શ્રી ભગવતી સ્તુતી

                     આજે શ્રાવણ સુદ આઠમ        

       

   આજે દુર્ગા અષ્ટમી. જગતજનની મા ને વંદન

યા દેવી સર્વભુતેષુ માતૃરૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ      

 વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દુર કરી સદ બુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

ભૂલો પડી ભવરણે ભટકું ભવાની
સૂઝે નહિ લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

આ રંકને ઉગરવા નથી કોઈ આરો
જન્માન્ધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો
ના શું સુણો ભગવતી ! શિશુના વિલાપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

મા કર્મ જન્મ કથની કરતાં વિચારૂં
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારૂં
કોને કહું કઠણ યોગ તણો બળાપો
મામ પાહિ ૐ ભગવતિ ભવદુઃખ કાપો

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો
આડંબરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિતના કરી માફ પાપો
મામ પાહિ ૐ ભગવતી ભવદુઃખ કાપો

ના શાસ્ત્રના શ્રવણનું પયપાન પીધું
ના મંત્ર કે સ્તુતિકથા કદી કાંઈ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

રે ! રે ! ભવાનિ ! બહુ ભૂલ થઈ છે મારી
આ જિન્દગી થઈ મને અતિશે અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

ખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો
બ્રહ્માંડમાં અણુ અણુ મહીંવાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

પાપે પ્રપંચ કરવા બધી વાતે  પૂરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો
જાડ્યાંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

શીખે સુણે રસિકછંદ જ એકચિત્તે
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

શ્રી સદગુરૂના શરણમાં રહીને યજું છું
રાત્રી દિને ભગવતી તુજને ભજું છું
સદભક્ત સેવક તણાં પરિતાપ ચાંપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો

અંતર વિશે અધિક ઊર્મિ થતાં ભવાની
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાની
સંસારના સકળ રોગ સમૂળ કાપો
મામ પાહિ ૐ ભગવતી ! ભવદુઃખ કાપો     

      ૐ નમઃ શિવાય

Advertisements

One comment on “શ્રી ભગવતી સ્તુતી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s