Posts filed under 'સાથિયો[અન્યરંગ]'

સિંહ ચાલીસા

                                            આજે માગશર સુદ ત્રીજ

 

આજનો સુવિચાર:-  ભક્તિ, વિશ્વાસ અને શ્રદ્ધાનું અવલંબન લઈને ચાલી શકશો તો કોઈપણ પાપ-તાપ દ્વારા તમારું મન સંતપ્ત નહીં થાય — પ્રણવાનંદજી

 

[દીવ સ્થિત શ્રી રમેશભાઈ રાવળે સિંહ ચાલીસા આપવા બદલ મેઘધનુષ આભારી છે. સિંહચાલીસાના રચૈતા ડૉ. શ્રી નરેન્દ્રભાઈ રાવળનો આભાર.]

 

 

સિંહ ચાલીસા

 

શક્તિપુંજ સમ દેહ ભયો, ભર્યો શૌર્ય માર્તંડ
સૃષ્ટિ સઘળી સ્તબ્ધ ભયી, ભયી તવ ત્રાડ પ્રચંડ
રક્ષક તું રેવતાચલનો, નિજ તવ ઉત્તુંગ સ્થાન
સ્મરતા શૌર્ય નિપજે જેહી ઉપજાવે સ્વમાન

 

જય જય જય સિંહ શૌર્ય સહસ્ત્રા
નિશિત દંત, નખ, ત્રાડ હી શસ્ત્રા [1]

 કરભીર ગિર અદ્રીએ શોભે
તુજ દર્શથી ત્રિલોક થોભે [2]
સુરાષ્ટ્રે ગિર વસતો તું છે
શૌર્ય પ્રવાહ ધસમસતો તું છે [3]

 કાયા કંચન ઓજસી સોહે
નિરખત નિરખત મનડું મોહે [4]

 પંજામાં પંચ શક્તિ વિરાજે
વનરાજ બિરુદ એક જ છાજે [5]

 આંખ મિંચે તો જોગી જોગંદર
સંઘરી બેઠો શિવને અંદર [6]

 સમજણ એક ન ચાલે મારી
કેશવાળી દિસે જટાધારી [7]

 ગજબ ત્રાડ તવ ઘોર નિશાએ
પ્રગટે પડઘા ચૌદ દિશાએ [8]

 રાત મેઘલી ગિરમાં હો જો
બેલાડ મસ્તી ચાક્ષુશ તું જો [9]

 અનુભૂતિનો તાગ જ ના આવે
વણદેખ્યાને શું સમજાવે !  [10]

 ત્રણ માત્રાનું નામ અનુપમ
કિસબિધ ગુણ હું ગાઉં લઘુસમ  [11]

 પંથે પદ પલ્લવને મોહી
ભૂંસી શક્યું એક ના કોઈ  [12]

 પદ પલ્લવ તુજ વનમાં જોઈ
એ પર પાડી શક્યું ના કોઈ  [13]

 સોનરેખ હલચલ ખાળીને
જળ ગ્રહતો જીહવા વાળીને  [14]

 સિંહ ત્રાડ હરિ સ્મૃતિ અપાવે
સિંહ ચાલ અવનિ કંપાવે  [15]

 ૐ ૐ ૐ ની ત્રાડ ગજાવે
ભૂતલ અરિતલ નાડ ધ્રુજાવે  [16]

 કરૂણાની બુનિયાદ જગાવે
ક્રોધે નૃસિંહ યાદ અપાવે   [17]

 જંગલભરની જીવ સૃષ્ટિએ
ખળભળતી તુજ એક દૃષ્ટિએ  [18]

 કૃપિત નાદને સહેજ જટક તું
વિહંગોનું કિસ્ત્રાણ અટકતું  [19]

 કંધરે કેશવાળી ધરીને
મૃગપતિ તું હંફાવે અરિને  [20]

 ગૃહસ્થ તુ જ સરખો ના કોઈ
આવી કુટુંબ કરણી ના જોઈ  [21]

 તુજ સેંજળથી શૌર્યજ સરિતા
તુજ શિશુઓથી શોભત ધરિતા  [22]

 તુજ ભ્રમણે જંગલ શોભે છે
કે જંગલથી તું શોભે છે !  [23]

 ‘સિંહો રક્ષતિ સિંહઃ’ બોલો
અવ નિસર્ગે એથી સમતોલો  [24]

 હે સિંહ ! સિંહલ ગજાનો તું છે
નિસર્ગ અમૂલ ખજાનો તું છે  [25]

 સાવધ સાવજ શૌર્ય જ સાલગ
શિષ્ટ શિકારી તું જ છે આ જગ  [26]

