ગણેશ પૂજનમાં આયુર્વેદ

                        આજે ભાદરવા સુદ સાતમ

            આજનો સુવિચાર:- જે પોતાના જ્ઞાનાનુસાર વર્તન કરે તે જ વિદ્વાન.

             ૐ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ
             નિર્વિઘ્ન કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા

       આપણા કરોડો દેવી દેવતાઓમાં એક શિવજીનો પરિવાર એવો છે કે જેનો દરેક સદસ્ય પૂજનીય છે. શિવજી, ગૌરા [પાર્વતીજી], કાર્તિકેય તેમ જ ગણેશજી. આજે ગણેશોત્સવનો પાંચમો દિવસ છે અને આજે ગૌરીની પધરામણી થાય છે. રિદ્ધિ સિદ્ધિના દાતા દુંદાળા દેવની સાથે ગૌરીનું પૂજન કરવામાં આવે છે. મહારાષ્ટ્રીયનોમાં ગૌરીને સૌભાગ્યવતીનાં શૃંગારથી સજાવી, તેને મન ગમતાં ભોજન આરોગાવી પુત્ર ગણેશ સાથે સાતમે દિવસે તેનુ વિસર્જન કરવાની પ્રથા છે.
          ગણેશ પૂજનમાં આયુર્વેદનું કેટલું મહત્વ છે તે જાણવું જરૂરી છે. આજની પ્રજાને આ જણાવવું જરૂરી છે. આપણાં પુરાણોમાં આજની પ્રજાનાં સવાલોનો જવાબ છે. શ્રાવણ મહિનામાં શિવપૂજન થાય છે. શ્રાવણ મહિનો એટલે વરસાદી મહિનો અને વરસાદમાં જીવજંતુ નીકળતાં હોય છે અને શિવજી પશુપતિનાથ કહેવાય છે અને એટલે જ શિવજીને શ્રાવણ મહિનો વ્હાલો છે. ત્યારબાદ ભાદરવામાં ગણેશોત્સવ. ભાદરવા મહિનો વરસાદ બાદનો મહિનો જે ગરમીનો મહિનો ગણાય છે. એ ગરમીમાં ઠંડક મેળવવી એટલે ગણેશોત્સવ. ગણેશ પૂજન વખતે વપરાતી વનસ્પતિનું આગવું મહત્વ છે. ગણેશ પૂજનની થાળીમાં દુર્વા, જાસુદનાં ફૂલ,મંદાર અને શમીપત્ર હોય છે. આ ફૂલો અને વનસ્પતિઓ આયુર્વેદિક ઔષધી તરીકે ઉપયોગ થાય છે. એની આપણામાંથી બહુ ઓછા લોકોને જાણ છે.

Continue reading

ગણેશ [મુક્તપંચિકા]

                      આજે ભાદરવા સુદ છઠ

આજનો સુવિચાર:- સફળતાનો કોઈ શોર્ટકટ નથી. બીજાની નકલ કરીને તમે તમારી જાતને ક્યારેય મહાન બનાવી શકો નહીં.

ભલે પધાર્યા
શિવસુતાય
તું વેદવિનાયક
ગૌરા સુતાય
સુસ્વાગતમ

દુર્વા, જાસુદ
તુજને વ્હાલાં
મુષક છે વાહન
મંદાર, પુષ્પ
તુજ અર્પણ Continue reading

ઊકેલ

                    આજે ભાદરવા સુદ પાંચમ આજનો સુવિચાર:- માણસ પોતે પોતાનો મિત્ર છે તેમજ શત્રુ છે, શું થવું તેણે નક્કી કરવાનું છે.
                                                                                            ગીતા 6 , 5-6

સૌ જૈન ભાઈઓ તથા બહેનોને મિચ્છામી દુકડમ

ગત અઠવાડિયાની પઝલના જવાબ નીચે મુજબ છે.

1] શ્રાવણ માસ 2] શંકર ભગવાન 3] ભસ્મ 4] અગ્નિ 5] અનંત 6] અર્ક 7] શિવ 8] રુદ્રાક્ષ 9] શ્ર્લોક 10] ઓમ નમઃ શિવાય 11] ભેરવ 12] રુદ્રક 13] સુબ્રહ્મણ્યમ 14] મહાદેવ 15] મહાવિષ્ણુ 16] ધ્યાન 17] જટાપર 18] શ્રીકાંત 19] કામ  20] કાલાગ્નિ 21] આસન 22] કર્ણકુંડલ 23] સ્ફટિક 24] ચૌદમુખી 25] મણકો 26] બાવડે 27] એકસો આઠ પારા 28] ધાતા 29] ગૌમુખી 30] માળા 31] હરગૌરી 32]વિનાયક 33]કંઠે 34]કાને

શ્રી મનવંતભાઈએ નીચે પ્રમાણે જવાબ મોકલી આપ્યાં હતા.

