ઘેરૈયાનો ઘેરો
આજે ફાગણ સુદ બારસ
આજનો સુવિચાર:- સંબંધોની હૂંફ જીવનની સંજીવની છે જે આપણે ઝડપથી ગુમાવી રહ્યા છીએ.
ઘેરૈયાનો ઘેરો
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
આજે છે રંગ રંગ હોળી, નવાઈલાલ !
આવી ઘેરૈયાની ટોળી, નવાઈલાલ !
ખાવાં છે સેવ ને ધાણી, નવાઈલાલ !
દાણ માગે છે દાણી, નવાઈલાલ !
આવ્યા નિશાળિયા દોડી, નવાઈલાલ !
શાહીની શીશીઓ ઢોળી નવાઈલાલ !
ઝાલી છે હાથમાં ઝોળી, નવાઈલાલ !
સિકલ તમારી છે ભોળી, નવાઈલાલ !
જૂની તે પોતડી પે’રી, નવાઈલાલ !
લાગો છો રસિયા લ્હેરી, નવાઈલાલ !
ભારે હિમ્મત તમે કીધી, નવાઈલાલ !
ભાભીએ કિમ્મત કીધી, નવાઈલાલ !
ઊંધી તે પે’રી ટોપી, નવાઈલાલ !
હસશે ગામની ગોપી, નવાઈલાલ !
ચશ્માંની દાંડી વાંકી, નવાઈલાલ !
આંખોની આબરૂ ઢાંકી,નવાઈલાલ !
ચાલોને ઘેરમાં ફરશું, નવાઈલાલ !
નદીએ નાવણિયાં કરશું, નવાઈલાલ !
કોરા રહેવાની વાત મૂકો, નવાઈલાલ !
આજે દિવસ નથી સૂકો, નવાઈલાલ !
આજે સપરમો દા’ડો, નવાઈલાલ !
લાવો ફાગણનો ફાળો, નવાઈલાલ !
ચકલામાં ચેતીને ચાલો, નવાઈલાલ !
હોળીનો પૈસો આલો, નવાઈલાલ !
કવિશ્રી:- વેણીભાઈ પુરોહિત
ૐ નમઃ શિવાય
રમૂજી વ્યાખ્યાઓ
આજે ફાગણ સુદ દસમ
કેટલીક રમૂજી વ્યાખ્યાઓ
* સમાજ જેમાં બે મુખ્ય વર્ગ છે એવું માનવજૂથ [1] જેમને ભૂખ કરતાં વધારે ભોજન સાંપડે છે. [2] સાંપડેલા ભોજન કરતાં જેમની ભૂખ વધારે મોટી છે તે.
* બુફે ડિનર એવી ભોજન પાર્ટી કે જ્યાં ખુરશી કરતાં મહેમાનો વધારે હોય.
* દંપતિ = દમ + પતિ
* તમને દુ:ખે છે ? કે તમે પરણેલા છો ?
* એની વહુ જ્યારે એના માથા સામે જુએ છે કે એ પોતાની ખરીદીની યાદી આ તરબૂચનો સમાવેશ કરી દે છે.
* સુખી પરિણીત યુગલ બીજાની પત્ની સાથે ફરવા નીકળેલો પતિ.
* શ્રોતાગણ : કંટાળવા માટે પણ પૈસા આપી એકત્ર થનાર લોકસમૂહ.
* રીતભાત : ખોટી બાબત સાચી રીતે કરવાની કે કહેવાની કળા
* બચત : તમે સક્રિય હો ત્યારે નિષ્ક્રિય રહેતું નાણું.
* ઘરેણું : બીજા લોકો કરતાં ચઢિયાતા હોવાનો દેખાવ કરવા, અમુક વ્યક્તિઓ જેનો આશરો લે છે તેવું સાધન.
* અહંપ્રેમી : મોટાઈનો ફાંકો રાખનાર માણસ.
* કંટાળો : આ દુનિયામાં હયાત રહેવા સારૂં આપવું પડતું ભાડું.
* લાગણી : મનની પાછલી સીટમાં બેઠેલો ડ્રાઈવર.
* ચુંબન : જે તમે લીધા વિના આપી શકતા નથી અને આપ્યા વિના લઈ શકતા નથી.
