આભાર 26 JULY 2006

      આજના શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે આ મેઘધનુષ શિવજીને સમર્પણ.  વિચાર આપ્યો સોનલબેને અને વાચા આપી મૃગેશે. જાણે બ્રહ્મા, વિષ્ણુનું મિલન. એમાં આજે શ્રાવણ નો મહિનો, એટલે શિવજી હજરાહજૂર. મારે માટે બ્રહ્મા,વિષ્ણુ,મહેશ હાજર છે. સૌનો ખૂબ ખૂબ આભાર.

            આજનું આ પ્રથમ સોપાન શિવજીને સમર્પણ.

 

દ્વાદશ જ્યોતિર્લિગ સ્તોત્રમ્ 

સૌરાષ્ટ્રે સોમનાથં ચ શ્રી શૈલે મલ્લિકાર્જુનમ
ઉજ્જયિન્યાં મહાકાલમ ૐકારમ મમલેશ્વરમ

પરલ્યાં વૈદ્યનાથં ચ ડાકિન્યાં ભીમશંકરમ
સેતુબંધે તુ રામેશં નાગેશં દારુકા વને 

વારાણસ્યાં તુ વિશ્વેશં ત્ર્યંબકં ગૌતમીતટે
હિમાલયે તુ કેદારં ધુશ્મેશં ચ શિવાલયે

એતાનિ જ્યોતિર્લિંગાનિ સાયં પ્રાત: પઠેન્નર:
સપ્ત જન્મકૃતં પાપં સ્મરણેન વિનશ્યતિ

સ્વાગત ! 26 JULY 2006

મેઘધનુષના જુદા જુદા રંગોની મહેફિલ માણવા માટે હું નીલા કડકિયા આપ સૌ વાચક મિત્રોનું સ્વાગત કરું છુ !