1] ઓમ નમઃ શિવાય 2] શંકર ભગવાન 3] રુદ્ર 4] હરગૌરી 5] અગ્નિ 6] બ્રહ્મ 7] રુદ્રાક્ષ 8] વિષ્ણુ 9] કાલાગ્નિ 10] સુબ્રહ્મણ્યમ 11] ગૌમુખી 12] શ્રીકાંત 13] અનંત 14] શિવ 15] ચૌદમુખી 16] જટાપર 17] ભસ્મ 18] સ્ફટિક 19] ભેરવ 20] ભદ્ર 21] કર્ણ 22] કુંડલ 23] વિનાયક

આ જવાબો મોકલવા બદલ શ્રી મનવંતભાઈને ખૂબજ અભિનંદન.

                    ૐ નમઃ શિવાય

જય ગણેશ

                આજે ભાદરવા સુદ ચોથ
      આજનો સુવિચાર:-અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા

આજે સંવત્સરીનો દિવસ. આજે પર્યુષણનો છેલ્લો દિવસ.

સર્વત્ર મૈત્રીભાવની મહેક ફેલાવતું પર્વ એટલે સંવત્સરી મહાપર્વ.
વેરની ભાવનાનો અંત અને ક્ષમાની ભાવનાનો ઉદય એટલે સંવત્સરી મહાપર્વ.
ક્રોધની કાલિમાને દૂર કરીને સમતાની જ્યોતિ ફેલાવી પ્રકાશમય બનાવનારું પર્વ એટલે સંવત્સરી મહાપર્વ.
આત્માને લાગેલા કુકર્મરૂપી કચરાને સાફ કરી આત્માના પરમ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરી દેવાની દિશામાં પ્રગતિ સંદેશ સંભળાવતું પર્વ એટલે સંવત્સરી મહાપર્વ. Continue reading

ભલે પધાર્યાં ગણરાયા

                      આજે ભાદરવા સુદ ત્રીજ

       આજનો સુવિચાર:-.પોતાની જાતને ઓળખતા શીખવું એ સૌથી કઠિન અને અન્યના કામમાં ભૂલ શોધવી એ સૌથી સરળ કાર્ય છે.

                     આજે ગણેશ ચતુર્થી. ભલે ભધાર્યા ગણરાયા

 

વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય,
લંબોદરાય સકલાય જગદ્વિતાય,
નાગાનનાય શ્રુતિયજ્ઞવિભૂષિયાય,
ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે.

        કોઈ પણ કાર્યનો શુભારંભ ગણેશ પૂજનથી કરવામાં આવે છે. ગણપતિ બધા ગણોનાં અધિપતિ છે, બુદ્ધિના અધિષ્ઠાતા છે. તેમની પૂજાથી વિનમ્રતા આવે છે અને સદબુદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી ગણેશ જ્ઞાન અને આનંદનું સ્વરૂપ છે. તેમનું વાહન મુષક [ઉંદર] છે. તે મૂળાધાર ચક્રના અધિષ્ઠાતા દેવતા છે. શાંતિ,સંપના અધિષ્ઠાતા સર્વગુણોના નેતા શ્રી ગણેશ પ્રણવ ૐકારના પ્રતિક છે. કોઈ પણ ક્રિયા કરતી વખતે ૐકારનો ઉચ્ચારણ આવશ્યક છે આ મંત્ર હિંદુઓનો સર્વોત્કૃષ્ટ મંત્ર છે. જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિ એ ગણેશજીનાં બે પગ છે. હાથીનું માથું અને ઉંદરનું વાહન એ નાનામાં પ્રાણીથી માંડીને મોટામાં મોટા પ્રાણીનાં સર્જકનું પ્રતિક છે. તેઓ જ્ઞાનનાં ભંડાર છે. આ ઉપરાંત વિકાસક્રમને સૂચવે છે. ઉંદરમાંથી વિકાસ પામીને હાથી બને છે અને છેવટે તેમાંથી મનુષ્ય બને છે.આથી જ ગણપતિનું શરીર મનુષ્યનું છે અને માથું હાથીનું છે તેમજ વાહન ઉંદર છે. તેમનાં સ્વરૂપનું આધ્યાત્મિક રહસ્ય છે.

Continue reading

સાહેલી સ્પે.

                        આજે ભાદરવા સુદ ત્રીજ

      આજનો સુવિચાર:- મહત્વના બનવું તે સારું છે પણ સારા બનવું તે વધુ મહત્વનું છે.

                 શ..શ…શ………………આજે સાહેલી સ્પે..