* ઉંમર : વરસની ફૂટપટ્ટીએ મપાતી આયુષ્યની લંબાઈ.
* પ્રેમ : કામકલાઉ ગાંડપણ કે જે લગ્નથી મટાડી શકાય.
* અનુભવ : વાળ ગુમાવ્યા બાદ, જીવન દ્વારા મળતો કાંસકો.
* શ્રીમંત : પૈસાવાળો ગરીબ.
* કુંવારી : એવી યુવતી કે જે હજી કુંવારાની શોધમાં છે.
* કુંવારો : જે એકની એક ભૂલ એક વાર પણ નથી કરતો.
* લગ્ન : પરસ્પરની ગેર સમજૂતી.
* સંગીતનો જલસો : ઘરે કંટાળેલી સ્ત્રીઓ ત્યાં પોતાના પતિને લઈ જાય છે- જ્યાં પતિઓ કંટાળી જાય છે.
– સંકલિત
ૐ નમઃ શિવાય
શિવમાનસ પૂજા
આજે મહા વદ તેરસ એટલે મહાશિવરાત્રી
કૈલાશ પર શિવજી
रत्नै: कल्पितमासनं हिमजलै: स्नानं च दिव्यांबरम् l
नानारत्नविभूषितं मृगमदामोदांकितं चंदनम् l
जातीचंपकबिल्वपत्ररचितं पुष्पं च धूपं तथा l
दीपं देव दयानिधे पशुपते ह्यत्कल्पितं गृह्यताम् ll
હે દેવ ! હે દયાનિધિ ! આ રત્નજડિત સિંહાસન, શીતળ જળથી સ્નાન, અનેક પ્રકારનાં રત્નોથી વિભૂષિત દિવ્ય વસ્ત્ર, કસ્તુરીની સુવાસથી સુવાસિત મલયગિરિનું ચંદન, જૂઈ, ચંપો અને બિલ્વપત્રથી રચિત પુષ્પમાળા, ધૂપ અને દીપ – આ સર્વ માનસિક પૂજા હે મહાદેવ આપ ગ્રહણ કરો.
सौवर्णे नवरत्नखंडरचिते पात्रे घृतं पायसम् l
भक्ष्यं पंचविधं पयोदधियुतं रंभाफलं पानकम् l
शाकानामयुतं जलं रुचिकरं कर्पुरखंडोज्जवलन् l
तांबूलं मनसा मया विरचितं भक्त्या प्रभो स्वीकुरु ll
હે પ્રભુ ! મેં નવીન રત્નખંડોથી જડિત સોનાના પાત્રમાં ઘી-મિશ્રિત ખીર, દૂધ અને દહીં સહિત પાંચ પ્રકારનાં વ્યંજન, કેળા, શરબત, અનેક પ્રકારનાં શાક, કપૂરથી સુવાસિત મીઠું પવિત્ર જળ અને તાંબૂળ – આ સર્વ મન દ્વારાભક્તિપૂર્વક રચીને આપને પ્રસ્તુત કર્યું છે કૃપા કરી આપ તેનો સ્વીકાર કરો.
छ्त्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् l
वीणाभेरिमृदंगकाहलकला गीतं च नृत्यं तथा l
साष्टांग प्रणति: स्तुतिर्बहुविद्याह्येतत्समस्तं मया l
संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो ll
છત્ર, બે ચામર, પંખા, નિર્મળ દર્પણ, વીણા, ભેરી, મૃદંગ, દુદુંભી એ સર્વ વાદ્યોનુ સંગીત ગીત અને નૃત્ય, સાષ્ટાંગ પ્રણામ તથા નાનાવિધ સ્તુતિ – આ સર્વ હું સંકલ્પથી જ આપને સમર્પિત કરું છું. હે સર્વવ્યાપી ભગવાન ! કૃપા કરીને એનો સ્વીકાર કરો.