 કેસરી તવ ધીરજ ને જાણી
મોહ નિરસનની મજા પ્રમાણી  [27]

 હું હરિ હું હરિ કરતો જાણે
સાક્ષાત નાદબ્રહ્મ પ્રમાણે  [28]

 અડગ અવિચલ અચરજ તું છે
સુરાષ્ટ્રે પંચરત્નમાં તું છે   [29]

 નૃપ અમે ક્યાં જોયા કદીએ
મૃગરાજ તું હરેક સદીએ   [30]

 દત્તમાં નિસદિન અવગાહ તું
મા આરાસુરીનો વાહક તું  [31]

 દત્તની છત્રછાયા છે તારે
જય ગિરનારી તુંય ઉચ્ચારે  [32]

 ભાર્યા સંગે શિકાર પ્રસંગે
સપ્તશતીમાં હો દુર્ગા સંગે  [33]

 અનઘળ શક્તિ વિષે હું જાણું
મૃગેન્દ્ર શક્તિ હું શું પ્રમાણું [34]

 નાભી એ પરાવાણી વિરાજે
હુંકારે ૐ કારો ગાજે  [35]

 ચોરાસી સિદ્ધોનું બેસણું
રૈવતગિરી તારે છે અણું અણું [36]

 જય જય કરભીર નામ જપંતા
પ્રસરે વપુ મહી શૌર્ય અનંતા [37]

ઉર્જયંત કૃપા વરસાવે
નીડર સિંહ સમાન બનાવે [38]

 ‘નરેન્દ્ર’ જે પહોંચ્યો છે ગિરલગ
’રમેશ’ પહોંચાડે કરભીર લગ [39]

 સિંહ તું અન્યની તોલે ના’ વે
તુજ સંગે તું સિંહ બનાવે   [40]

 

 શૌર્ય વિભુષિત સિંહ ચાલીસા
                    પાઠ કરે જો કોય
સબ ભય નાસે જીવનમેં,
          સિંહ સમાન ગુન હોય

 લેખક:- ડૉ> શ્રી નરેન્દ્રભાઈ રાવળ

 

ૐ નમઃ શિવાય

5 comments November 18, 2009

ભાગવત પ્રશ્નોત્તરી [જવાબ]

                                 આજે ભાદરવા વદ આઠમ

આજનો સુવિચાર:- સાચું કામ પણ સાચો સમય જોયાવગર કરવું વ્યર્થ છે. – આરિક્શા

ભાગવત પ્રશ્નોત્તરી [જવાબ]

1]   હિરણ્યાક્ષની માતાનું નામ શું ?
દિતી

2] હિરણ્યકશિપુની પત્નીનું નામ શું?
કૈયાધુ

3] શિવ+પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ ?
અર્ધનારીશ્વર

4] સમુદ્રમંથન માટે કોની રવઈ અને કોનું દોરડું બનાવાયું?
મંદરાચલ [રવઈ] અને વાસુકી નાગ [દોરડું]

5] શિવજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશકરવા પોતાની જટામાંથી કોને પ્રગટ કર્યા?
વીરભદ્ર

6] વિદ્યાભ્યાસ કરવા શ્રીકૃષ્ણ કયા ઋષિના આશ્રમમાં ગયા ?
સાંદિપની ઋષિના આશ્રમમાં

7] ભાગવત ગ્રંથમાં કેટલા શ્લોકો છે?
18,000 શ્લોકો
8] શ્રીરામચન્દ્રજીએ કયા સ્થળે રેતીનું શિવલિંગ બનાવી પૂજા કરી હતી?
રામેશ્વર

9] અમૃત પીવડાવવા ભગવાને લીધેલું સ્વરૂપ?
મોહિની સ્વરૂપ

10] રુક્ષ્મણીજી+શ્રીકૃષ્ણના પુત્રનું નામ?
પ્રદ્યુમ્ન

11] ભગવાન નૃસિંહરૂપે કઈ તિથિએ પ્રગટ થયા હતા?
વૈશાખ સુદ ચૌદસ

12] ભાગવતમાં ચોવીસ ગુરૂ કરનાર શિષ્ય ?
શ્રી દત્તાત્રેય

13] બલરામ-શ્રીકૃષ્ણને બોલાવવા કંસે કોને મોકલ્યા?
અક્રુરજી

14] કોનું માથુ દક્ષ પ્રજાપતિના ધડ પર ચોંટાડવામાં આવ્યુ હતુ?
બકરાનું માથુ

15] કયા મુનિને ત્યાં શુકદેવજી પુત્રરૂપે અવતર્યા હતા?
વ્યાસજી

                                                ૐ નમઃ શિવાય

Add comment September 11, 2009

ભાગવત પ્રશ્નોત્તરી

                                      આજે ભાદરવા વદ સાતમ

 
આજનો સુવિચાર:- મૌન તો પારસમણિ છે, જેને એનો સ્પર્શ થાય છે તે સુવર્ન બની જાય છે.                                                                            -–ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

 

ભાગવત પ્રશ્નોત્તરી

1]    હિરણ્યાક્ષની માતાનું નામ શું ?

