Posts filed under 'મંથન[ભક્તિરસ]'

જીવનમાં…..

            આજે ફાગણ વદ એકાદશી

આજનો સુવિચાર:-માણસ પોતે જ પોતાનો મિત્ર છે ને પોતાનો શત્રુ પણ છે, શું થવું તે તેણે નક્કી કરવાનું છે.

હેલ્થ ટીપ્સ:-મેથીનાં દાણા રાતનાં પલાડી સવારે ચાવીને ખાવાથી ડાયાબીટીસમાં ફરક પડે છે.

જીવનમાં………………

ખાવા   જેવી   ચીજ   હોય   તો   ગમ   છે.

ગળવા   જેવી   ચીજ   હોય   તો   અપમાન   છે.

પચાવવા   જેવી   ચીજ   હોય  તો   બુદ્ધિ     છે.

પીવા   જેવી   ચીજ   હોય   તો   ક્રોધ   છે.

આપવા   જેવી   ચીજ   હોય   તો   ધન   છે.

લેવા   જેવી   ચીજ   હોય   તો   જ્ઞાન    છે.

જીતવા   જેવી   ચીજ   હોય   તો   પ્રેમ   છે.

હારવા   જેવી    ચીજ   હોય   તો   અભિમાન   છે.

દેખાડવા   જેવી   ચીજ   હોય   તો   દયા    છે.

સાંભળવા   જેવી   ચીજ   હોય   તો   ગુણ   છે.

બોલવા    જેવી    ચીજ   હોય   તો   સત્ય   છે.

ભૂલવા     જેવી    ચીજ   હોય   તો    ભૂતકાળ   છે.

સુધારવા જેવી    ચીજ   હોય   તો    વર્તમાન   છે.

વિચારવા જેવી   ચીજ    હોય   તો    ભવિષ્ય    છે.

    

       ૐ નમઃ શિવાય


3 comments March 15, 2007

મહાશિવરાત્રિ

        આજે મહા વદ અમાસ

ગઈકાલે સરવરમાં પ્રોબ્લેમ હતો તેથી આજે મહાશિવરાત્રિની પોસ્ટ છે.

આજનો સુવિચાર :- તમે ભગવાનની નજીક છો કે દૂર એ તમારી કરણી વડે જ નક્કી થાય છે.

હેલ્થ ટીપ્સ:- સૂર્યોદય વખતે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આરોગ્યમાં ફાયદો થાય છે.

 

     આજે મહાશિવરાત્રિનો મહા પર્વ, યોગ સિદ્ધિની મહારાત્રિ. ‘ઈશાન સંહિતા’ મુજબ આજના પર્વે શિવનું સ્વયંભૂ લિંગનું પ્રાગટ્ય થયું હતું.

   કથા મહિમા પ્રમાણે પારધીની વાર્તા તો સૌ જાણે છે. તેમજ આજનો દિવસ શિવ પાર્વતીના વિવાહના દિવસ તરીકે ઉજવવાય છે.

   ધર્મને વિજ્ઞાન સાથે જોડીયે તો તો બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરે છે. તેનું સંચાલન વિષ્ણુ કરે છે અને ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિને નિયંત્રણમાં રાખે છે. આમ વિષ્ણુ અને શિવની શક્તિ વડે સમગ્ર સૃષ્ટિનો વ્યહેવાર ચાલે છે અને તેમાં સિદ્ધાંતોને લઈ મતભેદ ઊભો થવાથી બે ફાંટા પડ્યા છે. શૈવ પંથ અને વિષ્ણુ પંથ. પરંતુ સૃષ્ટિની રચનામાં જીવનનાં બે મહ્ત્વનાં પાસા છે તે જીવન અને મૃત્યુ તો વિષ્ણુ અને શિવ વગર તો આ સૃષ્ટિ ચાલે જ નહીં. શિવ મૃત્યુના દાતા ગણાય છે તો તેમની પાસે આરોગ્ય , આયુષ્ય વૃદ્ધિ તેમ જ અંત સમયે કોઈની સેવા લેવી ન પડે તેને માટે શિવજી પર અવલંબન રહેવું પડે છે. અને આપણે તેમની પાસે એ જ માંગીયે.

