ઉરનાં મંજીરા

      મારાં ભજનનાં આ વિભાગનું નામ મંજીરા આપ્યું છે.ભજન તો મંજીરાથી ખીલે છે. જેમ મંજીરા ભજનનું આવશ્યક અંગ છે તેમ તાળી એ ભજનનું આવશ્યક અંગ છે. આમ તો તાળીનાં ઘણાં ફાયદા છે.

1] તાળી એ એક્યુપ્રેશરનો પ્રકાર છે. તાળીથી એક્યુપ્રેશર થાય છે.
2] તાળી એ નાદ બ્રહ્મ સુધી આવાજ પહોંચાડવાઓ એક પ્રકાર છે.
3] જેમ આપણે કાગડાને ઉડાડવવા તાળી પાડીયે છીયે તેવી જ રીતે મનનાં દુર્ગુણરૂપી કાગડાને ઉડાડવા તાળી પાડવી જરૂરી છે.  

               રાગ:- બસંત લલિત               તાલ:- રૂપક

મારાં ઉરમાં બે મંજીરાં
એક જુનાગઢનો મેતો
બીજી મેવાડની મીરા          
        – મારાં ઉરમાં

કૃષ્ણ કૃષ્ણનાં રસબસ રણકે
પડે પરમ પડછંદા
એક મંજીરે સુરજ ઝળહળે
બીજે અમીયલ ચંદા
શ્વાસ શ્વાસનાં નામ સ્મરણનાં
સર સર વહે સમીરા          
       – મારાં ઉરમાં

રાસ ચગ્યોને હોંશે હોંશે
હાથની કીધી મશાલ
વિષનો પ્યાલો હોઠે પામીને
નરદમ બન્યો નિહાલ
હરિનાં જન તો ગહન ગંભીરા
જેમ યમુનાનાં નીરા         
       – મારાં ઉરમાં

કવિશ્રી:- ભગવતીકુમાર શર્મા

               પ્રભુને  નમન

રાગ:-ભૈરવ           તાલ:- ખેમટો

વહેલી સવારમાં ઉગમણાં ફોરમાં પ્રભુને કરીયે નમન
હો ! મન તારે કરવું પ્રભુનું સ્મરણ

કૃતજ્ઞ થઈ પ્રભુનો માનવો આભાર
શ્રધ્ધા ભક્તિથી કર પ્રભુને નમસ્કાર
એનું નિસદિન કરીને પૂજન
હો મન તારે કરવું પ્રભુનું સ્મરણ                  
               – વહેલી સવારમાં

પરમ કૃપાળુ પ્રભુ, કરૂણા નિધી ઉદાર
અનેક છે પ્રભુનાં અગણિત ઉપકાર
એનું લેજે સદા તું શરણ 
હો મન તારે કરવું પ્રભુનું સ્મરણ              
               – વહેલી સવારમાં

સકળ સૃષ્ટિનાં પ્રભુ સરજાનહાર
સઘળા જીવોના પ્રભુ પાલનહાર
શીશ નમાવીએ પ્રભુને ચરણ,
હો મન તારે કરવું પ્રભુનું સ્મરણ              
               – વહેલી સવારમાં         

      ૐ નમઃ શિવાય       

Advertisements

4 comments on “ઉરનાં મંજીરા

 1. ઉરના મંજીરા ! સરસ શીર્ષક ! તાળી ની સમજ પણ
  ઉત્તમ!..નરસિંહ ને મીરાં એક સાથે જ શોભે ! રાગ
  બસંત-લલિત સાંભળવા મળ્યો હોત તો ! વળી ભૈરવ
  પણ દસ થાટમાંનો એકજ ને ?વાચન કરતાં ગેયતા
  વધુ અસર ના કરે ?નીલાબહેન ?સારું પિરસો છો.
  બંનેના કવિનો તો આભાર જ માનવો પડે ને !

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s