2]    હિરણ્યકશિપુની પત્નીનું નામ શું?

3]   શિવ+પાર્વતીનું સંયુક્ત સ્વરૂપ ?

4]   સમુદ્રમંથન માટે કોની રવઈ અને કોનું દોરડું બનાવાયું?

5]   શિવજીએ દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશકરવા પોતાની જટામાંથી કોને પ્રગટ કર્યા?

6]   વિદ્યાભ્યાસ કરવા શ્રીકૃષ્ણ કયા ઋષિના આશ્રમમાં ગયા ?

7]   ભાગવત ગ્રંથમાં કેટલા શ્લોકો છે?

8]    શ્રીરામચન્દ્રજીએ કયા સ્થળે રેતીનું શિવલિંગ બનાવી પૂજા કરી હતી?

9]    અમૃત પીવડાવવા ભગવાને લીધેલું સ્વરૂપ?

10]   રુક્ષ્મણીજી+શ્રીકૃષ્ણના પુત્રનું નામ?

11]   ભગવાન નૃસિંહરૂપે કઈ તિથિએ પ્રગટ થયા હતા?

12]   ભાગવતમાં ચોવીસ ગુરૂ કરનાર શિષ્ય ?

13]   બલરામ-શ્રીકૃષ્ણને બોલાવવા કંસે કોને મોકલ્યા?

14]   કોનું માથુ દક્ષ પ્રજાપતિના ધડ પર ચોંટાડવામાં આવ્યુ હતુ?

15]   કયા મુનિને ત્યાં શુકદેવજી પુત્રરૂપે અવતર્યા હતા?

 

                              ૐ નમઃ શિવાય

3 comments September 10, 2009

આજ સુધી મુકાયેલા સુવિચારોની મહેક

                                  આજે શ્રાવણ સુદ નોમ

 

આજનો સુવિચાર :- ભોજનમાં ભક્તિ ભળે ત્યારે પ્રસાદી બને
                                      શબ્દોમાં ભક્તિ ભળે ત્યારે પ્રાર્થના બને.

આજનો સુવિચાર :- ઘણી બધી અને મોટી ભૂલ કર્યા વિના કોઈ માણસ મહાન થઈ શકતો નથી –ગ્લેડ્સ્ટન
આજનો સુવિચાર :- મહાપુરુષનું જીવન વ્યર્થ નથી. વિશ્વનો ઈતિહાસ એ બીજું કંઈ નહીં, પણ મહાપુરુષોની આત્મકથા છે. – થોમસ કાર્લાઈવ

આજનો સુવિચાર :- અત્યંત તીવ્ર કષ્ટ પડે, એ સમયે આપણે ધૈર્ય ધરવું જોઈએ. – પ્રણવાનંદજી

આજનો સુવિચાર :- જ્યારે બુદ્ધિમાં ચંચળતા ન હોય ત્યારે જ ધ્યાન લાગી જાય છે. મનને વશીભૂત કરવું એ જ ધ્યાન. – પ્રણવાનંદજી

આજનો સુવિચાર:- જીવન આપણે ધારીએ છીએ એટલું દુઃખમય નથી, પણ આપણે   ધારીએ એટલું એને સુખમય જરૂરથી બનાવી શકીએ.          — પ્રણવાનંદજી

આજનો સુવિચાર:- વર્તનમાં બાળક બનો, સત્યમાં યુવાન થાઓ અને જ્ઞાનમાં વૃદ્ધ બનો. — પ્રણવાનંદજી

આજનો સુવિચાર:- પાપી પર ઘૃણા ન રાખો, તેનાં પાપ પર ઘૃણા રાખો, કારણ તમે પણ પૂર્ણ નિષ્પાપ તો નહીં જ હો.                         — મહાવીર સ્વામી

આજનો સુવિચાર:- સંસારમાં સૌથી મોટો અધિકાર સેવા અને ત્યાગથી મળે છે. – પ્રેમચંદ

આજનો સુવિચાર:- થોડાંક સુખના ત્યાગથી વધુ સુખની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન મનુષ્ય થોડુંક સુખ જતું કરે છે. – ધમ્મપદ

આજનો સુવિચાર:-વિચારશૂન્યતા આજના યુગની સામાજિક આપત્તિ છે. – જોન રસ્કિન

આજનો સુવિચાર:- શારીરિક ક્ષમતાથી બળ પ્રાપ્ત થતું નથી તે તો અદમ્ય ઈચ્છાશક્તિથી મળે છે. — ગાંધીજી

આજનો સુવિચારઃ- સુખનુ નિર્માણ કરવા દુઃખનુ નિર્વાણ આવશ્યક છે.