        જેમ ચોમાસાના આગમન પૂર્વે અષાઢી એકાદશીએ આપણે ઉપવાસ કરતાં હોઈએ છીએ તેજ પ્રમાણે ઉનાળાનાં આગમન પૂર્વે તન મન અને આરોગ્ય સ્વસ્થ રાખવા મહાશિવરાત્રિનો ઉપવાસ અને જાગરણ જરૂરી છે. ફાગણથી ગરમીની શરૂઆત થાય છે એ પૂર્વે લગ્નોની મહેફિલ અને ભોજન સમારંભોમાં વિવિધ પ્રકારની વાનગીઓ આરોગ્યા બાદ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણે મહાશિવરાત્રિના દિવસે આરોગ્ય માટે ઉપવાસ કરીયે એ વ્યાજબી જ છે.

    મહાદેવને બીલીપત્ર ચઢાવવાય છે. શિવ સ્વભાવે ગરમ પ્રકૃતિના ગણાય છે તો તેમને શાંત રાખવા બીલીપત્ર નો ઉપયોગ થાય છે. આમ પણ બીલીના રસનો ઉપયોગ આંખને સ્વસ્થ રાખવામાં થાય છે. તેને વાટીને પા%પણ ઉપર લગાડવાથી ફાયદો થાય છે. તેમજ બીલીપત્ર કફ અને વાયુનાશક છે. તેમજ ડાયાબિટીસમાં બીલીપત્રનું સેવન ઉપયોગી છે. તેનું સેવન પેટનાં રોગો પર પણ ઉત્તમ છે.

      શિવજીને કાચા દૂધનો અભિષેક થાય છે. આકાચુ દૂધ આપણી ત્વચા માટે કુદરતી ક્લિંઝરનું કામ કરે છે. અને ઉનાળામાં મોઈશ્ચરાઈઝનું કામ કરે છે. દૂધ જેટલું પીવામાં ઉત્તમ છે તેટલું સ્નાન માટે પણ ઉત્તમ છે. દૂધમાં બીટા હાઈડ્રોકસી ઍસિડ નામનું કુદરતી કંડિશનર ચામડીના મૃતકોષોને દૂર કરીને તેને સ્થિતિસ્થાપક અને ચમકીલી બનાવે છે.

          શિવજી રુદ્રાક્ષ ધારણ કરે છે. વ્રત કથાઓમાં કોઢ અને રક્તપિત્તિઆઓને શિવજીનું શરણું લેવાનું કહ્યું છે. રુદ્રાક્ષ ચામડી માટે ઉત્તમ ઔષધ છે. ગળામાં કે હાથમાં રુદ્રાક્ષ પહેરવાથી તે ચર્મરોગને જળોની જેમ ચૂસી કાઢે છે, જ્યાં રુદ્રાક્ષ ન બંધાય ત્યાં તેનાં ચૂર્ણનો લેપ લગાડવાથી તે રોગ મટે છે.બંને જાતનાં લોહીનાં દબાણમાં ઉત્તમ છે.

       આટલું જાણ્યા બાદ શિવરાત્રિનું વ્રત તન, મનથી કરી અને  ઉત્તમ પરિણામ મેળવીએ.

      આપ સૌને મહાશિવરાત્રિની શુભકામના

                             ૐ નમઃ શિવાય


5 comments February 17, 2007

ત્રણ વાતો અપનાવો

આજે મહાવદ પાંચમ

આજનો સુવિચાર :- હકનો ભાવ છોડો. — મુનિ તરુણસાગરજી

હેલ્થ ટિપ્સ:- બટાટાનો રસ કાઢી તેમાં લીંબુનો રસ ભેળવી ચહેરા પર લગાડવાથી તડકાને કારણે કાળી પડેલી ત્વચાની કાળાશ દૂર થાય છે.

વધુ ત્રણ વાતો

• ત્રણ વાતોથી સર્વદા સુરક્ષિત રહો

1] આત્મસ્તુતિ [પોતાની પ્રશંસા ]
2] પરનિંદા
3] પરદોષ દર્શન

• ત્રણ પર નિષ્ઠુર બનો

1] પોતાના પાપ
2] અંગની આળસ
3] ઉચ્છ્રુંખલતા [ મનમાન્યું આચરણ ]

* ત્રણનો અંકુશ સહર્ષ સ્વીકારો

1] ભગવાન
2] ધર્મ
3] વિશુદ્ધ કુલાચાર

* ત્રણથી સદા અલગ રહો

1] વ્યભિચારી
2] જુગારી
3] અસત્યવાદી

* ત્રણ વાતને શંકાને સ્થાન ન આપો

1] શાસ્ત્ર વચન
2] ગુરુવચન
3] વિશુદ્ધ અંતરનો આવાજ

* ત્રણનો હૃદયથી સત્કાર કરો.