आत्मात्वंगिरिजा मति: सहचरा: प्राणा: शरीरं गृहम् l
पूजा ते विषयोपभोगरचना निद्रा समाधि स्थिति: l
संचार: पदयो: प्रदक्षिणविधि: स्तोत्राणि सर्वा गिरो l
यद्यत्कर्म करोमि तत्तदखिलं शंभो तवाराधनम् ll
હે શંભુ ! મારો આત્મા એ [સાક્ષાત] આપ જ છો, મારી બુદ્ધિ એ પાર્વતી છે,મારા પ્રાણ [ઈન્દ્રિયો] આપના સેવકગણ છે, મારો દેહ [આપનું] નિવાસસ્થાન [અર્થાત મંદિર] છે, સંપૂર્ણ વિષયભોગની રચના [ઉપભોગ] આપની [ષોડશોપચાર] ‘ પૂજા છે, [જ્યાં આપની સાથે મિલન થાય છે તે] નિદ્રા સમાધિની સ્થિતિ જ છે, પગ દ્વારા હરવું ફરવું એ [આપની] પરિક્રમા જ છે. સર્વ વાણી [જે કાંઈ હું બોલું છું તે] [આપનાં] સ્તોત્ર જ છે. [આ રીતે] હું જે જે પણ કર્મ કરું છું તે તે આપની આરાધના જ છે.
करचरणकृतं वाक्कायजं कर्मजं वा l
श्रवणनयनजं वा मानसंवाऽपराधम् l
विहितमविहितं वा सर्वमेतत्क्षमस्व l
जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो ll
હાથ, પગ, વાણી, શરીર, કર્મ, કર્ણ, ચક્ષુ કે મનથી જે અપરાધ થયા હોય તે વિહિત હોય કે અવિહિત; એ સર્વ માટે હે કરુણા સાગર, હે મહાદેવ, હે શંભુ મને ક્ષમા કરો. આપનો જય થાઓ, જય થાઓ.
-શ્રી શંકરાચાર્ય
[ગુજરાતીમાં ભષાંતર શ્રી વિદિતાનંદજી મહારાજે કર્યું છે. પુસ્તક:- વન્દે શિવમ શંકરમ]
ૐ નમઃ શિવાય
અજમાવી જુઓ
આજે મહાવદ એકાદશી
અજમાવી જુઓ
* કેકને હળવી અને સ્પોંજી બનાવવા અડધા કિલો લોતમાં એક ટી સ્પૂન ગ્લિસરીન ઉમેરો.
* ચાકુ પરથી ફણસની ચીકાશ દૂર કરવા તેને ગેસ પર તપાવીને અખબારના કાગળથી લૂછી નાખવું.
* પાંદડાવાળી ભાજી રાંધતા પહેલાં મીઠાનાં પાણીમાં રાખવી જેથી તેમાં રહેલી ઝીણી જીવાત દૂર થાય છે.
* કટાયેલી છરી પર કાંદો રગડવાથી કાટ દૂર થાય છે.
* એક ચમચી આદુના રસમાં ચપટી સૂંઠનો ભૂક્કો, કાળા મરીનો ભૂક્કો અને બે ટીપાં લીંબુનો રસ ભેળવી બાળકને ચટાડવાથી હેડકી આવતી દૂર થાય છે.
* કટલેટ બનાવતી વખતે બટાકાના છૂંદામાં ભેળવવા કોર્નફ્લોર ન હોય તો બ્રેડની સ્લાઈસનો ભૂક્કો કરીને નાખવું.
* કરીમાં મીઠું વધારે પડી ગયું હોય તો ભાતને એક સ્વચ્છ મલમલના કપડા બાંધી 10 મિનિટ કરીમાં રહેવા દેવાથી વધારાનું મીઠું શોષાઈ જશે.
* ચણા પલાડવાનું ભૂલાઈ ગયું હોય તો ચણાને ઊકળતા પાણી નાખી તેમાં થોડા સોડા નાખવાથી અથવા કાચા પપૈયાના ટુકડા નાખવા.
* સેવપૂરીની પૂરી બનાવતી વખતે તેમાં મીઠું નહી નાખવુ અને લોટમાં ગરમ પાણી અને તેલનું મોણ ભેળવી લોટ બાંધવો.