આજનો સુવિચારઃ- આપણા વર્તમાન પર આપણું ભવિષ્ય નિર્ભર છે.

આજનો સુવિચાર:- મિત્રતા એ હૃદય વંદાવનનું અમૃત ફળ છે.

આજનો સુવિચારઃ-સંબંધો અને સંજોગો ૠતુ જેવા હોય છે…તે બદલાતા જ રહે છે.

 

                                            ૐ નમઃ શિવાય

Add comment July 29, 2009

ચોથા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે

                                   આજે શ્રાવણ સુદ પાંચમ

 

આજે મેઘધનુષના ચોથા વર્ષના મગળ પ્રવેશ નિમિત્તે મારી ૨૦૦૯ની કૈલાસ યાત્રાના સંભારણાની રજુઆત કરૂ છું.

અમારી યાત્રામાં રાચીથી પધારેલા સ્વામી શ્રી કૃષ્ણાનંદજીએ લીધેલા ફોટોગ્રાફ સહિત લખાણ પણ તેમનું જ છે.

મેઘધનુષ તરફથી સ્વામીજીનો ખૂબ આભાર.

The sweet memories of the yatra are still overwhelming my consciousness.
From

Swami Shree Krishnanandaji

Himalayan Panoramas as seen from Tibet

In June this year I had the privilege of travelling 900 kms by road from Kathmandu to Mt Kailash on the Tibetan side of the Himalayas. This travel took four days and I was very fortunate in many ways, such as to have the best of weathers all along, and to have a driver who would patiently stop the vehicle for me to take photos whenever I wanted, although we were a part of 101 pilgrims travelling together in a convoy of 26 vehicles!! Here is a glimpse of some of the most magnificent scenes that I got to see.

image001[1]

This mountain was glowing in the early morning sun.

image002[1]

The mountain range with snow contrasted beautifully against the barren hills and desert which had their own colours.

image003[1]

 

This peak on the left of this range is over 26000’ above the sea and is called “Shisha Pangma”. This same range takes on a different appearance as we go forward and closer as seen below.

image004[1]

 

image005[1]

This lake Pugotzu, at an elevation of about 16000’ above the sea.

image006[1]

This is another lake which was perfectly still, reflecting the colourful mountains behind!!

image007[1]

Many of these lakes are of saltish water. Only Mansarovar has sweet water.

image008[1]

The mountain on the lest is called Gurla Mahandhata, whose snowmelt feeds the Mansarovar seen on the right.

image009[1]

This breathtaking scene emerges as our car climbed over a ridge and then started travelling down into a at the base of this range.

My heart overflows with gratitude to Lord Shiva and our Great Gurus for this very special blessing They bestowed on me.

 

                                             ૐ નમઃ શિવાય

8 comments July 25, 2009

મહાદેવે વિષપાન કર્યુ

                          આજે અષાઢ વદ ચૌદસ

 

આજનો સુવિચારઃ- સુખનુ નિર્માણ કરવા દુઃખનુ નિર્વાણ આવશ્યક છે.

 

             મહાદેવે વિષપાન કર્યુ

[પુસ્તક પરિચયઃ- શિવપાર્વતી ભાગ ૧, સમુદ્ર મંથન
લેખકઃ- શ્રી પન્નાલાલ પટેલ]

images[3]

     મંદરાચળ ઘૂમવાથી સમુદ્રમાં વસનારાં પ્રાણીઓમાં હાહાકાર મચ્યો. એ બધાં ભાગંભાગી કરવા લાગ્યાં. એમાનાં કેટલાક ઊછળી ઊછળી કિનારા પર પડવા લાગ્યા.

ડાબાજમણી ઢોળાઈ રહેલો જળરાશિ ફીણથી ઊભરાવા લાગ્યો. ફીણને લીધે નેતરું સુદ્ધાં દેખાતું બંધ થયું. સહુને ડર પેઠો ; વલોણું કરનારા દેવ-દાનવો પન ફીણમાં ડૂબી જશે કે શું?