Continue reading

અશ્રુજળ

                 આજે ભાદરવા સુદ બીજ

          આજે ખોરદાદ સાલ પારસીઓનો તહેવાર

    આજે જરથોસ્તી ધર્મના સ્થાપક અષો જરથુષ્ટ્રનો જન્મ દિવસ. જરથુષ્ટ્રનો અર્થ બુઢ્ઢા ઊંટોનો માલિક થાય છે.

        આજનો સુવિચાર:- સેંકડો હાથેથી ભેગું કરો, અને હજારો હાથેથી વહેંચી દો. 

    

 

ખબર હતી મુજને નથી મળવાનાં, તુજ દર્શનનાં અમૃતજળ
ખબર હતી મુજને નથી મળવાનાં પીગળેલાં આ માનસજળ
પરંતુ ખબર ના પડી મુજને ક્યારે સરી પડ્યાં આ અશ્રુજળ!

ખબર હતી મુજને નથી મળવાનાં આ સોનેરી સ્વપ્નજળ
ખબર હતી મુજને નથી મળવાનાં લાગણીનાં સ્નેહલજળ
પરંતુ ખબર ના પડી મુજને ક્યારે સરી પડ્યાં આ અશ્રુજળ!

ખબર હતી મુજને નથી મળવાનાં તુજ લાસ્યનાં સ્મૃતિજળ
ખબર હતી મુજને નથી મળવાનાં તુજ હાસ્યનાં મૃદુલજળ
પરંતુ ખબર ના પડી મુજને ક્યારે સરી પડ્યાં આ અશ્રુજળ!

                                               ……નીલા

             ૐ નમઃ શિવાય   

              

મહાવીરની વાણી

         આજથી ભાદરવો મહિનો ચાલુ થયો છે. ભાદરવા સુદ એકમ

આજનો સુવિચાર:- જે પોતાની જાતને સુખી નથી માનતો તે ક્યારે સુખી હોતો નથી.

    આજે ભાદરવાની શરૂઆત થઈ છે. આજે રામદેવપીર નવરાત્રિની શરૂઆત થાય છે. તેમ જ આજની તારીખે ગુજરાતનું પ્રથમ યશોગાન ગાનાર કવિ વીર કવિ નર્મદની જન્મ તારીખ. 24-8-1833માં સુરતમાં થયો હતો. ‘જય જય ગરવી ગુજરાત ! દીસે અરુણું પરભાત !’ હિન્દીને રાષ્ટ્રભાષા કરવાનો પ્રથમ વિચાર નર્મદે આપ્યો. પહેલો શબ્દકોશ પણ કવિશ્રી નર્મદે જ આપ્યો હતો. તેઓ સાચા અર્થમાં આધુનિક ગુજરાતી ગદ્યના પિતા રહ્યાં. તેમનું અવસાન 1886માં થયું.

સહુ ચલો, જીતવા જંગ, બ્યૂગલો વાગે,
 યાહોમ કરીને પડો ફત્તેહ છે આગે.’

આ પર્યુષણનાં પર્વમાં થોડું મહાવીર પ્રભુની વાણીનું આચમન કરી લઈયે.

 

          રાજસ્થાનના એક ખેડૂતનાં લગ્ન મહારાષ્ટ્રની કન્યા સાથે થયાં હતાં. ખેડૂત પોતાનાં ગામમાં મઠ બાજરો વાવીને એક વારએ પોતાના સાસરે [મહારાષ્ટ્ર] ગયો.. ત્યાં શેરડી બહુ સરસ થતી હતી.જમાઈ માટે સાસુએ તાજો શેરડીનો તાજો રસ કઢાવ્યો. ખેડૂતે તો આવો મીઠો અને અત્યંત સ્વાદિષ્ટ રસ કોઈ દિવસ ચાખ્યો પણ ન હતો. એણે તો શેરડી વાવવાની રીતથી માંડી એનાં પાક માટેની બધી વિગતો જાણી લીધી અને પોતાને ગામ રાજસ્થાન પાછા ફરતી વખતે શેરડીનાં બી પણ સાથે લઈ લીધાં. ગામમાં પહોંચ્યો ત્યારે એનાં ખેતરમાં મઠ-બાજરાનો સારો પાક થયો હતો, પણ શેરડીની લાલચમાં તૈયાર પાકને ઉખેડી નાખી શેરડી વાવી. શેરડીને તો પુષ્કળ પાણી જોઈયે તે રાજસ્થાનમાંથી ક્યાંથી મળે? તેથી શેરડી વાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો. આમ ખેડૂતને ન તો મઠ-બાજરો મળ્યાં ન તો શેરડી . [નો હવ્વાએ ન પારાએ] આખરે એ ખેડૂત ન ઘરનો રહ્યો ન ઘાટનો..    આ કથાથી એમ સમજાવવામાં આવે છે કે માનવ વ્યર્થ સંકલ્પ-વિકલ્પની જટિલતામાં ફસાઈ ગયો છે. તેથી તે બન્ને ગુમાવે છે. પરંતુ સંકલ્પ જ શાશ્વત સુખને માર્ગે દોરી જાય છે.

