ઉરનાં મંજીરા

      મારાં ભજનનાં આ વિભાગનું નામ મંજીરા આપ્યું છે.ભજન તો મંજીરાથી ખીલે છે. જેમ મંજીરા ભજનનું આવશ્યક અંગ છે તેમ તાળી એ ભજનનું આવશ્યક અંગ છે. આમ તો તાળીનાં ઘણાં ફાયદા છે.

1] તાળી એ એક્યુપ્રેશરનો પ્રકાર છે. તાળીથી એક્યુપ્રેશર થાય છે.
2] તાળી એ નાદ બ્રહ્મ સુધી આવાજ પહોંચાડવાઓ એક પ્રકાર છે.
3] જેમ આપણે કાગડાને ઉડાડવવા તાળી પાડીયે છીયે તેવી જ રીતે મનનાં દુર્ગુણરૂપી કાગડાને ઉડાડવા તાળી પાડવી જરૂરી છે.  

               રાગ:- બસંત લલિત               તાલ:- રૂપક

મારાં ઉરમાં બે મંજીરાં
એક જુનાગઢનો મેતો
બીજી મેવાડની મીરા          
        – મારાં ઉરમાં

કૃષ્ણ કૃષ્ણનાં રસબસ રણકે
પડે પરમ પડછંદા
એક મંજીરે સુરજ ઝળહળે
બીજે અમીયલ ચંદા
શ્વાસ શ્વાસનાં નામ સ્મરણનાં
સર સર વહે સમીરા          
       – મારાં ઉરમાં

રાસ ચગ્યોને હોંશે હોંશે
હાથની કીધી મશાલ
વિષનો પ્યાલો હોઠે પામીને
નરદમ બન્યો નિહાલ
હરિનાં જન તો ગહન ગંભીરા
જેમ યમુનાનાં નીરા         
       – મારાં ઉરમાં

કવિશ્રી:- ભગવતીકુમાર શર્મા

Continue reading

મંથન

                 આજે શ્રાવણી એકાદશી, પવિત્રા એકાદશી,પુત્રદા એકાદશી          

                કૈલાસવાસી સુખરાશિસર્વ પ્રશાંત તેજસ્વી સુ-સૌમ્ય.રુદ્ર !          
                 પ્રકાશ આપો, સહુને સુખાર્થ, પુણ્યદા, મંગલધામ, દેવ !! [રૂદ્રાષ્ટાધ્યાયી]

       આજનો સુવિચાર:- દરેક વ્યક્તિએ પોતાનો વિકાસ માટે સમય કાઢવો જોઈયે. પોતાનાથી વધુ જાણકાર અથવા વધુ જ્ઞાની અથવા વધુ અનુભવી વ્યક્તિને અવારનવાર મળવાથી જ્ઞાનમાં વધારો થશે. 

        મેઘધનુષ નાં આ વિભાગને મેં મંથન નામ આપ્યું છે. સમુદ્ર મંથનથી જેમ રત્નો, મણી, અમૃત, વિષ, લક્ષ્મીજી, વગેરે પ્રાપ્ત થયાં હતાં તેમ જો સદવિચારોનું મંથન થાય તો જ શિસ્તરૂપી રત્નો પ્રાપ્ત થશે. 

          એકાદશી એટલે પ્રભુનાં સાનિધ્યમાં વધુ ને વધુ રહેવાનો દિવસ. આ દિવસે લોકો ફળાહાર કરવાનું પસંદ કરતાં હોય છે જેથી પ્રભુભક્તિમાં વધુ ધ્યાનમગ્ન થઈ શકાય. એની સાથે આ વાત પણ સમજવી આવશ્યક છે.   

                 હું વ્રત, એકટાણાં ઉપવાસ કરું અને મારા મનમાંથી ગુસ્સો ઈર્ષા ડંખ નિર્મૂળ ન થાય,
                 તો મારું એ તપ મિથ્યા છે.   
                 હું મંદિરમાં જાઉં, ફૂલ ચઢાવુ, માળા ગણું અને મારાં કર્મમાંથી સ્વાર્થ લોભ મોહ  નિર્મૂળ ન  થાય, 
                તો મારી પૂજા મિથ્યા છે. 
                 હું જપ કરૂં, સત્સંગ કરૂં, ધ્યાન કરૂં, અને મારા ચિત્તમાંથી અહંકાર અભિમાન મોટાઈનો  ભાવ        નિર્મૂળ ન થાય,
                તો મારી ઉપાસના મિથ્યા છે.   
                હું એકાંતમાં જાઉં, વૈરાગ્ય ગ્રહું, મૌન પાળું અને મારી ઈચ્છાઓ વૃત્તિઓનું શમન ન થાય મારો  દેહભાવ ઢીલો ન પડે
                તો મારી એ સાધના મિથ્યા છે.   
               હે, પરમાત્મા, હું પ્રાર્થના કરું ને તમારું નામ લઉં અને મારા જીવનમાં પ્રેમ કરૂણા મૈત્રી આનંદ પ્રગટ ન થાય,
              તો મારો તમારી સાથેનો સંબધ મિથ્યા છે.

                  સંત પુનિત મહારાજ કહે છે કે                   

                વિષયોમાં ભટકે એ તો અંતે ગોથાં ખાય,                     
                 દુઃખોનાં ડુંગરિયામાં, જાતેથી અથડાય,                       
                 એ તો અંતે ગોથાં ખાય……!

                         ૐ નમઃ શિવાય            

[સૌજન્ય:- જનકલ્યાણ]