* ટીક્કી બનાવતી વખતે તેમાં કોર્નફ્લોર અથવા બ્રેડક્રમ્સ અથવા બ્રેડને મસળીને તેમાં સ્વાદનુસાર મસાલો નાખી તેની ટીક્કી બનાવી તેને તેલમાં બોળી શેકવાથી ટીક્કીને ક્રીસ્પી બનાવી શકાય છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
શબ્દનું ઘર ઊઘડે
આજે મહાવદ છઠ્ઠ
શબ્દનું ઘર ઊઘડે
ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે,
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે.
પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઊઘડે,
કમળ જ નહીં, આખું સ્વયં જાણે સરોવર ઊઘડે.
આ શ્વાસ ને ઉચ્છવાસ સાથે કોણ મંથર ઊઘડે,
કે જન્મમન્માંતર બધાં આ ઘર પછી થર ઊઘડે.
રેલાય કેવળ એકધારો સ્વર મધુર આરંભનો,
કોની પુરાતન ઝંખના, આ દ્વાર જાજર ઊઘડે !
ઊભો સમય થિર આંખમાં થંભી ગઈ સહુ પરકમા,
હું ઊઘડું ઉંબર ઉપર, સામે ચરાચર ઊઘડે !
– કવિશ્રી:- શ્રી રાજેન્દ્ર શુક્લ
ૐ નમઃ શિવાય
હૃદયને સ્વસ્થ રાખો
આજે મહા સુદ નોમ
હૃદયને સ્વસ્થ રાખતા ફાયદાકારક ઉપચારો
કાંદો:-
એક કાચા કાંદાનું નિયમિત સેવન કરવાથી હૃદયના ધબકારા સામાન્ય થાય છે.
કાંદાનો રસ લોહીમાં ભળી જઈ તેના પ્રવાહમાં સહાયક બને છે અને હૃદયના રોગોથી બચાવે છે.
ગાજર:-
ગાજરનું સેવન તેમજ તેના રસનું સેવન ઘટ્ટ બનેલા રક્તને પાતળું બનાવે છે અને વધી ગયેલા હૃદયના ધબકારાને નિયમિત બનાવે છે.
લીંબુ:-
હૃદયની કમજોરી દૂર કરવા લીંબુ અત્યંત લાભકારી છે. તેનો લગાતાર ઉપયોગથી રક્તવાહિનીઓ ઢીલી પડતાં કોમળ બને છે. રક્તનળિકાઓની કઠોરતા દૂર કરવામાં લીંબું ઘણું ઉપયોગી છે. લીંબુનાં સેવનથી હાઈબ્લડપ્રેશર ઓછું થાય છે.
સફરજન:-
સફરજનનાં મુરબ્બાનું નિયમિત સેવન હૃદયની દુર્બળતા દૂર કરે છે.
જમરુખ:-
100 ગ્રામ જમરુખમાં 300 થી 450 મિ.ગ્રામ સુધી વિટામીન ‘સી’ હોય છે જે હૃદયને બળ તથા સ્ફુર્તિ આપે છે.
હિંગ:-
દુર્બળ હૃદયને શક્તિ આપે છે. રક્તને જામતા રોકે છે. રક્તસંચાર સરળતાથી થાય માટે તેને મદદ કરે છે. પેટમાં વાયુનું દબાણ પણ હિંગથી ઓછું થાય છે.
મોસંબી:-
હૃદય અને રક્તસંસ્થાન રક્તવાહિનીઓ કોમળ અને લચીલી બને છે. તેમાં એકત્રિત થયેલું ગંદુ કૉલેસ્ટ્રોલ શરીરમાંથી બહાર કાઢવા સહાયક બને છે.
ગોળ:-
દુર્બળ હૃદયને કારણે શારિરીક દુર્બળતા દૂર કરવા ગોળ મદદરૂપ બને છે.
આદુ:-
સૂંઠનો ગરમ કાઢામાં થોડું મીઠું ભેળવી પીવાથી હૃદયની દુર્બળતા દૂર કરવામાં મદદરૂપ થાય છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
ના કહો તો નહીં
આજે મહા સુદ ચોથ
ના કહો તો નહીં
તમે કહો તો હો જો
ના કહો તો નહીં
અમે તમારે કોરે
કાગળ કરી દઈએ સહી.