1] પ્રભુની મૂર્તિ
2] સંત મહાત્મા
3] સત શાસ્ત્ર

* ત્રણનું શરણું સ્વીકારો

1] ઈશ્વરની શરણાગતિ
2] પ્રભુકૃપા
3] આત્મશક્તિ

* ત્રણ પર અવિશ્વાસ રાખો

1] કૂટનિતી
2] દુરાચાર
3] અસત્ય

* ત્રણ બનો


1] નમ્ર
2] સરળ
3] પ્રભુ પર આસ્થાવાળા

* ત્રણનો દિનચર્ચામાં સમાવેશ કરો.

1] સ્વાધ્યાય
2] ધ્યાન
3] માનસિક દુર્ગુણોની ચોકી

                                                

                                                       ૐ નમઃ શિવાય


1 comment February 7, 2007

ત્રણનો ફરક

                              આજે મહાવદ ચોથ

આજનો સુવિચાર :- જે વ્યક્તિ સમયને માન નથી આપતી તેને સમય માન નથી આપતો.

હેલ્થ ટિપ્સ:- વહેલી સવારે સાબુનો ઉપયોગ ન કરો.

                                  

                                    ત્રણનો ફરક

• ત્રણ ચીજો, જે એક વખત ચાલી જાય છે તે પાછી નથી આવતી.

1] સમય
2] શબ્દ
3] અવસર

* ત્રણ ચીજો, જે ક્યારેય મરતી નથી.

1] શાંતિ
2] આશા
3] સત્ય

* ત્રણ ચીજો જે સૌથી મૂલ્યવાન છે.

1] પ્રેમ
2] આત્મવિશ્વાસ
3] મિત્ર

* ત્રણ ચીજો, જે અનિશ્ચિત હોય છે.

1] સપનાં
2] સફળતા
3] ભાગ્ય

• ત્રણ ચીજો, જે વ્યક્તિને પૂર્ણ બનાવે છે.

1] પરિશ્રમ
2] ઈમાનદારી
3] વચનને નિભાવવું

• ત્રણ ચીજો, જે વ્યક્તિને બરબાદ કરે છે.


1] દારૂ
2] ક્રોધ
3] જુગાર

                                                   ૐ નમઃ શિવાય


2 comments February 6, 2007

ત્રિકાળ સંધ્યા

                        આજે માગશર વદ દસમ

આજનો સુવિચાર:- જે વસ્તુમાં સચ્ચાઈ નથી તે વસ્તુ ક્યારે મહાન નથી બની શકતી.

હેલ્થ ટીપ્સ:- અજમાને શેકીને અને વાટીને તેની પોટલી બનાવીને સૂંઘવાથી શરદી મટે છે.

    માનસના જીવનમાં ત્રણ મોટી વાત છે. સ્મૃતિ, શક્તિ અને શાંતિ. આ ત્રણ વગર માનવજીવન શક્ય નથી.
      સવારે મને પ્રેમથી મને ઉઠાડી સ્મૃતિદાન આપે છે. બપોરે જમતી વખતે શક્તિદાન આપે છે અને રાત્રે સૂતી વખતે શાંતિદાન આપે છે એવા પરમેશ્વરને જો હું ભૂલી જાઉં તો મારા અને પશુમાં શો તફાવત? આમ સવારે ઉઠી, બપોરે જમી અને રાતે સૂતી વખતે ભગવાનનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરવું જોઈએ. બીજા શબ્દોમાં ઉત્પત્તિ, સ્થિતિ અને લય કહી શકાય.
        શરીરમાં પહેલાં વિચાર આવે અને કૃતિ થાય પણ રોજ સવારે ઉઠતાં આંખ ખોલીએ એટલે પહેલાં કૃતિ થાય અને પછી વિચાર આવે. ઉઠીયે ત્યારે કૃતિ, જમીયે ત્યારે સ્થિતિ અને સૂઈયે ત્યારે લય.

