આજે શ્રાવણ મહિનાની પાંચમી તિથી એટલે શ્રાવણ સુદ પાંચમ
આજનો આ દિવસ નાગ પંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે લોકો નાગની પુજા કરે છે. નાગ તો શિવજીનું આભુષણ છે. ગલે સર્પોકી માલા.
આજે મેઘધનુષ પાંચમો પીળો રંગ જોઈયે. ભજનરૂપી ગંગામાં વહેશું.
ભજન
રાગ:- જોગિયા તાલ:- રૂપક
હે ચંદ્રમૌલી, હે ચંદ્રશેખર, હે શંભો ત્રિલોચન
હે સંકટ વિમોચન હે ત્રિપુરારી વંદન
જય જય વિભારૂપ, શંકર કૃપાલા
હે, પશુપતિ દયાલા – હે ચંદ્રમૌલી
બાલેન્દ્રુ ભાલે ત્રિલોચન વિશાલા
ચિદાનંદદાતા હે જગદીશનાથા
ભસ્માંગ લેપન ગલે રૂંડમાલા
નિરાકાર ૐકાર શંકરદયાલા – હે ચંદ્રમૌલી
વિમલ નીલકંઠ સુખદ શુલપાની
મૃગાશીશ ચારુલ બર વેદવાણી
હે આશુ પ્રભાવંદ્ય મહીમા તુમ્હારી
જય જય ઉમાનાથ જય જય તુમ્હારી – હે ચંદ્રમૌલી
કવિશ્રી:- ?
ધૂન
ગંગા જટાધર ગૌરીશંકર ગિરીજા મન રમણા
મૃત્યુંજય મહાદેવ મહેશ્વર મંગલ શુભકરણા
નંદીવાહના નાગભૂષણા નિરૂપમ ગુણસદના
નટન મનોહર નીલકંઠ શીવ નીરજ દલસદના – ગંગા જટાધર
ૐ નમ: શિવાય
નીલાબેન,શ્રાવણ અને વરસાદ ની મોસમ માતમારું મેઘધનુષ ખીલી ઉઠયુ છે.હજુ વધુ રંગો ની આભા ફેલાવતુ રહે એવી શુભેચ્છ તો મિત્ર ની સાથે હોય જ ને?
LikeLike
નીલાબેન,તમે આ પવિત્ર મહિના મા સરસ કામ કર્યુ છે.આપને સાથે જ છીએ હમેશા….નીલમ દોશી ઉજાસ.
LikeLike