તમે કહો કે ચાલવું છે,
તો રસ્તો થઈને ખૂલશું
તમે કહો કે ભૂલવું છે,
તો યાદ કરીને ભૂલશું.
મીરાંની મટુકીમાં માધવ;
હોય ના બીજું કંઈ
તમે કહો તો હા અને
જો ના કહો તો નહીં.
તમે કહો કે બોલો,
તો હોઠ ઉપર છે તાળાં
ભીતરમાં તો ભલે થતી રહે,
નામ તણી જપ માળા.
તમે કહો કે સાથ રહો
તો અમે જઈશું રહી,
તમે કહો તો હા અને
જો ના કહો તો નહીં
— સુરેશ દલાલ
ૐ નમઃ શિવાય
પ્રજાસત્તાક દિન
આજે મહા સુદ ત્રીજ – ગણેશ જયંતી
આજે 26 જાન્યુઆરી -પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ
ૐ નમઃ શિવાય
અજમાવી જુઓ
આજે મહા સુદ બીજ
અજમાવી જુઓ
કોબી-
કોબીના પાનને બાફી સમારી તેમાં ચણાનો લોટ, હળદર, મીઠું, મરચું ભેળવી તળવા અને ગ્રેવી બનાવી તેમાં આ ભજિયા નાખવા. કોબીના કોફ્તા તૈયાર થશે.
કોબીના પાનનો ઉપયોગ વેજીટેબલ રોલ્સ બનાવવા કરી શકાય.
ઉપમામાં ઝીણી સમારેલી કોબી નાખવાથી ઉપમા સ્વાદિષ્ટ લાગે છે.
કોબીને ઝીણી સમારી તેમાંવલોવેલું દહીં, મીઠું, મરચું, શેકેલું વાટેલું જીરું સ્વાદાનુસાર નાખવું.
ઝીણી સમારેલી કોબીનાં પરઠા તેમ જ મુઠિયા બનાવી શકાય.
ટામેટા-
ટામેટામાં કાચા સીંગદાણા ભેળવી સ્વાદાનુસાર મીઠું, મરચું, તથા લસણ નાખીને ચટણી બનાવી શકાય.
બાફેલા બટાટામાં ઝીણા સમારેલાં ટામેટાં ભેળવી તેની ઉપર સંચળ, વાટેલું લસણ તેમ જ લીંબુનો રસ નાખી સ્વાદિષ્ટ ચાટ બનાવી શકાય.
ચટણી :-
ચટણી બનાવતી વખતે તેમાં 1 નાનો ચમચો માખણ ભેળવવાથી ચટણીની પૌષ્ટિત્કતા વધે છે તેમજ સ્વાદ વધે છે.
કોથમીર અને ફુદીનાની ચટણી બનાવતી વખતે પ્રમાણસર પાલક્ની ભાજી ભેળવવાથી તેનું પ્રમાણ અને સ્વાદ વધે છે.
વટાણાની છાલનું પાતળું પડ ઉતારી તેને કોથમીર ફુદીનાની ચટણીમાં ઉમેરવાથી રંગ અને સ્વાદ સારો થાય છે.
— સંકલિત
ૐ નમઃ શિવાય
ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ?
આજે પોષ વદ બારસ
[મુંબઈ સ્થિત શ્રીમતી મિત્રાબેન ચોક્સીએ આ લેખ ઈ મેલ દ્વારા મોકલાવ્યા બદલ મેઘધનુષ આભારી છે. આ લેખ બીજા કોઈ બ્લોગમાં હોય તો માફ કરજો.]
ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી!