      ત્રિકાળસંધ્યા નામ સાંભળતાં સામાન્ય માણસને લાગે છે કે આ કાર્ય બ્રાહ્મણોએ કરવાનું કાર્ય હશે પરંતુ વાસ્તવમાં એમ નથી. આપણું જીવન ચલાવનાર પ્રભુને દિવસના ત્રણ વખત મહત્વનાં સમયે યાદ કરાય તે ત્રિકાળ સંધ્યા. આ ત્રણ સમય એટલે ઉઠવાનો, જમવાનો અને રાતે સૂવાનો.. પ્રભુ ચોવીસ કલાક મારી સાથે છે તેનું સતત ભાન રહે તે માટે ત્રિકાળ સંધ્યા કરવી જોઈયે.

    ઈશ્વર મારી સાથે છે, મારી કાળજી રાખશે, હું કરુણામય ભગવાનનો કૃતજ્ઞ છું આ ભાવથી માણસ પોતાની વિકાસ પગથી પર ધીમે ધીમે આગળ વધશે એમાં સંશય નથી.

                                                    પૂ. પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી [દાદા]ના પ્રવચનોના આધારે

                                 

                                   ૐ નમઃ શિવાય


2 comments December 15, 2006

ગીતામૃત [સાંભળો ભજન]

                             આજે માગશર સુદ એકાદશી

આજનો સુવિચાર:- તું બધાં જ કર્મોનો ત્યાગ કરીને મારે શરણે આવ, કર્મોનો ત્યાગ કરવાથી પાપ થશે. તેની ચિંતા છોડ. હું તને બધાં જ પાપોમાંથી મુક્ત કરીશ. ——— શ્રીમદ ભગવતગીતા

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાનને દહીં કે છશ સાથે લેવાથી એસિડિ મટે છે.

                               ગીતા અમૃત

1] આત્મા કદી જન્મતો નથી, તેમજ કદી મૃત નથી પામતો.

2] સારા નરસાની ચિંતા પ્રભુ પર છોડી દો. ભૂત. ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનને અનુસરીને ચાલો.. જે થયું તે સારું જ થયું, જે થઈ રહ્યું છે તે પણ સારું જ થાય છે અને જે થવાનું છે તે પણ સારા માટે થવાનું છે.

3] તું શું લાવ્યો હતો ? કે તારે ગુમાવવું પડ્યું.

4] તેં જે મેળવ્યું છે તે પ્રભુની પ્રસાદી સમજ અને તેને પાછું સોંપી દે. ખાલી હાથ જવાનાં છીએ.

5] જે આજે તારું છે તે કાલે બીજાનું હતું અને પરમ દિવસે બીજાનું થશે.

6] તું જેને આજ પોતાનું માની આનંદ કરે છે તે જ તારા દુઃખનું કારણ છે.

7] પરિવર્તન સંસારનો નિયમ છે.

8] એક પળમાં અમીર થવાશે અને બીજી પળમાં ગરીબ.

9] આપણું પરાયું જો મનમાંથી નીકળી જશે તો બધું પોતાનું જ છે.

10] આ શરીર અગ્નિ,જળ,વાયુ, પૃથ્વી, આકાશમાંથી બન્યું છે અને અંતે તેમાં જ મળી જવાનું છે.

11] મોક્ષ પામવાનો સરળ ઉપાય પ્રભુ પર પૂરી શ્રદ્ધા રાખી અર્પણ કરવું.

12] ભય, ચિંતા, શોક, દુઃખ વિગેરેમાંથી મુક્ત પામવા જે કર્મ કરો તે પ્રભુને અર્પણ કરો.

13] અહંકારનો ત્યાગ કરો.

14] સંસારમાં પ્રભુનું ધાર્યુ જ થાય છે.

15] પ્રભુની ઈચ્છા વિરુદ્ધનું કાર્ય કદી સફળ થતું નથી.

16] શુભ કામ કરનાર કદિ દુર્ગતિને પામતો નથી.