    ત્યાં તો ફીણ વધવાને બદલે ઘટવા લાગ્યા. ઘટતાં ઘટતાં નેતરાની આસપાસ જામી રહ્યાં.
… હવા નાકને બાળવા લાગી. આંખો સુધ્ધાં બળવા લાગી.
      અવારનવાર સમુદ્રના જળ ઉપર ડોકિયું કર્યા કરતા નારદ એકાએક બરાડી ઊઠયા ‘બંધ કરો !’ પિતામહ પાસે દોડી આવ્યા. ભર્યાશ્વાસે કહેવા લાગ્યા ‘ પિતામહ, સમુદ્ર ઉપર મહાભયંકર કાકૂટ ફૂટી નીકળ્યું છે.’

બ્રહ્માએ વલોણું બંધ કરવાનો શંખનાદ કરવા આજ્ઞા આપી………………..

    બ્રહ્મા, વિષ્ણુ ને સહુ કોઈએ જોયું તો ઝેરને ધારણ કરી રહેલો મહાદેવનો કંઠ નીલવર્ણા લાખા સરખો દીસતો હતો ને મહાદેવની લાક્ષણિકતામાં અદભૂત ઉમેરો કરતો હતો………..

     મહાદેવે બ્રહ્માનેએ વિદાય માગી ‘તાત, મને હવે જવાની આજ્ઞા આપો.’

    ‘હે ઈશ્વરોનાય ઈશ્વર, આજથી આપ નીલકંઠ  પણ કહેવાશો. હે પ્રભુ, અત્યાર સુધી લોકોમાં આપ સંહારક જ મનાતા હતા આજે આપે લોકાર્થે આપનું બીજું કલ્યાણકારી સ્વરૂપ આ પૃથ્વી પર પ્રગટાવ્યું છે. લોકમાં આપ વરદાતા ને કલ્યાણકારી શિવ તરીકે પૂજન પામશો.’

   મહાદેવ નંદી ઉપર બેઠા. નંદીએ ગતિ લીધી આકાશનો માર્ગ પકડી લીધો. રૂમઝૂમ ઘૂઘરમાળ ને કૈલાસ પ્રતિ અદૃશ્ય થયો !……….

 

                                          ૐ નમઃ શિવાય

4 comments July 20, 2009

જીવન જીવવાની જડીબુટ્ટી

                                    આજે જેઠ સુદ પાંચમ

આજનો સુવિચાર:- થોડાંક સુખના ત્યાગથી વધુ સુખની પ્રાપ્તિ થતી હોય તો બુદ્ધિમાન મનુષ્ય થોડુંક સુખ જતું કરે છે. – ધમ્મપદ

[ આ લેખ અમદાવાદ સ્થિત શ્રીમતી ચૌલાબેન સંઘવીએ ઈ મેલ દ્વારા મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે. ]

 

                                  જીવન જીવવાની જડીબુટ્ટી

૧. દરરોજ ૧૦ થી ૩૦ મિનિટ ચાલવા જાઓ અને હા, ચાલતી વખતે ચહેરા પર હળવું સ્મિત હોય તો ઉત્તમ!

૨. દરરોજ ઓછામાં ઓછી ૧૦-30 મિનિટ માટે એકાંતમાં બેસો.

૩. દરરોજ ૭ કલાક ઊંધો.

૪. જોશ, ઉત્સાહ અને કરૂણા આ ત્રણ મહત્વના ગુણો છે જીવનમાં.

૫. નવી રમતો શિખો/રમો.

૬. ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચો.

૭. ધ્યાન, યોગ અને પ્રાર્થના માટે સમય ફાળવો.

૮. ૭૦થી વધારે ઉંમરના અને ૭થી ઓછી ઉંમરના લોકો સાથે સમય ગાળો. દરરોજ શક્ય ન હોય તો અઠવાડિએ.

૯. જાગતાં સપનાં જુઓ.

 ૧૦. પ્લાન્ટ (ફેકટરી)માં બનતી વસ્તુઓ કરતાં પ્લાન્ટ(છોડ)માં ઊગતી વસ્તુઓને ખોરાકમાં મહત્વનું સ્થાન આપો.

૧૧. પુષ્કળ પાણી પીઓ.

૧૨. દરરોજ ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના ચહેરા પર સ્મિત લાવો.

૧૩. ચર્ચા/નિંદા/કુથલીમાં સમય ન બગાડો.

૧૪. ભૂતકાળ ભૂલી જાઓ. ખાસ કરીને પતિ/પત્નીની ભૂલો. વર્તમાનકાળનો આનંદ લો.

૧૫. રાજાની જેમ સવારનો નાસ્તો કરો, રાજકુમારની જેમ બપોરનું ભોજન લો અને ભિખારી જેટલું રાત્રે જમો!