અમદાવાદ:
લકીના મસ્કાબન , સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , છત્રભૂજની સેન્ડવીચ , જશુબેનના પિઝા , વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવતીની દાબેલી , મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાની સમોસા-કચોરી , શંભૂની કોફી , દાસના ખમણ-સેવખમણી , લક્ષ્મીના ગાંઠિયા , આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , વિદ્યાપીઠ પાસેના થેપલા , ગુજરાતના દાળવડા , ફરકીના ફાલૂદા , પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પ?પડી , વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન , યુનિવર્સિટીના ઢોસા , બાપુનગરના ગોંડલના ગાઠિયા , દિનેશના ભજિયા , સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ , જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , શંકરનો આઇસ્ક્રીમ , મણિનગરના ટામેટાના ભજિયા , વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી , વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક , મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , જુના શેર-બજારનું ચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ , સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ , હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ , પાંચ કૂવાની ફૂલવડી , લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજી-પાંવ , મોતી બેકરીની નાનખટાઇ , ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા , ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા , મિરઝાપુરમાં ફેમસના કબાબ , રાયપુરના શ્રી રામના ખમણ , એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ , બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરા ચાર રસ્તાની ઇડલી , નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) , લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું , વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા , રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા , ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા , એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ , રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , અંકુરના આણંદ દાલવડા , ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા , મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે
રાજકોટ:
મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા , ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા , રામ ઔર શ્યામના ગોલા , સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા , એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જય સિયારામના પેંડા , રસિકભાઈનો ચેવડો , જલારામની ચિકી , ગોરધનભાઈનો ચેવડો , આઝાદના ગોલા , બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા , રાજુના ભાજી પાંવ , મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત , રાજમંદિરની લસ્સી , ભગતના પેંડા , શ્રી રામની ચટણી , ?ીલપરાનું અમદાવાદી ખમણ , પટેલના ભાજી પાંવ , સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ , બજરંગની સોડા , ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા , સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા
વડોદરા :
દુલીરામના પેંડા , મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન , ભાઇભાઇની દાબૅલી , શ્રીજીના વડાપાંવ , એમજી રોડ પર લાલાકાકાના ભજિયા , મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ , અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા , જગદિશનો ચેવડો , ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા , વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા , નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા
સુરત :