ગાયિકા:- નીલા કડકિઆ

                                      ભજન

નામ લેતાં તારું ગોવિંદ, મને થાય અતિવ આનંદ

તું શક્તિરૂપ શબ્દોમાં, તું અર્થ મધુર ગીતોમાં
તું ભાવ રૂપે સહુ ઉરમાં, તું પુષ્પો માંહી છે સુગંધ

તું સૂર માંહી સંગીત, તું પ્રેમીજનની પ્રીત
તું દિલ માંહી છે ઉમંગ, તું અનાદિ અને છે અનંત

તું તેજ રૂપ સવિતામાં, શીતલતા ચંદ્ર કિરણમાં
ચંચળ થઈ વાયુવેગે ઊછળે તું જલાબ્ધિ તરંગ

તું સ્નેહરૂપ સીતામાં, તું જ્ઞાન બન્યો ગીતામાં
તું સત્ય રૂપે રઘુનંદન પ્રેમે તું બન્યો છે મુકુંદ

તું ગુપ્ત વસે આ જગમાં, સંતાયો નિજ સર્જનમાં
તારો વાસ છતાં કણ કણમાં રંગ્યું તે સકળ તવ રંગ

                            ૐ નમઃ શિવાય


8 comments December 1, 2006

આદ્યગુરુ શિવજી

આજે માગશર સુદ સાતમ પુષ્ટિય માર્ગીય મહા ઓચ્છવ

આજનો સુવિચાર:-ગોળ વિના મોળો કંસાર
                                મા વિના સૂનો સંસાર

હેલ્થ ટીપ્સ:- તુલસીનાં પાન વાટીને સોજા ઉપર લગાડવાથી સોજો ઉતરી જાય છે.

આદ્યગુરુ એટલે શિવજી

સંગીતમાં આરોહ અને અવરોહ એટલે સા રે ગ મ પ ધ ની સા

આરોહ:- સા રે ગ મ પ ધ ની સા
અવરોહ:- સા ની ધ પ મ ગ રે સા

 

સા એટલે સાગર, સાગર એ જલતત્વ, જલતત્વ એજ બુદ્ધિ. બુદ્ધિ હંમેશ ભગવાનના ચરણમાં રહે. જીવાત્મા અને પરમાત્માનું મિલન મિલન બુદ્ધિના કાંઠે થાય છે.

રે એટલે રેતી. સાગરમાંથી બહાર નીકળીએ રેતી પર પગ પડે. રેતી એટલે માટી જેમાંથી આપણી ઉત્પત્તિ થઈ અને ધરતી પર મંડાણ મંડાયા છે.

એટલે ગગન. વિહંગો ગગનમાં ઊડે છે. આપણા વિચાર પણ વિહંગની જેમ ગગનમાં ઊડે છે.

એટલે મનુષ્ય. મનુષ્ય થઈ સત્કાર્ય કરવાં

એટલે પરાક્રમ. પરાક્રમ એટલે શક્તિ. શક્તિ એટલે તાકાત. દરેક કાર્યમાં ધગશ હશે તો કાર્ય જરૂર સફળ થશે.

એટલે ધર્મ. ધર્મને આધારે રહી પરાક્રમ કરો. કપટ રહીત ખૂબ કમાણી કરો. ધર્મ, અર્થ, કામ, મોક્ષ ગુરુક્ષર નારાયણ સાથે આવે છે. નારાયણ સાથે લક્ષ્મી આવે તે ધર્મલક્ષ્મી.

ની એટલે કલ્યાણ

સા એટલે સાક્ષાત્કાર પાણીના બુંદમાંથી ઉત્પત્તિ થાય છે.

આ જીવન એટલે સંગીત જ્ઞાનના માર્ગે સંગીતના આધારે શંકર નૃત્ય એટલે તાંડવ અને લાસ્ય તે પાર્વતી નૃત્ય કરે તે. બંનેનો મેળ એટલે તાલ. સંગીતની જેમ હંમેશ તાલમય જીંદગી જીવો..

ૐ મૃત્યુંજય મહાદેવ માં મામ શરણાગતમ
જન્મમૃત્યુ જરાવ્યાધિ પીડિતં કર્મબંધનૈઃ

ૐ ત્ર્યમ્બકં યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ
ઉર્વારૂકમિવ બંધનાન્મૃત્યોર્મૃક્ષીય મામૃતાત

                                                              ૐ નમઃ શિવાય


2 comments November 27, 2006

શા માટે ૐનો ઉચ્ચારણ કરવો?

