રમઝટ

                આજે શ્રાવણ સુદ ચૌદશ             

                  મંગળાગૌરી પૂજન 

           જેમ મેઘધનુષનાં સાત રંગ છે તેમ એક અઠવાડિયાનાં સાત દિવસો છે.
         
સોમવારઃ- શિવજીનો દિવસ
         
મંગળવારઃ- ગણપતિજી અને માતાજીનો દિવસ
  
       
આજે મંગળવાર તો આપણે માતાજીનાં રાસ ગરબાની રમઝટ બોલાવીયે.
            
મેઘધનુષનાં આ વિભાગનું નામ રમઝટ છે.

        આજનો સુવિચારઃ- આપણને આપણાં દુર્ગુણો દેખાતા નથી પરંતુ બીજાનાં દુર્ગુણો દેખાય છે અને એમાં જ સમય પસાર થઈ જાય છે. 

                        

          ગરબો

રંગે રમે આનંદે રમે રે
આજ નવદુર્ગા રંગે રમે  આદિને આવિયા અલબેલી અંબા
મંડપમાં મતવારી ભમે રે               
         
-આજ નવદુર્ગા
 
સોળે શણગાર માના અંગે સોહાયે
હીરલા રતન માને અરૂણા સમેત                 
            
-આજ નવદુર્ગા
  મંગળવારે માજી હોય ઉમંગમાં
ચાચર આવીને ગરબે રમે                
            
-આજ નવદુર્ગા
 બુધવારે માજી બેઠા વિરાજે
રાસ વિલાસ માને ગાવો ગમે               
         
– આજ નવદુર્ગા
ગુરુવારે માડી ગરબે રમે રે
ચંદન પુષ્પ તે માને ગમે             
        
-આજ નવદુર્ગા
શુક્રવારે માજી ભાવ ધરીને
બ્રાહ્મણ જમે તે માને ગમે            
       
-આજ નવદુર્ગા

શનિવારે માજી થય મહાકાળી
ભિક્ષા ભોજન માને ગમતા જમે            
          
-આજ નવદુર્ગા

વલ્લભ કહે માને ભાવે ભજો રે
રાસ વિલાસ માને ગવો ગમે            
         
-આજ નવદુર્ગા
  

              રંગલો  [રાસ]

રંગલો જામ્યો કાલિંદિને ઘાટ છોગળા તારા
હો રે છબીલા તારા
હો રે રંગીલા તારા
રંગ ભેરુ જુએ છે તારી વાટ રંગલો — હે રંગલો હે હાલ હાલ વહી જાય રાત વાત 
મુને માથે પડશે રે પરભાત છોગાળા તારા
હોરે છબીલા તારા
હોરે રંગીલા તારા
રંગભેરુ જુએ તારી વાટ રંગલો —હે રંગલો
હે રંગરસિયા તારો રાહડો માંડીને ગામને સેવાડે બેઠા
હે ભૂંડા ગોકુળની ગોપલીઓ તારે હાટું તો કામ બધાં મેલ્યાં હેઠા
હે તને બરકે તારી જશોદા મા છોગાળા તારા
હોરે છબિલા તારા
હોરે રંગીલા તારા
રંગભેરુ જુએ તારી વાટ રંગલો —–હે રંગલો 
ચલણ:-કે આવું ના કરીયે રે મારા શામળિયા
ગોકુળ કેરી ગોપીઓ જઈને જશોદાને કહી દેશે
કે આવું ના કરીયે રે મારા રંગરસિયા
ગોકુળ કેરી ગોપીઓ જઈને જશોદાને કહી દેશે 

              વાગ્યેકાર:- અવિનાશ વ્યાસ  

          ૐ નમઃ શિવાય      

Advertisements

4 comments on “રમઝટ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s