૧૬. દરેક દલીલની સામે જીતી શકવાના નથી, મતભેદ સ્વિકારી લો.

૧૭. સરખામણી કરવાનું છોડો. ખાસ કરીને પતિ/પત્નીની સરખામણી.

૧૮. તમારા સુખનું કારણ ફક્ત તમે છો.

૧૯. દરેકને માફી બક્ષો. ક્ષમા વીરસ્ય ભૂષણમ્

Read more on

http://funngyan.com/2009/03/18/jadibutti
                              ૐ નમઃ શિવાય

3 comments May 27, 2009

જાણવા જેવું

                                        આજે વૈશાખ વદ છઠ્ઠ

આજનો સુવિચાર :- જ્યારે બુદ્ધિમાં ચંચળતા ન હોય ત્યારે જ ધ્યાન લાગી જાય છે. મનને વશીભૂત કરવું એ જ ધ્યાન. – પ્રણવાનંદજી

હેલ્થ ટીપ:- ઉનાળામાં બાળકને વધુ સમય બહાર ન રાખવું લૂ લાગવાની શક્યતા વધી જશે. બાળકેને કોટનના, લાઈટ કલરનાં કપડા પહેરાવવાનો આગ્રહ રાખો.

                                                   જાણવા જેવું

•   ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી.ની છે.

•   સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે.

•   જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા.

•   જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.

•   પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.

•   સૂર્યનો પ્રકાશ પૃથ્વી આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય છે. 

•   સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.

•   પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.

•   પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.

•   દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.

•   પૃથ્વી, તારા, સૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.

•   દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.

•   વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે.

                                                                                                                  — સંકલિત

                                                           ૐ નમઃ શિવાય

2 comments May 14, 2009

નોંધવા જેવી વાત

                                  આજે વૈશાખ સુદ એકાદશી

                                          

                                          નોંધવા જેવી વાત

 

- જીવનમાં સારી વાત યાદ રાખવું સહેલું છે પણ… ખોટી વાત ભૂલી જવી ખૂબ મુશ્કેલ છે.

- બુદ્ધિનો સદુપયોગ કરવાથી એ ઘસાતી નથી – પણ વધુ ધારદાર બને છે.

- રસ્તો ઓળંગવા માણસ શાંતિથી પાંચ મિનિટ ઉભો રહે છે પણ મંદિરમાં એક મિનિટ પણ વધુ રોકાતો નથી.

- બીજાના સુખે ખુશી એ જ ખરો શ્રીમંત, બીજાના સુખે દુઃખી એ જ સાચો રંક.

- અધિરાઈ એ સમજ્યા વિનાની ખરાબ પ્રકારની હાનિકારક ઝડપ છે.

- હારવું એ ચિંતાજનક નથી પણ….પરાજય થતાં હતાશ થઈ જવું એ ખોટું છે.

- નદીની વચ્ચે ગમે તેટલા અવરોધો આવે પણ … એ દરિયાને મળ્યા વગર રહેતી નથી.

- ફૂલ પાસેથી શીખો—જીવો ત્યાં સુધી ફોરમ પ્રસરાવતા જ રહીને બીજાને ખુશી આપો

- સપના અને સાહસ વિનાનો યુવાન અકાળે ઘરડો થયેલો સમજવો.

- નિરાશાવાદીઓ કૂવો ભરાય તેટલું રડે છે પણ.. હથેળી ભરાય તેટલું પણ હસતા નથી.

                                                                                         – સૌજન્ય :- ગુજરાત સમાચાર

                                     

                                           ૐ નમઃ શિવાય

7 comments May 5, 2009

ગુજરાતી શબ્દની પૂર્વ તૈયારી ‘ઝ’

                                       આજે ચૈત્ર વદ અમાસ

આજનો સુવિચાર :- જ્યારે માણસના હાથની વાત નથી હોતી, ત્યારે તેને તકદીર પર છોડી દેવામાં આવે છે. – પ્રેમચંદ

હેલ્થ ટીપ: કેરીનો પનો ગરમીમાં લાભદાયક છે.

                      ગુજરાતી શબ્દની પૂર્વ તૈયારી ‘ઝ’

                                       નીલા કડકીઆ

ક્રમ

શબ્દ

અર્થ

શબ્દપ્રયોગ

1

          

 

    ધ્વનિ

સિતારનો ઝ સુમધુર હોય છે.

 

2

  ઝંકા    

 

 નાની સ્ત્રી

દરેક સ્ત્રી કંઈ ઝંકા નથી હોતી.

 

3

 ઝંકાટ   

 

 ગુંજારવ

કમળ કેટલું ભાગ્યશાળી છે જેને ભમરાનો ઝંકાટનો આનંદ મળે છે.