                        આજે માગશર સુદ પાંચમ

આજનો સુવિચાર:- સો શિક્ષક કરતાં એક માતા ચડે સદગુણ-સંસ્કાર આપી બાળકને ઘડે છે.
હેલ્થ ટીપ્સ:-એક ભાગ જાયફળને ચાર ભાગ પાણી સાથે લેવાથી ઉંઘ સારી આવે છે.

          ભારતમાં સૌથી બોલાતો મંત્ર ‘ઓમ’ છે. તેનો, જપ કરનારના મન અને શરીર ઉપર અને આસપાસના વાતાવરણ ઉપર ઘણો પ્રભાવ પડે છે. મોટા ભાગના મંત્રો અને વૈદિક સ્તુતિઓની શરૂઆત ૐથી થાય છે. બધાં કાર્યોનો શુભારંભ ૐના મંત્રોચ્ચારથી થાય છે. તેનો ઉપયોગ અભિવાદન અને સ્વાગતમાં પણ ૐ, હરિ ૐ બોલીને થાય છે.મંત્ર તરીકે તેનો જાપ કરવામાં આવે છે. તેના આકારની પૂજા કરવામાં આવે છે, તેનું ધ્યાન ધરવામાં આવે છે અને શુભ ચિન્હ પણ ગણાય છે.
      ૐ ભગવાનનું વૈશ્વિક નામ છે. તે અ,ઉ અને મ ત્રણ મૂળાક્ષરોનો બનેલો છે. નાદતંતુઓમાંથી પહેલો ધ્વનિ ‘અ’ છે. બંને હોઠ ગોળાકારમાં આવે ત્યારે ‘ઉ’ બોલાય છે અને હોઠ ભીડાઈ જાય છે ત્યારે ’મ’ નો ઉચ્ચાર થાય છે. આ ત્રણ અક્ષર જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાનાં: બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ દેવત્રિપુટીના, ઋક,સામ, યજુર્ એ ત્રણ વેદોના, ભૂર, ભુવ:, સ્વ: એ ત્રિલોક્ના વગેરે પ્રતીક છે. નિરંજન, નિરાકાર બ્રહ્મ બે ૐના ઊચ્ચાર મધ્યની શાં તી છે. ૐને પ્રણવ કહે છે જે નામ દ્વારા ભગવાનનાં ગુણગાન ગવાય છે જેને પ્રણવ કહેવાય છે. વેદોનો સાર ૐ છે.

         કહેવાય છે કે ભગવાને સૃષ્ટિના સર્જનની શરૂઆત ૐ અને અથના મંત્રોચ્ચાર કરીને કરી હતી. તેથી કોઈ પણ કાર્યનો શુભારંભ ૐકારના ઉચ્ચારણથી કરવામાં આવે છે. ઘંટનાદમાં ૐકારનો પ્રતિધ્વનિ સંભળાય છે. તેથી મન એકાગ્ર થાય છે અને મનને શાંતિ પણ મળે છે અને સૂક્ષ્મ ધ્વનિથી પરિપૂર્ણ છે. ૐકારનાં ધ્યાનથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.

     જુદા જુદા ૐ જુદા જુદા આકારમાં લખાય છે. ૐ આ અતિ પ્રચલિત ગણેશનું પ્રતિક છે. ઉપરનો અર્ધવર્તુળાકાર મસ્તક છે. નીચેનો મોટો અર્ધવર્તુળાકાર પેટ છે. બિંદુ સહિત અર્ધવર્તુળ તે ગણેશનાં હાથમાં રહેલો લાડુ છે.

         તેથી ૐ સર્વસ્વ છે. જીવનનું સાધન અને સાધ્ય,જગત અને તેની પાછળનું સત્ય,જડ અને ચેતન,આકાર અને નિરાકાર, બધું જ ૐમાં સમાયેલું છે.