રમેશનો સાલમપાક , કિશોરનો આઇસ્ક્રીમ , જાનીનો લોચો , લાલ દરવાજાનો ગોપાલનો લોચો , ગાંડાકાકાના ફાફડા , વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ , અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ , ચોપાટી પાસે મહેશનો પુલાવ , વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી , અંબાજી રોડ પર સુરતીના ખમણ , લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ , ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ , ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા , લી??ડા ચોકમાં ચેવલીના ભજિયા , ઝાંપાબજાર પાસે આદર્શની ચા , દાળિયા શેરીની નરેશની ભેળ , બેગમપુરામાં મઢીની ખમણી , સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા , મોટા વરાછામાં કુંભણિયા ભજિયા , ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે , ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી , ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો , વરાછા રોડ પરના મયૂરના ભજિયા
ગાંધીનગર :
મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા , મહાલક્ષ્મીના ખમણ , મહારાજના દાળવડા , ભાભીના
ભજિયા , બટુકના ગોટા , મોરલીના ઢોંસા , પુજાના ઢોકળા , સેંધાના ગોટા , અક્ષરધામની ખીચડી , લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ , વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી
અમરેલી :
ચક્કાભાઈની ચા , જયહિન્દના ગોટા , ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી , હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા , ભગતનું ઉંધીયુ , મહારાજના ભાજીપાંવ , શિતલનુ કોલ્ડપાન
ભૂજ :
બાસૂદી ગોળા , રજવાડી ગોળા , આઇસ્ક્રીમ ગોળા , વાણિયાવાડ ખાવડાના સાટા , પકવાન અને ગુલાબપાક , ગોવિંદજીના પેંડા , મધુની ભેળ , ધીરૂભાઈની રોટી , શંકરના વડાપાંવ
સુરેન્દ્રનગર:
ભાભીના ભજીયા , રાજેશના સમોસા , જગદંબના પરોઠા , ઉકાનું પૂરી-શાક , સિકંદરની સિંગ , જલારામના વાળા-પાંવ , નોવેલ્ટીના પરોઠા -શાક , પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ , ચેતનાની દાબેલી , દાળમિલમાં સાગરની ખસતા કચોરી , એસ્ટ્રોનનું પાન , કિસ્મતની સોડા , સૂર્યાના ભાજી પાંવ , ગોકુલનું સીઝલર , ગોપાલના મસાલા પાંવ
જામનગર :
એચ.જે.વ્યાસનો શીખંડ , વલ્લભભાઈના પેંડા , જનતા ફાટકના વણેલા ગાંઠિયા , જગદિશનો ફાલુદો , ગીતાનો આઇસ્ક્રિમ , જવાહરના પાન , દિલિપના ઘુઘરા , ઉમિયાના ભજિયા , લખુભાઈનો રગડો , ગીજુભાઈની ભેળપૂરી , ડાયફ્રુટની કચોરી
મહેસાણા:
સહયોગના પેંડા , મુરલીના વડા પાંવ , પટેલની ખમણી , સ્ટેશનની ચા , રામપુરા ચોકડીની દાબેલી , ક્રિષ્નાની દાબેલી
બારડોલી :
જલારામના પાંતરા , જલારામના ખમણ , જલારામની ખીચડી , મહારાણાના દાણા-ચણા , ભરકાદેવીનું આઈસ્ક્રીમ , જેઠાની પાંવભાજી
જેતપુર :
વજુગીરી ના ભજીયા , દિપકની દાબેલી , નાથબાપાના લસણિયા સેવ મમરા , ભગતના પેંડા
ભાવનગર :
ભગવતીનું સેવ-ઉસળ
આણંદ :
રેલવે સ્ટેશનની દાબેલી , પાંડુના દાલ વડા , યોગેશના ખમણ , સાસુજીનો હાંડવો
દાહોદ :
બાદશાહ કૂલ્ફી
ગોધરાઃ
પેટ્રોલ પંપના ભજિયા , ગાયત્રીની લસ્સી , શંકરની ભાજી-પાવ , ગોપાલનો ગોટો
બોટાદ :
જેરામભાઈનો ચેવડો
મોરબી :
પકાના ભૂંગરા બટાટા , કાનાની દાબેલી , ભારતની પાણી પુરી , મયુરના ભજિયા , ચક્કાના બ્રેડ બટાટા , જૈનના ખમણ
નવસારી:
વિકાસના સમોસા , મામાની પેટીસ
ધારી:
કનૈયા ડેરીનો શીખંડ
મહુવા:
વરિયાળીનું સરબત
નડિયાદ:
સિંધી બજારનું ગળિયું ચવાણું , વસોગામના પત્તરવેલિયા
” ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ? ”
અમદવાદના મસ્કાબન , કટિંગ ચા , મકરસંક્રાતિ
સુરતનું જમણ , ઘારી , સુરતણફેણી , ખમણ ઢોકળા , ઉઘીયું અને લોચો
રાજકોટની ચીકી , પેંડા , બ્રેડ કટકા અને રંગીલી પ્રજા
વડોદરાનો લીલો ચેવડો , ભાખરવડી અને નવરાત્રિ
જામનગરની બાંધણી , કચોરી , તાળા , આંજણ અને પાન
કચ્છની દાબેલી , ગુલાબપાક , કળા કાળિગીરી અને ખુમારી
મોરબીના તળીયા (ટાઇલ્સ) , નળિયા અને ઘડીયાલ
ભરુચની ખારી શિંગ
સુરેન્દ્રનગરના સેવમમરા , કચીરીયું અને શીંગ
ભાવનગરના ગાંડા , ગટર , ગાંઠિયા અને ફૂલવડી
પાલનપુરનું અત્તર , પેંડા , ખાખરા અને હીરાના વેપારી
સોરઠનો સાવજ , કેસર કેરી અ??ે અડીખમ ગિરનાર
પાટણની રેવડી , દેવડા અને પટોળા
પોરબંદરની ખાજલી , ગોટી સોડા અને માફિયા
નવસારીની નાનખટાઇ
ખંભાતનું હલવાસન
ડાંગનો ચોખ્ખાનો રોટલો , નાગલી , વાંસનું શાક અને ડાંગ દરબાર
વલસાડના ચીકુ અને હાફૂસ
ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ
પંચમહાલની તાડી અને મહુડો
ૐ નમઃ શિવાય
![holi-orisan-406x194[1]](http://shivshiva.files.wordpress.com/2012/03/holi-orisan-406x1941.jpg?w=455)




આભાર