 

4

  ઝંકાડ  

 

– પાંદડા વગરનું ઝાડ

 

પાનખર ઋતુના ઝંકાડ પણ સુંદર લાગે છે.

 

5

  ઝંકૃત   

 

 ઝંકાર [ઝમઝમ થવું તે] પામેલું

 

ઝંકૃત પામેલા પગમાંથી ઝણઝણાતી ઊતારતા ઘણીવાર પાણી પાણી થઈ જવાય છે.

 

6

  ઝંગા   

 

 ડગલો

આજકાલ જૂના ઝંગાની જગ્યા જોધપુરી ઝંગાએ લીધી છે.

 

7

   ઝંગાઝોરી  

 

 કજિયો, તકરાર

 

નાના બાળકોની ઝંગાઝોરીમાં મોટાઓએ પડવું ન જોઈએ.

 

8

  ઝંગાલી 

 

લીલું

 

 

ઝંગાલી ઘાસ પર ચાલવાથી આંખોને ફાયદો થાય છે.

 

9

  ઝંઝરી 

 

 લોઢાનો સળિયો

 

સડેલા ઝંઝરીને બદલી કાઢવો યોગ્ય છે.

 

10

  ઝંઝ  

 

ભેદ

 

બાળકો વચ્ચે ઝંઝ રાખવો યોગ્ય નથી.

 

11

  ઝંઝન    

 

પાણી પડવાનો શબ્દ

 

ઝરણાનો ઝંઝન કર્ણપ્રિય હોય છે.

12

  ઝંઝરીદાર  

 

 જાળીવાળું

ઘરમાં ઝંઝરીદાર દરવાજો રક્ષણ આપે છે.

 

13

 ઝંઢા 

 

 

બાળમોવાળા ઉતારવાની ક્રિયા

 

ઝંઢા નાથદ્વારા કે ગોકુળમાં પણ થાય છે.

 

14

  ઝંપા 

 

. ઝપતાલ [શાસ્ત્રીય સંગીતમા ગવાતા ગીતમાં આવતો તાલ]

 

હવેલીઓ કે મંદિરમાં ઝંપા પર કીર્તનો ગવાય છે.

 

15

   ઝંબ  

 

ધૂમકેતુ

 

. આકાશગંગામાં ઝંબ જોવાનો લ્હાવો અનેરો હોય છે.

 

16

  ઝઈડવું

 

 

 નાનું કાંટાળું ડાખળું

.

 

 

 જંગલમાં વિખરાયેલા ઝઈડવાથી બચીને ચાલવું પડે છે.

 

 

17

  ઝકરી

 

દોહવાની તાંબડી

 

 

ગાયને દોહતી વખતે ઝકરી ચોખ્ખી રાખવી જોઈએ.

 

18

ઝકાળો    .

 

ધોધ

 

 

નાયગરા દુનિયાનો સૌથી મોટો ઝકાળો ગણાય છે.

 

19

  ઝકામી 

 

એક જાતનો છોડ

 

 

પહોળા રસ્તામાં વાડ તરીકે ઝકામીનો ઉપયોગ થાય છે.

 

20

  ઝકડી    

 

દૂધ દોહવાની ક્રિયા, દોહવું

 

 

ગામની ગોવાલણને ઝકડી કરતી જોવાની મઝા કાંઈ ઑર છે.

 

21

  ઝકીલ   

 

.  દુરાગ્રહી

 

 

સત્ય પર ઝકીલું રહેવું યોગ્ય છે.

 

22

 ઝખામ  

 

શરદી

 

 

આજકાલ આખી દુનિયાનું હવામાન એવું છે કે ઝખામથી બચવું મુશ્કેલ બન્યું છે.

 

23

  ઝખેર   

 

 

 બહુ

 

 

હવે ઝખેર થયું, બંધ કરો ઝગડવું.

 

 

24

  ઝખ  

 

ગૂમડું

 

ડાયાબિટીસના દર્દીને ઝખ જોખમી છે.

 

25

 ઝગરો  

 

ઝગડો, કજિયો, લડાઈ

 

 

અમે નાના હતા ત્યારે એકબીજા વચ્ચે જો લડાઈ થતી ત્યારે એમ બોલતા

ઝગરા ઝગરી મત કરો, ગાંધીજીકો યાદ કરો !

 

26

  ઝઝલા 

 

એક જાતની મિઠાઈ

 

 

મને તો ખબર નથી કે ઝઝલા ક્યાંની મિઠાઈ છે ? જો આપને ખબર હોય તો જણાવશો.