ૐ હૈ જીવન હમારા, ૐ પ્રાણાધાર હૈ
ૐ હૈ કર્તા વિધાતા, ૐ પાલનહાર હૈ

ૐ સબકા પૂજ્ય હૈ, ૐકા પૂજન કરો
ૐ હી કે ધ્યાનસે શુદ્ધ અપના મન કરો

ૐકે ગુરુમંત્ર જપનેસે રહેગા શુદ્ધ મન
બુદ્ધિ દિન પ્રતિદિન બઢેગી ધર્મમેં હોગી લગન

ૐકે જપસે હમારા જ્ઞાન બઢ જાયેગા
અંતમેં યહ ૐ હમકો મુક્તિ તક પહોંચાયેગા

                                                       ૐ નમઃ શિવાય


3 comments November 25, 2006

સોમવતી અમાસ

                                      આજે કારતક વદ અમાસ

આજનો સુવિચાર:- ‘સત્ય’ અને ‘ઈશ્વર’ જો ભિન્ન હોય તો હું માત્ર ‘સત્ય’ને વળગી રહું. – ગાંધીજી

     આજે સોમવતી અમાસ. આ સોમવતી અમાસનું મહત્વ બીજી અમાસ કરતાં વિશેષ છે. સૂર્ય-ચન્દ્રનું એક રાશિમાં આવવાથી અમાસનો યોગ બને છે. અમાસ એટલે અંધકાર. સુદ એકમથી પૂનમ સુધી ચંદ્ર પૂર્ણ પ્રકાશિત થાય છે. વદ એકમથી ચંદ્ર ધીમે ધીમે ક્ષીણ થતો સૂર્ય સાથે એક રાશિમાં રોકાણ કરે છે, જેને અમા-વસ કહે છે. આજના દિવસે સોમવતી અમાસનો સુંદર યોગ બન્યો છે. જ્યોતિષમાં સૂર્યને મનુષ્યની ચેતનાશક્તિ, દૃષ્ટિશક્તિ, અને આત્માશક્તિનો કારક ગણવામાં આવ્યો છે. સૃષ્ટિનાં તમામ પ્રાણીઓનું જીવન સૂર્ય પર અવલંબિત છે. સૂર્ય મનુષ્યોની શારીરિક, માનસિક અને બૌદ્ધિક વ્યાધિઓ દૂર કરી સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે છે. હૃદયરોગ, કમળો, આંખનાં રોગો, કુષ્ઠરોગો, મહારોગ અને માનસિક વિકારોનો નાશ કરવામાં મદદ કરે છે. આપણાં ગ્રંથોમાં અમાસને પુણ્ય પર્વ ગણવામાં આવે છે. અમાસનાં દિવસે દિવાળી આવે છે જે દિવસે વેપારીઓ ચોપડાપૂજન કરે છે.

           સોમવતી અમાસનાં દિવસે શિવપરિવાર કૈલાસ, જે મા પાર્વતી અને શિવજીનું નિવાસસ્થાન ગણાય છે, પર ભેગા થાય છે. સતયુગમાં સોમવતી અમાસ આખા વર્ષ દરમિયાન એક જ વખતે આવી હતી. દ્વાપરયુગમાં સોમવતી અમાસ બે વખત આવી હતી. ત્રેતાયુગમાં સોમવતી અમાસ ત્રણ વખત આવી હતી અને કળિયુગમાં સોમવતી અમાસ ચાર વખત આવે છે.

               ભજન

અમર આત્મા સચ્ચિદાનંદ મૈં હું
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

અખિલ વિશ્વકા જો પરમ આત્મા હૈ
સભી પ્રાણીઓકા વહી આત્મા હૈ
વહી આત્મા સચ્ચિદાનંદ મૈ હું
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

જીસે શસ્ત્ર ના કાટે, ના અગ્નિ જલાયે
ગલાવે ન પાની, ન મૃત્યુ મિટાવે
વહી આત્મા સચ્ચિદાનંદ મૈં હું
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

અજર ઔર અમર જીસકો વેદોને ગાયા
યહી જ્ઞાન અર્જુનકો હરિને સુનાયા
વહી આત્મા સચ્ચિદાનંદ મૈં હુઁ
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

અમર આત્મા હૈ મરણશીલ કાયા
સભી પ્રાણીયોંકે ભીતર જો સમાયા
વહી આત્મા સચ્ચિદાનંદ મૈ હુઁ
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

હૈ તારો, સિતારોનેં પ્રકાશ જિસકા
જો ચાંદ ઔર સૂરજમે આભાસ જીસકા
વહી આત્મા સચ્ચિદાનંદ મૈ હુઁ
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ

જો વ્યાપક હૈ જન જનમેં હૈ વાસ જીસકા
નહી તીનકાલોમેં હો નાશ જીસકા
વહી આત્મા સચ્ચિદાનંદ મૈ હું
શિવોહમ શિવોહમ શિવોહમ શિવોહમ્

                                                     ૐ નમઃ શિવાય


2 comments November 20, 2006

ભક્તિ- તત્વચિંતન

                            આજે કારતક સુદ ત્રીજ

આજનો સુવિચાર:- એક નિશ્ચયને વળગી રહેનારા ભક્તો સર્વ કરતાં ઉત્તમ છે. ઉત્તમ ભક્તજનો તો ભગવાનના જ સ્વરૂપો છે.