Continue reading

શોધી કાઢો

                      આજે શ્રાવણ વદ અમાસ

     આજનો સુવિચાર:- કલા પ્રકૃતિથી અનંત તરફ લઈ જતી સીડી છે.

       શ્રાવણ મહિનામાં દેવોનાં દેવ મહાદેવનાં ભજન, પૂજનનું મહત્વ છે. ભક્તો રુદ્રાક્ષનાં પારાની માળા હાથમાં લઈ નામસ્મરણ કરે છે. તેથી આ પઝલમાંથી એકથી ચૌદ મુખવાળા રુદ્રાક્ષનાં નામ તથા શિવભક્તિ સાથે, રુદ્રાક્ષ સાથે સંકળાયેલા કેટલાક શબ્દ શોધવાનાં છે.

click on puzzle

પ્રિય વાંચકો,

જવાબ નીચેનાં ઈ મેલ પર લખો. જવાબ લખનારનું નામ આવતાં અઠવાડિયે જાહેર કરવામાં આવશે.

નીલા

kadakia_neela@hotmail.com

                                        ૐ નમઃ શિવાય

નારી તું નારાયણી

                        આજે શ્રાવણ વદ ચૌદસ

    આજનો સુવિચાર:- પસ્તાવો. હ્રદયની વેદના છે અને નવા નિર્મળ જીવનનો ઉદય છે.

        જૈન ધર્મનું તપ-આચરણનું પર્વ એટલે પર્વાધિરાજ પર્યુષણ.

      પર્યુષણ એટલે ચારેબાજુએથી આત્મામાં રહેવું. ચારેબાજુથી એટલે રહેવું, વસવું, બેસવું આ સમગ્રતામાંથી સ્વમાં જીવવું એટલે પર્યુષણ.

    આજે મેઘધનુષનો ‘ગઠરીયા’ નામક નવો વિભાગ ચાલુ થાય છે. પ્રસંગકથાઓને એક પાલવડે બાંધવા આ વિભાગનું નામ ‘ગઠરીયા’ નામ આપ્યુ છે.

                                 જીવનકાળની દીક્ષા

       રેણુકાનું મન આજે હિલોળે ચઢ્યું હતું. એ તેને ઠરીઠામ બેસી રહેવા દેતું નો’તું. આજે સવારથી મન બેચેન બની ગયું હતું. આમ તો ઘણી વાર થતું પન એ તરફ લક્ષ નો’તુ આપ્યુ પણ આજે તો અશક્ય થઈ પડ્યુ.

    સવારમાં પાંચ વાગ્યાનું ઍલાર્મ વાગ્યું ને સફાળી ઊઠી ને યંત્રવત ઘરકામ આટોપવા લાગી.અમીની કૉલેજ, ગોપાલની સવારની શાળા, રાજુની ઑફિસ, બધું જ સમયસર સાચવવાનું. દૂધવાળાનો હિસાબ, ઈસ્ત્રી માટે કપડાં આપવા,કામવાળી નો’તી આવવાની તેથી કપડાં, વાસણ બધું જાતે કરવાનું હતું. બધુ કામ આટોપી એણે બારી ખોલી અને બસ, ઘણી વાર સુધી એ ત્યાં જ ઊભી રહી.

   બહાર પહેલા વરસાદનું નર્તન ચાલી રહ્યું હતું અને ઉષાનાં કિરણો સંતાકૂકડી રમી રહ્યાં હતાં. રેણુકા પોતાનામાં ખોવાયેલી હતી. ‘વરસાદ શરૂ થયો લાગે છે, હવે છત્રી કાઢવી પડશે….. અરે બાપ રે ! વરસાદ ? ભોગ લાગ્યા ! આજે મૅક્સી નહીં પહેરાય …‘ આવા રૂક્ષ ને વ્યહવારુ સ્વરોએ રેણુકાની સમાધિનો ભંગ કર્યો અને ફરી કામે વળગી. ચા, નાસ્તો કર્યો.રસોઈ કરી, ટિફિન ભર્યું અને હસતે મોઢે બધાં ને વિદાય આપી. યંત્રવત બધું ચાલતું રહ્યું, પણ મન બેકાબુ બની ઘમસાણ મચાવતું રહ્યું, શું આજ મારી જિંદગી ? શું આ ચક્રવ્યૂહમાં જ મારે જીવવાનું ને મરવાનું ? નહીં આ ચક્રવ્યુહ તો ભેદવો જ પડશે…. જલ્દી ભેદવો પડશે…… બહુ મોડું થઈ જાય અને શક્તિ હણાઈ જાય તે પહેલાં. Continue reading