 

27

  ઝઘન  

 

 કૂદકો

 

 

ખાઈ જોઈને ઝઘન મારજો.

 

28

ઝચા  

 

સુવાવડી સ્ત્રી

 

 

પહેલાના જમાનામાં ઝચાને આભડછેટનું ખૂબ ધ્યાન આપવું પડતું હતું.

 

29

  ઝઘાર 

ઝગમઘાટ

 

સાત્વિક માનવના મુખ પર હંમેશા ઝઘાર મારતો હોય છે.

 

30

  ઝઝરી 

 

બારી

 

 

કલાત્મક ઝઝરીને ઝરુખો પણ કહી શકાય.

 

31

  ઝગતિ

 

ઝટ, તરત

 

 

ઝગતિ કરો નહીં તો બસ ઉપડી જશે.

 

32

  ઝબૂકો

 

ઝબકારો

 

 

તારામંડળના ઝબૂકા માનસરોવરને કિનારેથી જોવાનો લ્હાવો અનેરો છે. 

 

33

   ઝટન

મંડપ બનાવવો

 

 

લગ્નના દિવસો ઝટન ઝડપથી બનાવવા પડે છે.

 

34

ઝડા .

 

તદ્દન, પૂરેપૂરૂં

 

 

પ્રભુને ઝડા અર્પિત થઈને પૂજવાથી કોઈપણ વસ્તુ અશક્ય નથી.

 

35

ઝણીં 

 

રખે

 

ઝણીં જતા રહેતા મારે તમારું કામ છે.

36

ઝપાસિયા 

 

કપટી

 

 

 

આજકાલ ઝપાસિયાને ઓળખવા મુશ્કેલ છે.

 

 

 

37

ઝઝટિ  

 

 

 

ઝડપ

 

ઝઝટિ કરો

 

 

 

38

ઝનવાં

 

 

એક જાતનું ધાન્ય

 

 

 

ઝનવાં ઉત્તર પ્રદેશનું ધાન્ય છે.

 

 

39

ઝમરખ 

કાચના ઝુંમર

 

 

 

રાજમહેલના ઝમરખ જોવાલાયક હોય છે.

 

 

40

ઝમર

 

 

સામુદાયિક આત્મહત્યા

 

જૂના જમાનામાં લડાઈ વખતે રાજપૂતાણીઓ ઝમર કરતી હતી.

 

 

 

41

ઝઝ

લાંબી દાઢી

 

 સાંતા ક્લોઝ તેની સફેદ ઝઝથી ઓળખાય છે.

 

 

 

42

ઝનખ 

 

 

 

હડપચીનો ખાડો

 

 

 

ઝનખવાળી વ્યક્તિ ખૂબ દેખાવડી હોય છે.

 

 

 

43

ઝનખદાં

 

 હડપચી

 

ઝનખદાં ઊંચી રાખી જુઓ તો !

 

 

44

ઝદા

 

દુઃખી

 

 

 

 

ઝદા થવાની જરૂરત નથી સહુ સારા વાના થઈ જશે

 

 

45

  ઝદ 

 

નુકશાન

 

 

મંદીનાં જમાનામાં પૂરા દેશને ઝદ પહોંચશે.

 

 

46

ઝલ્લોલ 

 

રેંટિયો

 

 

આજકાલ ઝલ્લોલ તો એક શમણું બની ગયું છે.

 

 

47

ઝાટિકા.

 

ઝાડની ઘટા

 

વડની ઝાટિકા આરામદાયક હોય છે.

 

 

48

  ઝાટી  

 

જૂઈની વેલ

 

 

ઝાટી મનને આનંદદાયક બનાવે છે.

 

49

ઝીંઝવો 

 

એક જાતનું ઘાસ

 

ઝીંઝવો ક્યાં ઊગે છે?

 

 

50

ઝંજીરો   

 

પૈડાંવાળી નાની તોપ

 

આજકાલ ઝંજીરા શોભામાં મૂકવામાં આવે છે.

 

 

                                     ૐ નમઃ શિવાય

5 comments April 24, 2009

Previous Posts


શોધખોળ

આભાર

Dr. Chandravadan Mis… on સિંહ ચાલીસા
TAJDIN on વિચારોને મેળે
shivshiva on આસ્વાદ
amit pisavadiya on આસ્વાદ
Dilip Gajjar on આસ્વાદ

તાજેતરમાં લખાયેલુ

મહિનાની નોંધણી

તારીખીયુ

November 2009
M T W T F S S
« Oct    
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  

ભલે પધાર્યા

નિરીક્ષણ

ધબકારનાં ધબકતા હૈયા

Image Hosted by ImageShack.us

RSS ગીત ગુંજ

free counters