ભક્તિ કોને કહેશો?

ભક્તિ એટલે…………………………….- ભયથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- રાગદ્વેષથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- કામ ક્રોધથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- મોહ મદથી મુક્તિ
ભક્તિ એટલે…………………………….- પ્રેમ,દયા,કરૂણા
ભક્તિ એટલે…………………………….- ભાવના,વિભાવના,યાચના
ભક્તિ એટલે…………………………….- આરાધના, અર્ચના
ભક્તિ એટલે…………………………… – જ્ઞાન,વૈરાગ્ય,ત્યાગ
ભક્તિ એટલે…………………………….- શરણ, સ્મરણ
ભક્તિ એટલે……………………………- સમર્પણ
ભક્તિ એટલે……………………………- શાંતિ, તૃપ્તિ, સંતોષ, ધરણ
ભક્તિ એટલે……………………………- તૃષ્ણાથી મુક્તિ
ભક્તિ એટલે………………………….. - શ્રધ્ધા, આસ્થા, પૂજા
ભક્તિ એટલે………………………….. – પ્રાર્થના,સ્તુતિ, સ્તવન
ભક્તિ એટલે…………………………..- કિર્તન, નર્તન, ભજન
ભક્તિ એટલે…………………………..- નમ્રતા, ધીરજ, સ્નેહ
ભક્તિ એટલે…………………………..- હેત, માયા, મમતા
ભક્તિ એટલે…………………………..- સમભાવ, ભાઈચારો
ભક્તિ એટલે…………………………. – સહાનુભૂતિ, અનુભૂતિ
ભક્તિ એટલે…………………………..- કૃપા, સત્સંગ
ભક્તિ એટલે……………………………- સ્વયં
ભક્તિ એટલે…………………………..- સંયમ, નિયમ, વિનય, વિવેક
ભક્તિ એટલે…………………………..- બ્રહ્મ, સત્ય, અહિંસા
ભક્તિ એટલે…………………………..- પવિત્રતા, પાવકતા
ભક્તિ એટલે…………………………..-ધરતી, આકાશ,સૂર્ય, ચંદ્ર, તારા
ભક્તિ એટલે………………………….- અચળતા, અડગતા,સદભાવના,નિઃસ્વર્થતા, જાગૃતતા

હરિને ભજતા હજી કોઈની લાજ……..

હરિને ભજતાં હજી કોઈની લાજ જતી નથી જાણી રે
જેની સુરતા શામળિયાની સાથ વદે વેદ વાણી રે

વ્હાલે ઉગાર્યો પ્રહલાદ હિરણાકંસ માર્યો રે,
વિભીષણને આપ્યું રાજ રાવણ સંહાર્યો રે

વ્હાલે નરસિંહ મહેતાને હાર હાથો હાથ આપ્યો રે,
ધ્રુવને આપ્યું અવિચળ રાજ પોતાનો કરી સ્થાપ્યો રે

વ્હાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે,
પાંચાળીનાં પૂર્યા ચીર પાંડવ કામ કીધાં રે

આવો હરિ ભજવાનો લ્હાવો ભક્તોનાં દુઃખ હરશે રે,
કર જોડી કહે પ્રેમળદાસ ભક્તોના દુઃખ હરશે રે

-પ્રેમળદાસ

ગાયિકા:- કૌમુદી મુનશી

                          ૐ નમઃ શિવાય


4 comments October 25, 2006

Next Posts Previous Posts


વિભાગો

Recent Comments

joshi kanaiyalal on આજનો સુવિ…
Chandra Patel on બે કવિતા
નેટ જગત… on ઓળખ
Snehal Patel on બે કવિતા
CHANDRAVADAN MISTRY on કિચન ટીપ્…

Recent Posts

Archives

Calendar

August 2008
M T W T F S S
« Jul    
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

વાચક સંખ્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

Links

Feeds