમઃ શિવાય

October 19, 2010 at 8:53 pm Leave a comment

Older Posts


તાજેતરમાં લખાયેલુ

તારીખીયુ

મે 2012
M T W T F S S
« Apr    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

ભલે પધાર્યા

  • 214,290 વાચકો

નિરીક્ષણ

free counters

Follow

Get every new post delivered to your Inbox.

Join 39 other followers